સીબીસીએ દ્વારા અમ્પાયરિંગ પર સેમિનાર

અમદાવાદ સીબીસીએ દ્વારા અમ્પાયરિંગમાં રસ ધરાવનારાઓ માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. રસ ધરાવનારા નવા તેમજ અનુભવી અમ્પાયરો 15 જુલાઈથી સેન્ટ્રલ બોર્ડ ઓફ ક્રિકેટ અમદાવાદની સરદાર પટેલ સ્ટેડિયમ નવરંગપુરા ખાતેથી સવારે 11.30થી સાંજના છ વાગ્યા સુધી રજિસ્ટ્રેશન ફોર્મ મેળવી શકાશે. 40 વર્ષથી વધુની વયનાની અરજી સ્વિકારાશે નહીં. સેમિનાર માટે કોઈ જ ફી નથી. નિર્ધારિત…

નવા આવનાર જયપુર પેટ્રિયોટ્સે ટોચના ક્રમાંકિત ભારતીય શ્રીજા અકુલાને પસંદ કર્યો

મુંબઈ અલ્ટીમેટ ટેબલ ટેનિસ (UTT) ફ્રેન્ચાઈઝીઓએ બુધવારે મુંબઈમાં પ્લેયર ડ્રાફ્ટ ખાતે UTT 2024 માટે શ્રેષ્ઠ સંભવિત ટીમો પસંદ કરવાનો માર્ગ શોધી કાઢ્યો. લીગની આગામી સિઝન 22 ઓગસ્ટથી 7 સપ્ટેમ્બર દરમિયાન ચેન્નાઈના જવાહરલાલ નેહરુ ઇન્ડોર સ્ટેડિયમમાં યોજાવાની છે. આ સિઝનમાં પ્રથમ વખત આઠ ટીમો મેદાનમાં હોવાથી, પ્લેયર ડ્રાફ્ટ એક માઇન્ડફુલ બાબત હતી કારણ કે ફ્રેન્ચાઇઝીઓ સક્ષમ…

પ્રથમ માદલાણી ઘરઆંગણે ટાઇટલ જીતવા આતુર

વડોદરામાં આજથી ચોથી સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનો પ્રારંભ વડોદરા ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ ટેબલ ટેનિસ એસોસિયેશન ડિસ્ટ્રિક્ટ (ટીટેએબીડી)ના ઉપક્રમે 11થી 14મી જુલાઈ દરમિયાન વડોદરાના સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે આઇઓસીએલ ચોથી ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2024નો ગુરુવારથી પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ખેલાડી અને મેન્સ કેટેગરીમાં બીજો ક્રમાંક ધરાવતો…

આંતરરાષ્ટ્રીય ઓલમ્પિયાડની સ્પર્ધાત્મક વિવિધ વિષયોની પરીક્ષામાં ઉત્તમ પરિણામ લાવવા માટે કેતનકુમાર ભટ્ટને ગુજરાત રાજ્યમાં બેસ્ટ કો-ઓર્ડિનેટર જાહેર કરાયા

સાયન્સ ઓલમ્પિયાડ (દિલ્હી) દ્વારા યોજવામાં આવતી આંતરરાષ્ટ્રીય ઓલમ્પિયાડની સ્પર્ધામક વિવિધ વિષયોની પરીક્ષામાં  બાળકોને વિષયલક્ષી જ્ઞાન આપીને સ્પર્ધામક પરીક્ષામાં ઉત્તમ પરિણામ લાવવાં માટે હીરામણિ પ્રાયમરી અંગ્રેજી માધ્યમનાં કેતનકુમાર ભટ્ટને ગુજરાત રાજ્ય નાં BEST COORDINATOR તરીકે જાહેર કરીને તેમને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવેલ. તેમની આ સિધ્ધિ બદલ જનસહાયક ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીન, મેનેજીંગ ટ્રસ્ટી વરુણ અમીન,…

કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડે કોટક બીએસઈ પીએસયુ ઇન્ડેક્સ ફંડ લોન્ચ કર્યું

