આઈઆઈટીઈ ખાતે વનમહોત્સવ–૨૦૨૬ની ઉજવણી : “વૃક્ષારોપણ નહીં, વૃક્ષઉછેરને બનાવીએ સંકલ્પ”

પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકાસનો સંદેશ; અધ્યાપકો તથા NSSના વિદ્યાર્થીઓએ વૃક્ષોના જતન અને સંવર્ધનનો સંકલ્પ લીધો ગાંધીનગર ભારતીય શિક્ષક શિક્ષા સંસ્થાન (IITE), ગાંધીનગર ખાતે વનમહોત્સવ–2026ની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન સંસ્થાના અધ્યાપકો અને NSSના વિદ્યાર્થીઓએ પર્યાવરણ સંરક્ષણ, વૃક્ષઉછેર અને હરિયાળી અંગે જાગૃતિ ફેલાવવાનો સંદેશ આપ્યો હતો. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ માત્ર વૃક્ષોનું વાવેતર કરવા પૂરતો…

સમાચાર વિશ્વ ન્યૂઝ એજન્સી, સમાચાર ફાઈલ, 07-10-2026, 225થી વધુ અખબારો એજન્સીની સેવાનો લાભ લઈ રહ્યા છે

અંડર-19 મલ્ટીડે સિરિઝઃ ભારતનો ઓસ્ટ્રેલિયા સામે દસ વિકેટે આસાન વિજય સહિતની વિશેષ માહિતી ઉપરાંત આજના રસપ્રદ સમાચારોની વર્ડ ફાઈલ માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. તંત્રી શ્રી દિવસના તાજા રસપ્રદ સમાચારોની આ ફાઈલ આપ ઉપર આપેલી ફાઈલની લિન્કથી ડાઉનલોડ કરીને વર્ડ ફાઈલમાંથી કોઈ પણ સમાચારનો ઉપયોગ કરો તો અમને આપના પ્રકાશનની પીડીએફ મોકલશો. પીડીએફ મોકલનાર…

અંડર-19 મલ્ટીડે સિરિઝઃ ભારતનો ઓસ્ટ્રેલિયા સામે દસ વિકેટે આસાન વિજય

ઓસ્ટ્રેલિયાની બીજી ઈનિંગ્સ 151 રનમાં સમેટા જતાં ભારતે વિજયનો માત્ર એક રનનો લક્ષ્યાંક વિના વિકેટે હાંસલ કર્યો અમદાવાદ ઓસ્ટ્રેલિયા અંડર-૧૯ (Australia U19) અને ભારત અંડર-૧૯ (India U19) વચ્ચે રમાયેલી મલ્ટી-ડે મેચમાં ભારતનો દસ વિકેટે આસાન વિજય થયો હતો. પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરતા ભારતે પ્રવાસી ટીમની પ્રથમ ઈનિંગ્સ 17 રને સિમિત રાખ્યા બાદ યજમાન ટીમે 315…

નવા વાયુસેના પ્રમુખ બનનારા એર માર્શલ આશુતોષ દીક્ષિતે રક્ષામંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી

નિયુક્તિની જાહેરાત બાદ નવી દિલ્હીમાં મુલાકાત; રક્ષામંત્રીએ સફળ કાર્યકાળ માટે શુભેચ્છાઓ પાઠવી નવી દિલ્હી, ભારતીય વાયુસેનાના આગામી ચીફ ઓફ ધ એર સ્ટાફ (CAS) તરીકે નિયુક્ત થયેલા એર માર્શલ આશુતોષ દીક્ષિતે બુધવારે નવી દિલ્હીમાં રક્ષામંત્રી શ્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી હતી. તેમની આગામી વાયુસેના પ્રમુખ તરીકેની નિમણૂકની જાહેરાત બાદ આ મુલાકાત યોજાઈ હતી. મુલાકાત દરમિયાન…

Solaryaanની મોટી સિદ્ધિ: FY27ના પ્રથમ છ મહિનામાં 1 લાખથી વધુ સોલર ઇન્વર્ટરનું વેચાણ

હરિયાણા ગ્રીન એનર્જી રોડશો થકી 10 શહેરોમાં ક્લીન એનર્જી સોલ્યુશન્સનો પ્રચાર; હાઇબ્રિડ સિસ્ટમ, બેટરી સ્ટોરેજ અને સ્માર્ટ એનર્જી મેનેજમેન્ટ પર કંપનીનો ભાર અમદાવાદ ભારતની ઝડપથી વિકસી રહેલી સોલર ઇન્વર્ટર અને ક્લીન એનર્જી સોલ્યુશન્સ કંપની Solaryaanએ નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ છ મહિનામાં મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. કંપનીએ એપ્રિલથી સપ્ટેમ્બર 2026 દરમિયાન 1 લાખથી વધુ સોલર…

