ઓપનએઆઈના સહ-સ્થાપક અને સીઈઓ સેમ ઓલ્ટમેનને પદ પરથી હટાવવામાં આવ્યા

બોર્ડને હવે ઓલ્ટમેનની ક્ષમતાઓ પર વિશ્વાસ નથી, આ કારણે ઓલ્ટમેને તેમના પદ પરથી રાજીનામું આપવું પડશે વોશિંગ્ટન ચેટજીપીઆઈટીના નિર્માતા અને ઓપનએઆઈ તરફથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં ચેટજીપીઆઈટી બનાવનાર કંપની ઓપનએઆઈના સહ-સ્થાપક અને સીઈઓ સેમ ઓલ્ટમેનને પદ પરથી હટાવવામાં આવ્યા છે. બોર્ડને હવે ઓલ્ટમેનની ક્ષમતાઓ પર વિશ્વાસ નથી, આ કારણે ઓલ્ટમેને તેમના…

ઈઝરાયલ સરકારે ગાઝાને ઈંધણ પુરવઠા માટે મંજૂરી આપી

ઇંધણની અછતને કારણે ગાઝામાં યુએનની સહાય પુરવઠો ફરીથી અટકાવી દેવામાં આવ્યો હતો જેરૂસલેમ ઈઝરાયેલ અને હમાસ વચ્ચે સંઘર્ષ હજુ પણ ચાલુ જ છે. ઘણા અઠવાડિયાથી ચાલી રહેલા આ યુદ્ધમાં અત્યાર સુધીમાં બાળકો અને મહિલાઓ સહિત હજારો લોકોના મોત થયા છે ત્યારે ઇઝરાયેલ સરકારે ગાઝાને ઇંધણ પુરવઠાને મંજૂરી આપી છે.  ઇઝરાયલ અને હમાસ વચ્ચે એક મહિના…

અલ શિફા હોસ્પિટલના આઈસીયુમાં દાખલ તમામ દર્દીનાં મોત

અલ શિફા હોસ્પિટલ નીચે હમાસે પોતાનું હેડ ક્વાર્ટર બનાવ્યું હોવાનો દાવો કરીને ઈઝરાયેલની સેનાનો હોસ્પિટલ પર એટેક તેલ અવીવ ગાઝાની અલ શિફા હોસ્પિટલમાં ચારે તરફ તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અલ શિફા હોસ્પિટલ નીચે હમાસે પોતાનુ હેડ ક્વાર્ટર બનાવ્યુ હોવાનો દાવો કરીને ઈઝરાયેલની સેનાએ હોસ્પિટલ પર એટેક શરુ કર્યુ છે અને હોસ્પિટલના ડાયરેકટર મહોમ્મદ…

યુક્રેન યુધ્ધના વિરોધ બદલ રશિયન મહિલાને સાત વર્ષની સજા

રશિયાના સત્તાધીશોના આરોપ અનુસાર મહિલા કલાકાર એલેક્ઝેન્ડ્રા સ્કોચિલેન્કોએ સેન્ટ પીટર્સબર્ગ શહેરની એક સુપર માર્કેટમાં પ્રાઈસ ટેગ બદલી કૃત્ય આચર્યું હતું મોસ્કો યુક્રેન યુધ્ધનો વિરોધ કરવા બદલ રશિયન મહિલા કલાકારને સાત વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. રશિયાના સત્તાધીશોના આરોપ અનુસાર મહિલા કલાકાર એલેક્ઝેન્ડ્રા સ્કોચિલેન્કોએ ગત વર્ષે માર્ચ મહિનામાં રશિયાના સેન્ટ પીટર્સબર્ગ શહેરની એક સુપર માર્કેટમાં…

નેતન્યાહૂના પત્નીએ બ્રિટીશ પીએમના પત્નીને બંધકોને છોડવા પત્ર લખ્યો

પત્રમાં સારાએ લખ્યુ છે કે, હત્યારાઓની વચ્ચે માતા બનેલી આ મહિલાની  મનોસ્થિતિ કેવી હશે તે તમે સમજી શકાય એમ છે તેલ અવીવ હમાસ પાસેથી પોતાના બંધકોને છોડાવવા માટે ઈઝરાયેલની સેના આકાશ પાતાળ એક કરી રહી છે અને આ બધાની વચ્ચે ઈઝાયેલના પીએમ બેન્જામિન નેતાન્યાહૂના પત્ની સારા નેતાન્યાહૂએ બ્રિટિશ પીએમ ઋષિ સુનકના પત્ની અક્ષતા મૂર્તિને લખેલો…

