ભાગેડૂ સાંડેસરા બ્રધર્સ નાઈઝીરીયામાં બિઝનેસમેન બનીને જલસા કરે છે

આ ભાઈઓએ આફ્રિકાના સૌથી મોટા ક્રૂડ ઉત્પાદક રાષ્ટ્રમાં સૌથી મોટી સ્વતંત્ર ઓઈલ કંપની બનાવી છે, તેમ છતાં ભારત તેમનો ગુનેગાર તરીકે પીછો કરે છે નાઇજિરિયન સરકારે ક્રૂડથી સમૃદ્ધ નાઇજર ડેલ્ટાથી લગભગ 1,000 કિલોમીટર દૂર દેશના શુષ્ક ઉત્તરપૂર્વમાં 1 અબજ બેરલ તેલની શોધ બદલ નવેમ્બરમાં ઉજવણી કરી હતી. સૂત્રો અનુસાર ત્યાર બાદ અબજો ડોલરના આ પ્રોજેક્ટમાં…

ભાજપ ભવિષ્યની વાત નથી કરતો, નિષ્ફળતા માટે ભૂતકાળમાં બીજાને દોષી ઠરાવે છેઃ રાહુલ ગાંધી

રાહુલ ગાંધી જેવિટ્સ સેન્ટરમાં વિદેશી ભારતીયોને સંબોધિત કરી રહ્યા હતા, આ દરમિયાન તેમણે ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો માટે 60 સેકન્ડનું મૌન પાળ્યું વોશિંગ્ટનકોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હાલના દિવસોમાં અમેરિકાના પ્રવાસે છે. જ્યાંથી તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની પાર્ટી ભાજપ પર સીધા પ્રહાર કરતા કહ્યું કે આ લોકો ક્યારેય ભવિષ્ય વિશે વાત જ…

સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિનું વર્તમાન માળખું ‘વિકૃત અને નીતિહીન બની ગયુઃ કમ્બોજ

નવી શક્તિઓના ઉદય કે બદલાઈ રહેલી ભૂરાજકીય પરિસ્થિતિને પ્રત્યે તદ્દન ઉદાસીન જ રહી છે, પરંતુ હવે આ ‘યથાવત્ પરિસ્થિતિ’ ટકી શકે તેવી જ નથી યુનો   સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિનું વર્તમાન માળખું ‘વિકૃત અને નીતિહીન બની ગયું છે અને તે સંસ્થાનવાદી સમયનું પ્રતિબિંબ પાડે છે.’ તેમ કહેતાં યુનો સ્થિત ભારતના કાયમી રાજદૂત રૂચિરા કમ્બોજે જણાવ્યું…

લીબિયાના બળવાખોરોની કેદમાંથી નવ ભારતીય ખલાસી મુક્ત

આ ખલાસીઓની મુક્તિનો શ્રેય બે મુખ્ય વ્યક્તિઓના પ્રયાસોને અપાઈ રહ્યો છે, આ તમામ ખલાસીઓ કેમરુનના માયા-1 શિપ પર ચાલકદળમાં સામેલ હતા જાવિયાલીબિયાના એક બળવાખોરોના જૂથે જાન્યુઆરીથી કેદ કરી રાખેલા નવ ભારતીય ખલાસીઓને મુક્ત કરી દીધા છે. આ તમામ ખલાસીઓ કેમરુનના માયા-1 શિપ પર ચાલકદળમાં સામેલ હતા. આ જહાજ ગ્રીક કંપની મેસર્સ રેડવિંગ્સ શિપિંગ એસએનું હતું…

ફ્લોરિડામાં રહેતા 14 વર્ષના દેવ શાહે ‘નેશનલ સ્પેલિંગ બી’નો ખિતાબ જીત્યો

દેવ શાહને ઇનામ તરીકે 50,000 ડોલર,આશરે રૂ. 41 લાખ મળ્યા ફ્લોરિડાઅમેરિકાના ફ્લોરિડામાં રહેતા 14 વર્ષના દેવ શાહે ‘નેશનલ સ્પેલિંગ બી’નો ખિતાબ જીત્યો છે. ગુરુવારે રાત્રે 2023 સ્ક્રિપ્સ નેશનલ સ્પેલિંગ બી ટાઇટલ જીતનાર દેવ શાહને ઇનામ તરીકે 50,000 ડોલર (આશરે રૂ. 41 લાખ) મળ્યા હતા. દેવ શાહે સેમોફાઈલનો સાચો સ્પેલિંગ જણાવીને ખિતાબ જીત્યો હતો. આ પ્રસંગે…

