રાષ્ટ્રીય ટીમ ચેસ ચેમ્પિયનશીપમાં ગુજરાતની ટીમ દ્વારા ગુજરાત ચેસના ઈતિહાસમાં ઉત્કૃષ્ટ દેખાવ

29.3.2024 થી 4.4.2024 દરમિયાન હિમાચલ પ્રદેશમાં આયોજિત રાષ્ટ્રીય ટીમ ચેસ ચેમ્પિયનશિપ-2024 માં ગુજરાત A ટીમ દ્વારા ઉત્કૃષ્ટ પ્રદર્શન.ગુજરાત ચેસના ઈતિહાસમાં પ્રથમ વખત જોરદાર પ્રદર્શન કરીને, ગુજરાત A ટીમ ત્રીજા સ્થાને રહી અને આ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો. ગુજરાત A ટીમનો સમાવેશ થાય છે (i) જ્વલ એસ. પટેલે 6.5 પોઇન્ટ મેળવ્યા હતા 9માંથી, (ii)…

નીતા એમ. અંબાણીઃ ઇએસએ દિવસની મેચ ખેલાડીઓ, સ્ટાફ અને કોચની ફેવરિટ છે

અંબાણી અને મુંબઈ ઇન્ડિયન્સના આઇકન સચિન તેંડુલકરે બાળકોની જિંદગીમાં રમત-ગમતના મહત્વ વિશે વાત કરી મુંબઈ સમગ્ર મુંબઈની વિવિધ એનજીઓના 18,000 બાળકોની હાજરીમાં મુંબઈ ઈન્ડિયન્સે રવિવારે દિલ્હી કેપિટલ્સ સામે વિજય મેળવ્યો એ સાથે મુંબઈ ઈન્ડિયન્સના માલિક નીતા એમ અંબાણી અને મુંબઈ ઈન્ડિયન્સના આઇકન સચિન તેંડુલકરે શા માટે એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ ફોર ઓલ (ઇએસએ) દિવસ આટલો ખાસ છે…

અમદાવાદની વિદ્યાર્થીની જૈમિન શાહ આંતરરાષ્ટ્રીય ચિત્ર સ્પર્ધામાં ટોપ-10માં

અમદાવાદની એકલવ્ય શાળાની વિદ્યાર્થીની સમાયરા જૈમિન શાહ (ધોરણ – ૩) ફ્રાન્સ દેશ ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય ચિત્ર સ્પર્ધા માં  ટોપ-10 માં  સ્થાન અને સર્ટીફીકેટ મેળવ્યું છે. તે અમદાવાદ માં આવેલી હોબી સેન્ટર ફોર આર્ટ સંસ્થામાં કલાગુરુ વિશ્વનાથ પંચાલના માર્ગદર્શન હેઠળ ચિત્રકલાની તાલીમ મેળવે છે .

પરશોત્તમ રુપાલાએ આશાપુરા માતાજીના મંદિરે ચૂંદડી ચઢાવી

રાજકોટના પેલેસ રોડ પર આવેલા આ મંદિરે પહોંચીને તેમણે ભાજપ વતી તેમના પ્રચારની શરૂઆત કરી રાજકોટ લોકસભા ચૂંટણી વચ્ચે રાજકોટથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજ મુદ્દે વિવાદિત ટિપ્પણી કરીને ચારેકોર ચર્ચાના કેન્દ્રમાં છે ત્યારે આ વિવાદ વચ્ચે પરશોત્તમ રૂપાલાએ આશાપુરા માતાજીના મંદિરે ચુંદડી ચઢાવી પ્રચાર શરૂ કરી દીધો છે. પેલેસ રોડ પર આવેલા આ…

સતત 7મી વખત રેપો રેટ 6.5 ટકા જાળવી રાખવામાં આવ્યો

છેલ્લી વખત ફેબ્રુઆરી 2023માં રેપો રેટમાં 0.25 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો નવી દિલ્હી રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના ગવર્નર શક્તિકાંત દાસ દ્વારા નવી નાણાકીય નીતિની જાહેરાત કરવામાં આવી છે. દાસ વતી રેપો રેટ 6.5 ટકા રાખવામાં આવ્યો છે. આ સાતમી વખત છે જ્યારે આરબીઆઈએ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. છેલ્લી વખત ફેબ્રુઆરી 2023માં…

પુસ્તકમાંથી ગુજરાતના રમખાણો સહિતના વિષયો હટાવાયા

‘ભારતીય રાજનીતિઃ ન્યૂ ચેપ્ટર’ પોલિટિકલ સાયન્સના આઠમા પ્રકરણમાં ‘અયોધ્યા ધ્વંસ’નો સંદર્ભ હટાવી દેવાયા નવી દિલ્હી નેશનલ કાઉન્સિલ ફોર એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (એનસીઈઆરટી)એ ધોરણ 12ની પોલિટીકલ સાયન્સના પુસ્તકમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. આ પુસ્તકમાંથી બાબરી મસ્જિદ, હિંદુત્વની રાજનીતિ, લઘુમતી સંબંધિત કેટલાક સંદર્ભ, 2002ના ગુજરાત રમખાણો જેવી બાબતો દૂર કરવામાં આવી છે. શૈક્ષણિક સત્ર 2024-25…

2019ની લોકસભા ચૂંટણીમાં કુલ 65.2 લાખ મત નોટામાં પડ્યા

2014ની લોકસભા ચૂંટણીમાં દેશમાં 59,97,054 મતદારોએ નોટોનો વિકલ્પ પસંદ કર્યો હતો નવી દિલ્હી ચૂંટણીમાં કોઈપણ ઉમેદવારને મત ન આપવા માટે ઈવીએમમાં નોટાનો વિકલ્પ આપવામાં આવ્યો છે, ત્યારથી દેશભરમાં મતદારોના એક અલગ-અલગ વલણો જોવા મળી રહ્યા છે. જ્યારે વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં નોટામાં 1.06 ટકા મત પડ્યા હતા. તો વર્ષ 2014માં 1.08 ટકા મત પડ્યા હતાં….

કર્ણાટકમાં ભાજપને 10-12 બેઠકો મળવાનું અનુમાન

કોંગ્રેસને 12-14 અને જેડીએસને એક કે બે બેઠકો મળી શકે નવી દિલ્હી લોકસભા 2024ની ચૂંટણી નજીક આવી રહી છે તેમ રાજકીય પક્ષો ચૂંટણી માટે કમર કસી રહ્યા છે. ભાજપ જીતની હેટ્રિક લગાવવા પૂરજોશમાં તૈયારી કરી રહી છે તો બીજી તરફ કોંગ્રેસ ફરી સત્તામાં આવવા માટે સખત પ્રયત્ન કરી રહી છે. આ ઉપરાંત અન્ય રાજકીય પક્ષો…

રુપાલા સામે સૌરાષ્ટ્રથી લઈને દાહોદ સુધી વિરોધનો વંટોળ

ધંધુકામાં પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરાવવા 7મી એપ્રિલ ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાશે રાજકોટ લોકસભા ચૂંટણી વચ્ચે રાજકોટથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. રૂપાલા દ્વારા માફી માગવા છતાં ક્ષત્રિય સમાજ માફ કરી રહ્યા નથી. સૌરાષ્ટ્ર સહિત અનેક શહેરો અને ગામડાઓમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે….

મતદારોના ઓળખના પુરાવામાં ભૂલોને નજરઅંદાજ કરવા સુચના

ફોટા સાથે મેળ ન ખાય તો મતદારે પંચ દ્વારા સૂચિબદ્ધ વૈકલ્પિક ફોટો દસ્તાવેજોમાંથી પસંદ કરવાનો રહેશે નવી દિલ્હી કોઈપણ મતદાર મતદાન કરવાથી વંચિત ન રહે તે માટે ચૂંટણી પંચે રાજ્યના ચૂંટણી અધિકારીઓને સૂચનાઓ આપી છે. કમિશને કહ્યું છે કે કારકુની અથવા જોડણી સંદર્ભે કોઈ ભૂલો હોય તો નજર અંદાજ કરવી જોઈએ, મતદારની ઓળખ મતદાર ઓળખ…

હું જેલની બહાર જલદી મળીશઃ મનીષ સિસોદિયાનો ભાવુક પત્ર

અંગ્રેજોને પોતાની શક્તિનું ખૂબ અભિમાન હતું, તેઓ પણ લોકોને ખોટા આરોપમાં જેલમાં ધકેલતા હતાઃ સિસોદિયા નવી દિલ્હી દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને આપ નેતા મનીષ સિસોદિયા લિકર પોલિસી કેસમાં તિહાર જેલમાં બંધ છે. તેમણે જેલમાંથી પોતાના મતવિસ્તાર પટપડગંજના લોકોને ભાવુક પત્ર લખીને કહ્યું કે, ‘હું જેલની બહાર જલ્દી જ મળીશ.’ મનીષ સિસોદિયાએ પત્રમાં લખ્યું કે,…

ભારતમાં સ્વતંત્ર-નિષ્પક્ષ ચૂંટણી અંગે સલાહની જરૂર નથીઃ જયશંકર

ભારતના લોકો સુનિશ્ચિત કરશે કે, ચૂંટણી સ્વતંત્ર-નિષ્પક્ષ યોજાય, તેથી તેઓ અમારી ચૂંટણી અંગે ચિંતા ન કરે નવી દિલ્હી સંયુક્ત રાષ્ટ્ર (યુએન)ના વરિષ્ઠ અધિકારીએ ભારતની ચૂંટણી પર ટિપ્પણી કરતા વિદેશમંત્રી એસ.જયશંકરે કડક પ્રતિક્રિયા આપી છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, ‘વિશ્વભરના કોઈપણ સંગઠનોએ અમને કહેવાની જરૂર નથી કે, ભારતમાં ચૂંટણી કેવી રીતે સ્વતંત્ર અને નિષ્પક્ષ થવી જોઈએ.’…

યુપી મદરેસા બોર્ડ પર હાઈકોર્ટના ચુકાદા પર સુપ્રીમ દ્વારા રોક

કોર્ટે યુપી મદરેસા એક્ટ 2004 મામલે અલ્લાહાબાદ હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદા પર સ્ટે આપ્યો નવી દિલ્હી સુપ્રીમકોર્ટે ઉત્તરપ્રદેશના 25 હજાર મદરેસામાં ભણતાં 17 લાખ વિદ્યાર્થીઓને મોટી રાહત આપી હતી. કોર્ટે યુપી મદરેસા એક્ટ 2004 મામલે અલ્લાહાબાદ હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદા પર સ્ટે આપી દીધો છે. મદરેસા સંચાલકો તરફથી દાખલ અરજી પર સુનાવણી કરતાં…

10-11 એપ્રિલે ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના

આ આગાહિના કારણે રાજ્યમાં ખેડૂતોની ફરી ચિંતા વધી અમદાવાદ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ વચ્ચે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર, 10મી અને 11મી એપ્રિલે  ઉત્તર ગુજરાત મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ થવાની શક્યતા છે. જો કે, આ આગાહિના કારણે રાજ્યમાં ખેડૂતોની ફરી એક વખત ચિંતા વધી છે.  હવામાન વિભાગની આગાહી…

શાહબાઝ શરીફ પ્રિન્સ સલમાન પાસે વધુ લોનની માગણી કરશે

વડાપ્રધાન તરીકે શપથ લીધા બાદ શાહબાઝે સાઉદી અરેબિયા સાથે સંબંધોને પ્રાથમિકતા ની વાત કરી હતી ઈસ્લામાબાદ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ તેમની પ્રથમ વિદેશ યાત્રા પર સાઉદી અરેબિયા જઈ રહ્યા છે. તેઓ શનિવારે ત્રણ દિવસની મુલાકાતે સાઉદી અરેબિયા જવા રવાના થશે. પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે શાહબાઝ શરીફની સાઉદી અરેબિયાની મુલાકાતની પુષ્ટિ કરી છે. વડાપ્રધાન તરીકે શપથ લીધા…