યમનમાં કેરળની નર્સને હત્યાના આરોપમાં મોતની સજા

નિમિષા પ્રિયા નામની નર્સ પર આરોપ છે કે તેણે યમનની એક વ્યક્તિને નશીલા ઈન્જેક્શન આપીને તેની હત્યા કરી હતી નવી દિલ્હી વિદેશમાં વસતા ભારતીયો કોઈ ગંભીર કેસમાં ફસાઈ જાય ત્યારે તેમની હાલત ખરેખર ખરાબ થઈ જાય છે. હજુ થોડા દિવસો અગાઉ જ કતારની એક કોર્ટે ભારતીય નેવીના 9 ભૂતપૂર્વ અધિકારીઓને મોતની સજા સુનાવી છે જેમને…

સાઉથ-વેસ્ટ લંડનમાં સ્ટ્રીટ ફાઈટ દરમિયાન 17 વર્ષીય છોકરાની હત્યા

સ્ટ્રીટ ફાઈટ વણસી ગઈ હતી અને 17 વર્ષના શીખ છોકરા પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરાતાં મોત થયું લંડન વિદેશમાં ભારતીયોની હત્યાના કિસ્સા અવારનવાર પ્રકાશમાં આવતા રહે છે. ભારતીયો પર ઘાતકી હુમલા થયા હોય એવું પણ બન્યું છે. વિશ્વના અલગ-અલગ દેશોમાં ભારતીયો પર હુમલાની ઘટના બનતી રહે છે. હાલમાં જ લંડનથી આવી ઘટના સામે આવી છે….

યુક્રેન-રશિયા યુદ્ધ વચ્ચે હથિયારો વેચ્યાના અહેવાલોને પાક.નો રદીયો

આ આરોપો બાદ પાકિસ્તાને કહ્યું કે, અમે બંને દેશો વચ્ચે સંઘર્ષમાં તટસ્થ છીએ ઈસ્લામાબાદયુક્રેન અને રશિયાને હથિયારો વેચવા મામલે પાકિસ્તાન પર આરોપો લાગ્યા છે, ત્યારે આ મામલે પાકિસ્તાને સ્પષ્ટતા કરી છે. પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે આ મામલે નિવેદન બહાર પાડ્યું છે. પાકિસ્તાને યુક્રેન-રશિયા યુદ્ધ વચ્ચે હથિયારો વેચ્યાના અહેવાલોને રદીયો આપ્યો છે. પાકિસ્તાને ગઈકાલે કહ્યું કે, તેણે…

ગાઝાની અલ શિફા હોસ્પિટલમાંથી હમાસની સુરંગો મળી

ઈઝરાયેલી સેનાએ સોશિયલ મીડિયા પર ગાઝાની બીજી હોસ્પિટલોમાં પાડેલા દરોડાની તસવીરો અને વીડિયો પર રિલિઝ કર્યા તેલ અવીવહમાસ અને ઈઝરાયેલ વચ્ચેના જંગમાં ગાઝા બરબાદ થઈ ચુકયુ છે.ઈઝરાયેલી સેના હવે ગાઝામાં ગ્રાઉન્ડ ઓપરેશન હાથ ધરી રહી છે.આ યુધ્ધના 42મા દિવસે ઈઝરાયેલે દાવો કર્યો છે કે, અમને ગાઝાની સૌથી મોટી અલ શિફા હોસ્પિટલના કેમ્પસમાં હમાસની સુરંગો મળી…

કાયદાકીય કાર્યવાહીના કારણે મારું ભારતમાં પ્રત્યાર્પણ ટળી શકે છેઃ નારવ મોદી

નીરવ મોદીને પ્રત્યાર્પણ અપીલ કાર્યવાહીમાં થયેલા 1.50 લાખ પાઉન્ડના દંડના સંદર્ભમાં ટેમ્સાઈડ જેલમાંથી વીડિયો કોન્ફરન્સ થકી લંડનની કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો લંડનભારતમાં બેંકો સાથે છેતરપિંડી અને મની લોન્ડરિંગના આરોપોનો સામનો કરી રહેલા ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીએ બ્રિટનની એક કોર્ટ સમક્ષ કહ્યું છે કે, હું વર્ષો સુધી બ્રિટનમાં રહી શકુ છુ.કારણકે કેટલીક કાયદાકીય કાર્યવાહીના…

