એચ-1બી વીઝાના લાભાર્થીઓ માટે યુએસ લોટરી શરૂ કરાશે

એચ-1બી વીઝાની માંગ સૌથી વધુ હોઈ અમેરિકી એજન્સી લોટરી સિસ્ટમનો ઉપયોગ કરે છે, રજિસ્ટ્રેશન બંધ હતું વોશિંગ્ટન અમેરિકાની સરકાર ટૂંક સમયમાં એચ-1બી વીઝાના લાભાર્થીઓ માટે લોટરીનો પહેલો રાઉન્ડ શરૂ કરવા જઈ રહી છે. અમેરિકી નાગરિકતા અને ઇમિગ્રેશન સેવાઓ (યુએસસીઆઈએસ) એચ-1બી વીઝા માટે પહેલા જમા કરવામાં આવેલા ઈલેક્ટ્રોનિક અરજીમાંથી લોટરીની માધ્યમથી અરજીને પસંદ કરવામાં આવશે. એચ-1બી…

પાછળ ઊભો રહેનાર દિવસે ન દેખાય તેવો ઝભ્ભો બનાવાયો

લંડનમાં આવેલ ઈનવિઝિબિલિટી શીલ્ડ કંપનીની ટીમને આ ટેક્નોલોજી બનાવવામાં ચાર વર્ષ લાગી ગયા લંડન જો તમે ‘હેરી પોટર’ ફિલ્મ જોઈ હોય તો તેમાં તમને બતાવવામાં આવેલો જાદુઈ ઝભ્ભો જરુર યાદ જ હશે, કે જેમાં રોનાલ્ડ વેસ્લીને તેની માતાએ પાર્સલ દ્વારા મોકલાવ્યો હતો. આ એક એવો ઝભ્ભો છે કે તેને પહેરનાર વ્યક્તિ ગાયબ થઈ જાય છે….

કોચ લસિથ મલિંગા સાથે હાર્દિકના વર્તનથી ફેન્સ નારાજ

લસિથ મલિંગા હાર્દિક સાથે હાથ મિલાવવા પહોંચતા હાર્દિકે મલિંગા સાથે હાથ ન મિલાવ્યો અને તેને હડસેલી નાખ્યો મુંબઈ આઈપીએલની આ સિઝનમાં હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપ સતત ચર્ચામાં છે. હાર્દિક પંડ્યા જ્યારથી મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બન્યો છે ત્યારથી સતત ચર્ચામાં રહેવાનો સિલસિલો ચાલુ છે. હાર્દિક પંડ્યા પહેલા રોહિત શર્મા સાથે અણબનાવ અને  રોહિતને બાઉન્ડ્રી પર ફીલ્ડિંગ કરાવવાને…

બ્રિટનની લેબર પાર્ટીના પ્રમુખે હોળીના કાર્યક્રમમાં હાજરી આપી

લેબર પાર્ટીએ ભારત- ભારતીય પ્રત્યેના વલણમાં બદલાવ શરુ કર્યો, જેથી ભારતીય મૂળના લોકોનુ સમર્થન મળી શકે લંડન બ્રિટનની લેબર પાર્ટીએ ભારતીય મૂળના લોકોની ઉપેક્ષા કરવાની ભૂલ સુધારવા માટે પ્રયાસો શરુ કરી દીધા છે. બ્રિટનમાં આ વર્ષના અંતમાં કે 2025ના પ્રારંભમાં ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે લેબર પાર્ટીએ ભારત અને ભારતીય પ્રત્યેના પોતાના વલણમાં બદલાવ શરુ કર્યો…

રાજપૂત આગેવાન ડી.ડી. રાજપૂતનું કોંગ્રેસમાંથી રાજીનામું

ડી.ડી. રાજપૂતના કોંગ્રેસ છોડતાં બનાસકાંઠા બેઠકથી ઉમેદવાર ગેનીબેન ઠાકોરને મોટો ઝટકો મનાય છે ગાંધીનગર લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી અનેક નેતાઓએ રાજીનામાં આપીને પક્ષને રામ-રામ કર્યા છે. હવે પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી અને રાજપૂત સમાજના પીઢ આગેવાન ડી.ડી. રાજપૂતે રાજીનામું આપ્યું છે. ડી.ડી. રાજપૂતના કોંગ્રેસ છોડતાં બનાસકાંઠા બેઠકથી ઉમેદવાર ગેનીબેન ઠાકોરને મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે….