વિપક્ષ એકજૂટ થઈ રહ્યું હોઈ 2024માં મોદીનો પરાજય નિશ્ચિતઃ રાહુલ ગાંધી

ભારતમાં પ્રેસની સ્વતંત્રતા નબળી પડી છે જે કોઈનાથી છુપાઈ નથી અને આ વાત બધા જાણે છે, લોકશાહી માટે પ્રેસની સ્વતંત્રતા મહત્વપૂર્ણ છે અને ટીકા સાંભળવી જ જોઈએઃ રાહુલ વોશિંગ્ટનઅમેરિકાના પ્રવાસે પહોંચેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ નરેન્દ્ર મોદી સામે જોરદાર નિશાન સાધ્યું હતું. વોશિંગ્ટનમાં નેશનલ પ્રેસ ક્લબ ખાતે મીડિયાના પ્રશ્નોના જવાબ આપતાં તેમણે કહ્યું…

રાહુલે મુસ્લિમ લીગને ધર્મ નિરપેક્ષ ગણાવતા રાજકીય ધમાસાણ તેજ

ભારતના ધાર્મિક આધાર પર ભાગલા માટે જવાબદાર પાર્ટીને રાહુલ ગાંધી સેક્યુલર પાર્ટી ગણાવી રહ્યા હોવાન ભાજપનો આક્ષેપ વોશિંગ્ટનપોતાની અમેરિકા યાત્રા દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી રોજે રોજ એવા નિવેદનો આપી રહ્યા છે કે જેના કારણે ભારતના રાજકીય મોરચે ખળભળાટ મચી રહ્યો છે.વોશિંગટનમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન રાહુલ ગાંધીએ મુસ્લિમ લીગને ધર્મ નિરપેક્ષ એટલે કે સેક્યુલર…

સંસદમાંનો નકશો ભારતની વિસ્તારવાદી વિચારસરણી દર્શાવતો હોવાનો પાક.નો આક્ષેપ

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ બલોચે આ નકશાનો વિરોધ કર્યો નવી દિલ્હીસંસદમાં રજૂ કરાયેલા અખંડ ભારતના નકશાને જોઈને પાકિસ્તાનને બળતરા થઈ ગઈ છે અને હવે પાકિસ્તાને ઉટપટાંગ આક્ષેપો શરૂ કરી દીધા છે.પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ બલોચે આ નકશાનો વિરોધ કરીને કહ્યુ છે કે, અખંડ ભારતના ચીત્ર તેમજ ભાજપના નેતાઓ જે પ્રકારના નિવેદનો આપી રહ્યા…

શ્રીલંકામાં ભારતીય ડ્રોપ્સને લીધે 30 લોકોની આંખમાં ઈન્ફેક્શન

આ બાબતે ઉહાપોહ થયા બાદ ભારતની ફાર્માસ્યુટિકલ એક્સપોર્ટ કાઉન્સિલે પણ કંપનીને નોટિસ આપી છે અને બે દિવસમાં તપાસ કરીને સ્પષ્ટતા કરવા માટે આદેશ આપ્યો કોલંબોભારતને દુનિયાની ફાર્મસી કહેવામાં આવે છે. કારણકે દુનિયાના ઘણા દેશોમાં ભારતમાં બનેલી દવાઓ એક્સપોર્ટ થાય છે.જોકે સમયાંતરે ભારતની દવાઓને લઈને દુનિયાના દેશો સવાલો પણ ઉઠાવતા રહે છે. શ્રીલંકામાં પણ આવો જ…

બિમાર પત્નીના સારા સ્વાસ્થ્ય માટે પ્રચંડ મહાકાલની શરણે

એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેને ત્યાં ફક્ત તેની પત્નીના નામ પર જ પૂજા કરી હતી ઉજૈનભારતના પ્રવાસે આવેલા નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડ ઉજ્જૈનના મહાકાલ મંદિર પહોંચ્યા હતા. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે તેમનું સ્વાગત કર્યું હતું. પહેલા તે ઈન્દોર પહોંચ્યા અને પછી ઉજ્જૈન જવા રવાના થયા હતા. પ્રચંડને મળવા…

