રેલ દુર્ઘટના સંદર્ભે ઓડિશામાં એક દિવસનો રાજકીય શોક

રાજ્યભરમાં કોઈ જ ઉત્સવ મનાવવામાં ન આવ્યા બાલાસોર  ઓડિશાના બાલાસોર જિલ્લાના બહાનાગા રેલવે સ્ટેશન નજીક ગઈકાલ સાંજે પેસેન્જર ટ્રેન કોરોમંડલ એક્સપ્રેસના ડબ્બા પાટા પરથી ઉતરી જતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ઓડિશાના મુખ્ય સચિવ પીકે જેના કહેવા પ્રમાણે આ અકસ્માતમાં કુલ 280 લોકોના મોત થયા છે જ્યારે 900થી વધુ લોકો ઘાયલ થયા છે. આ સાથે ટ્રેનમાં…

સિગ્નલ સિસ્ટમ ફેલ થતાં કોરોમંડલ એક્સપ્રેસ ખોટા પાટે ચઢતાં અકસ્માત થયો

ત્રણ ટ્રેનોની ભયાનક અથડામણને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે, આ બધાની વચ્ચે અકસ્માતનો સંયુક્ત તપાસ રિપોર્ટ બહાર આવ્યો બાલાસોરબાલાસોર રેલવે અકસ્માતમાં મોટો ખુલાસો થયો છે. સિગ્નલ સિસ્ટમ ફેલ થઈ હોવાને કારણે આ અકસ્માત સર્જાયો હોવાની માહિતી સૂત્રોએ આપી હતી. તેમણે જણાવ્યું કે સિગ્નલ સિસ્ટમ ફેલ થઈ જવાને લીધે જ કોરોમંડલ એક્સપ્રેસ ખોટા પાટે…

સરપ્રાઈઝની લાલચ આપી પત્નીને બોલાવી પતિએ હત્યા કરી નાખી

મહિલાની હત્યા કર્યા બાદ તેના માતા-પિતાને તેની ખરાબ તબિયત અંગે જાણ કરાતા પુત્રીનો મૃતદેહ જોઈ પરિવારજનોએ પુત્રીના સાસરીયાઓના ઘરમાં ઘુસીને ભારે હોબાળો મચાવ્યો બાલાસોરબિહારના સહરસા જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં પતિએ પત્નીને સરપ્રાઈઝની લાલચ આપીને તેના પિયરથી બોલાવી અને તેની હત્યા કરી નાખી. પ્રાપ્ત માહિતી પ્રમાણે આરોપી પતિ ત્રીસ વર્ષની પત્નીને તેના…

સાત લાખથી વધુ યાત્રાળુઓએ બાબા કેદારનાથના દર્શન કર્યા

ચોમાસુ આવ્યા પહેલા કેદારનાથ ધામના દર્શન કરતા યાત્રાળુઓની સંખ્યા 12 લાખ પાર પહોંચી જશે દહેરાદૂન25 એપ્રિલથી અત્યાર સુધી સાત લાખ યાત્રાળુઓ બાબા કેદારના દર્શન કરી ચૂક્યા છે. હવામાન સારુ રહેશે તો યાત્રાળુઓની સંખ્યામાં વધારો થવાનું અનુમાન છે. આશા વ્યક્ત કરાઈ રહી છે કે ચોમાસુ આવ્યા પહેલા કેદારનાથ ધામના દર્શન કરતા યાત્રાળુઓની સંખ્યા 12 લાખ પાર…

બ્રિજભૂષણ સિંહના મામલે મોદી-ભાજપના મૌન પર સિબ્બલના સવાલ

બ્રિજભૂષણ સિંહ વિરૂદ્ધ પુરાવા સતત વધી રહ્યા છે તેમની સામે લોકોનો આક્રોશ પણ વધી રહ્યો છે પરંતુ તે પછી પણ તેમની ધરપકડ ન કરાયાનો આક્ષેપ નવી દિલ્હીદેશના પહેલવાનો ડબલ્યુએફઆઈના અધ્યક્ષ બ્રિજ ભૂષણ શરણ સિંહના રાજીનામાની માંગ કરી રહ્યા છે. ત્યારે હવે રાજ્યસભા સાંસદ કપિલ સિબ્બલે આ મામલે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યુ છે. સિબ્બલે પીએમ…

