દેશમાં પહેલી જુલાઈથી ત્રણ ફોજદારી કાયદા લાગુ થશે

પહેલી જુલાઈ 2024થી નવા કાયદા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ભારતીય ન્યાય સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ લાગૂ થશે નવી દિલ્હી દેશના ત્રણ નવા ફોજદારી કાયદા જે આઈપીસી, સીઆરપીસી અને એવિડેન્સ એક્ટને બદલવા માટે લવાયા હતા, તે પહેલી જુલાઈ 2024થી લાગુ થશે. પહેલી જુલાઈ 2024થી નવા કાયદા ‘ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા’, ‘ભારતીય ન્યાય સંહિતા’ અને ‘ભારતીય…

ફ્રાંસના ધ્વજને શેતાની ગણાંવનારા ઈમામની દેશમાંથી હકાલપટ્ટી

ઈમામ મેહજોબ મેહજોબીને મસ્જિદમાં જે ભાષણ આપ્યુ હતુ તેને લઈને સરકારે કાર્યવાહી કરી પેરિસ ફ્રાંસની સરકારે આફ્રિકન દેશ ટ્યૂનિશિયાના એક ઈમામને ભડકાઉ નિવેદન બદલ દેશમાંથી રવાના કરી દીધા છે. ઈમામ મેહજોબ મેહજોબીને મસ્જિદમાં જે ભાષણ આપ્યુ હતુ તેને લઈને સરકારે કાર્યવાહી કરી છે. તેમના પર આરોપ છે કે, ફ્રાંસની એક મસ્જિદમાં તેમણે અનુયાયીઓ સમક્ષ ઉશ્કેરણીજનક…

રશિયા-યુક્રેનના સમાધાનમાં ભારત ભૂમિકા ભજવી શકે છેઃ ઈરીના બોરોવેટસ

ભારત આ યુધ્ધનુ શાંતિપૂર્ણ સમાધાન થાય તે માટે કાર્યવાહી કરી શકે છે, ભારતે આ કવાયતનો હિસ્સો બનવાની જરુર છેઃ યુક્રેનના ડેપ્યુટી વિદેશી મંત્રી કીવ રશિયા અને યુક્રેનના જંગને બે વર્ષ પૂરા થવા આવ્યા છે. હજી પણ બંને દેશોની સેનાઓ એક બીજા સામે લડી રહી છે. બંને પક્ષોએ ભારે ખુવારી પણ થઈ છે. જોકે બેમાંથી કોઈ…

2024માં કર્મચારીઓના પગારમાં 9.5 ટકાનો વધારો થવાની ધારણા

સર્વે મુજબ કર્મચારીઓને ફુગાવો બાદ કર્યા પછી 4.9 ટકા વધુ ઇન્ક્રીમેન્ટ મળશે, જે 2023ના 4.2 ટકા કરતાં ઘણું વધારે છે નવી દિલ્હી કર્મચારીઓને આ વર્ષે પગાર વધારા બાબતે નિરાશાનો સામનો કરવો પડી શકે છે. એયોન પીએલસીના એક રિપોર્ટ અનુસાર આ પગાર વધારો ગયા વર્ષ કરતા આ વર્ષે થોડો ઓછો મળશે. સર્વે મુજબ વર્ષ 2023માં 9.7…

ભાજપ માર્ચના પહેલા સપ્તાહમાં 100 ઉમેદવારના નામ જાહેર કરે એવી શક્યતા

પહેલી યાદીમાં મોટાભાગે તે બેઠકોનો સમાવેશ કરવામાં આવશે, જેમાં ભાજપ 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં હારી ગયું હતું નવી દિલ્હી લોકસભા ચૂંટણીની તારીખ ચૂંટણી પંચ કોઈપણ સમયે જાહેર કરી શકે છે. તમામ રાજકીય પક્ષો ચૂંટણીની પૂરજોશમાં તૈયારી કરી રહ્યા છે. સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે, ભાજપ માર્ચના પહેલા અઠવાડિયામાં ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર…

અઝરબૈજાનનો પાકિસ્તાનથી 1.6 અરબ ડોલરની જેએફ-17 બ્લોક-III ફાઈટર જેટ્સ ખરીદવાનો કરાર

