ચીનની ગેરકાયદે ગતિવિધિ રોકવા ભારત સહિત 14 દેશોના સહકાર કરાર

નવી દિલ્હીદુનિયામાં પોતાનું વર્ચસ્વ વધારવાની કોશિશ કરી રહેલા ચીનની મુશ્કેલીમાં વધારો થઇ શકે છે. એક તરફ ચીને નાના અને નબળા દેશોને દેવાની જાળમાં ફસાવીને ગરીબ કરી દીધા છે. એવામાં, પ્રશાંત મહાસાગર દ્વારા સરહદ અને આર્થિક કોરિડોર સુધી ઘૂસણખોરી વધારીને ગેરકાયદે ગતિવિધિઓ કરવાની ચીનની યોજનાઓ હવે નિષ્ફળ જવાની છે. ચીનની આ ગતિવિધિઓને રોકવા માટે 14 દેશોએ…

ઈમરાનના ખાસ ફવાદ ચૌધરીનું પીટીઆઈમાંથી રાજીનામું

ઈસ્લમાબાદપાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પીટીઆઈના વડા ઈમરાન ખાનને સતત ઝટકો લાગી રહ્યો છે. ઈમરાન ખાનની નજીકના અને તેમની સરકારમાં મંત્રી રહી ચૂકેલા ફવાદ ચૌધરીએપાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. 9 મેના રોજ થયેલી હિંસા બાદ સરકાર પીટીઆઈના નેતાઓ પર સતત કડક કાર્યવાહી કરી રહી છે. જેના કારણે ઈમરાનના નજીકના મિત્રો પાર્ટી છોડી રહ્યા છે.ઈમરાનની સરકારમાં માહિતી…

નિયમોના પાલનમાં ચેટજીપીટી અસમર્થ રહેશે તો યુરોપ છોડશે

લંડનઓપનએઆઈ દ્વારા ગયા વર્ષે ચેટજીપીટી લોન્ચ કરવામાં આવી ત્યારથી તે ચેટબોટના બજારમાં ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે. આ વચ્ચે હવે ઓપનએઆઈના સીઈઓ સેમ ઓલ્ટમેને જણાવ્યું હતું કે જો ચેટજીપીટીના નિર્માતા યૂરોપીયન યુનિયનના આગામી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના નિયમોનું પાલન કરવામાં અસમર્થ રહેશે તો તેઓ યુરોપ છોડવાનું વિચારી શકે છે. ઓલ્ટમેને લંડનમાં એક ઈવેન્ટમાં હાજરી આપી હતી.યુરોપિયન યુનિયન…

મોદી આધારિત બીબીસીની ડોક્યુમેન્ટરીનું ઓસ્ટ્રેલિયાની સંસદમાં સ્ક્રિનિંગ

મેલબોર્નવડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ઓસ્ટ્રેલિયા પ્રવાસ પૂર્ણ કરીને આજે ભારત પરત ફર્યા છે. મોદીની ઓસ્ટ્રેલિયાની મુલાકાત સમયે, ભારતમાં પ્રતિબંધિત બીબીસી ડોક્યુમેન્ટ્રી ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન એમ્નેસ્ટી ઈન્ટરનેશનલ સહિત કેટલીક સ્થાનિક સંસ્થાઓ વતી ઓસ્ટ્રેલિયન સંસદમાં દેખાડવામાં આવી હતી. સ્ક્રિનિંગ દરમિયાન ‘ધ ગ્રીન્સ’ પાર્ટીના સાંસદ જોર્ડન સ્ટીલ-જોને કહ્યું કે, વડાપ્રધાન એન્થોની અલ્બાનીઝે પીએમ મોદી સાથેની મુલાકાત…

ભરૂચમાં જન્મેલા યાકૂબ પટેલની બ્રિટનના પ્રેસ્ટનના નવા મેયર તરીકે પસંદગી

લંડનગુજરાતમાં જન્મેલા યાકૂબ પટેલને બ્રિટનમાં લેન્કશાયર કાઉન્ટીના શહેર પ્રેસ્ટનના નવા મેયર પસંદ કરવામાં આવ્યા છે. યાકુબ પહેલા એક કાઉન્સિલર અને સ્થાનિક સમુદાયના સક્રિય સભ્ય હતા. તેમનો જન્મ ગુજરાતના ભરૂચ જિલ્લામાં થયો હતો, 1976માં વડોદરા યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા બાદ તેઓ બ્રિટન જતા રહ્યા હતા.યાકુબ પટેલે ઉત્તરી ઈંગ્લેન્ડના લેન્કશાયર કાઉન્ટીના એક શહેર પ્રેસ્ટનના નવા મેયર તરીકે પદભાર…