યહૂદીઓની હત્યા કરવામાં હમાસની મદદ કરવા આર્મેનિયાનો હુંકાર

આર્મેનિયાના રાષ્ટ્રપતિના પૂર્વ મુખ્ય સલાહકાર રહી ચુકેલા વ્લાદિમીર પોઘિસ્યાને એક વિડિયો બનાવ્યો છે અને તેમાં તે કહેતો સંભળાય છે કે, યહૂદી ઘેટાઓને સમાપ્ત કરી દેવા જોઈએ તેલ અવીવહમાસ અને ઈઝરાયેલના જંગ વચ્ચે મોટા ભાગના મુસ્લિમ દેશો ઈઝરાયેલની આકરી ટીકા કરી ચુકયા છે ત્યારે બિન મુસ્લિમ દેશ આર્મેનિયામાં ઈઝરાયેલ વિરોધી લહેર ચરમસીમાએ છે.આર્મેનિયાના લોકો અને રાજકીય…

યુધ્ધના મૃતકોને શોધવા ઈઝરાયેલે ગરૂડોની મદદ લીધી

ઇઝરાયેલના ઇકોલોજિસ્ટ દ્વારા આ કામ માટે સરકારને મદદ કરવામાં આવી રહી છે જેરૂસલેમઈઝરાયેલ અને હમાસ વચ્ચે સંઘર્ષ હજુ પણ ચાલુ જ છે. ઘણા અઠવાડિયાથી ચાલી રહેલા આ યુદ્ધમાં અત્યાર સુધીમાં બાળકો અને મહિલાઓ સહીત હજારો લોકોના મોત થયા છે. ઈઝરાયેલનું કહેવું છે કે આ વખતે તે તેના દુશ્મનને સંપૂર્ણ રીતે ખતમ કર્યા પહેલા યુદ્ધવિરામ નહીં…

ગાઝામાં યુધ્ધથી 75 વર્ષની સૌથી મોટી આપત્તી, દુર્દશાથી યુએન પણ ચિંતિત

લગભગ 11 લાખ લોકો પોતાના ઘર છોડીને ભાગવું પડ્યું, ભૂખ,તરસ અને દવાઓની અછતના કારણે અહીંથી લોકોને પલાયન કરવું પડી રહ્યું છે વોશિંગ્ટનઈઝરાયેલ-હમાસના યુદ્ધને 40થી વધુ દિવસો થઇ ગયા છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં લગભગ 12 હજાર લોકોના મોત થયા છે અને લાખો લોકોને પલાયન કરવું પડ્યું છે. આ દરમિયાન,દરમિયાન, યુનાઈટેડ નેશન્સ રેફ્યુજી એજન્સીના ચીફ ફિલિપ…

ફિલિપાઈન્સના મિંડાનાઓમાં 6.9ની તીવ્રતાના ભયંકર ભૂકંપના આંચકા

હજુ સુધી કોઈ જાનહાનિ કે નુકસાનના સમાચાર નથી, દરિયામાં હાઈ ટાઈડ્સ મિંડાનાઓફિલિપાઈન્સના મિંડાનાઓમાં ભયંકર ભૂકંપના આંચકા અનુભાયા છે. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સિસ અનુસાર, ભૂકંપની તીવ્રતા 6.9 નોંધાઈ છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ પૃથ્વીની સપાટીથી 10 કિમીની ઊંડાઇએ નોંધાયું. હજુ સુધી કોઈ જાનહાનિ કે નુકસાનના સમાચાર નથી.પૃથ્વીની અંદર કુલ સાત પ્લેટ છે. જે હંમેશા કાર્ય કરતી રહે…

કેનેડા ભારત સાથે ઝઘડો નથી ઈચ્છતુઃ જસ્ટિન ટ્રૂડો

ભારતે કેનેડાના 40 ડિપ્લોમેટ્સને હટાવી અને જો તેઓ દેશ ના છોડે તેમને મળતી સુરક્ષા પાછી ખેંચી લેવાની ધમકી આપીને વિયેના કન્વેશનનું ઉલ્લંઘન કર્યાનો આક્ષેપ ટોરેન્ટો ભારત અને કેનેડા વચ્ચે ખાલીસ્તાની ઉગ્રવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને શરૂ થયેલો વિવાદ હજી શાંત નથી થયો. હાલમાં જ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ફરી એકવાર આ મુદ્દે વાત કરી…

અઝરબૈઝાનની આતિશગાહની દીવાલો પર દેવી-દેવતાના લખાણ

બાકુ પાસેના એક સ્થળનું ભારતીય કનેકશન, આ એક મંદિર છે તેના ટેમ્પલ ઓફ ફાયર કહેવામાં આવે છે જે બાકુ આતિશગાહના નામથી જાણીતું છે બાકુ આ સ્થળે એક અગ્નિકૂંડ છે જેમાંથી આગની જવાળાઓ નિકળી રહી હોવાના ફોટા તથા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે. આતિશગાહ તરીકે ઓળખાતા આ સ્થળની દીવાલો પર દેવનાગરી લિપિ,સંસ્કૃત અને ગુરુમુખી…

એસ. જયશંકરે લંડનમાં દિવાળીની ઉજવણી કરી

જયશંકર યુકેના ભારતીય મૂળના વડા પ્રધાન ઋષિ સુનકને પણ મળ્યા હતા અને બંને વચ્ચે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ લંડન ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર દિવાળીના અવસર પર યુનાઇટેડ કિંગડમની મુલાકાતે હતા. અહીં એસ. જયશંકરે લંડનમાં બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં પ્રાર્થના કરીને દિવાળીની ઉજવણી કરી હતી. જયશંકર યુકેના ભારતીય મૂળના વડા પ્રધાન ઋષિ સુનકને પણ…

કેનેડામાં ભારતીય મૂળના શીખ અને તેના 11 વર્ષના પુત્રની ગોળી મારીને હત્યા

41 વર્ષીય હરપ્રીત સિંહ ઉપ્પલ અને તેમના પુત્રને ગુરુવારે બપોરે ગેસ સ્ટેશનની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી એડમોન્ટનકેનેડાના એડમોન્ટનમાં ભારતીય મૂળના એક શીખ વ્યક્તિ અને તેના 11 વર્ષના પુત્રની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. એડમોન્ટન પોલીસ સર્વિસના કાર્યકારી અધિક્ષક કોલિન ડેર્કસેને શુક્રવારે મીડિયાને જણાવ્યું હતું કે, 41 વર્ષીય હરપ્રીત સિંહ ઉપ્પલ અને તેમના…

દિલ્હીમાં 2.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

લોકો તહેવારની તૈયારીમાં લાગેલા હતા ત્યાં ભૂકંપના હળવા આંચકાએ પણ લોકોમાં ભયનો માહોલ ફેલાવ્યો નવી દિલ્હીદિલ્હીમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. શનિવારે બપોરે 3:36 વાગ્યાની આજુબાજુ આ ભૂકંપ આવ્યો હોવાનો અહેવાલ છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 2.6 મપાઈ હતી.માહિતી અનુસાર પ્રદૂષણના સકંજામાં ફસાયેલી દિલ્હીમાં દિવાળી જેવા પર્વના ટાણે લોકો તહેવારની તૈયારીમાં લાગેલા હતા…

કેનેડા સરકારે દિવાળી સમયે નવી ટપાલ ટિકિટ જાહેર કરી

આ ટપાલ ટીકીટ ક્રિસ્ટીન ડો દ્વારા ડીઝાઇન કરવામાં આવી છે અને તેના પર ચિત્રકારી રેના ચેન દ્વારા કરવામાં આવી હતી ટોરેન્ટો ભારત સાથે બગડેલા સંબંધો સુધારવા કેનેડા સરકારે ગુરુવારે દિવાળી સમયે નવી ટપાલ ટીકીટ જાહેર કરી હતી. કેનેડા સરકાર છેલ્લા પાંચ વર્ષથી દિવાળી સમયે ટપાલ ટીકીટ બહાર પાડે છે. 2017માં કેનેડામાં પહેલી વખત દિવાળી સમયે…