મુંબઈ  કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડ (“KMAMC”/”કોટક મ્યુચ્યુઅલ ફંડ”) એ બીએસઈ પીએસયુ ઇન્ડેક્સને ટ્રેક કરતી અથવા અનુસરતી ઓપન એન્ડેડ સ્કીમ કોટક બીએસઈ પીએસયુ ઇન્ડેક્સ ફંડની જાહેરાત કરી છે. આ સ્કીમ 10મી જુલાઈ, 2024ના રોજ પબ્લિક સબ્સ્ક્રીપ્શન માટે ખુલે છે અને 24મી જુલાઈ, 2024ના રોજ બંધ થાય છે. બીએસઈ પીએસયુ ઈન્ડેક્સમાં હાલમાં બીએસઈ 500 ઈન્ડેક્સ1માંથી પસંદ કરાયેલા 56 પીએસયુ સ્ટોકનો સમાવેશ થાય છે. ઇન્ડેક્સમાં વિવિધ ક્ષેત્રોમાં ફેલાયેલા જાહેર ક્ષેત્રના સાહસોની વિવિધ શ્રેણીનો સમાવેશ થાય છે. આ ફંડ ભારતીય શેરબજારમાં રોકાણ કરવા માટે પ્રમાણમાં કિફાયતી અને પારદર્શક રીત પ્રદાન કરે છે અને રોકાણકારોને જાહેર ક્ષેત્રના સાહસોમાં વૈવિધ્યસભર એક્સપોઝર ઓફર કરે છે. કેએમએએમસીના મેનેજિંગ ડિરેક્ટર શ્રી નિલેશ શાહે આ લોન્ચ અંગે જણાવ્યું હતું કે “કોટક મ્યુચ્યુઅલ ફંડમાં અમે અમારા રોકાણકારોને વિવિધ ઇન્વેસ્ટમેન્ટ સોલ્યુશન્સ પ્રદાન કરવાનો સતત પ્રયાસ કરીએ છીએ. કોટક બીએસઈ પીએસયુ ઈન્ડેક્સ ફંડનું લોન્ચિંગ વિવિધ જોખમોની ભૂખ અને રોકાણની ક્ષિતિજો પ્રમાણેની પ્રોડક્ટ્સ ઓફર કરવાની અમારી પ્રતિબદ્ધતા સાથે જોડાયેલું છે. પીએસયુ શેરો તમામ ક્ષેત્રોમાં વિવિધ પ્રકારની તકો પૂરી પાડે અને આ ઇન્ડેક્સ ફંડથી રોકાણકારો પીએસયુ સેગમેન્ટમાં વ્યાપક એક્સપોઝર મેળવી શકે છે. આ ફંડ પીએસયુ ઇન્વેસ્ટિંગ માટે સ્ટ્રક્ચર્ડ અપ્રોચ પૂરો પાડે છે જેનાથી રોકાણકારો ડાયવર્સિફિકેશન દ્વારા જોખમો મેનેજ કરતી વખતે આ સેગમેન્ટની સંભવિતતામાં પેસિવલી ભાગ લઈ શકે છે.” કોટક મહિન્દ્રા એએમસીના એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ અને ફંડ મેનેજર દેવેન્દ્ર સિંઘલે ઉમેર્યું હતું કે “કોટક બીએસઈ પીએસયુ ઈન્ડેક્સ ફંડ એ ભારતના જાહેર ક્ષેત્રના સાહસોમાં રસ ધરાવતા રોકાણકારો માટે અમારી પ્રોડક્ટ લાઇનઅપમાં એક મહત્વપૂર્ણ ઉમેરો છે. પીએસયુ એકમો આપણા અર્થતંત્રના મુખ્ય ક્ષેત્રો છે અને તે ઊર્જા અને નાણાંથી લઈને સંરક્ષણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. જે-તે પીએસયુ શેરો વિવિધ પર્ફોર્મન્સ આપે છે અને આ ઇન્ડેક્સ-આધારિત અભિગમથી રોકાણકારો જાહેર ક્ષેત્રમાં એકંદર વૃદ્ધિ અને સુધારાઓથી સંભવિતપણે લાભ મેળવી શકે છે, કારણ કે ભારત તેની આર્થિક ગતિમાં આગળ વધી રહ્યો છે. આ ફંડ એકંદરે કિફાયતી તથા સિસ્ટમેટિકલી મેનેજ્ડ ઇન્વેસ્ટમેન્ટ વ્હીકલ દ્વારા રોકાણકારોને તુલનાત્મક ખર્ચ દ્વારા આ સફરનો ભાગ બનવાની તક આપે છે.” ભૂતકાળની કામગીરી ભવિષ્યમાં ટકી શકે છે કે નહીં. કોટક બીએસઈ પીએસયુ ફંડ વિશે વધુ વિગતો માટે કૃપા કરીને મુલાકાત લો: https://www.kotakmf.com કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા રોકાણકારો તેમના નાણાંકીય નિષ્ણાતની સલાહ લઈ શકે છે.