રાજુ પાલ હત્યાકાંડના તમામ સાત આરોપીને આજીવન કેદ

આરોપીઓમાં માફિયા અતીક અહેમદના ત્રણ શાર્પ શૂટર્સ ફરહાન, આબિદ અને અબ્દુલ કવિ પણ સામેલ પ્રયાગરાજ બસપા એમએલએ રાજુ પાલ હત્યાકાંડના તમામ સાત આરોપીઓને સીબીઆઈ લખનઉ કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી છે. આરોપીઓમાં માફિયા અતીક અહેમદના ત્રણ શાર્પ શૂટર્સ ફરહાન, આબિદ અને અબ્દુલ કવિ પણ સામેલ છે. આ ઉપરાંત જાવેદ, ઈસરાર, રંજીત પાલ અને ગુલ હસનને…

લાલુ યાદવે કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓ સાથે ખેલ કરી નાખ્યો

કન્હૈયા કુમાર-પપ્પુ યાદવની પત્નીને ટિકિટનો વિવાદ પટના લોકસભા ચૂંટણીને લઈને બિહાર મહાગઠબંધનમાં બેઠકોની વહેંચણી થઈ ગઈ છે. આરજેડી, કોંગ્રેસ અને લેફ્ટ વચ્ચે સીટ શેરિંગ પર સહમતિ બની છે. સૌથી વધુ બેઠકો પર લાલુ યાદવની પાર્ટી આરજેડી ચૂંટણી લડશે. જોકે, પપ્પુ યાદવનો મોટો ઝટકો લાગ્યો છે. આરજેડીના ભાગમાં પૂર્ણિયા બેઠક આવી છે. આરજેડીએ પહેલા જ બીમા…

કેનેડામાં સંદીપ પટેલને 10 લાખ ડોલરનું ઈનામ લાગ્યું

કેનેડા સ્થિત લોટરી વિજેતા સંદીપ પટેલ ઓન્ટારિયોના અર્નપ્રિઓરમાં રહે છે અને પોતાનો વ્યવસાય ચલાવે છે ટોરેન્ટો કેનેડામાં રહેતા ભારતીય મૂળના સંદીપ પટેલના જીવનમાં એવો બદલાવ આવ્યો કે તે રાતોરાત કરોડપતિ બની ગયો હતો. તેમણે 10 લાખ ડોલરનું ઈનામ જીત્યું છે. જો આ રકમને રૂપિયામાં ફેરવવામાં આવે તો તે 6.13 કરોડ રૂપિયાથી વધુ થાય છે. કેનેડા…

પરશોત્તમ રૂપલાની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો

નેતાના રાજકોટના ઘર-કાર્યાલય પર પોલીસનો બંદોબસ્ત, ખાનગી બાઉન્સર- સુરક્ષાકર્મીઓ પણ ગોઠવવામાં આવ્યા ગાંધીનગર લોકસભાની રાજકોટ બઠક પર ભાજપના ઉમેદવાર જાહેર થયેલા કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનના કારણે રાજ્યભરમાં ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો છે. પરશોત્તમ રૂપાલાનો ક્ષત્રિય સમાજમાં દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેને ધ્યાનમાં રાખીને પરશોત્તમ રૂપાલાની સુરક્ષામાં પણ વધારો કરાયો છે. રાજકોટમાં…

બાંગ્લાદેશ ભારતમાંથી 50 હજાર ટન ડુંગળીની આયાત કરશે

વિપક્ષી નેતાઓ તેમની પત્નીઓની ભારતીય સાડીઓ સળગાવશે ત્યારે તેમની પ્રતિબદ્ધતા સાબિત થશેઃ હસીના ઢાકા બાંગ્લાદેશની મુખ્ય વિપક્ષી પાર્ટીના નેતાઓ દ્વારા ચલાવવામાં આવી રહેલા ભારત વિરોધી અભિયાન વચ્ચે શેખ હસીના સરકાર ભારતમાંથી 50 હજાર ટન ડુંગળીની આયાત કરશે. હસીના સરકારની આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ બુધવારે આ સંબંધમાં વાણિજ્ય મંત્રાલયના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. આ બેઠકની અધ્યક્ષતા…