જાપાનમાં દારૂનું સેવન કરનારા ઘટતાં સરકારની આવક પર અસર

જાપાનમાં યુવા વર્ગમાં દારૂ પીવાનુ પ્રમાણ 60 વર્ષ વટાવી ગયેલા સિનિયર સિટિઝન્સ કરતા પણ ઓછુ, 1995માં જાપાનમાં 26 ગેલન દારૂ પીવાતો, 2020માં તે ઘટીને 20 ગેલન થઈ ગયો ટોકિયોદુનિયાના મોટા ભાગના દેશોમાં દારૂનુ સેવન કરનારાઓની સંખ્યા વધી રહી છે ત્યારે જાપાનની વાત અલગ છે.જાપાનમાં ઉલટી ગંગા વહી રહી છે અને દારૂ પીનારાની સંખ્યા ઘટી રહી…

પત્નીની હત્યાનો આરોપી ભદ્રેશ પટેલ આએફબીના મોસ્ટ વોન્ટેડની યાદીમાં

દંપતિ 2014 માં વિઝિટર વિઝા પર યુએસ ગયું હતું અને હેનોવર, મેરીલેન્ડમાં એક ડોનટ્સ શોપમાં કામ કરતા હતા વોશિંગ્ટનઅમેરિકાના મેરીલેન્ડમાં પત્નીની હત્યા કરીને ફરાર થઈ ગયેલા 33 વર્ષીય ગુજરાતી ભદ્રેશ કુમાર પટેલને અમેરિકાની તપાસ એજન્સી એફબીઆઈએ પોતાની મોસ્ટ વોન્ટેડ યાદીમાં સામેલ કર્યો છે. એપ્રિલ 2015માં મેરીલેન્ડમાં તેની પત્નીની હત્યા બાદ ભદ્રેશ ફરાર થઇ ગયો હતો….

મને લાગે છે કે મારો આઈફોન ટેપ થઈ રહ્યો છેઃ રાહુલ ગાંધી

પેગાસસ અને આવી અન્ય ટેક્નોલોજીના મુદ્દા વિશે વાત કરતા રાહુલે નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું સિલિકોન વેલીકોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે છે. તેમણે બુધવારે સિલિકોન વેલીમાં સ્થિત સ્ટાર્ટઅપ ઉદ્યમીઓ સાથે બેઠક યોજી હતી. આ દરમિયાન ફરી એકવાર ફોન ટેપિંગનો મુદ્દો ઉઠાવતા તેમણે મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. પેગાસસ અને આવી અન્ય ટેક્નોલોજીના…

દેશના નાગરિકોને સૌથી ખરાબ પરિસ્થિતિના સામના માટે તૈયાર રહેવા ચીનની તાકીદ

નેશનલ સિક્યુરિટી કાઉન્સિલની બેઠકને સંબોધતા જિનપિંગે દેશની રાષ્ટ્રીય સુરક્ષા પ્રણાલી અને ક્ષમતાઓને મોર્ડન બનાવવાના પ્રયાસો પર ભાર મૂક્યો બિજિંગઅ્મેરિકા અને યુરોપિયન યુનિયન સાથે ચીનના સબંધો અત્યંત તંગ બની ચુકયા છે. બીજી તરફ ભારત સાથે પણ ચીનનો સરહદ વિવાદ ચાલી રહ્યો છે. તાઈવાન સામે પણ ચીન બાંય ચઢાવી ચુકયુ છે.આ સંજોગોમાં હવે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે…

ચીને એલએસી પર એરસ્ટ્રીપ્સ, હેલિપેડ, રેલ્વે સુવિધાઓ, મિસાઈલ બેઝ અને પુલ બનાવ્યા

સેટેલાઈટ દ્વારા મોકલાયેલી તાજેતરની તસવીરો ચીનના નાપાક ઈરાદાઓને ઉઘાડા પાડી રહી છે નવી દિલ્હીચીનની હરકતો દર્શાવે છે કે તે સરહદ વિવાદ અંગે કેવી રીતે બેવડું ધોરણ અપનાવી રહ્યો છે. 2020 માં ગલવાન વિવાદ પછી ભારત સાથે કમાન્ડર સ્તરે વાતચીતના ઘણા રાઉન્ડ થયા , જેમાં તે સરહદ પર શાંતિ જાળવી રાખવાની વાત કરી ચૂક્યો છે. તેમ…