ઓલિમ્પિક 2024: અદાણીએ ભારતીય ખેલાડીઓનો ઉત્સાહ વધારતું કેમ્પેન #DeshkaGeetAtOlympics અભિયાન લૉન્ચ કર્યું

અમદાવાદ ભારતીય દળના એથ્લિટ્સ 2024 ઓલિમ્પિક્સ માટે પેરિસ જવા રવાના થતા પહેલા આકરી મહેનત કરી રહ્યાં છે. ભારતીય દળના પ્રિન્સિપાલ સ્પોન્સર એવું અદાણી ગ્રૂપ #DeshkaGeetAtOlympics અભિયાન થકી દેશનાં રમતવીરોને હૃદયપૂર્વક સમર્થન આપી રહ્યું છે. આ અભિયાન એથ્લિટ્સની આસપાસ કેન્દ્રિત છે, જેઓ વર્ષો અને દિવસનાં કલાકો આકરી પ્રેક્ટિસ પાછળ આપતા રહ્યાં છે, જેથી તેઓ મેડલ જીતી શકે અને પૉડિયમ પર રાષ્ટ્રગીત સાંભળી…

બરોડા બીએનપી પરિબા મેન્યુફેક્ચરિંગ ફંડ એનએફઓએ રૂ. 1370 કરોડ એકત્રિત કર્યા

મુંબઈ  બરોડા બીએનપી પરિબા મ્યુચ્યુઅલ ફંડે તેના બરોડા બીએનપી પરિબા મેન્યુફેક્ચરિંગ ફંડ અંતર્ગત દેશભરના રોકાણકારો પાસેથી રૂ. 1370* કરોડ એકત્ર કરવા સાથે તેને સફળતાપૂર્વક બંધ કરવાની જાહેરાત કરી છે. રોકાણકારો તરફથી મળેલો પ્રતિસાદ ભારતની વૃદ્ધિ ગાથામાં સહભાગી થવા માટે રોકાણકારોની મજબૂત ઈચ્છા શક્તિ દર્શાવે છે. આ એનએફઓ 10 જૂન, 2024ના રોજ ખુલીને 24 જૂન, 2024ના રોજ બંધ થયો હતો. નવા સબ્સ્ક્રિપ્શન્સ…

GT20 કેનેડા 2024 ઓપનરમાં વાનકુવર નાઈટ્સ ટોરોન્ટો નેશનલ્સ સામે ટકરાશે

સ્ટાર સ્પોર્ટ્સ ભારતમાં લાઈવ એક્શનનું પ્રસારણ કરવા માટે GT20 કેનેડા સાથે ભાગીદારી કરે છે ટોરન્ટો’ ભારતના પ્રશંસકો આગામી GT20 કેનેડાની તમામ હાઇ-વોલ્ટેજ એક્શનને દેશના પ્રીમિયર સ્પોર્ટ્સ નેટવર્ક-સ્ટાર સ્પોર્ટ્સ પર જ જોઈ શકશે. ઉત્તર અમેરિકાની માર્કી T20 લીગની ચોથી સિઝનની શરૂઆત 25 જુલાઈના રોજ વેનકુવર નાઈટ્સ અને ટોરોન્ટો નેશનલ્સ વચ્ચેની અથડામણ સાથે થશે, જેમાં પાકિસ્તાનના હેવીવેઈટ…

