44મી રાષ્ટ્રીય ટીમ ચેસ ચેમ્પિયનશિપ-2025, મહિલાઓમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને પુરુષોમાં આરએસપીબી બીની આગેકૂચ

અમદાવાદ અમદાવાદના નારણપુરા સ્થિત GSC બેંક ખાતે એક રોમાંચક રાષ્ટ્રીય ટીમ (પુરુષો અને મહિલા) ચેસ ચેમ્પિયનશિપ-2025ના ત્રણ રાઉન્ડ પૂર્ણ થયા પછી, મહિલા એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની ટીમ 3 પોઈન્ટ સાથે ટુર્નામેન્ટમાં આગળ છે. એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા આંધ્રપ્રદેશ A ટીમને હરાવીને બોર્ડમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. આવતીકાલે એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા બોર્ડ પર પોતાની લીડ…

ચેન્નાઈ ખાતે WTTમાં વિક્રમી 13 ભારતીયોની એન્ટ્રી

WR 4 ટોમોકાઝુ હરિમોટો અને WR ૫ હિના હયાતાએ લાઇનઅપમાં આંતરરાષ્ટ્રીય કૌશલ્ય ઉમેર્યું ચેન્નાઈ પેરિસ ૨૦૨૪ ઓલિમ્પિકની ગતિ જાળવી રાખતા, ભારતીય ટેબલ ટેનિસ 13 એન્ટ્રીઓ સાથે તેની ચઢાણ ચાલુ રાખે છે, જેમાં 13 એન્ટ્રીઓએ તેમના રેન્કના આધારે WTT સ્ટાર સ્પર્ધક ચેન્નાઈ 2025 માટે સીધી ક્વોલિફાય મેળવ્યું છે – ભારતમાં આયોજિત ત્રણેય WTT સ્ટાર સ્પર્ધક ઇવેન્ટ્સમાં…

INR 1 કરોડ અમદાવાદ ઓપન 2025 ગોલ્ફના ત્રીજા રાઉન્ડમાં પાંચ શોટની લીડ સાથે એન થંગારાજાની આગેકૂચ

અમદાવાદ શ્રીલંકાના એન થંગારાજાએ લીડરબોર્ડમાં ટોચ પર પાછા ફરવાનો માર્ગ શોધી કાઢ્યો અને અમદાવાદ નજીક કેન્સવિલે ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ ખાતે રમાઈ રહેલા INR 1 કરોડ અમદાવાદ ઓપન 2025 ગોલ્ફના રાઉન્ડ ત્રીજામાં પાંચ શોટની લીડ મેળવીને પોતાનું સારું પુટિંગ ફોર્મ બનાવ્યું. 43 વર્ષીય થંગારાજ (65-73-69), રાઉન્ડ વન લીડર જે બીજા દિવસે લીડથી એક પાછળ રહી…

જૈન સાધુઓ દ્વારા રચાયેલાં ભારતીય ભક્તિ સંગીત અને શાસ્ત્રીય સંગીતનો સુભગ સમન્વય કરતા  રાગોપનિષદની સંગીતમય રજૂઆત થશે

અમદાવાદ આજથી 500 વર્ષ પૂર્વે વિદ્વાન જૈન સાધુઓ દ્વારા લખાયેલાં અને સચવાયેલાં ગહન ગ્રંથ રાગોપનિષદની સંગીતમય રજૂઆતનો કાર્યક્રમ મુંબઈમાં યોજાશે. રાગોપનિષદ આધ્યાત્મિકતા અને શાસ્ત્રીય સંગીત વચ્ચેના ઊંડા જોડાણને પ્રકાશિત કરે છે, જે દર્શાવે છે કે રાગરાગિણી જ્ઞાન અને આંતરિક વિકાસના માધ્યમ તરીકે કેવી રીતે કામ કરે છે. જૈન સાધુઓની રચનાઓમાં મૂળ ધરાવતું રાગોપનિષદ ભારતીય સંગીતની…

44મી રાષ્ટ્રીય ટીમ ચેસ ચેમ્પિયનશિપ-2025ઃ બે રાઉન્ડ બાદ મહિલાઓમાં PSPB અને પુરુષોમાં RSPB B આગળ

અમદાવાદ અમદાવાદના નારણપુરા સ્થિત GSC બેંક ખાતે રોમાંચક રાષ્ટ્રીય ટીમ (પુરુષો અને મહિલા) ચેસ ચેમ્પિયનશિપ-2025ના બે રાઉન્ડ પૂર્ણ થયા પછી, મહિલા PSPB ટીમ અને પુરુષોની RSPB B ટીમ 2 પોઈન્ટ સાથે આગળ છે. બીજા રાઉન્ડમાં PSPB મહિલા ટીમે આંધ્રપ્રદેશ B ટીમને હરાવી હતી જ્યારે RSPB B ની પુરુષોની ટીમે LIC ટીમને હરાવી હતી. મહિલા વર્ગમાં…

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે TripSecure+ માટે ભારતનું સૌપ્રથમ એઆઈ જનરેટેડ ગીત રજૂ કર્યું

મુંબઈ મ્યુઝિક એ કમ્યૂનિકેશન માટેનું સૌથી શક્તિશાળી માધ્યમ રહ્યું છે અને ભારતની ખાનગી ક્ષેત્રની અગ્રણી ઇન્શ્યોરન્સ કંપનીએ તેના લેટેસ્ટ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ સોલ્યુશન TripSecure+ માટે ઉદ્યોગની પ્રથમ એઆઈ જનરેટેડ એન્થમ લોન્ચ કરી છે. ગ્રાહક સાથેના જોડાણમાં ક્રાંતિ લાવવા અને ટ્રાવેલ ઇન્શ્યોરન્સને વધુ પ્રસ્તુત અને ઇમર્સિ બનાવવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ અગ્રેસર રહે છે. ભારતના ઇન્શ્યોરન્સ ક્ષેત્રે…

ભારતનો સૌથી અનુભવી ટેબલ ટેનિસ ખેલાડી શરથ કમલ નિવૃત્તિ લેશે

પદ્મશ્રી અને ખેલ રત્ન પુરસ્કાર વિજેતા શરથ ભારતના સૌથી સફળ ટેબલ ટેનિસ ખેલાડી તરીકે નિવૃત્ત થશે ચેન્નાઈ ભારતના સૌથી પ્રખ્યાત ટેબલ ટેનિસ ખેલાડી શરથ કમલે જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે WTT સ્ટાર કન્ટેન્ડર ચેન્નાઈ 2025 ની શરૂઆત પહેલા આયોજિત એક ખાસ પ્રેસ કોન્ફરન્સમાં રમતમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે 25 માર્ચથી શરૂ થતી આ…

હરેન્દ્ર ગુપ્તા દિવસના શ્રેષ્ઠ 67ના સ્કોર સાથે હાફવે લીડર બન્યા

અમદાવાદ 1 કરોડ રૂપિયાના અમદાવાદ ઓપન 2025માં ચંદીગઢ ગોલ્ફર હરેન્દ્ર ગુપ્તા પાંચ અંડર 67ના બીજા રાઉન્ડમાં હાફવે લીડર બન્યા, જે અમદાવાદ નજીક કેન્સવિલે ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ ખાતે રમાઈ રહી હતી. 10 ટાઇટલ વિજેતા 49 વર્ષીય હરેન્દ્ર (70-67) એ બીજા રાઉન્ડમાં દિવસનો શ્રેષ્ઠ સ્કોર નોંધાવ્યો અને કુલ સાત અંડર 137નો સ્કોર નોંધાવ્યો અને રાતોરાત ત્રીજા…

ભારતીય સંદર્ભે ગુજરાતમાં ફૂટબોલ

-પરિમલ નથવાણી ભારતમાં ફૂટબોલ પશ્વિમ બંગાળ, કેરળ, ગોવા અને પૂર્વોત્તર રાજ્યોમાં અત્યંત લોકપ્રિય છે. ત્યાં તે ખેલકૂદ સંસ્કૃતિનો એક અભિન્ન ભાગ છે. પરંતુ ગુજરાત, જેમાં મજબૂત રમતગમત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાની આવડત અને આર્થિક શક્તિ છે, તે હજુ સુધી રાષ્ટ્રીય ફૂટબોલ પરિદૃશ્યમાં એક મહત્વનું સ્થાન મેળવી શક્યું નથી. ત્યારે પ્રશ્ન થાય છે કે ભારતીય ફૂટબોલમાં ગુજરાતનું સ્થાન શું છે અને…