2024ના ટી20 વર્લ્ડ કપ સુધી રમવાની ડેવિડ વોર્નરની ઈચ્છા

ટેસ્ટ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહેલો વોર્નર પાકિસ્તાન સામેની સિડની ટેસ્ટ બાદ ટેસ્ટ ક્રિકેટમાંથી સન્યાસ લઇ શકે છે, વર્ષના અંતમાં પાકિસ્તાન ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે સિડનીઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી ડેવિડ વોર્નરે ફરી એકવાર પોતાની નિવૃત્તિ અંગે ખુલીને વાત કરી છે. તેણે થોડા સમય પહેલા કહ્યું હતું કે તે વર્ષ 2024 ટી20 વર્લ્ડ કપ સુધી રમવા…

રેલ દુર્ઘટનાથી ખુબજ વ્યથિત છું, દોષિતોને નહીં છોડાયઃ મોદી

દરેક સ્તરે તપાસની સુચના, અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો માટે દસ લાખની સહાની જાહેરાત કરવામાં આવી છે અને પીએમ રિલીફ ફંડમાંથી બે લાખ રૂપિયાની પણ જાહેરાત કરવામાં આવી બાલાસોરવડાપ્રધાન નરેન્દ્ર મોદી બાલાસોર ટ્રેન દુર્ઘટનાસ્થળે પહોંચી ગયા છે. તેઓ અહીં હેલિકોપ્ટરની મદદથી આવ્યા હતા. તેઓ ઘટનાસ્થળનું નિરીક્ષણ કરશે અને પીડિતોની પણ મુલાકાત લઈ શકે છે. તેઓ સ્થિતિનું…

બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટે રૂ. 69,422 કરોડનું પ્રભાવશાળી ટર્નઓવર નોંધાવ્યું જે ગયા સપ્તાહની એક્સપાયરી કરતાં ચાર ગણો ઉછાળો દર્શાવે છે

મુંબઈ બીએસઈના તાજેતરમાં ફરીથી લોંચ થયેલા એસએન્ડપી બીએસઈ સેન્સેક્સ ડેરિવેટિવ્ઝ કોન્ટ્રાક્ટ્સ તેની ત્રીજી સાપ્તાહિક એક્સપાયરી પર રૂ. 69,422 કરોડનું ટર્નઓવર (રૂ. 69,287 કરોડ ઓપ્શન્સમાં અને રૂ. 135 કરોડ ફ્યુચર્સમાં) ની પ્રભાવશાળી ઊંચી સપાટીએ પહોંચી ગયા છે, જે અગાઉની એક્સપાયરીના ટર્નઓવરના ચાર ગણા છે. ઓપ્શન્સ ટર્નઓવર 300% વધ્યું હતું જ્યારે ફ્યુચર્સ ટર્નઓવર અગાઉની એક્સપાયરી સરખામણીમાં 373%…

હું પિચની સ્થિતિ પર આધાર રાખીને બે સ્પિનર સાથે જઈશ: હરભજન સિંહ

સ્ટાર સ્પોર્ટ્સ સાથેની તાજેતરની મુલાકાતમાં, ભારતના ભૂતપૂર્વ ક્રિકેટરો હરભજન સિંહ અને મોહમ્મદ કૈફે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આગામી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઇનલ વિશે તેમની આંતરદૃષ્ટિ શેર કરી. હરભજન સિંહે ટેસ્ટમાં ભરતના સાતત્યપૂર્ણ પ્રદર્શનને ટાંકીને અને વિકેટકીપિંગમાં અનુભવના મહત્વ પર ભાર મૂકતા, શરૂઆતની અગિયારમાં ઈશાન કિશન કરતાં KS ભરત માટે પસંદગી વ્યક્ત કરી. દરમિયાન, મોહમ્મદ…

FanCodeએ તમિલનાડુ પ્રીમિયર લીગ (TNPL) માટે વિશિષ્ટ ડિજિટલ અધિકારો મેળવ્યા

મુંબઈ ફેનકોડ, ભારતના પ્રીમિયર સ્પોર્ટ્સ ડેસ્ટિનેશન, 12 જૂનથી શરૂ થતી તમિલનાડુ પ્રીમિયર લીગ (TNPL)ને લાઇવસ્ટ્રીમ કરવાના વિશિષ્ટ ડિજિટલ અધિકારો પ્રાપ્ત કર્યા છે. લીગ 12 જુલાઈ સુધી ચાલશે અને તેમાં સંખ્યાબંધ સ્ટાર ખેલાડીઓ સામેલ થશે. ક્રિકેટના ચાહકો ફેનકોડની મોબાઈલ એપ (Android, iOS), Android TV પર ઉપલબ્ધ TV એપ, Amazon Fire TV Stick, Jio STB, Samsung TV…

LaLiga Santander Matchday 38 પૂર્વાવલોકન: સિઝનના અંતિમ દિવસે લાઇન પર શું છે?

