નાઈજરના રાષ્ટ્રપતિ પર સેના દ્વારા ક્રૂર વ્યવહાર, ભોજન-પાણી પણ બંધ

રાજધાની નિયામેમાં રાષ્ટ્રપતિ બજૌમના પત્ની તેમજ પુત્રને પણ નજર કેદ રાખવામાં આવ્યા, વીજળી અને પાણીના જોડાણો પણ કાપી નાંખવામાં આવ્યા નિયામે આફ્રિકન દેશ નાઈજરમાં 26 જુલાઈએ સેનાએ તખ્તા પલટ કર્યા બાદ હવે રાષ્ટ્રપતિ મહોમ્મદ બજૌમને બંદી બનાવીને રાખવામાં આવ્યા છે. એવા અહેવાલો મળી રહ્યા છે કે, રાષ્ટ્રપતિ પર સેના દ્વારા ક્રુરતા આચરવામાં આવી રહી છે….

2024માં વધુ ગરમી પડશે, તૈયારી જરૂરી નહીં તો અનેક મોત થઈ શકે છેઃ નાસા

આ વર્ષે અબજો લોકોએ ભયંકર ગરમીનો સામનો કર્યો છે, જુલાઈ મહિનો સૌથી ગરમ મહિનો નોંધાયો છે, તેમણે કહ્યું કે, અમેરિકા હોય કે અન્ય કોઈ દેશ તમામ દેશો જળવાયુ સંકટ સામે ઝઝુમી રહ્યા છે વોશિંગ્ટનઅમેરિકીના અવકાશ એજન્સી નાસાએ આગામી વર્ષ 2024માં ભયંકર સ્થિતિ સર્જાવાની ચિંતા વ્યક્ત કરવાની સાથે વિશ્વભરના લોકોને ચેતવણી આપી છે. નાસાએ સત્તાવાર પુષ્ટિ…

અમેરિકાના હવાઈના જંગલમાં લાગેલી આગમાં મૃત્યુઆંક વધીને 67 થયો

ટાપુના ઐતિહાસિક નગરોનો મોટો હિસ્સો આગને કારણે નાશ પામ્યો છે હવાઈઅમેરિકામાં આવેલા ભીષણ વાવાઝોડાની સાથે સાથે હવાઈ ટાપુઓ પર આવેલા ‘ટોર્નેડો’એ અહીંના જંગલોમાં આગને વધુ વેગ આપ્યો છે. લહેના શહેર આગને કારણે તબાહ થઈ ગયું છે. હવાઈના માઉ ટાપુમાં આવેલા ભીષણ વાવાઝોડાને કારણે જંગલમાં આગ વધુ વધી ગઈ છે. હવાઈ ટાપુઓમાં આ આગ સતત વિકરાળ…

નમાઝ દરમિયાન સેન્ટ્રલ મસ્જિદનો ભાગ ધરાશાયી થતાં સાતનાં મોત

શુક્રવારે સેંકડો લોકો નમાઝ માટે મસ્જિદની અંદર આવ્યા હતા, જરિયા સેન્ટ્રલ મસ્જિદ ઝારિયામાં છે, તે ઉત્તરી નાઈજીરીયાના સૌથી મોટા શહેરોમાંનું એક છે નવી દિલ્હીઉત્તર-પશ્ચિમ નાઈજીરીયાના કડુના રાજ્યમાં નમાઝ દરમિયાન ઝારિયા સેન્ટ્રલ મસ્જિદનો એક ભાગ ધરાશાયી થઈ ગયો હતો. આ દુર્ઘટનામાં સાત નમાઝીયોના મોત થઈ ગયા છે. અધિકારીઓએ જણાવ્યું કે, શુક્રવારે સેંકડો લોકો નમાઝ માટે મસ્જિદની…

ફ્લોરિડાની મહિલાનું 1.65 કરોડનું મોબાઈલ બિલ કંપનીએ 2.05 લાખ કરી આપ્યું

ટી-મોબાઈલ કંપનીએ બિલ સાચો હોવાનો દાવો કર્યો પણ મિયામી ટીવી સ્ટેશન ડબલ્યુએસવીએન-ટીવીએ મહિલા વતી દરમિયાનગીરી કરતા કંપનીએ બિલ ઘટાડ્યું ફ્લોરિડાઘણી વખત ઘરમાં ફોન અને વીજળીનું બિલ થોડુ વધારે આવે તો આપણે ખર્ચાઓ પર કાબુ કરવા મંડી જઈએ છીએ. આ એટલા માટે છે કે આપણું બજેટ બગડે નહીં. પરંતુ જ્યારે અમેરિકાના ફ્લોરિડાની એક મહિલા સેલિનાને ફોનનું…