44મી રાષ્ટ્રીય ટીમ ચેસ ચેમ્પિયનશિપ-2025માં 60 ટીમો વચ્ચે ટક્કર

અમદાવાદ ઓલ ઈન્ડિયા ચેસ ફેડરેશનના નેજા હેઠળ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સહયોગથી ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશન 5 થી 11 માર્ચ, 2025 દરમિયાન અમદાવાદના નારણપુરા સ્થિત જીએસસી બેંક ખાતે એક રોમાંચક રાષ્ટ્રીય ટીમ (પુરુષો અને મહિલા) ચેસ ચેમ્પિયનશિપ-2025 યોજાશે.આ ટુર્નામેન્ટમાં ભારતના ટોચના ગ્રાન્ડમાસ્ટર્સ, મહિલા ગ્રાન્ડમાસ્ટર્સ અને આંતરરાષ્ટ્રીય માસ્ટર્સ ભાગ લેશે, જેમાં GM દિપ્તાયન ઘોષ, GM…

અમદાવાદ ઓપન ગોલ્ફ 2025માં શ્રીલંકાના એન થંગારાજાએ 65 રનના સ્કોર સાથે રાઉન્ડ વન લીડ મેળવી

અમદાવાદ INR 1 કરોડના અમદાવાદ ઓપન 2025માં શ્રીલંકાના એન થંગારાજાએ 7 અંડર 65 રનના સ્કોર સાથે રાઉન્ડ વન લીડ મેળવી. ઇટાલીના મિશેલ ઓર્ટોલાની ચાર અંડર 68 રન સાથે બીજા ક્રમે રહ્યા. દિલ્હીના અંશુલ કાબથિયાલ અને કપિલ કુમાર અને ચંદીગઢના હરેન્દ્ર ગુપ્તાની જોડી બે અંડર 70 રનના સ્કોર સાથે સંયુક્ત ત્રીજા ક્રમે રહ્યા. ગયા અઠવાડિયે રાયપુરમાં…

સીએ ઈન્ટરમિડીયેટ અને ફાઉન્ડેશન પરીક્ષાનાં પરિણામો જાહેર : ઈન્ટરમિડીયેટમાં દેશનાં 50 ટોપરોમાં અમદાવાદનાં 11 વિદ્યાર્થીઓ

અમદાવાદ કેન્દ્રનું 21.94 ટકા પરિણામ / સમગ્ર ભારતમાં 14.05 ટકા પરિણામ અમદાવાદ સેન્ટરમાં અભ્યાસ કરતી વિધી તલાટી દેશમાં 12મા ક્રમાંકે અમદાવાદ ધી ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા (આઈસીએઆઈ) દ્વારા જાન્યુઆરી 2025માં લેવાયેલી સીએ ઈન્ટરમિડીયેટ અને ફાઉન્ડેશન પરીક્ષાનાં પરિણામો આજે જાહેર કરવામાં આવ્યા હતાં. સીએ ઈન્ટરમિડીયેટની પરીક્ષામાં અમદાવાદની વિદ્યાર્થીનીએ દેશભરમાં 12મો ક્રમાંક મેળવ્યો છે. સીએ ઈન્ટરમિડીયેટ પરીક્ષામાં દેશનાં 50 ટોપરોમાં અમદાવાદનાં 11 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ અંગે…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વન્યજીવોના રેસ્ક્યુ, પુનર્વસન અને સંવર્ધન કેન્દ્ર-વનતારાનું ઉદ્દઘાટન કરીને મુલાકાત લીધી

વનતારામાં 2,000થી વધુ પ્રજાતિના 1.5 લાખથી વધુ રેસ્ક્યુ કરાયેલા, નામશેષ થઈ રહેલા પ્રાણીઓ નિવાસ કરે છે. વડાપ્રધાને સેન્ટર ખાતેની વિવિધ સુવિધાઓને નિહાળી. અહીં પુનર્વસન કરી રહેલા વિવિધ પ્રજાતિઓના પ્રાણીઓ સાથે તેમણે નિકટતાથી સંવેદ કેળવ્યો. વડાપ્રધાને વનતારાની વન્યજીવ હોસ્પિટલની મુલાકાત લીધી અને એમઆરઆઈ, સીટી સ્કેન, આઈસીયુ સહિતની સુવિધાઓથી સજ્જ પશુ ચિકિત્સા પ્રણાલી નિહાળી. આ હોસ્પિટલમાં વાઈલ્ડલાઈફ એનેસ્થેસિયા, કાર્ડિયોલોજી, નેફ્રોલોજી, એન્ડોસ્કોપી, ડેન્ટિસ્ટ્રી, ઈન્ટરનલ મેડિસિન વગેરે…