ઈફ્ફકોની નેનો ફર્ટિલાઈઝર પ્રમોશન કેમ્પેઈન લોન્ચ કરાઈ

•             200 મોડેલ નેનો વિલેજ ક્લસ્ટર્સ થકી 800 ગામના ખેડૂતોને નેનો યુરિયા પ્લસ, નેનો ડીએપી અને સાગરીકાનો ઉપયોગ કરવા પ્રોત્સાહન આપવા માટે ઈફફકો તરફથી ગ્રાન્ટ્સ અપાશે. •             15 સંસ્થાઓને ડ્રોન દ્વારા 2.45 લાખ એકર જગ્યામાં છંટકાવ કરવા માટે ઠેકો અપાયો. •             ઈફફકો દ્વારા ભારતીય કૃષિના મુખ્ય પ્રવાહમાં નેનો યુરિયા પ્લસ અને નેનો ડીએપી (લિક્વિડ) જેવી…

રિલાયન્સ ફાઉન્ડેશનના જ્યોતિ યારાજી પેરિસ ઓલિમ્પિક્સમાં મહિલાઓની 100 મીટર દોડમાં ક્વોલિફાય થનાર પહેલી ભારતીય

જ્યોતિની અદ્દભૂત સિદ્ધિ સખત મહેનત અને સપનાં સેવવાની શક્તિનો પુરાવોઃ નીતા એમ. અંબાણી મુંબઈ પવન વેગે દોડતી જ્યોતિ યારાજી એટલે કે હર્ડલ્સમાં સૌથી ઝડપી ભારતીય દોડવીર જ્યારે પેરિસ 2024 ઓલિમ્પિકમાં ટ્રેક પર ઉતરશે ત્યારે તે તદ્દન અજાણ્યા મેદાનમાં હશે. રિલાયન્સ ફાઉન્ડેશનની સહાય પ્રાપ્ત કરનાર જ્યોતિ ઓલિમ્પિક્સમાં 100 મીટર હર્ડલ્સમાં ભાગ લેનારી પહેલી ભારતીય મહિલા હશે. મહિલાઓની 100…

બે પેઢીને આવરી લેતો કોટક ઈન્સ્યોરન્સનો જેન2જેન પ્રોટેક્ટ પ્લાન

વીમાધારકને પુરું પ્રિમિયમ પાછું આપવા ઉરાંત સંપૂર્ણ રિસ્ક કવર બાળકને ટ્રાન્સફર કરવાની ખાસ સુવિધા પ્લાનમાં આવરી લેવાશે અમદાવાદ કોટકમહિન્દ્રાલાઇફઇન્શ્યોરન્સ કંપની લિમિટેડે (“Kotak Life”) તેનો નવો પ્રોટેક્શનપ્લાનકોટક જેન2જેન પ્રોટેક્ટ લોન્ચ કરી હતી. આ પ્રોડક્ટ એક જ પ્લાનમાં બે પેઢીઓને આવરી લેતા વિકલ્પ સાથે ઇન્ડસ્ટ્રી-ફર્સ્ટ ફીચર રજૂ કરે છે જેના દ્વારા સુરક્ષાનો વારસો આગળની પેઢીને આપી શકાય…