પાકિસ્તાનના વચગાળાના વડાપ્રધાન તરીકે અનવર-ઉલ-હક કાકર ચૂંટાયા

પીએમ શાહબાઝ અને નેશનલ એસેમ્બલીમાં વિપક્ષના આઉટગોઇંગ નેતા રાજા રિયાઝે રાષ્ટ્રપતિ અલ્વીને કાર્યપાલક વડાપ્રધાન તરીકે અનવર ઉલ હકની નિમણૂક અંગે સલાહ કરી ઈસ્લામાબાદપાકિસ્તાનમાં નેશનલ એસેમ્બલીના વિસર્જન સાથે જ રાજકીય ઉથલપાથલ મચી ગઈ છે. નેશનલ એસેમ્બલીમાં વિપક્ષના નેતા રાજા રિયાઝે કહ્યું કે, અનવર-ઉલ-હક કાકર પાકિસ્તાનના વચગાળાના વડા પ્રધાન તરીકે ચૂંટાયા છે. પીએમઓ દ્વારા જારી કરવામાં આવેલી…

બ્રિટને ખાલિસ્તાનીઓના સામના માટે નવા ફંડની જાહેરાત કરી

ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર અને બ્રિટનના સંરક્ષણમંત્રી ટુગેનહાટ વચ્ચેની બેઠકમાં ટુગેનહાટે નવા ફંડની જાહેરાત નવી દિલ્હી ખાલિસ્તાની ઉગ્રવાદને કાબૂમાં લેવા ભારતની અપીલ પર બ્રિટને મોટું પગલું ભર્યું છે. બ્રિટન સરકારે ખાલિસ્તાન સમર્થક કટ્ટરપંથીઓનો સામનો કરવા માટે નવા ફંડની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે ભારત અને બ્રિટન પહેલેથી જ કટ્ટરવાદ સામે લડવા માટે સંયુક્ત ટાસ્ક…

લાહિનાના જંગલોમાં ભયંકર આગથી 36 લોકોનાં મોત

જંગલમાં લાગેલી આગ એટલી ઝડપથી ફેલાઇ ગઇ કે સદીઓ જૂના લાહિના શહેરના કેટલાક વિસ્તારો બળીને ખાક થઇ ગયા વૈલુકુ (અમેરિકા)  અમેરિકાના હવાઇના માઉઇ કાઉન્ટીના લાહિનાના જંગલોમાં ભયંકર આગ લાગતા ૩૬ લોકોનાં મોત થયા છે. જંગલમાં લાગેલી આગ એટલી ઝડપથી ફેલાઇ ગઇ કે સદીઓ જૂના લાહિના શહેરના કેટલાક વિસ્તારો બળીને ખાક થઇ ગયા હતાં. લાહિનાની આગ…

તૂર્કીમાં 5.3ના ભૂકંપથી અનેક ઈમારતને નુકશાન, 23 ઘાયલ

ભૂકંપનું કેન્દ્ર માલત્યા પ્રાંતના યેસિલુર્ટ શહેરમાં હતું ઈસ્તંબબૂલ ગુરુવારે મોડી રાતે તૂર્કીયેના દક્ષિણ વિસ્તારમાં 5.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. અહેવાલ અનુસાર, આ ભૂકંપને લીધે ઘણી ઇમારતોને નુકસાન થયું છે અને 23 લોકો ઘાયલ થયા છે. ભૂકંપનું કેન્દ્ર માલત્યા પ્રાંતના યેસિલુર્ટ શહેરમાં હતું. અદિયામાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ બંને પ્રાંત ફેબ્રુઆરીમાં આવેલા વિનાશક ભૂકંપથી…