ચૂંટણીમાં નાગરિક અધિકારોની રક્ષાની આશાઃ ગુટટેરેસ

કેજરીવાલની ધરપકડ પર જર્મની અને અમેરિકા બાદ સંયુક્ત રાષ્ટ્રે પણ ચિંતા વ્યક્ત કરતી ટિપ્પણી કરી વોશિંગ્ટન સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એંટોનિયો ગુટેરેસના એક પ્રવક્તાએ કહ્યુ કે તેમને આશા છે કે ભારત તથા કોઈ પણ અન્ય દેશમાં જ્યાં ચૂંટણી થઈ રહી હોય ત્યાં લોકોના રાજકીય અને નાગરિક અધિકારોની રક્ષા કરવામાં આવશે અને દરેક એક સ્વતંત્ર અને નિષ્પક્ષ…

કુલદીપ યાદવે પંતનો હાથ પકડીને DRS માટે ઈશારો કર્યો

સ્ટાર સ્પિનર કુલદીપ યાદવની સૂઝબૂઝના કારણે દિલ્હી કેપિટલ્સને જોસ બટલરની મહત્વની વિકેટ મળી જયપુર રાજસ્થાન રોયલ્સ (આરઆર) એ ગુરુવારે રમાયેલી આઈપીએલ મેચમાં દિલ્હી કેપિટલ્સની ટીમને 12 રનોથી હરાવી દીધી. આઈપીએલ 2024 સીઝનમાં દિલ્હી કેપિટલ્સની ટીમને સતત બીજી હારનો સામનો કરવો પડ્યો છે. ચાઈનામેન બોલર કુલદીપ યાદવ મેદાન પર પોતાના ફની અંદાજ માટે જાણીતો છે. રાજસ્થાન…

LALIGA EA SPORTS Matchday 30 પૂર્વાવલોકન: ક્લબ ફૂટબોલ પરત ફરે છે, બધાની નજર લીડર રીઅલ મેડ્રિડના ચોથા સ્થાને રહેલી એથ્લેટિક ક્લબ સાથેના દ્વંદ્વયુદ્ધ પર છે

માર્ચના આંતરરાષ્ટ્રીય વિરામ બાદ, LALIGA EA SPORTS આ સપ્તાહના અંતે પાછી આવી છે. મેચડે 30 એક્શન શુક્રવારની રાત્રે રેલિગેશન યુદ્ધમાં એક મહત્વપૂર્ણ રમત સાથે શરૂ થાય છે, કારણ કે Cádiz CF હોસ્ટ ગ્રેનાડા CF. આ બે એન્ડાલુસિયન પક્ષો હાલમાં અનુક્રમે 18મા અને 19મા સ્થાને છે, અને દરેક સંભવિત પોઈન્ટની શોધમાં છે, જ્યારે ગ્રેનાડા સીએફના કિસ્સામાં…

ગુજરાત સુપર લીગ ગુજરાત ફૂટબોલમાં ક્રાંતિકારી પરિવર્તન લાવશે

: ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (જી.એસ.એફ.એ.) પ્રમુખ પરિમલ નથવણીના માર્ગદર્શનમાં ગુજરાત સુપર લિગ ગુજરાતની પ્રથમ ફ્રેન્ચાઇઝી આધારિત ફૂટબોલ  લીગ તરીકે ઇતિહાસ સર્જી દેશે. રાજ્યમાં ફૂટબોલ રમતની પ્રગતિ યાત્રામાં ગુજરાત સુપર લીગ (જી.એસ.એલ.) એક મહત્વપૂર્ણ પડાવ છે. ઑલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશને પણ તેને મંજૂરી આપી દીધી છે. આ સુપર લીગમાં છ ટીમો એક બીજા સાથે પંદર…

પાંચ LALIGA શહેરો જે તેમની ઇસ્ટર પરંપરાઓ માટે પ્રખ્યાત છે

સ્થાનિક લોકો જેને ‘સેમાના સાન્ટા’ કહે છે તે દરમિયાન અદભૂત ઉજવણી કરવા માટે સ્પેન જાણીતું છે અને LALIGA ફૂટબોલ મેદાનની નજીક ઘણા પ્રભાવશાળી સરઘસો નીકળે છે. ઇસ્ટર દર વર્ષે અલગ તારીખે પડી શકે છે, પરંતુ તે હંમેશા સ્પેનમાં પ્રવૃત્તિઓ અને ઇવેન્ટ્સનો વ્યસ્ત દિવસ છે. આ દેશ ઇસ્ટર વીકની ઉજવણી કરવા માટે પ્રસિદ્ધ છે, જેને સ્પેનિશમાં…