ચાર ટીમો કોન્ફરન્સ લીગની અંતિમ યુરોપીયન ક્વોલિફિકેશન સ્પોટ મેળવવા માટે સાતમું સ્થાન મેળવવાની આશા જાળવી રાખે છે 2022/23 લાલીગા સેન્ટેન્ડર સીઝનનો 38મો અને અંતિમ મેચ ડે રવિવારે રાત્રે થઈ રહ્યો છે અને હજી ઘણું નક્કી કરવાનું બાકી છે. ચાર ટીમો કોન્ફરન્સ લીગની અંતિમ યુરોપીયન ક્વોલિફિકેશન સ્પોટ મેળવવા માટે સાતમું સ્થાન મેળવવાની આશા જાળવી રાખે છે…

લીબિયાના બળવાખોરોની કેદમાંથી નવ ભારતીય ખલાસી મુક્ત

આ ખલાસીઓની મુક્તિનો શ્રેય બે મુખ્ય વ્યક્તિઓના પ્રયાસોને અપાઈ રહ્યો છે, આ તમામ ખલાસીઓ કેમરુનના માયા-1 શિપ પર ચાલકદળમાં સામેલ હતા જાવિયાલીબિયાના એક બળવાખોરોના જૂથે જાન્યુઆરીથી કેદ કરી રાખેલા નવ ભારતીય ખલાસીઓને મુક્ત કરી દીધા છે. આ તમામ ખલાસીઓ કેમરુનના માયા-1 શિપ પર ચાલકદળમાં સામેલ હતા. આ જહાજ ગ્રીક કંપની મેસર્સ રેડવિંગ્સ શિપિંગ એસએનું હતું…

રાજકીય પક્ષો સત્તા માટે મર્યાદા ન ભૂલેઃ મોહન ભાગવત

સંઘ શિક્ષા વર્ગના ત્રીજા વર્ષના સમાપન સમારોહને સંબોધતા આરએસએસના વડાએ કહ્યું કે પૂજા કે ઈબાદત કરવાની પદ્ધતિ અલગ હોવા છતાં આપણા પૂર્વજો અહીંના હતા એ હકીકત આપણે સ્વીકારવી પડશે નાગપુરવિવિધતાને દેશની તાકાત ગણાવતા સંઘના વડા મોહન ભાગવતે રાજકીય પક્ષોને સલાહ આપી છે કે તેઓ સત્તા માટે મર્યાદા ન ભૂલે. સંઘ શિક્ષા વર્ગના ત્રીજા વર્ષના સમાપન…

ફ્લોરિડામાં રહેતા 14 વર્ષના દેવ શાહે ‘નેશનલ સ્પેલિંગ બી’નો ખિતાબ જીત્યો

દેવ શાહને ઇનામ તરીકે 50,000 ડોલર,આશરે રૂ. 41 લાખ મળ્યા ફ્લોરિડાઅમેરિકાના ફ્લોરિડામાં રહેતા 14 વર્ષના દેવ શાહે ‘નેશનલ સ્પેલિંગ બી’નો ખિતાબ જીત્યો છે. ગુરુવારે રાત્રે 2023 સ્ક્રિપ્સ નેશનલ સ્પેલિંગ બી ટાઇટલ જીતનાર દેવ શાહને ઇનામ તરીકે 50,000 ડોલર (આશરે રૂ. 41 લાખ) મળ્યા હતા. દેવ શાહે સેમોફાઈલનો સાચો સ્પેલિંગ જણાવીને ખિતાબ જીત્યો હતો. આ પ્રસંગે…

કાશ્મીરમાં દળો સાથેની અથડામણમાં એક આતંકવાદી ઠાર

રાજૌરી સેક્ટરના દસલ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળ્યા બાદ સર્ચ ઓપરેશન દરમિયાન કાર્યવાહી જમ્મુજમ્મુ-કાશ્મીરના રાજૌરી સેક્ટરમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ જારી છે. જંગલની અંદર બંને તરફથી ગોળીબાર થઈ ગયો છે. અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો છે. સુરક્ષાદળો દ્વારા સર્ચ ઓપરેશન ચાલુ છે.રાજૌરી સેક્ટરના દસલ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળ્યા બાદ સર્ચ ઓપરેશન…