વૈભવની જીત માટે ઈમોશનલ કાર્ડ રમતા અશોક ગેહલોત

અશોક ગહેલોત પુત્રના પ્રચાર માટે પ્રથમ વખત પત્નીને સાથે લઈ ગયા, જીત સુનિશ્ચિત કરવા ખાસ પ્લાન બનાવ્યો જાલોર/જયપુર પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત રાજસ્થાનની જાલોર સિરોહી લોકસભા સીટ પરથી તેમના પુત્ર વૈભવને જીતાડવા માટે સખત પ્રયાસ કરી રહ્યા છે. છેલ્લી લોકસભા ચૂંટણીમાં હાર્યા બાદ વૈભવને જાલોર સિરોહી લોકસભા બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. અહીં, ગેહલોત…

અરજદારે કંપનીના HRના ઈમેલનો સ્ક્રીન શૉટ પોસ્ટ કર્યો

આ પોસ્ટને અત્યાર સુધીમાં 6 હજાર અપવોટ અને સેંકડો કોમેન્ટ્સ મળી ચુકી છે નવી દિલ્હી વ્યક્તિ ઘણી જગ્યાએ નોકરી માટે અરજી કરે છે. અનેક અરજીઓ કર્યા બાદ એક-બે જગ્યાએથી જવાબ મળે છે અને જ્યારે જવાબ નેગેટિવ આવે છે ત્યારે નોકરી શોધનાર વ્યક્તિનું મનોબળ ડગી જાય છે. જો કે, આ સ્થિતિમાં, કેટલીક કંપનીઓ અથવા તેમના એચઆર…

2024માં હવામાનની ગંભીર ઘટનાઓ-કુદરતી આફતો આવશે

આ વાત સાચી પણ સાબિત થઈ રહી છે, અભ્યાસ દર્શાવે છે કે ટોચના તાપમાનમાં વધારો થયો છે બલ્ગેરિયા બલ્ગેરિયાના રહસ્યમય બાબા વેંગાએ વર્ષ 2024 માટે ઘણી ભવિષ્યવાણીઓ કરી છે. અંધ બાબા વેંગાએ 85 વર્ષની વયે 1996 માં તેમના મૃત્યુ પહેલા 2024 માટે ઘણા દાવા કર્યા હતા. આમાંના કેટલાક સત્ય થઈ રહ્યા હોવાનું જણાય છે અને…

એટીએમમાં પૈસા જમા કરાવવા ડેબિટ કાર્ડની જરૂર નહીં પડે

QR કોડ સ્કેન કરી UPI PIN દાખલ કરી બેંકિંગ વિગતો સ્ક્રીન પર દેખાતા વિગતોની પુષ્ટી કર્યા પછી રોકડ જમા કરાવી શકાશે નવી દિલ્હી કાર્ડલેસ કેશ ડિપોઝીટની સફળતાને જોઈને RBIએ મોટો નિર્ણય લીધો છે. હવે ATMમાં પૈસા જમા કરાવવા માટે ડેબિટ કાર્ડની જરૂર નહીં પડે. અત્યાર સુધી ઘણી બેંકો કાર્ડલેસ ડિપોઝીટની સુવિધા પૂરી પાડે છે, પરંતુ…

કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો જુઠ્ઠાણાનું પોટલું છેઃ સુધાંશુ ત્રિવેદી

દાયકાઓ સુધી દેશ પર શાસન કરનાર કોંગ્રેસ આજે ન્યાયની વાત કરે છે પરંતુ તેમની સરકારે ન્યાય કર્યો નથી નવી દિલ્હી કોંગ્રેસે લોકસભા ચૂંટણી 2024 માટે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરી દીધો છે. ભાજપે કોંગ્રેસના આ ઢંઢેરાને જુઠ્ઠાણાનો પોટલો ગણાવ્યો છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે કોંગ્રેસનો ઢંઢેરો જુઠ્ઠાણાનો પોટલો છે. મતદારોમાં મૂંઝવણ ઉભી…