તીર્થધામ સારંગપુર પાસે દુર્ઘટનામાં હરિભક્તોનો અક્ષરવાસ
સારંગપુર બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર સારંગપુરમાં કાર્યરત સંસ્કૃત મહાવિદ્યાલયના ગૃહપતિ દિવ્યેશ પટેલની કારમાં બોચાસણ ખાતે દર્શન કરીને ગઈકાલે તા. 13-7-2025ની મોડી રાતે સારંગપુર પરત આવી રહેલા બે સંતો અને અન્ય ચાર યાત્રિકોને એક ગંભીર અકસ્માત નડ્યો છે. 13 જુલાઈની રાત્રે બોચાસણથી દર્શન કરીને પોતાની અર્ટિગો કાર દ્વારા સારંગપુર આવી રહેલા દિવ્યેશ પટેલ રાત્રે સવા અગિયાર વાગે…