વિપક્ષ એકજૂટ થઈ રહ્યું હોઈ 2024માં મોદીનો પરાજય નિશ્ચિતઃ રાહુલ ગાંધી

ભારતમાં પ્રેસની સ્વતંત્રતા નબળી પડી છે જે કોઈનાથી છુપાઈ નથી અને આ વાત બધા જાણે છે, લોકશાહી માટે પ્રેસની સ્વતંત્રતા મહત્વપૂર્ણ છે અને ટીકા સાંભળવી જ જોઈએઃ રાહુલ વોશિંગ્ટનઅમેરિકાના પ્રવાસે પહોંચેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ નરેન્દ્ર મોદી સામે જોરદાર નિશાન સાધ્યું હતું. વોશિંગ્ટનમાં નેશનલ પ્રેસ ક્લબ ખાતે મીડિયાના પ્રશ્નોના જવાબ આપતાં તેમણે કહ્યું…

રાજદ્રોહનો કાયદો કેટલાક ફેરફાર સાથે જાળવી રાખવા કાયદા પંચની ભલામણ

ભારતના કાયદા પંચે કહ્યું કે ભારતની એકતા અને અખંડિતતાના રક્ષણ માટે રાજદ્રોહનો કાયદો જરૂરી, ભારતની આંતરિક સુરક્ષા સામે ખતરાને ધ્યાનમાં લેવામાં આવે નવી દિલ્હીરાજદ્રોહના કાયદાને રદ્દ કરવાની જરૂર નથી. આ ભલામણ ભારતના કાયદા પંચ દ્વારા રાજદ્રોહ કાયદાને લઈને કરવામાં આવી છે. પંચે કેટલાક ફેરફારો સાથે રાજદ્રોહના કાયદાને જાળવી રાખવાની ભલામણ કરી છે. આ અંગેનો રિપોર્ટ…

રાહુલે મુસ્લિમ લીગને ધર્મ નિરપેક્ષ ગણાવતા રાજકીય ધમાસાણ તેજ

ભારતના ધાર્મિક આધાર પર ભાગલા માટે જવાબદાર પાર્ટીને રાહુલ ગાંધી સેક્યુલર પાર્ટી ગણાવી રહ્યા હોવાન ભાજપનો આક્ષેપ વોશિંગ્ટનપોતાની અમેરિકા યાત્રા દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી રોજે રોજ એવા નિવેદનો આપી રહ્યા છે કે જેના કારણે ભારતના રાજકીય મોરચે ખળભળાટ મચી રહ્યો છે.વોશિંગટનમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન રાહુલ ગાંધીએ મુસ્લિમ લીગને ધર્મ નિરપેક્ષ એટલે કે સેક્યુલર…

સંસદમાંનો નકશો ભારતની વિસ્તારવાદી વિચારસરણી દર્શાવતો હોવાનો પાક.નો આક્ષેપ

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ બલોચે આ નકશાનો વિરોધ કર્યો નવી દિલ્હીસંસદમાં રજૂ કરાયેલા અખંડ ભારતના નકશાને જોઈને પાકિસ્તાનને બળતરા થઈ ગઈ છે અને હવે પાકિસ્તાને ઉટપટાંગ આક્ષેપો શરૂ કરી દીધા છે.પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ બલોચે આ નકશાનો વિરોધ કરીને કહ્યુ છે કે, અખંડ ભારતના ચીત્ર તેમજ ભાજપના નેતાઓ જે પ્રકારના નિવેદનો આપી રહ્યા…

શ્રીલંકામાં ભારતીય ડ્રોપ્સને લીધે 30 લોકોની આંખમાં ઈન્ફેક્શન

આ બાબતે ઉહાપોહ થયા બાદ ભારતની ફાર્માસ્યુટિકલ એક્સપોર્ટ કાઉન્સિલે પણ કંપનીને નોટિસ આપી છે અને બે દિવસમાં તપાસ કરીને સ્પષ્ટતા કરવા માટે આદેશ આપ્યો કોલંબોભારતને દુનિયાની ફાર્મસી કહેવામાં આવે છે. કારણકે દુનિયાના ઘણા દેશોમાં ભારતમાં બનેલી દવાઓ એક્સપોર્ટ થાય છે.જોકે સમયાંતરે ભારતની દવાઓને લઈને દુનિયાના દેશો સવાલો પણ ઉઠાવતા રહે છે. શ્રીલંકામાં પણ આવો જ…