યુએસએ યુક્રેન માટે 300 મિલિયન ડોલરના નવા હથિયાર પેકેજની જાહેરાત કરી

પેકેજમાં એર ડિફેન્સ સિસ્ટમ અને લાખો રાઉન્ડ માટેનો દારૂગોળો સામેલ, આ નવા શિપમેન્ટ સાથે યુક્રેનને અમેરિકી સહાયનો કુલ આંકડો 37.6 બિલિયન ડોલરને આંબી જશે વોશિંગ્ટનપેન્ટાગોને યુક્રેન માટે 300 મિલિયન ડોલરના નવા હથિયાર પેકેજની જાહેરાત કરી હતી. પેકેજમાં એર ડિફેન્સ સિસ્ટમ અને લાખો રાઉન્ડ માટેનો દારૂગોળો સામેલ છે. અમેરિકાના સંરક્ષણ વિભાગે જણાવ્યું હતું કે આ નવા…

લોનની મર્યાદા વધારતું બિલ પાસ થતાં અમેરિકા નાદાર નહીં થાય

અમેરિકામાં લોન લેવાની મર્યાદા વધારવાની છેલ્લી તારીખ 5 જૂન હતી, જો આવું ન થયું હોત તો અમેરિકા ઈતિહાસમાં પહેલીવાર નાદાર થઈ ગયું હોત વોશિંગ્ટનઅમેરિકા હવે નાદાર નહીં થાય. યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે ટ્રેઝરી દ્વારા નિર્ધારિત સમયમર્યાદાના પાંચ દિવસ પહેલા લોન લેવાની મર્યાદા વધારવાનું બિલ પસાર કર્યું હતું. અમેરિકામાં લોન લેવાની મર્યાદા વધારવાની છેલ્લી તારીખ 5…

નવ વર્ષ પહેલાં ભારત-નેપાળ માટે હિટ ફોર્મ્યુલા, હવે સુપરહિટ માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયાઃમોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નેપાળના વડાપ્રધાન પુષ્પકમલ દહલ પ્રચંડે બિહારના બથનાહાથી પ્રથમ માલવાહક ટ્રેનનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું, નવી ટ્રેનથી આર્થિક સમૃદ્ધિના નવા દ્વાર ખુલી ગયા અરરિયાભારત અને નેપાળની મિત્રતાનો આજે ખુબ મહત્વનો દિવસ છે. ભારતની મુલાકાતે આવેલા નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડે ભારતના વડાપ્રધાન મોદી સાથે મળીને બંને દેશો વચ્ચેની મિત્રતાને વધુ ગાઢ બનાવી…

રાહુલ ગાંધીએ અમેરિકાના એરપોર્ટ પર બે કલાક લાઈનમાં ઊભા રહેવું પડ્યું

સાન ફ્રાન્સિસ્કોકોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અમેરિકા પહોંચી ગયા છે અને તેમણે સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યુ હતુ.આ પહેલા રાહુલ ગાંધીને જોકે અમેરિકાના એરપોર્ટ પર બે કલાક લાઈનમાં ઉભા રહીને રાહ જોવી પડી હતી. રાહુલ ગાંધી સાથે ઘણા મુસાફરોએ સેલ્ફી પણ લીધી હતી. કોમન મેનની જેમ રાહુલ ગાંધી ઈમિગ્રેશન માટેની લાઈનમાં પોતાનો વારો આવે તેની…

પાકિસ્તાને બાકી રકમ ન ચુકવતા મલેશિયાએ વિમાન જપ્ત કર્યું

કુઆલાલમ્પુરપાકિસ્તાન કંગાળ બની ગયુ છે તે હવે આખી દુનિયા જાણી ચુકી છે અને તેના કારણે દુનિયાના બીજા દેશોમાં પાકિસ્તાનનો ફજેતો થઈ રહ્યો છે.પાકિસ્તાનના મિત્ર કહેવાતા મલેશિયાએ વિમાનની બાકી રકમની ચુકવણી પાકિસ્તાને નહીં કરી હોવાથી પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સનુ બોઈંગ 777 પ્રકારનુ વિમાન જપ્ત કરી લીધુ છે.બંને દેશો વચ્ચે સારા સબંધ હોવા છતા મલેશિયાએ પાકિસ્તાનને તેની ઓકાત…