આ કરાર પાકિસ્તાનના પ્રમુખ ડિફેન્સ કોન્ટ્રાક્ટર પાકિસ્તાન એરોનોટિકલ કોમ્પ્લેક્સ અને અઝરબૈજાનની વાયુસેનાની વચ્ચે થયો બકુ ભારત-આર્મીનિયા હથિયાર ડીલને લઈને અઝરબૈજાન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે યુરેશિયાઈ દેશે પાકિસ્તાનની સાથે હથિયારોની મોટી ડીલ કરી છે. અઝરબૈજાને પાકિસ્તાનથી 1.6 અરબ ડોલરની JF-17 બ્લોક-III ફાઈટર જેટ્સ ખરીદવાનો કરાર કર્યો છે. આ કરાર પાકિસ્તાનના પ્રમુખ ડિફેન્સ કોન્ટ્રાક્ટર પાકિસ્તાન એરોનોટિકલ…

સંદેશખાલીમાં લોકોએ શાહજહાં શેખ સાથે સંકળાયેલા એક ઘરને આગ લગાવી દીધી

આ ઘર શાહજહાં શેખના ભાઈ સિરાજની હોવાનું કહેવાય છે, ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને કોઈક રીતે ભીડને કાબૂમાં લીધી સંદેશખાલી ઘણા દિવસોથી અશાંત સંદેશખાલીમાં ફરી હોબાળો જોવા મળ્યો. ગુસ્સે થયેલા લોકોએ શુક્રવારે સવારે શાહજહાં શેખ સાથે સંકળાયેલા એક ઘરને આગને હવાલે કરી દીધો હતો. આ ઘર શાહજહાં શેખના ભાઈ સિરાજની હોવાનું…

ક્લબે એન્ટ્રી ન આપતા અકુલ ધવનનું હાઈપોથર્મિયાથી મોત થયું

ઈલિનોઈસ અને મધ્યપશ્ચિમના મોટાભાગના ભાગમાં જાન્યુઆરીમાં ભીષણ ઠંડી હોય છ,. ઠંડા પવનના કારણે ત્યાંનું તાપમાન -20થી -30 ડિગ્રી રહે છે વોશિંગ્ટન તારીખ 21 જાન્યુઆરી 2024… સ્થળ અમેરિકાનો ઈલિનોઈસ વિસ્તાર… જ્યાં 20 જાન્યુઆરીની રાતથી પોલીસ એક યુવકને શોધી રહી હતી. યુવકનું નામ અકુલ ધવન હતુ. ભારતીય મૂળનો આ યુવક યુનિવર્સિટી ઓફ ઈલિનોઈસ અર્બાના-શેમ્પેઈનનો વિદ્યાર્થી હતો. મોડી…

યુએસમાં એટીએન્ડટી સહિતની કંપનીઓનું મોબાઈલ નેટવર્ક 13 કલાક ઠપ્પ

ચીન માત્ર મોબાઈલ નેટવર્ક જ નહીં પણ બેન્ક સિસ્ટમ અને પાણી સપ્લાયના નેટવર્કને પણ ખોરવી શકે છે વોશિંગ્ટન અમેરિકામાં એટીએન્ડટી, ટી-મોબાઈલ તેમજ વેરિઝોન સહિતની મોબાઈલ સર્વિસ પૂરી પાડતી કંપનીઓના ગ્રાહકોના મોબાઈલ નેટવર્ક અચાનક જ ઠપ થઈ જતા ભારે અંધાધૂધી સર્જાઈ હતી.  22 ફેબ્રુઆરીએ મોબાઈલ નેટવર્કમાં સર્જાયેલી ખામીના કારણે હજારો મોબાઈલ ફોન ધારકોએ 13 કલાક સુધી…

ક્ષત્રિય કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતને મારી નાખવાની ધમકી

કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના સાગરિતો દ્વારા ધમકી આપવામાં આવી છે તેવી ફરીયાદ દાખલ કરવામાં આવી અમદાવાદ ક્ષત્રિય કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતને અજાણ્યા શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નરોડા પોલીસ મથકે નોંધવામાં આવી છે. જેમાં તેમને આગામી પાંચમી જાન્યુઆરી સુધીમાં જાનથી મારી નાખવાનો કોલ અજાણ્યા લોકોએ કર્યો હતો. આ અંગે નરોડા પોલીસે…

