રિલાયન્સની માર્કેટ કેપ 20 લાખ કરોડનો આંક વટાવી ગઈ

રિલાયન્સનો શેર બીએસઈ પર 1.89 ટકા વધીને 52 વીકની હાઈ સપાટી રૂ. 2957.80 પર પહોંચ્યો ત્યારે તેની માર્કેટ કેપે પણ નવો રેકોર્ડ બનાવ્યો નવી દિલ્હી મુકેશ અંબાણીની આગેવાની હેઠળ રિલાયન્સ જૂથે એક પછી એક સફળતાઓ મેળવી છે અને હવે તેમાં વધુ એકનો ઉમેરો થયો છે. રિલાયન્સની માર્કેટ કેપિટલ આજે 20 લાખ કરોડને પાર કરી ગઈ…

કોટક મ્યુચ્યુઅલ ફંડે દેશના ટેક્નોલોજી સેક્ટરમાં ભાગ લેવા માટેની તક પૂરી પાડવા કોટક ટેક્નોલોજી ફંડ લોન્ચ કર્યું

એનએફઓ 12મી ફેબ્રુઆરી 2024ના રોજ ખૂલે છે અને 26મી ફેબ્રુઆરી 2024ના રોજ બંધ થાય છે મુંબઈ કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડે (“KMAMC” / “કોટક મ્યુચ્યુઅલ ફંડ”) કોટક ટેક્નોલોજી ફંડ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ એક ઓપન એન્ડેડ ઇક્વિટી સ્કીમ છે જે ટેકનોલોજી અને ટેક્નોલોજી સંબંધિત ક્ષેત્રોમાં રોકાણ કરે છે જે રોકાણકારોને ડાયનેમિક અને…

રિલાયન્સ જ્વેલ્સની વેલેન્ટાઇન્સ ડે 2024 અગાઉ નવા કલેક્શનની રજૂઆત

મુંબઈ ભારતની સૌથી ઝડપથી વિકસતી અને વિશ્વાસપાત્ર જ્વેલરી બ્રાન્ડ્સમાંની એક રિલાયન્સ જ્વેલ્સે પ્રેમ અને સહચર્યની ભાવનાની ઉજવણી કરતા વિશિષ્ટ તહેવાર વેલેન્ટાઇન્સ ડે નિમિત્તે એક જ્વેલરી કલેક્શન રજૂ કર્યું છે. આ કલેક્શનમાં 14 કેરેટ યલો ગોલ્ડ, રોઝ ગોલ્ડ અને ડાયમંડમાં બનેલી ઉત્કૃષ્ટ રીતે તૈયાર કરેલી રિંગ્સ, કપલ બેન્ડ અને પેન્ડન્ટ્સનો સમાવેશ થાય છે. રોજબરોજ પહેરવા માટે…

મેટા એઆઈની મદદથી ઈમેજ બનાવવા માટે નવું ફિચર લાવશે

ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને થ્રેડના યુઝર્સ જાણી શકશે કે ઈમેજ એઆઇ દ્વારા બનાવવામાં આવી છે કે નહિ નવી દિલ્હીઆર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની ચર્ચા હાલ દરેક જગ્યાએ થઈ રહી છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અથવા એઆઈને લઈને દરેક ક્ષેત્રમાં વિવિધ પ્રકારના પ્રયોગો થઈ રહ્યા છે. ધીમે ધીમે દરેક કંપની પોતાની સર્વિસમાં એઆઇનો ઉપયોગ શરુ કરી રહી છે. જેમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને…

સપ્તાહના પહેલા જ દિવસે માર્કેટ વેલ્યૂમાં 7.58 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો

કોલ ઈન્ડિયા, હીરો મોટોકોર્પ, ઓએનજીસી, ટાટા સ્ટીલ, એનટીપીસી અને એસબીઆઈના બીપીસીએલ શેર નબળાઈ પર બંધ થયા મુંબઈભારતીય શેર બજારના રોકાણકારો માટે આ અઠવાડિયે પહેલું ટ્રેડિંગ સત્ર ખુબ જ નિરાશાજનક રહ્યું છે. મિડ કેપ અને સ્મોલ કેપ સ્ટોક માટે આજનું સત્ર બ્લેક મંડે સાબિત થયું છે. આજે ટ્રેડિંગમાં બેંકિંગ સ્ટોક્સમાં પણ ખુબ વેચાણ જોવા મળ્યું છે….

2023-24 માટે પીએફ પર 8.25%ના દરથી વ્યાજ મળશે

આ પહેલા પીએફ ખાતાધારકોને નાણાકીય વર્ષ 2022-23માં 8.15%ના દરે અને 2021-22માં 8.10%ના દરે વ્યાજ મળતુ હતું નવી દિલ્હીકર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઈપીએફઓ)એ પીએફ પર મળતું નવું વ્યાજ દર નક્કી કરી લીધુ છે. પીએફ ખાતાધારકોને નાણાકીય વર્ષ 2023-24 માટે તેમના પીએફ નાણા પર 8.25%ના દરથી વ્યાજ મળશે.નાણાકીય વર્ષ 2023-24 માટે પીએફ ખાતાધારકોને પીએફ એકાઉન્ટમાં મૂકેલા પૈસા…

બેંક ઓફ મહારાષ્ટ્ર ગ્રાહકોને સીમલેસ બેંકિંગ માટે પ્રતિબદ્ધઃ પાંડે

બેન્કોમાં ડિપોઝિટ એકત્રીકરણમાં ત્રીજા ક્વાર્ટરમાં બેન્ક ઓફ મહારાષ્ટ્રએ 17.89 ટકા જેટલો સર્વાધિક વૃદ્ધિદર નોંધાવ્યો અમદાવાદઅમદાવાદના વસ્ત્રાલ ખાતે ભારતની જાહેર ક્ષેત્રની અગ્રણી બેંકોમાંની એક બેંક ઓફ મહારાષ્ટ્રની, 100મી શાખાનો બેંક ઓફ મહારાષ્ટ્રના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર આશિષ પાંડેની ઉપસ્થિતિ આરંભ કરવામાં આવ્યો હતો.વસ્ત્રાલ ખાતેના ઉદ્ઘાટન સમારંભ બાદ, આશિષ પાંડેની આગેવાનીમાં સમગ્ર ગુજરાતના બેંક ઓફ મહારાષ્ટ્રની તમામ બ્રાન્ચના કર્મચારીઓ…

રિલાયન્સ ફાઉન્ડેશને 2 લાખ સુધીની સ્કોલરશિપ માટે5 હજાર અન્ડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓના નામની જાહેરાત કરી

·         પસંદ કરવામાં આવેલા 5 હજાર વિદ્યાર્થીઓના નામની જાહેરાત ·         5,500 થી વધારે શૈક્ષણિક સંસ્થાઓના 58,000થી વધારે વિદ્યાર્થીઓએ અરજી કરી હતી ·         અરજીનું પરિણામ www.reliancefoundation.org પર જોઇ શકાય છે ·         ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં આ ભારતની સૌથી મોટી અને સૌથી વધુ સમાવેશી શિષ્યવૃત્તિ છે મુંબઈ,  : રિલાયન્સ ફાઉન્ડેશન અંડરગ્રેજ્યુએટ સ્કોલરશીપ 2023-24ના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. સ્કોલરશિપ માટે દેશભરમાંથી પાંચ હજાર વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં…

સ્વ-રોજગાર વ્યક્તિઓ કેવા પ્રકારનું ટર્મ ઈન્સ્યોરન્સ કવરેજ મેળવી શકે

ભારતમાં સ્વ-રોજગાર લોકોની કુલ સંખ્યા વર્ષ 2021માં 33.3 કરોડ હતી તેમ ગ્લોબલ ડેટાના રિપોર્ટમાં જણાવાયું છે. આ સંખ્યામાં વાર્ષિક 7%થી 8%નો વધારો થઈ રહ્યો છે, પરંતુ આટલો ઊંચો દર શા માટે જોવા મળી રહ્યો છે? સ્વ-રોજગારીના અનેક ફાયદા છે. તમે પોતે જ તમારા બોસ હોવ છો, તમે ઈચ્છો તે રીતે કામ કરી શકો છો અને…

મોટા ક્રેશ પહેલાં જ જાપાનની સોફ્ટબેન્કે પેટીએમમાંથી મોટો હિસ્સો વેચી નાખ્યો

સોફ્ટબેંકનું કહેવું છે કે તેને ભારતના નિયમનકારી વાતાવરણમાં અનિશ્ચિતતાની અપેક્ષા હતી ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) ની તાજેતરની કાર્યવાહી બાદ ફિનટેક શેર પેટીએમ (પેટીએમ) ની કિંમત સતત ઘટી રહી છે. આજે શુક્રવારે પણ પેટીએમના શેરમાં આજે પણ 7 ટકા જેટલો કડાકો બોલાઈ ચૂક્યો છે. ત્યારે એક બાબત લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહી છે અને તે છે…

સેન્સેક્સમાં 167 અને નિફ્ટીમાં 64 પોઈન્ટનો વધારો જોવા મળ્યો

ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં 6 ટકાનો વધારો નોંધાયો હતો જ્યારે એસબીઆઈ 3.6 ટકાના વધારા સાથે બંધ થયો, ઈન્ડિયન ઓઈલના શેરમાં જોરદાર ઘટાડો નવી દિલ્હીશુક્રવારે નબળાઈ સાથે કારોબારની શરૂઆત કરનાર મુંબઈ સ્ટોક એક્સચેન્જના સેન્સેક્સે 167 પોઈન્ટના વધારા સાથે 71,595ના સ્તરે કારોબાર સમાપ્ત કર્યો. એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 64 પોઈન્ટના વધારા સાથે 21782 પોઈન્ટની સપાટીએ…

સમગ્ર ગુજરાતમાં બેન્ક મિત્ર સહકારી મંડળીઓને માઇક્રો-એ.ટી.એમ. અને દૂધ સહકારી મંડળીના સભાસદોને રૂપેય કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે

પંચમહાલ અને બનાસકાંઠા જિલ્લામાં પાઇલોટ પ્રોજેક્ટની સફળતા બાદ હવે ગુજરાતના તમામ જિલ્લાઓમાં બેન્ક-મિત્ર સહકારી મંડળીઓને માઇક્રો-એ.ટી.એમ. આપવામાં આવશે. પંચમહાલ અને બનાસકાંઠા જિલ્લામાં પાઇલોટ પ્રોજેક્ટ અંતર્ગત 1,723 માઇક્રો-એ.ટી.એમ. વહેંચાવામાં આવ્યા હતા. તેવી જ રીતે, પંચમહાલ અને બનાસકાંઠા જિલ્લામાં દૂધ સહકારી મંડળીઓના સભાસદોને 1,23,685 રૂપેય ક્રેડિટ કાર્ડની વહેંચણી બાદ, ગુજરાતના તમામ જિલ્લાઓમાં આ પહેલનો પ્રારંભ કરવામાં આવશે….

2024-25માં ભારતની અર્થવ્યવસ્થા સાત ટકાના દરે વિકાસ કરશે

ગ્રામીણ માંગમાં તેજી યથાવત્ છે, જ્યારે શહેરી વપરાશમાં મજબૂત પ્રદર્શન જોવા મળી રહ્યું છે અને મૂડી ખર્ચ વધતા રોકાણ ચક્રમાં ગતિ પકડી રહ્યુઃ દાસ નવી દિલ્હીભારતીય રિઝર્વ બેંકે નાણાકીય વર્ષ 2024-25માં ભારતની અર્થવ્યવસ્થા સાત ટકાના વિકાસ દરે વધવાનો અંદાજ મુક્યો છે. અગાઉ વર્તમાન નાણાંકીય વર્ષમાં 7.3 ટકાનો અંદાજ મુકાયો હતો. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે દર…

સેન્સેક્સમાં 34 પોઈન્ટનો ઘટાડો, નિફ્ટીમાં 1 પોઈન્ટનો વધારો

આઈટી કંપનીઓ ટેક મહિન્દ્રા અને ઈન્ફોસિસના શેરમાં નબળાઈ નોંધાઈ નવી દિલ્હીબુધવારે શેરબજારમાં મામૂલી નબળાઈ સાથે અંત આવ્યો. બીએસઈ સેન્સેક્સ 34 પોઈન્ટની નબળાઈ સાથે 72152 પોઈન્ટના સ્તરે બંધ થયો છે, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 1 પોઈન્ટના વધારા સાથે 21930 પોઈન્ટના સ્તરે બંધ થયો છે. દિવસ દરમિયાન શેરબજારના કામકાજમાં ઘણા ઉતાર-ચઢાવ નોંધાયા હતા. નિફ્ટીએ બુધવારે 21660…

ટોચના મેટ્રો શહેરોમાં હેર ડિઝાઈન અને સ્ટાઈલીંગની સભાનતા વધી છેઃ જાવેદ હબીબ

અંધજન મંડળનાં 10 અંધજનોને નિઃશુલ્ક વાળની ટ્રીટમેન્ટ કરી આપવામાં આવી અમદાવાદભારતમાં ટોચની હેર અને બ્યુટી સલુન બ્રાન્ડ જાવેદ હબીબ સલુનનાં આઉટલેટનો શહેરનાં આનંદનગર રોડ પર કૃષ્ણા ટાવર્સમાં આરંભ થયો છે. અમદાવાદમાં જાવેદ હબીબ સલુનનું આ દસમું અને ગુજરાતમાં ૨૭મું આઉટલેટ છે.આનંદનગર રોડ પર શ્રી કૃષ્ણા ટાવર્સમાં આરંભાયેલા આ સલુનનું ઉદઘાટન જાવેદ હબીબ દ્વારા કરવામાં આવ્યું…

બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટે બજાજ ફિનસર્વ લાર્જ અને મિડ કેપ ફંડ રજૂ કર્યુ

· લાર્જ અને મિડકેપ ફંડમાં ‘મોટ ઇન્વેસ્ટિંગ’ના ખ્યાલને આગળ ધપાવ્યો · એનએફઓ 6 ફેબ્રુઆરી 2024ના રોજ ખૂલે છે અને 20 ફેબ્રુઆરી 2024ના રોજ બંધ થાય છે · ફંડનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી લાર્જ મિડકેપ 250 ટીઆરઆઈ છે મુંબઈ/પૂણે બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટે નવું ઈક્વિટી ફંડ ‘બજાજ ફિનસર્વ લાર્જ એન્ડ મિડ કેપ ફંડ’ લોન્ચ કરવાની જાહેરાત કરી…

સેન્સેક્સમાં 487 અને નિફ્ટીમાં 167 પોઈન્ટનો વધારો નોંધાયો

અદાણી વિલ્મરના શેરમાં સૌથી ઓછો વધારો થયો હતો જ્યારે અદાણી ગ્રીન એનર્જી સૌથી વધુ ઉછાળો નોંધાયો હતો મુંબઈશેરબજારનો કારોબાર મંગળવારે સારી ગતિ સાથે સમાપ્ત થયો. BSE સેન્સેક્સ 487 પોઈન્ટ ઉછળીને 72219 પોઈન્ટના સ્તરે બંધ થયો છે, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 167 પોઈન્ટના વધારા સાથે 21938 પોઈન્ટના સ્તરે બંધ થવામાં સફળ રહ્યો છે. મંગળવારના ટ્રેડિંગમાં,…

ફેબ્રુઆરીમાં ભારત ચોખા 29 રુપિયાના કિલોના ભાવે મળશે

સબસિડીવાળા ચોખા 5 કિલો અને 10 કિલોના પેકમાં ઉપલબ્ધ થશે નવી દિલ્હીસામાન્ય માણસ માટે એક સારા સમાચાર છે. હવે ટૂંક સમયમાં લોકોને સસ્તા ચોખા મળશે. દેશમાં ખાદ્યપદાર્થોના ભાવમાં થઈ રહેલા વધારાને નિયંત્રિત કરવા માટે, ભારત બ્રાન્ડ હેઠળ ખાદ્ય પદાર્થોનું વેચાણ કરવાની યોજના બનાવવામાં આવી છે. છેલ્લા એક વર્ષમાં ચોખાના છૂટક ભાવમાં 15 ટકાનો વધારો જોવા…

ક્લેઇમ કરવો કે ન કરવોઃ તમારી કાર ઇન્શ્યોરન્સ માટે માહિતગાર નિર્ણયો લો

ગૌરવ અરોરા – ચીફ, અંડરરાઇટિંગ એન્ડ ક્લેઇમ્સ પ્રોપર્ટી એન્ડ કેઝ્યુલ્ટી, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જીઆઈસી લિમિટેડ શું એ સાચું છે કે તમારે કારના નાના નુકસાન માટે ક્લેઇમ ન મૂકવો જોઈએ કારણ કે ભલે રકમ નાની હોય, તેનાથી તમે ફાઇલ કરેલા ક્લેઇમની સંખ્યામાં વધારો થશે? ગ્રાહક/વીમાધારક કાર ઇન્શ્યોરન્સની ત્રણ મહત્વની શરતોથી વાકેફ હોવા જોઈએ જેમ કે ક્લેઇમના સમયે…

ભારતમાં 2023માં 71 અબજ ડોલરનું વિદેશી રોકાણ આવ્યું

એક આંતરરાષ્ટ્રીય એજન્સી અહેવાલ પ્રમાણે સીધા વિદેશી રોકાણ મુદ્દે ભારત વિશ્વના ટોચના 10 દેશોમાં 10મા ક્રમે, વિદેશી રોકાણમાં મહારાષ્ટ્ર મોખરે,કર્ણાટક બીજા અને ગુજરાત ત્રીજા ક્રમે નવી દિલ્હીભારત વિદેશી રોકાણ માટેનું વૈશ્વિક સ્તરે મોટું કેન્દ્ર બની રહ્યું છે. 2023માં ભારતમાં 71 અબજ ડોલરનું વિદેશી રોકાણ આવ્યું હતું. થોડા સમય પહેલાં જ જારી થયેલા આંકડા પ્રમાણે ભારતમાં…