હીરામણિ સ્કૂલમાં વિદ્યાર્થીઓનો શપથગ્રહણ સમારોહ યોજાયો

હીરામણિ હાયર સેકન્ડરી સ્કૂલના અંગ્રેજી માધ્યમમાં યોજાયેલ શપથ ગ્રહણમાં ચાર હાઉસના કુલ 60 વિદ્યાર્થીઓ જેમાં હેડ બોય, હેડ ગર્લ, કો. હેડબોય, કો. હેડગર્લ, સ્પોર્ટ્સ કેપ્ટન, વાઈસ સ્પોર્ટ્સ કેપ્ટન ની સાથે કેપ્ટન, વાઈસ કેપ્ટન, જી.એસ. તેમજ વોલેન્ટીયર્સ સાથે મળી સ્કૂલમાં થતી વિવિધ સ્પર્ધા, શિસ્તની સાથે વિદ્યાર્થીઓમાં નેતૃત્વ માટે પસંદ કરાયેલ વિદ્યાર્થી સમિતિઓએ પોતાનું કાર્ય ખૂબજ ઉત્સાહ,…

ભારતીય ટેબલ ટેનિસ ટીમો પેરિસ ઓલિમ્પિકમાં મોટું આશ્ચર્ય સર્જી શકે છે, મુખ્ય કોચ માસિમો કોસ્ટેન્ટિની

મુંબઈ ટેબલ ટેનિસના પાવરહાઉસ પણ છેલ્લા 12 મહિનામાં તેમના કારનામાને કારણે અગાઉના રાઉન્ડમાં ભારત સામે રમવાનું ટાળવા આતુર છે એવો આગ્રહ રાખતા, ભારતીય ટીમના ઈટાલિયન કોચ માસિમો કોસ્ટેન્ટિનીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ખેલાડીઓ થોડા આશ્ચર્ય સર્જી શકે છે. આગામી પેરિસ ઓલિમ્પિકમાં ટીમ અને વ્યક્તિગત બંને ઇવેન્ટમાં, જે 26 જુલાઈથી 11 ઓગસ્ટ સુધી નિર્ધારિત છે….

જહાન પટેલને રાજ્યના શ્રેષ્ઠ સ્વિમરનો અવોર્ડ મળ્યો

અમદાવાદ સેવી સ્વરાજ ખાતે તાજેતરમાં યોજાયેલી 50મી-40મી સબ-જુનિયર ગુજરાત સ્ટેટ એક્વેટિક ચેમ્પિયનશીપ-2024માં રાજપથ કબલમાં સ્વિમિંગ કોચ હાર્દિક પટેલ હેઠળ તાલીમ મેળવતા જહાન પટેલે શાનદાર દેખાવ કર્યો હતો. જહાને બે નવા સ્ટેટ રેકોર્ડ સાથે 50 મીટર બેક સ્ટ્રોક, 100 મીટર બેક સ્ટ્રોક, 200 મીટર બેક સ્ટ્રોક, 200 મીટર વ્યક્તિગત મેડલી અને 400 મીટર વ્યક્તિગત મેલીમાં 5…

નેશનલ સિનિયર (ઓપન) માટે ગુજરાત રાજ્ય પસંદગી ચેસ ચેમ્પિયનશિપ-2024

નેશનલ સિનિયર (ઓપન) માટે ગુજરાત રાજ્ય પસંદગી ચેસ ચેમ્પિયનશિપ-2024નું આયોજન ગુજરાત રાજ્ય ચેસ એસોસિએશન દ્વારા સ્પોર્ટ્સ ક્લબ, અમદાવાદ ખાતે 1.7.2024 થી 5.7.2024 કરવામાં આવ્યું હતું. અંતિમ ક્રમાંક નીચે મુજબ છે: 1) કુશલ જાની – 7.5 પોઈન્ટ. 2) નૈતિક મહેતા – 7.5 પોઈન્ટ. 3) કર્તવ્ય અનાડકટ – 7 પં. 4) સમર્થ શ્રીની વોરિયર – 7 પોઈન્ટ….