ન્યાયિક ચુકાદાને પ્રભાવિત કરવા દબાણની નીતિ અપનાવાય છેઃ વકીલો

આ બાબત રાજનીતિક હસ્તીઓ અને ભ્રષ્ટાચારો સાથે સબંધિત મામલે વધુ જોવા મળી રહી હોઈ આ કાર્યવાહીઓ ન્યાયિક પ્રક્રિયા પરના ભરોસા માટે ખતરો ઊભો કરે છે નવી દિલ્હી વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે સહિત દેશભરના 600થી વધુ વકીલોએ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચૂડને પત્ર લખીને ન્યાયપાલિકા પર સવાલ ઉઠાવવા અંગે ચિંતા વ્યક્ત કરી છે. વકીલોએ આ…

નિર્મલા સિતારમણ પાસે ચૂંટણી લડવા માટે ફંડ નથી

આંધ્રપ્રદેશ કે તમિલનાડુ, જીતવા અલગ અલગ માપદંડોનો પણ સવાલ છે  હું આ બધું કરવા સક્ષમ નથીઃ સિતારમણ નવી દિલ્હી કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ભાજપ (બીજેપી) ના લોકસભા ચૂંટણી લડવાના પ્રસ્તાવને ફગાવી દીધો છે. તેની પાછળનું કારણ જણાવતા તેમણે કહ્યું કે તેમની પાસે લોકસભાની ચૂંટણી લડવા માટે ‘જરૂરી ફંડ’ નથી. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ તેમને આંધ્રપ્રદેશ…

આઈપીએલમાં સૌથી વધુ રન સહિત અનેક રેકોર્ડ બન્યા

બંને તરફથી કુલ 4 ફિફ્ટી પણ ફટકારવામાં આવી હતી.બંને ઇનિંગ્સમાં કુલ 69 બાઉન્ડ્રી ફટકારવામાં આવી હૈદ્રાબાદ આઈપીએલ 2024માં ગઈકાલે સનરાઈઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રોમાંચક મેચ રમાઈ હતી. આ મેચમાં હાર્દિક પંડ્યાની ટીમને 31 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. પેટ કમિન્સના નેતૃત્વમાં એસઆરએચની ટીમે આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધુ સ્કોર બનાવ્યો હતો. ટીમે…

ભાગેડૂ નીરવ મોદીના લંડનના બંગલાને વેચવા કોર્ટની મંજૂરી

બંગલો 5.25 મિલિયન બ્રિટિશ પાઉન્ડથી ઓછી કિંમતમાં વેચી શકાશે નહીઃ લંડન હાઈકોર્ટનો આદેશ લંડન  કોર્ટે પીએનબી કૌભાંડના આરોપી ભાગેડુ નીરવ મોદીનો સેન્ટ્રલ લંડનના મેરીલેબોનમાં આવેલો આલીશાન બંગલો વેચવાની મંજૂરી આપી છે. સુનાવણી દરમિયાન જસ્ટિસ માસ્ટર જેમ્સ બ્રાઈટવેલે કહ્યું કે આ બંગલો 5.25 મિલિયન બ્રિટિશ પાઉન્ડ (લગભગ 55 કરોડ રૂપિયા)થી ઓછી કિંમતમાં વેચી શકાય નહીં. નીરવ…

કોંગ્રેસની આઠમી યાદીમાં ચાર રાજ્યોના 14 ઉમેદવાર જાહેર

ગાઝિયાબાદથી ડોલી શર્માને ટિકિટ અપાઈ અને ઝારખંડના ખુંટીથી કાલીચરણ મુંડાને ટિકિટ આપવામાં આવી નવી દિલ્હી કોંગ્રેસે લોકસભાના ઉમેદવારોની આઠમી યાદી જાહેર કરી દીધી છે. જેમાં ગાઝિયાબાદથી ડોલી શર્માને ટિકિટ આપવામાં આવી છે અને ઝારખંડના ખુંટીથી કાલીચરણ મુંડાને ટિકિટ આપવામાં આવી છે. આ યાદીમાં સૌથી ખાસ નામ યાદવેન્દ્ર સિંહનું છે, જેમને મધ્યપ્રદેશના ગુનાથી ટિકિટ આપવામાં આવી…