જોધપુરમાં અંતિમ સંસ્કાર માટે અલગ-અલગ પેકેજ આપતી અંતિમ સત્ય સંસ્થા

અંતિમ સંસ્કારથી લઈને છેલ્લા 13 દિવસ સુધી અંતિમ સંસ્કાર કરે છે, આ ઉપરાંત રૂદાલીની જેમ રડતા લોકો પણ આપે છે જોધપુર જોધપુરમાં એક સ્ટાર્ટઅપ શરૂ થયું છે જે પોતાનામાં અનોખું છે. ‘અંતિમ સત્ય’ નામની આ કંપની અંતિમ સંસ્કાર માટે અલગ-અલગ પેકેજ આપી રહી છે. કંપની મૃત્યુના દિવસથી તેરમા દિવસ સુધી સેવાઓ પૂરી પાડે છે. અંતિમ…

જૂની પેન્શન યોજના સહિતની માગણીઓ સાથે ગાંધીનગરમાં સરકારી કર્મીઓના દેખાવો

ગુજરાત સરકાર માટે જુની પેન્શન યોજનાનો મુદ્દો માથાના દુખાવા સમાન બની રહ્યો છે ગાંધીનગર લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ફરી એકવાર સરકારી કર્મચારીઓએ પોતાની પડતર માંગણીઓને લઈને ગાંધીનગરમાં આંદોલન શરુ કર્યું છે. ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણીમાં આજે સરકારી કર્મચારીઓ દેખાવ કર્યો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સંયુક્ત કર્મચારી મહામંડળ તરફથી આ વિરોધ પ્રદર્શનની…

વેરાવળ બંદરે ફિશિંગ બોટમાંથી 350 કરોડના હેરોઈનનો જથ્થો જપ્ત

એસઓજીઅને એનડીપીએસની ટીમ દ્વારા ઓપરેશન સંયુક્ત રીતે અને સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું વેરાવળ ગીર સામનાથના વેરાવળ બંદર પરથી એક શંકાસ્પદ બોટમાંથી પોલીસે અંદાજીત 350 કરોડની કિંમતનો 50 કિલો હેરોઈનનો જથ્થો ઝડપી લીધો હતો. સાથે ત્રણ મુખ્ય આરોપીઓ સહિત નવ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મોડી રાત્રે બાતમીને આધારે પોલીસે શંકાસ્પદ ફિશિંગ બોટને ઝડપી પાડીને નશીલો…

સેન્સેક્સમાં 15 અને નિફ્ટીમાં પાંચ પોઈન્ટનો ઘટાડો નોંધાયો

ટોપ ગેઇનર્સની યાદીમાં બજાજ ફિનસર્વ, એસબીઆઈ લાઈફ, ડોક્ટર રેડ્ડીઝ, ટાઈટન, એચડીએફસી લાઈફ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને એલટીઆઈ માઈન્ડ ટ્રીના શેરનો સમાવેશ મુંબઈ શુક્રવારે શેરબજારનો કારોબાર નબળાઈ સાથે સમાપ્ત થયો. દિવસભર શેરબજારના કામકાજમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળે છે. બીએસઈસેન્સેક્સ 15 પોઈન્ટ ઘટીને 73142 પોઈન્ટના સ્તરે બંધ થયો છે જ્યારે નિફ્ટી 5 પોઈન્ટ ઘટીને 22212 પોઈન્ટના સ્તરે…

મ્યાનમારમાં ભયનો માહોલ, લોકો દેશ છોડવા મજબૂર

મ્યાનમારના સૌથી મોટા શહેર યાંગૂનમાં થાઈ દૂતાવાસની બહાર અનેક દિવસોથી વિઝા ડૉક્યુમેન્ટ સાથે લોકોની લાંબી લાંબી લાઈનો યાંગૂન ભારતના પાડોશી દેશ મ્યાનમારમાં સ્થિતિ દિવસે ને દિવસે વણસી રહી છે. જુંટા સૈન્ય શાસને ત્યાં તમામ યુવક-યુવતીઓ માટે સૈન્ય સેવા આપવી ફરજિયાત કરી દીધી છે. આ નિર્ણયને કારણે યુવાઓમાં ભયનો માહોલ સર્જાયો છે અને તેઓ દેશ છોડીને…