સાચી નવરાત્રી 2026માં જિગરદાન ગઢવીના સૂર પર ઝૂમશે અમદાવાદ

સાચી એન્ટરટેઇનમેન્ટ અને પાર્શ્વ જ્વેલરી હાઉસનું ભવ્ય આયોજન; 10 દિવસ સુધી ગરબા, ભક્તિ, સંગીત અને પ્રીમિયમ સુવિધાઓનો સંગમ અમદાવાદ નવરાત્રીના પાવન પર્વને ભવ્યતા, ભક્તિ અને પ્રીમિયમ અનુભવ સાથે ઉજવવા માટે સાચી એન્ટરટેઇનમેન્ટ અને પાર્શ્વ જ્વેલરી હાઉસ દ્વારા ‘સાચી નવરાત્રી 2026’નું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના ન્યૂ સાયન્સ સિટી રોડ ખાતે યોજાનાર આ નવરાત્રી મહોત્સવમાં ગરબા…

અમદાવાદના વીર સાવરકર કોમ્પલેક્સમાં કોમનવેલ્થ ક્યૂ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ યોજાશે

42 દેશોના 144 ખેલાડીઓ વચ્ચે 10 મેડલ માટે જંગ; ભારતની મેજબાનીમાં પહેલીવાર યોજાઈ રહી છે બહુવિધ ક્યૂ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ અમદાવાદ અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે બીજી કોમનવેલ્થ ક્યૂ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપનો સત્તાવાર પ્રારંભ થયો છે. કોમનવેલ્થના 42 જેટલા દેશોના કુલ 144 ટોચના ક્યૂ સ્પોર્ટ્સ ખેલાડીઓ આ ચાર દિવસીય ચેમ્પિયનશિપમાં ભાગ લઈ રહ્યા છે. સ્પર્ધાની ઓપનિંગ…

અંડર-19-ચાર દિવસીય મેચઃ ઓસ્ટ્રેલિયા સામે ભારતની પ્રથમ દાવમાં 141 રનની સરસાઈ

અમદાવાદમાં ભારતે પ્રથમ દાવમાં 315 રનનો મજબૂત સ્કોર નોંધાવ્યો, તન્મય બલોડાની ઘાતક બોલિંગથી ઓસ્ટ્રેલિયાની બીજી ઈનિંગ્સ પણ લથડી અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ‘એ’ ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહેલી ઓસ્ટ્રેલિયા અંડર-19ની ભારત ટૂરની મલ્ટી-ડે સિરીઝ 2026-27ની મેચમાં ભારત અંડર-19એ પ્રથમ દાવમાં શાનદાર બેટિંગ પ્રદર્શન કરતાં 78.4 ઓવરમાં 315 રનમાં ઓલઆઉટ થયું હતું. ઓસ્ટ્રેલિયા અંડર-19ની બીજી ઈનિંગ્સમાં પણ…

ફેનેસ્ટા ઓપનમાં મોટો અપસેટ: સૂરજ પ્રબોધે સેકન્ડ સીડેડ આદિત્ય બાલેસકરને ટાઈબ્રેકરમાં હરાવ્યો

સિંગલ્સમાં પ્રબોધ સહિત અનેક ખેલાડીઓની જીત; ટોપ સીડેડ સુરેશકુમાર-સિન્હા ક્વાર્ટર ફાઇનલમાં, ચૌહાણ-સિંહની જોડીએ બીજા ક્રમાંકિત કમઠ-મહેરાને હરાવ્યા નવી દિલ્હી દિલ્હીના DLTA કોમ્પ્લેક્સ ખાતે ચાલી રહેલી 31મી ફેનેસ્ટા ઓપન નેશનલ ટેનિસ ચેમ્પિયનશિપમાં મંગળવારે સૂરજ આર. પ્રબોધે શાનદાર કમબેક સાથે મોટો અપસેટ સર્જ્યો હતો. 31 વર્ષીય પ્રબોધે પુરુષ સિંગલ્સના પ્રથમ રાઉન્ડમાં બીજા ક્રમાંકિત આદિત્ય બાલેસકરને 3-6, 6-2,…

એર માર્શલ આશુતોષ દીક્ષિત ભારતીય વાયુસેનાના નવા વડા બનશે, 31 ઓક્ટોબરથી કમાન સંભાળશે