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે અનન્ય પ્રકારનું ઓલ-રિસ્ક ઇન્શ્યોરન્સ સોલ્યુશન આઈએઆર સુપ્રીમ લોન્ચ કર્યુ

·       ઉભરતા જોખમો સામે વ્યવસાયોને સુરક્ષા પૂરી પાડવા માટે 120થી વધુ કવરેજ વિકલ્પો ·       મેન્યુફેક્ચરિંગ અને નોન-મેન્યુફેક્ચરિંગ સેક્ટર્સમાં ઉભરતા જોખમોને નાથવા માટે વિશિષ્ટ, ફ્લેક્સિબલ પોલિસી મુંબઈ ભારતની ખાનગી ક્ષેત્રની અગ્રણી જનરલ ઇન્શ્યોરન્સ કંપની આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે અદ્વિતીય ફ્લેક્સિબિલિટી, વધુ રિસ્ક એસેસમેન્ટ સર્વિસીઝ અને 120થી વધુ કસ્ટમાઇઝ કરી શકાય તેવા કવરેજ વિકલ્પો દ્વારા બિઝનેસ પ્રોટેક્શનને પુનઃવ્યાખ્યાયિત કરતી આધુનિક ઓલ-રિસ્ક…

ગુલમહોર ગોલ્ફર ઓફ ધ યરના બીજા રાઉન્ડમાં 68 ગોલ્ફરોએ ભાગ લીધો

અમદાવાદ  બિમાવલે-ગો ગોલ્ફ 2025 કેલેન્ડરના ભાગ રૂપે ગુલમહોર ગ્રીન્સ: ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ ખાતે રમાયેલા ગુલમહોર ગોલ્ફર ઓફ ધ યર 2025 (GGOY) ના બીજા રાઉન્ડમાં 68 ગોલ્ફરોએ ચાર કેટેગરીમાં ભાગ લીધો હતો. તેજસ દેસવાલે 0-14 હેન્ડીકેપ કેટેગરીમાં 76 ગ્રોસ અને 38 પોઈન્ટ સાથે જીત મેળવી હતી, અને હૈદર અલી 85 ગ્રોસ અને 37 પોઈન્ટ સાથે કેટેગરી રનર-અપ…

ગુલમહોર ગ્રીન્સ ચેમ્પિયન ફેમિલી 2025 ગોલ્ફ ઇવેન્ટ યોજાઈ

અમદાવાદ ગુલમહોર ગ્રીન્સ – ગોલ્ફ અને કન્ટ્રી ક્લબ ખાતે બિમાવલે-ગો ગોલ્ફ 2025 કેલેન્ડરના ભાગરૂપે  ચેમ્પિયન ફેમિલી 2025 માં છત્રીસ ગોલ્ફરોએ ભાગ લીધો હતો. નવજોત સિંહ અને એચએસ ભામરાની ટીમે અનુક્રમે 99 અને 93 ગ્રોસ અને કુલ 65 પોઈન્ટ સાથે પ્રથમ કેટેગરીમાં જીત મેળવી હતી. અવતાર અને સુખદેવ સિંહ પાનેસરની ટીમ અનુક્રમે 86 અને 112 ગ્રોસ અને કુલ 63 પોઈન્ટ સાથે કેટેગરીમાં રનર-અપ રહી હતી. દેવજીત અને સુખદેવ સિંહ પાનેસર બીજા કેટેગરીમાં…

ગુજરાતના વિવાન શાહની આંતરરાષ્ટ્રીય ચેસમાં ઉત્કૃષ્ટ સિદ્ધિ, અંડર-13 શ્રેણીમાં વિશ્વ નંબર 1 ક્રમાંક પ્રાપ્ત કર્યો

અમદાવાદ વિવાન વિશાલ શાહે 28 જાન્યુઆરીથી 12 ફેબ્રુઆરી દરમિયાન સર્બિયાના પોઝારેવાકમાં યોજાયેલી રુડર રાઉન્ડ રોબિન ચેસ ટુર્નામેન્ટમાં પોતાનો પ્રથમ આંતરરાષ્ટ્રીય માસ્ટર (IM) નોર્મ પ્રાપ્ત કર્યો. તેણે 80 રેટિંગ પોઈન્ટ મેળવ્યા, આ સાથે તે 2429ના રેટિંગ પર પહોંચ્યો. 1 માર્ચ, 2025ના રોજ પ્રકાશિત થયેલા FIDE રેન્કિંગ મુજબ, તે હવે અંડર-13 શ્રેણીમાં વિશ્વમાં નંબર 1 પર છે….

સોહયુન પાર્કે ટોચની ક્રમાંકિત એરિના રોડિયોનોવાને હરાવીને આઈટીએફ-50નું ટાઈટલ જીત્યું

કોરિયન ખેલાડીએ તેની કારકિર્દીની સૌથી મોટી જીત મેળવી અમદાવાદ અમદાવાદ સિટી ટેનિસ ફાઉન્ડેશન ખાતે આઈટીએફ વિમેન્સ-50 ટૂર્નામેન્ટમાં સિંગલ્સ ફાઈનલનું ટાઈટલ કોરિયાની 12મી ક્રમાંકિત સોહ્યુન પાર્કે સ્પર્ધાનો મોટો અપસેટ કરતા ટોચની ક્રમાંકિત એરિના રોડિયોનોવાને 6-3, 6-0થી આસાનીથી હરાવીને જીત્યું હતું. કોરિયન ખેલાડીનું તેની કારકિર્દીનું આ શ્રેષ્ઠ પ્રદર્શન હતું. સોહયુમ પાર્કે પ્રથમ વખત આઈટીએફ વિમેન્સ 50 ટાઈટલ…

રોડિયોનોવા અને સોહયુન પાર્ક વચ્ચે આજે સિંગલ્સની ફાઇનલ, ડબલ્સમાં જાપાનની જોડી જીતી

ITF ટેનિસ: વિમેન્સ ડબલ્સમાં અકિકો અને યામાઝાકી ચેમ્પિયન બની અમદાવાદ એસટીએફ ખાતે રમાતી વિમેન્સ આઇટીએફ ટેનિસ ટૂર્નામેન્ટ અંત ભાગમાં આવી ચૂકી છે. વિમેન્સ સિંગલ્સમાં રવિવારે પ્રથમ ક્રમાંકિત ઓસ્ટ્રેલિયાની એરિના રોડિઓનોવા તથા કોરિયાની ૧૨મી ક્રમાંકિત સોહયુન પાર્ક વચ્ચે ફાઈનલ મુકાબલા રમાશે. વિમેન્સ ડબલ્સમાં જાપાનીઝ જોડીએ ટાઇટલ જીત્યું હતું. પ્રથમ સેમિફાઈનલમાં રોડિઓનોવાએ આઠમી ક્રમાંકિત મારિયા ટેક્સેવાને કોઈ…

ગુજરાતની વૈદેહી આઈટીએફ ટેનિસ સિંગલ્સની સેમિફાઈનલમાં, ડબલ્સમાં અંકિતા અને વૈષ્ણવીની જોડી ફાઈનલમાં

ACTF ખાતે આજે ૧૧:૩૦ વાગ્યે ડબલ્સનો ફાઇનલ મુકાબલો રમાશે અમદાવાદ એસટીએફ ખાતે રમાતી વિમેન્સ આઇટીએફ ટેનિસ ટૂર્નામેન્ટ અંતિમ તબક્કામાં પહોંચી ચૂકી છે અને વિદેશી ખેલાડીઓની આગેકૂચ વચ્ચે ગુજરાતની તથા ભારતની ૧૩મી ક્રમાંકિત વૈદેહી ચૌધરીએ ટાઇટલ માટેની આશા જીવંત રાખી છે. ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં કોરિયાની ૧૨મી ક્રમાંકિત સોહયુન પાર્કે એક્ટરિના રેનેગોલ્ડને ૬-૪, ૬-૨થી, આઠમી ક્રમાંકિત મારિયા…