ખેડૂત આંદોલનમાં વધુ એક ખેડૂતનું મોત થયું

13 ફેબ્રુઆરીએ ખેડૂતોની ‘દિલ્હી ચલો’ કૂચના એલાન બાદ અત્યાર સુધીમાં પાંચ ખેડૂતોનાં મોત થયા નવી દિલ્હી એમએસપી કાયદા સહિતની અનેક માંગણીઓને લઈને છેલ્લા કેટલાક દિવસોથી ખેડૂત સંગઠનોનું આંદોલન ચાલી રહ્યું છે ત્યારે આજે આંદોલનના 11માં દિવસે વધુ એક ખેડૂતના મોતના સમાચાર સામે આવી રહ્યા છે.  ખેડૂતોના આંદોલનમાં વધુ એક ખેડૂતે જીવ ગુમાવ્યો છે. આ સાથે…

શિખ સાંસદે બ્રિટનની સંસદમાં ભારતના ખેડૂત આંદોલનનો મુદ્દો ઊઠાવ્યો

શીખ સમુદાય અને સ્થાનિક ગુરુદ્વારા કમિટિઓએ આંદોલનમાં ખેડૂતોની સુરક્ષા પર ચિંતા વ્યક્ત કરીને મને પત્ર લખ્યો લંડન ભારતમાં નવેસરથી શરુ થયેલા ખેડૂત આંદોલનના પડઘા બ્રિટનની સંસદમાં પણ પડયા છે. આંદોલનકારી ખેડૂતો અને સરકાર વચ્ચેની વાટાઘાટો હજી સુધી સફળ થઈ નથી. તેમાં પણ બુધવારે એક યુવકનુ ગોળી વાગવાથી મોત થયુ હોવાના કારણે આંદોલન વધારે ભડકયુ છે….

શ્રેયસ ઐયર-ઈશાન કિશનને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી નહીં હટાવાય

બન્ને ખેલાડીઓએ રણજી ટ્રોફીમાં રમવાનું ટાળતાં હોઈ બીસીસીઆઈ કડક કાર્યવાહી કરવાનું હતું જે હાલ પુરતી ટાળવામાં આવી નવી દિલ્હી ભારતના સ્ટાર બેટ્સમેન શ્રેયસ અય્યર અને ઈશાન કિશનને મોટી રાહત મળી છે. ઈશાન કિશન અને શ્રેયસ અય્યરને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટથી હટાવશે નહીં. આ પહેલા દાવો થયો હતો કે રણજી ટ્રોફી ન રમવાના કારણે…

ડોનર ગેમેટનો ઉપયોગ કરીને સરોગેસીની મંજૂરી અપાઈ

જોકે આના માટે જિલ્લા મેડિકલ બોર્ડે આ પ્રમાણિત કરવું પડશે કે પતિ અથવા પત્નીમાંથી કોઈ એક એવી સ્થિતિથી પીડિત છે નવી દિલ્હી કેન્દ્ર સરકારે સરોગેસી માટે માં-બાપ બનવાનું સપનું દેખાડવા માટે આશાનું એક નવું કિરણ દેખાડ્યું છે. આવો જાણીએ કે, સરોગેસી નિયમમાં શું ફેરફાર આવ્યા છે અને શું ફેરફાર આવવાના છે. સરોગેસી દ્વારા માતા-પિતા બનવાનું…

અહેમદ પટેલના પુત્રનો ભરૂચ બેઠક પરથી ચૂંટણી લડવાનો દાવો

‘માત્ર મારું દિલ નહીં, હજારો કાર્યકર્તાઓનું દિલ તૂટશે. હું આશા કરું છું કે, હાઈકમાન્ડ બેઠકને લઈને સમજી વિચારીને નિર્ણય કરશેઃ મુમતાઝ પટેલ ભરુચ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ભરૂચ બેઠકને લઈને મામલો ગૂંચવાયો છે. કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલની આ બેઠકને ઈમોશનલ ગણાવીને આમ આદમી પાર્ટીને આપવા નથી માંગતા.  આ વચ્ચે અહેમદ પટેલના દીકરા…