આર્ચરી પ્રીમિયર લીગ-2: ચોલા ચીફ્સે નવી રણનીતિથી ડિફેન્ડિંગ ચેમ્પિયન રાજપૂતાના રોયલ્સને હરાવ્યા

પ્લેઓફની રેસમાંથી બહાર હોવા છતાં ચીફ્સે સતત બીજી સાંજે વિરોધી ટીમને આપ્યો ઝટકો; રાજત ચૌહાણના નિર્ણાયક નિશાને 5-3થી જીત અપાવી હૈદરાબાદ આર્ચરી પ્રીમિયર લીગ (APL)ની બીજી સિઝનમાં પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ચૂકેલી ચોલા ચીફ્સની ટીમે સતત બીજી સાંજે અપસેટ સર્જ્યો છે. શુક્રવારે રમાયેલી મુકાબલામાં ચીફ્સે નવી શૂટિંગ રણનીતિ અપનાવીને ડિફેન્ડિંગ ચેમ્પિયન રાજપૂતાના રોયલ્સને 5-3થી પરાજય…

રાજ્ય કક્ષાની ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં 10 વર્ષના રેહાંશ સિંઘવીનો દમદાર દેખાવ

અંડર-19 બોયઝ ટીમ ઇવેન્ટમાં કચ્છે જામનગરને 3-2થી હરાવ્યું; અમદાવાદ અને રાજકોટની પુરુષ ટીમનો પણ વિજય, મહિલા વિભાગમાં સુરત સહિતની ટીમોનો વિજયી પ્રારંભ ગાંધીધામ આદિપુરના હર્ષ સાંઘતાણી સ્પોર્ટ્સ ઇન્ડોર કોમ્પ્લેક્સના સ્વ. એમ. પી. મિત્ત્રા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે શરૂ થયેલી ફ્રેન્ડ્સ ગ્રુપ ગુજરાત રાજ્ય અને આંતરજિલ્લા ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2026માં કચ્છના 10 વર્ષીય ખેલાડી રેહાંશ સિંઘવીએ શાનદાર…

ફેનેસ્ટા ઓપન ટેનિસ ચેમ્પિયનશિપમાં ખુશી કડિયને અંડર-16 ડબલ્સનો ખિતાબ જીત્યો

સિંગલ્સની અંડર-16 અને અંડર-14 કેટેગરીની ફાઇનલમાં પણ ખુશીનો પ્રવેશ; રિભાવ સરોહા ડબલ ટાઇટલ જીતવાની નજીક, ચારેય ડબલ્સ કેટેગરીના વિજેતાઓ જાહેર નવી દિલ્હી 31મી ફેનેસ્ટા ઓપન નેશનલ ટેનિસ ચેમ્પિયનશિપમાં હરિયાણાની ખુશી કડિયને શાનદાર પ્રદર્શન કરીને ગર્લ્સ અંડર-16 ડબલ્સનો ખિતાબ પોતાના નામે કર્યો છે. તમિલનાડુની સાન્મિથા હરિની સાથે જોડી બનાવીને ખુશીએ આ સફળતા મેળવી હતી. આ સાથે…

કોમલે અંડર-23 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ જીત્યો, અમૃતા પૂજારી ફાઇનલમાં

59 કિગ્રા વર્ગમાં કઝાકિસ્તાનની પહેલવાનને 7-2થી હરાવી કોમલે કાંસ્ય ચંદ્રક જીત્યો; 72 કિગ્રા વર્ગમાં અમૃતા પૂજારીનો સુવર્ણ ચંદ્રક માટે યુક્રેનની ઇરિના ઝાબ્લોત્સ્કા સામે મુકાબલો લાસ વેગાસ અમેરિકાના લાસ વેગાસમાં યોજાઈ રહેલી અંડર-23 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય પહેલવાનોએ શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતની કોમલે મહિલા 59 કિગ્રા વજન વર્ગમાં કાંસ્ય ચંદ્રક જીતીને દેશનું ગૌરવ વધાર્યું છે,…

‘ગર્વ હૈ’ની ટેબલ ટેનિસ ખેલાડી દિવિજા પોલે પંચકુલામાં નેશનલ રેન્કિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો

અંડર-13 ગર્લ્સ કેટેગરીમાં મેળવ્યું કાંસ્ય પદક, દિવિજા પોલ ભારતની અંડર-13 કેટેગરીમાં નંબર-1 ખેલાડી; અદાણી સ્પોર્ટ્સલાઇનના ‘ગર્વ હૈ’ અભિયાન હેઠળ મળશે તાલીમ અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે સહયોગ અમદાવાદ, અદાણી સ્પોર્ટ્સલાઇનના ‘ગર્વ હૈ’ પહેલ સાથે જોડાયેલી ઉભરતી ટેબલ ટેનિસ ખેલાડી દિવિજા પોલે હરિયાણાના પંચકુલામાં યોજાયેલી નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ-2026માં શાનદાર પ્રદર્શન કરીને અંડર-13 ગર્લ્સ કેટેગરીમાં બ્રોન્ઝ…

રાજ્ય કક્ષાની ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનો ગાંધીધામમાં પ્રારંભ

600થી વધુ એન્ટ્રીઓ સાથે ગુજરાત રાજ્ય અને આંતરજિલ્લા ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2026નો પ્રારંભ; 20 ઑક્ટોબર સુધી ખેલાડીઓ વચ્ચે રોમાંચક મુકાબલા જામશે ગાંધીધામ ગુજરાતના ટેબલ ટેનિસ રમતજગતની પ્રતિષ્ઠિત સ્પર્ધાઓમાં સ્થાન ધરાવતી ‘ફ્રેન્ડ્સ ગ્રુપ ગુજરાત રાજ્ય અને આંતરજિલ્લા ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2026’નો શુક્રવારથી ગાંધીધામના આદિપુર સ્થિત હરેશ સંઘતાણી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના સ્વ. એમ. પી. મિત્રા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે…

ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં અમદાવાદની પુરુષ અને સુરતની મહિલા ટીમ ટોચના ક્રમાંકે

16થી 20 ઓક્ટોબર દરમિયાન આદિપુરમાં રાજ્યની પ્રતિષ્ઠિત સ્પર્ધા યોજાશે; 21 કેટેગરીમાં 618 એન્ટ્રી, ₹5.21 લાખથી વધુની ઇનામી રકમ ગાંધીધામ ગુજરાત રાજ્યની ટેબલ ટેનિસ સ્પર્ધાઓમાં સિઝનની સૌથી પ્રતિષ્ઠિત અને રેન્કિંગ પોઈન્ટ્સની દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ ગણાતી ‘ફ્રેન્ડ્સ ગ્રુપ ગુજરાત સ્ટેટ એન્ડ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ-2026’નો આવતીકાલે, 16 ઓક્ટોબરથી પ્રારંભ થશે. કચ્છના આદિપુર સ્થિત હરીશ સંગતાણી સ્પોર્ટ્સ ઇન્ડોર…

બેંગલુરુમાં ‘ઇન્ડિયન કોર્પોરેટ ઓલિમ્પિક્સ’ યોજાશે: 70થી વધુ કંપનીઓના 3,000થી વધુ કર્મચારીઓ લેશે ભાગ

સ્પોર્ટ્સસેન્ટ્રિકની અનોખી પહેલ: 14 રમતોમાં કર્મચારીઓને પ્રતિભા દર્શાવવાની તક, કંપનીઓ વચ્ચે મેડલ માટે સ્પર્ધા થશે બેંગલુરુ કાર્યસ્થળે કર્મચારીઓની તંદુરસ્તી, શારીરિક સક્રિયતા અને ટીમવર્કને પ્રોત્સાહન આપવા માટે સ્પોર્ટ્સસેન્ટ્રિક દ્વારા ‘ઇન્ડિયન કોર્પોરેટ ઓલિમ્પિક્સ’નું આયોજન કરવામાં આવ્યું છે. બેંગલુરુના બેઝકેમ્પ બીસીયુ (Basecamp BCU) ખાતે 14થી 29 નવેમ્બર, 2026 દરમિયાન યોજાનારી આ સ્પર્ધામાં 70થી વધુ કંપનીઓના 3,000થી વધુ કર્મચારીઓ…