હીરામણિ સ્કૂલ (ગુજરાતી-અંગ્રેજી માધ્યમ)માંવિદ્યાર્થીઓ અને શિક્ષકોએ રથયાત્રા કાઢી

હીરામણિ સ્કૂલના વિદ્યાર્થીઓ આપણા દેશની ધાર્મિક પરંપરા તેમજ તહેવારોથી પરિચિત થાય તે માટે હીરામણિ સ્કૂલ (ગુજરાતી-અંગ્રેજી માધ્યમ)ના વિદ્યાર્થીઓ દ્વારા જાતે રથ બનાવી સ્કૂલ કેમ્પસમાં ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવી હતી.

રાજ્યના અને દેશના 59 ખેલાડીઓનીજીએસએલ સિઝન 2માં હરાજી થઈ

અમદાવાદ અમદાવાદની ટોપસ્પિન ક્લબ ખાતે શુક્રવારે યોજાયેલી ગુજરાત સુપર લીગ (જીએસએલ) ટેબલ ટેનિસ સિઝન 2 માટે ખેલાડીઓની હરાજીમાં રાજ્યના અને દેશના 59 ખેલાડીઓનું ભાવિ નક્કી થયું હતું. જીએલએસની શરૂઆત ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન (જીએસટીટીએ) દ્વારા કરવામાં આવી છે અને તેની પ્રથમ સિઝન અમદાવાદના ટ્રાન્સસ્ટેડિયાખાતે ઓગસ્ટ 2022માં યોજાઈ હતી જ્યારે જીએસએલ-2આ વર્ષે સુરતમાં યોજવામાં આવશે….

બેડમિન્ટન એસોસિયેશન ઓફ ઈન્ડિયા (BAI) કોચ ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા ગ્રાસરૂટ કોચને સશક્ત કરવા માટે REC અને SAI સાથે સહયોગ કર્યો

નવી દિલ્હી બેડમિન્ટન એસોસિએશન ઓફ ઈન્ડિયા (BAI), REC લિમિટેડ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) સાથે મળીને, પાયાના સ્તરના કોચને ઉછેરવાના હેતુથી એક અગ્રણી કોચ ડેવલપમેન્ટ પ્રોગ્રામ સફળતાપૂર્વક હાથ ધર્યો. આ વ્યૂહાત્મક પહેલ કોચિંગ પ્રેક્ટિસમાં એકરૂપતા લાવવા અને સંભવિત બેડમિન્ટન સ્ટાર્સની મજબૂત પાઇપલાઇન બનાવવાનો પ્રયાસ કરે છે.11-દિવસીય કોચ ડેવલપમેન્ટ પ્રોગ્રામ જે 25મી જૂને શરૂ થયો…

હીરામણિ નર્સરી – જુનિકે.જી.– સિનિ.કે.જી.માં ભૂલકાંઓ દ્વારા રથયાત્રા કાઢવામાં આવી

હીરામણિના નાના ભૂલકાંઓ આપણા દેશની ધાર્મિક પરંપરા તેમજ તહેવારોથી પરિચિત થાય તે માટે હીરામણિ નર્સરી-કે.જી. વિભાગના ભૂલકાંઓ દ્વારા રથ બનાવી સ્કૂલ કેમ્પસમાં રથયાત્રા કાઢવામાં આવી હતી.

હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં ચિત્રસ્પર્ધા તેમજરથના વિવિધ મોડેલ બનાવી રથયાત્રા પર્વની ઉજવણી કરવામાં આવી

હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં રથયાત્રા પર્વની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધો.1 થી 4 માં વિદ્યાર્થીઓ વચ્ચે ચિત્ર સ્પર્ધા તેમજ ધો. 5 થી 7 માં રથના વિવિધ મોડેલ બનાવવાની સ્પર્ધા યોજાઈ હતી જેમાં વિદ્યાર્થીઓએ નકામાં પૂંઠા, બોક્સ, આઈસક્રીમ, સ્ટીક, કપ, ટીકડા દોરી, ટીંલડી વગેરેનો ઉપયોગ કરી કલાત્મક ભગવાન જગન્નાથના વિવિધ રથો બનાવ્યા હતા.