સરકારે એર માર્શલ આશુતોષ દીક્ષિતને 29મા ચીફ ઓફ ધ એર સ્ટાફ તરીકે નિયુક્ત કર્યા; વર્તમાન વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહ 31 ઓક્ટોબરે નિવૃત્ત થશે નવી દિલ્હી, ભારત સરકારે ભારતીય વાયુસેનાના આગામી વડા તરીકે એર માર્શલ આશુતોષ દીક્ષિત, PVSM, AVSM, VM, VSMની નિમણૂક કરી છે. હાલમાં તેઓ વાયુસેનાના વાઇસ ચીફ તરીકે સેવા આપી…

સમાચાર વિશ્વ ન્યૂઝ એજન્સી, સમાચાર ફાઈલ, 06-10-2026, 225થી વધુ અખબારો એજન્સીની સેવાનો લાભ લઈ રહ્યા છે

ગુજરાતમાં 41.20 લાખથી વધુ જૂના વાહનોનો ખડકલો, સ્ક્રેપ પોલિસી છતાં લોકો વાહન ભંગારમાં આપવા તૈયાર નહીં સહિતની વિશેષ માહિતી ઉપરાંત આજના રસપ્રદ સમાચારોની વર્ડ ફાઈલ માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. તંત્રી શ્રી દિવસના તાજા રસપ્રદ સમાચારોની આ ફાઈલ આપ ઉપર આપેલી ફાઈલની લિન્કથી ડાઉનલોડ કરીને વર્ડ ફાઈલમાંથી કોઈ પણ સમાચારનો ઉપયોગ કરો તો અમને…

ગાંધીનગરમાં વાહકજન્ય રોગો સામે આરોગ્ય વિભાગ એલર્ટ, પરેડ જવાનો માટે યુદ્ધના ધોરણે ફોગિંગ-સર્વેલન્સ

રાષ્ટ્રીય એકતા દિવસની પરેડમાં આવેલા BSF, CRPF અને ITBPના જવાનોના આરોગ્ય માટે ખાસ વ્યવસ્થા : દરેક બ્લોક દીઠ 4 આરોગ્ય કર્મચારીઓની નિમણૂક કરવા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના આદેશ ગાંધીનગર રાજ્યમાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા સહિતના વાહકજન્ય રોગોના નિયંત્રણ અને અટકાયતી પગલાંને લઈને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે હાઇ-લેવલ સમીક્ષા…

અમદાવાદમાં ‘The Pink Run 2.0’માં 2,500થી વધુ લોકો જોડાયા, બ્રેસ્ટ કેન્સર જાગૃતિનો સંદેશ આપ્યો

5, 10 અને 15 કિમીની દોડ દ્વારા બ્રેસ્ટ હેલ્થ, વહેલી તપાસ અને સમયસર સારવાર અંગે જાગૃતિ ફેલાવાઈ અમદાવાદ બ્રેસ્ટ કેન્સર અંગે જાગૃતિ ફેલાવવા અને મહિલાઓને બ્રેસ્ટ હેલ્થ પ્રત્યે સજાગ બનાવવાના હેતુથી HCG Aastha Cancer Centre દ્વારા અમદાવાદમાં ‘The Pink Run 2.0’નું આયોજન કરવામાં આવ્યું હતું. આશા, હિંમત અને જાગૃતિના સંદેશ સાથે યોજાયેલી આ દોડમાં 2,500થી…

ગુજરાતમાં 41.20 લાખથી વધુ જૂના વાહનોનો ખડકલો, સ્ક્રેપ પોલિસી છતાં લોકો વાહન ભંગારમાં આપવા તૈયાર નહીં

રોડ ટેક્સમાં રાહતનું ‘ગાજર’ પણ ન ચાલ્યું; નવા વાહનોની ઊંચી કિંમત અને ઓછા વળતરે સરકારી યોજના સામે પડકાર અમદાવાદ: ગુજરાતમાં 15 વર્ષથી વધુ જૂના વાહનોની સંખ્યા 41.20 લાખને પાર પહોંચી ગઈ છે. આ જૂના અને ખખડધજ વાહનો રસ્તા પર અકસ્માતનું જોખમ વધારવાની સાથે હવાનું પ્રદૂષણ વધારવામાં પણ ભાગ ભજવી રહ્યા છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર…

ફિનલેન્ડમાં નોકરી અપાવવાના નામે કડીના દંપતી સાથે ₹28 લાખની છેતરપિંડી, મુંબઈ એરપોર્ટ પહોંચતાં ભાંડો ફૂટ્યો