અંડર-14 ક્રિકેટ ટુર્નામેન્ટમાં દિલ્હી પબ્લિક સ્કૂલનો વી. આઈ. પટેલ સ્કૂલ સામે130 રનથી દમદાર વિજય

પહેલી ઇનિંગ્સમાં 115 અને બીજી ઇનિંગ્સમાં 199 રન બનાવી દિલ્હી પબ્લિક સ્કૂલે જીત મેળવી; પહલ વ્યાસની 7 વિકેટની શાનદાર બોલિંગ આકર્ષણનું કેન્દ્ર રહી અમદાવાદ ધ સેન્ટ્રલ બોર્ડ ઑફ ક્રિકેટ, અમદાવાદ દ્વારા આયોજિત એસ.એમ.ટી. કે. એન. પટેલ સ્કૂલ ટુર્નામેન્ટ અંડર-14 (મલ્ટિડે) રમતી ટીમ 2026-27ની સુપર નોકઆઉટ સ્પર્ધામાં દિલ્હી પબ્લિક સ્કૂલે શાનદાર પ્રદર્શન કરીને વી. આઈ. પટેલ…

અમદાવાદની GGIS સ્કૂલની રાષ્ટ્રીય વોલીબોલ સ્પર્ધામાં શાનદાર સિદ્ધિ: અંડર-14 ગર્લ્સ ટીમ ચેમ્પિયન

અંડર-17 ગર્લ્સ ટીમે મેળવ્યો રનર્સ-અપનો ખિતાબ, અંડર-17 બોયઝ ટીમ ત્રીજા સ્થાને; રાઘવી જજૂને ‘બેસ્ટ પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ’નો એવોર્ડ અમદાવાદ: ગ્લોબલ ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્કૂલ (GGIS), અમદાવાદના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય સ્તરની વોલીબોલ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને શાળાનું નામ રોશન કર્યું છે. ઇન્ડિયન સ્પોર્ટ્સ સ્કૂલ ઓર્ગેનાઇઝેશન (ISSO) દ્વારા આયોજિત રાષ્ટ્રીય વોલીબોલ ટુર્નામેન્ટમાં GGISની વિવિધ ટીમોએ શાનદાર દેખાવ કરીને…

જામનગર રમતગમત મહાકુંભ–2026માં વેટરન ફૂટબોલર્સ ક્લબ ચેમ્પિયન

સરેરાશ 49 વર્ષની ઉંમરના ખેલાડીઓએ 22થી 23 વર્ષના યુવાનોને આપી ટક્કર; રોમાંચક ફાઇનલમાં પેનલ્ટી શૂટઆઉટથી 2–1થી મેળવી શાનદાર જીત જામનગર: ગુજરાતમાં 11મા ગુજરાત રમતગમત મહાકુંભ–2026 અંતર્ગત વિવિધ જિલ્લાઓમાં અલગ-અલગ રમતોની સ્પર્ધાઓ યોજાઈ રહી છે. ત્યારે જામનગર જિલ્લા કક્ષાની ફૂટબોલ સ્પર્ધામાં વેટરન ફૂટબોલર્સ ક્લબ જામનગર (VFC જામનગર)એ શાનદાર પ્રદર્શન કરીને ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે….

કિયા ટેનિસ પ્રીમિયર લીગની હરાજીમાં ચાર ખેલાડીઓ માટે ₹13 લાખની ટોચની બોલી લાગી

8મી સિઝન માટે આઠ ફ્રેન્ચાઇઝીની ટીમો તૈયાર; 8થી 13 ડિસેમ્બર દરમિયાન હૈદરાબાદમાં ટૂર્નામેન્ટ રમાશે , જિયો હોટસ્ટાર પર લાઇવ સ્ટ્રીમિંગ થશે મુંબઈ કિયા ટેનિસ પ્રીમિયર લીગ (TPL)ની 8મી સિઝન માટે ખેલાડીઓની હરાજી મુંબઈની ફોર સીઝન્સ હોટેલ ખાતે યોજાઈ હતી. આ હરાજીમાં બેલ્જિયમની સોફિયા કોસ્ટુલાસ, રશિયાની સોફ્યા લેન્સેરે, ઇરિના શિમાનોવિચ અને ભારતના ધક્ષિણેશ્વર સુરેશે ₹13 લાખની…

એશિયન ગેમ્સમાં 27 મેડલ જીતનારા સશસ્ત્ર દળોના ખેલાડીઓનું રક્ષામંત્રી રાજનાથ સિંહે કર્યું સન્માન

ત્રણેય સેનાના 92 ખેલાડીઓએ 19 સ્પર્ધાઓમાં ભાગ લીધો; ભારતના કુલ 85 મેડલ અને ચોથા સ્થાનની સિદ્ધિમાં યોગદાન આપ્યું નવી દિલ્હી: રક્ષામંત્રી રાજનાથ સિંહે આજે નવી દિલ્હીમાં એશિયન ગેમ્સમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને 27 મેડલ જીતનારા સશસ્ત્ર દળોના ખેલાડીઓનું સન્માન કર્યું હતું. આ ખેલાડીઓએ 6 ગોલ્ડ, 11 સિલ્વર અને 10 બ્રોન્ઝ મેડલ સહિત કુલ 27 મેડલ જીતીને…

ગુજરાત યુથ લીગમાં 60 ક્લબોની રેકોર્ડબ્રેક ભાગીદારી, અમદાવાદ સહિત ત્રણ શહેરોમાં 27 મુકાબલા રમાયા

અંડર-13, અંડર-15 અને અંડર-17 કેટેગરીમાં યુવા ફૂટબોલરોનો જંગ જામ્યો; ચેમ્પિયન ટીમોને AIFFની યુથ લીગમાં રમવાની તક મળશે અમદાવાદ ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA) દ્વારા આયોજિત અંડર-13, અંડર-15 અને અંડર-17 બોયઝ યુથ લીગ ક્લબ ચેમ્પિયનશિપ-2026માં યુવા ફૂટબોલરોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ટુર્નામેન્ટ અંતર્ગત આજે અમદાવાદ, આણંદ અને વડોદરા ખાતે વિવિધ કેટેગરીની મેચો રમાઈ હતી. ત્રણેય…

અમદાવાદમાં BRICS પરંપરાગત રમતોત્સવમાં ભારત સહિત 11 દેશોની સાંસ્કૃતિક વિરાસતનો અનોખો સંગમ

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પરંપરાગત રમતોને આંતરરાષ્ટ્રીય સહયોગ અને સાંસ્કૃતિક આદાનપ્રદાનનું માધ્યમ ગણાવ્યું; નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વારસાના સંરક્ષણ માટે પાંચ પ્રસ્તાવો રજૂ કર્યાઃ મલ્લખંભથી કેપોઇરા સુધીની વિવિધ દેશોની સ્વદેશી રમતોનું પ્રદર્શન અમદાવાદ અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે BRICS ટ્રેડિશનલ એન્ડ ઇન્ડિજીનસ સ્પોર્ટ્સ ડેમોન્સ્ટ્રેશન ગેમ્સ-2026નો ભવ્ય આયોજન થયું હતું. કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉ. મનસુખ…

ભારતની પ્રાચીન યુદ્ધકળા કલરીપયટ્ટુમાં શારીરિક ક્ષમતા, આત્મરક્ષણ અને પરંપરાગત જ્ઞાનનો સમન્વય છે

BRICS ટ્રેડિશનલ એન્ડ ઇન્ડિજીનસ ડેમોન્સ્ટ્રેશન ગેમ્સ-2026માં પ્રાચીન ભારતીય માર્શલ આર્ટ ‘કલરીપયટ્ટુ’ના વૈશ્વિક પ્રસારના સંવાહક લક્ષ્મણ ગુરુકલ સાથે ખાસ વાતચીત લક્ષ્મણ ગુરુકલના માર્ગદર્શન હેઠળ કલરીપયટ્ટુના પ્રચાર-પ્રસારનો પ્રયાસ; મેયપ્પયટ્ટુ, શસ્ત્રવિદ્યા, વેરુમ કાઈ અને મર્મ વિદ્યાની પરંપરાનો વિશેષ પરિચય નરેન્દ્ર આઈ. પંચોલી. અમદાવાદ BRICS ટ્રેડિશનલ એન્ડ ઇન્ડિજીનસ ડેમોન્સ્ટ્રેશન ગેમ્સ-2026 ભારતીય પરંપરાગત રમતો અને પ્રાચીન યુદ્ધકળા (માર્શલ આર્ટ્સ)ને વિશ્વમંચ…

ફેનેસ્ટા ઓપન ટેનિસ ચેમ્પિયનશિપમાં વૈદેહી ચૌધરી ત્રીજી વખત ચેમ્પિયન, માન કેસરવાણીએ પ્રથમ ખિતાબ જીત્યો

મહિલા સિંગલ્સમાં વૈદેહી ચૌધરીએ શ્રુતિ અહલાવતને હરાવી, પુરુષ સિંગલ્સમાં માન કેસરવાણીનો દમદાર વિજય બોયઝ અને ગર્લ્સ અંડર-18 સિંગલ્સમાં ઋભવ સરોહા અને પાર્થસારથી મુંડે બન્યાં ચેમ્પિયન; આગામી સપ્તાહથી અંડર-16 અને અંડર-14ની સ્પર્ધાઓ શરૂ થશે નવી દિલ્હી નવી દિલ્હીના ડીએલટીએ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલી 31મી ફેનેસ્ટા ઓપન નેશનલ ટેનિસ ચેમ્પિયનશિપમાં વૈદેહી ચૌધરી અને માન કેસરવાણીએ અનુક્રમે મહિલા અને…

કોમનવેલ્થ ક્યૂ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં ભારતનો દબદબો: 13 મેડલ સાથે પ્રથમ સ્થાન

અમદાવાદમાં યોજાયેલી ઐતિહાસિક ચેમ્પિયનશિપમાં ભારતે 3 ગોલ્ડ, 5 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ જીત્યા; આદિત્ય મહેતા, અનુપમા રામચંદ્રન અને રયાન રઝમીની સુવર્ણ સફળતા અમદાવાદ અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે શનિવારે પૂર્ણ થયેલી કોમનવેલ્થ ક્યૂ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ્સ 2026માં ભારતે શાનદાર પ્રદર્શન કરીને કુલ 13 મેડલ સાથે મેડલ ટેબલમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. ભારતે સ્પર્ધામાં ત્રણ…

વિનુ માંકડ ટ્રોફીમાં ગુજરાત અંડર-19 ટીમનો દમદાર વિજય: ઝારખંડને 91 રનથી હરાવ્યું

સૌરાયા પંચોલીના 79, નિહાલ પટેલના 83 અને વેદ પટેલના 66 રનની મદદથી ગુજરાતે 341 રનનો વિશાળ સ્કોર ખડક્યો; કેવલ પટેલે ચાર વિકેટ ઝડપીને જીતમાં મહત્ત્વનું યોગદાન આપ્યું વિઝિયાનગરમ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા આયોજિત મેન્સ અંડર-19 વિનુ માંકડ ટ્રોફી એલિટ વન-ડે ટુર્નામેન્ટ 2026-27માં ગુજરાત અંડર-19 ટીમે શાનદાર પ્રદર્શન કરીને ઝારખંડ અંડર-19 ટીમને 91 રનથી…

કર્નલ સી. કે. નાયડુ ટ્રોફી 2026-27 માટે ગુજરાતની અંડર-23 ટીમ જાહેર

આદિત્ય રાવલને કેપ્ટન અને રુદ્ર એમ. પટેલને વાઇસ કેપ્ટનની જવાબદારી; દિલ્હી અને છત્તીસગઢ સામે ગુજરાતની પ્રથમ બે મલ્ટી-ડે મેચ રમાશે અમદાવાદ: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા આયોજિત કર્નલ સી. કે. નાયડુ ટ્રોફી (મેન્સ અંડર-23 મલ્ટી-ડે ટુર્નામેન્ટ) 2026-27ની સ્પર્ધા માટે ગુજરાતની ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ ટુર્નામેન્ટમાં ગુજરાતની અંડર-23 ટીમ યુવા પ્રતિભાઓને પોતાની ક્ષમતા…