ભારતના ચંદ્રયાન-3 પહેલા રશિયાનું લુના-25 ચંદ્ર પર પગ મૂકી શકે છે

313 ટન વજનનું રોકેટ 7 થી 10 દિવસ સુધી ચંદ્રની આસપાસ ફરશે, એવી અપેક્ષા છે કે તે 21 અથવા 22 ઓગસ્ટે ચંદ્રની સપાટી પર પહોંચશે મોસ્કો ભારત બાદ હવે રશિયાએ પણ લુનર મિશન લુના-25 લોન્ચ કર્યું છે. રશિયાએ 47 વર્ષ બાદ પોતાનું યાન આ મિશન પર મોકલ્યું છે. લુના 25ને મોસ્કોથી લગભગ 5500 કિમી પૂર્વમાં…

2022માં અમેરિકામાં 49,500 લોકોએ આપઘાત કર્યો

બીજા વિશ્વ યુદ્ધની શરૂઆત બાદથી અત્યાર સુધીનો આ આપઘાતનો દર સૌથી વધુ હોવાનો માહિતી સામે આવી વોશિંગ્ટન ગત વર્ષે એટલે કે 2022માં અમેરિકામાં લગભગ 49,500 લોકોએ આપઘાત કરી લીધા હતા. આ અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. આ માહિતી ખુદ અમેરિકી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નવા આંકડાઓમાં જાણવા મળી હતી. રોગ નિયંત્રણ અને રોકથામ…

શીખ પોલીસકર્મીને દાઢી રાખતા અટકાવવા સામે ભારતનો વિરોધ

અમેરિકી ધારાસભ્યોએ પણ આ ઘટના પર ચિંતા વ્યક્ત કરી છે અને તેને ધાર્મિક ભેદભાવ ગણાવ્યો ન્યુયોર્ક અમેરિકાના ન્યુયોર્કમાં એક શીખ પોલીસકર્મીને દાઢી રાખવાથી અટકાવ્યા બાદ વિવાદ શરુ થયો છે. જેના પર વોશિંગ્ટનમાં ભારતીય દૂતાવાસે વાંધો ઉઠાવ્યો છે. અમેરિકી ધારાસભ્યોએ પણ આ ઘટના પર ચિંતા વ્યક્ત કરી છે અને તેને ધાર્મિક ભેદભાવ ગણાવ્યો છે. મામલો એવી…

પરિવારનું અપમાન સહન ન થતાં અંજુ ભારત પાછી આવવા માગે છે

હું કોઈ પણ રીતે ઈચ્છું છું કે ભારત જાઉ અને હું ત્યાં જઈ શકું છું, હું દરેક પડકારનો સામનો કરી શકું છું, હું ત્યાંની મીડિયાને જવાબ આપવા માગું છુઃ અંજુ ઈસ્લામાબાદભારતથી વિઝા લઈ પાકિસ્તાન પહોંચેલી અંજુ ફરી એકવાર સ્વદેશ પરત ફરવા માગે છે. ભારતની અંજુ ખૈબર પખ્તુન્વાથી પોતાના ફેસબુક ફ્રેન્ડને મળવા માટે ગઈ હતી. શરૂઆતમાં…

પાકિસ્તાનમાં અચાનક સંસદ ભંગ, ત્રણ માસમાં ચૂંટણી થઈ શકે છે

પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાન આ ચૂંટણીમાં  ભાગ લઈ શકશે કે નહીં એ સવાલ, રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ પ્રધાનમંત્રી શાહબાજ શરીફની ભલામણ પર સંસદ ભંગ ઈસ્લામાબાદ પાકિસ્તાનમાં ભારે રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. અડધી રાતે ત્યાં અચાનક સંસદ ભંગ કરી દેવાઈ. એવું મનાઈ રહ્યું છે કે આગામી ત્રણ મહિનાની અંદર ત્યાં ચૂંટણી થઈ શકે છે. આ…

ભારતનું ચંદ્રયાન ચંદ્ર પર ઊતરશે, રશિયા અને જાપાનના યાન પણ લેન્ડ કરશે

પ્રથમ વખત બનશે કે ત્રણ દેશોના વાહનો એક સાથે ચંદ્રની સપાટી પર પગ મૂકશે નવી દિલ્હી આગામી થોડા દિવસોમાં ચંદ્ર પર ભીડ વધવાની છે. ભારતનું ચંદ્રયાન-3 23 કે 24 ઓગસ્ટે ચંદ્ર પર ઉતરવાનું છે. આ સાથે રશિયાનું લુના-25 અવકાશયાન પણ આ અઠવાડિયે ચંદ્ર માટે ઉડાન ભરવાનું છે અને એવું માનવામાં આવે છે કે તે પણ…