નકલી વિઝા અને જોબ ઓફર લેટર આપી તબક્કાવાર રૂપિયા પડાવ્યા; સોલા પોલીસે ટ્રાવેલ્સ સંચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી અમદાવાદ: વિદેશમાં નોકરી અપાવવાની લાલચ આપી લોકો સાથે છેતરપિંડીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે અમદાવાદમાં ફિનલેન્ડમાં નોકરી અને વર્ક પરમિટ અપાવવાના નામે કડીના એક દંપતી સાથે રૂ. 28 લાખની છેતરપિંડી થયાનો કિસ્સો સામે આવ્યો…

અમદાવાદ SOGનો મોટો સપાટો: રિક્ષામાંથી 90 પડીકીઓ ગાંજા સાથે 45 વર્ષીય ડ્રાઈવર ઝડપાયો

વાસણા APMC મેટ્રો સ્ટેશન નજીક SOGની કાર્યવાહી; 184 ગ્રામ ગાંજા સહિત રૂ.64,700નો મુદ્દામાલ જપ્ત, બે શખ્સો સામે તપાસ અમદાવાદ અમદાવાદ શહેરમાં નશીલા પદાર્થોના ગેરકાયદે વેચાણ સામે પોલીસ દ્વારા ચાલી રહેલી કાર્યવાહી વચ્ચે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. વાસણા APMC મેટ્રો સ્ટેશન નજીક વોચ ગોઠવી પોલીસે એક ઓટોરિક્ષા ચાલકને 184 ગ્રામ…

ત્રાપજ નજીક ગમખ્વાર અકસ્માતમાં 7નાં મોત, અલંગના સ્ટાફના સભ્યોનો કરુણ અંત

ટ્રેલર પાછળ પૂરપાટ ઝડપે ધડાકાભેર કાર ઘૂસી; ઘટનાસ્થળે 6નાં મોત, સારવાર દરમિયાન એકનું મોત, સમગ્ર અલંગ પંથકમાં શોકનો માહોલ ભાવનગર ભાવનગર જિલ્લાના ત્રાપજ નજીક મંગળવારે વહેલી સવારે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલી એક કાર ઉભેલા ટ્રેલરના પાછળના ભાગમાં ધડાકાભેર ઘૂસી જતાં ભયાનક અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે કારમાં…

ભારતીય નૌકાદળની વધતી દરિયાઈ શક્તિ અને સ્વદેશી ક્ષમતાને રક્ષામંત્રી રાજનાથ સિંહે બિરદાવી

વિશાખાપટ્ટનમમાં ‘બડાખાના’ દરમિયાન નૌકાદળના જવાનો અને પરિવારો સાથે સંવાદ; ભારતની સમુદ્રી ક્ષમતાને આર્થિક વિકાસ અને વ્યૂહાત્મક શક્તિ સાથે જોડવા આહ્વાન વિશાખાપટ્ટનમ રક્ષામંત્રી રાજનાથ સિંહે વિશાખાપટ્ટનમ ખાતે ઈસ્ટર્ન નેવલ કમાન્ડ દ્વારા આયોજિત ‘બડાખાના’માં ભારતીય નૌકાદળના જવાનો અને તેમના પરિવારો સાથે મુલાકાત કરી હતી. તેમણે દેશની સમુદ્રી સુરક્ષા માટે ભારતીય નૌકાદળના જવાનોની અવિરત સેવા, સમર્પણ અને બહાદુરીને…

ખૂશ પારેખ અને રાઘવી જાજુની શાનદાર સિદ્ધિ, ઓલ ઇન્ડિયા રેન્કિંગ ચેમ્પિયનશિપ સિરીઝમાં રનર્સ-અપ

અદાણી સ્પોર્ટ્સલાઇન ટેનિસ એકેડમીના બંને ખેલાડીઓ અંડર-14 બોયઝ અને ગર્લ્સ ડબલ્સમાં ઉપવિજેતા; સિંગલ્સમાં સેમિફાઇનલ સુધીની સફર અમદાવાદ અદાણી સ્પોર્ટ્સલાઇન ટેનિસ એકેડમીના યુવા ટેનિસ ખેલાડીઓ ખૂશ પારેખ અને રાઘવી જાજુએ ઓલ ઇન્ડિયા રેન્કિંગ ચેમ્પિયનશિપ સિરીઝ ટેનિસ ટૂર્નામેન્ટ 2026માં શાનદાર પ્રદર્શન કરીને પોતાની પ્રતિભાનો પરચો આપ્યો છે. ભાવનગરની મામતા ટેનિસ એકેડમી ખાતે 21થી 30 સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલી…