મનાલી હાઇવે પર આકાશમાંથી ધડાકાભેર પડ્યો પેરાગ્લાઇડર, સદનસીબે પાઇલટનો આબાદ બચાવ
ચંડીગઢ-મનાલી હાઇવે પર રાયસન નજીક સર્જાઈ રોમાંચક ઘટના; થોડા સમય માટે ટ્રાફિક અટક્યો, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ મનાલીહિમાચલ પ્રદેશના ચંડીગઢ-મનાલી હાઇવે પર એક પેરાગ્લાઇડર અચાનક આકાશમાંથી સીધો રસ્તા પર પટકાતા ચકચાર મચી ગઈ હતી. રાયસન નજીક બનેલી આ ઘટનામાં પાઇલટનો સદનસીબે આબાદ બચાવ થયો હતો. અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે…