ઈક્વોડોરના રાષ્ટ્રપતિપદના ઉમેદવાર ફર્નાન્ડો વિલાવિસેન્સિયોની હત્યા

20 ઓગસ્ટે યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે તેઓ આઠ અગ્રણી ઉમેદવારોમાંના એક હતા ક્વિટો ઇક્વાડોરના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ફર્નાન્ડો વિલાવિસેન્સિયોની ગઈકાલે સાંજે ક્વિટોમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના રાજકીય રેલી દરમિયાન બની હતી. લગભગ બે અઠવાડિયા પછી ઈક્વાડોરમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવા જઈ રહી છે. 20 ઓગસ્ટે યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે તેઓ અગ્રણી ઉમેદવારોમાંના…

મોસ્કોને ટાર્ગેટ કરનારા યુક્રેનના બે ડ્રોન રશિયાએ તોડી પાડ્યા

આ ડ્રોનના કાટમાળ પડવાથી કોઈને ઈજા થઈ છે કે કેમ તેની તપાસ ચાલી રહી છે મોસ્કોરશિયા પર યુક્રેનના ડ્રોન હુમલા રોકાવાનુ નામ નથી લઈ રહ્યા. ફરી એક વખત યુક્રેને રશિયા પર ડ્રોન હુમલો કર્યો છે.યુક્રેનને રશિયાની રાજધાની મોસ્કોને ટાર્ગેટ કરવા માટે મોકલેલા બે ડ્રોન રશિયાએ તોડી પાડ્યા છે. હવે એજન્સીઓ તપાસ કરી રહી છે કે,…

ન્યૂયોર્કથી લઈને અલાબામાં 10 લાખ ઘરો-વ્યવસાયોમાં વીજ પુરવઠો ખોરવાયો, હજાર ફ્લાઈટ રદ

લગભગ પાંચ કરોડ લોકો આ તોફાનથી પ્રભાવિત, તોફાનના કારણે સાઉથ કેરોલિનામાં 15 વર્ષના કિશોર તેમજ ફ્લોરેન્સમાં 28 વર્ષના એક વ્યક્તિનુ મોત વોશિંગ્ટનઅમેરિકાનો પૂર્વ વિસ્તાર ભારે વિનાશક તોફાનના સપાટામાં આવી ગયો છે. જેના કારણે ન્યૂયોર્કથી લઈને અલાબામા રાજ્યમાં 10 લાખ ઘરો અને વ્યવસાયોમાં વીજ પૂરવરઠો ખોરવાયો છે. ભારે તોફાનના કારણે હજારો ફ્લાઈટો પણ રદ કરવી પડી…

ફ્રાન્સમાં પતિએ પત્નીને 12 વર્ષ સુધી કેદ કરીને રાખી

પોલીસે પતિની ધરપકડ કરી, મહિલા ખૂબ જ ખરાબ હાલતમાં મળી આવી, મહિલાના માથા પર વાળ પણ નથી પેરિસ એક મહિલાને તેના પતિએ 12 વર્ષ સુધી કેદ કરીને રાખી હતી. હવે તેને આઝાદ કરી દેવામાં આવી છે. આ સાથે જ પોલીસે પતિની ધરપકડ કરી લીધી છે. મહિલા ખૂબ જ ખરાબ હાલતમાં મળી આવી છે. મહિલાના માથા…

ભારતનો સ્વતંત્રતા દિવસ યુએસમાં રાષ્ટ્રીય દિવસ તરીકે ઊજવાશે

ભારતના સ્વતંત્રતા દિવસને વિશ્વની બે સૌથી મોટી લોકશાહીના રાષ્ટ્રીય દિવસ ઉજવણી તરીકેની જાહેર કરવાની વિનંતી કરવામાં આવી વોશિંગ્ટન ભારતનો સ્વતંત્રતા દિવસ ટૂંક સમયમાં અમેરિકામાં પણ રાષ્ટ્રીય દિવસની તરીકે ઉજવણી કરવામાં આવી શકે છે. સાંસદ થાનેદારની આગેવાની હેઠળના ભારતીય-અમેરિકન સાંસદોના એક જૂથે યુએસ સંસદના નીચલા ગૃહ પ્રતિનિધિ સભામાં પ્રસ્તાવ મૂક્યો છે કે ભારતના સ્વતંત્રતા દિવસને વિશ્વની…