અલ્ટીમેટ ખો ખો સીઝન 2 માટે પુનિત બાલન ગ્રૂપની માલિકીની મુંબઈ ખિલાડી 5 મુખ્ય બ્રાન્ડ્સ પર છે; સ્પોન્સરશિપમાં INR 8.30 કરોડ+ સુરક્ષિત કરે છે

1XBat પ્રાયોજકો દ્વારા સંચાલિત માય લેબમાં જોડાવા સાથે સ્ટાર-સ્ટડેડ આઉટફિટનું ટાઇટલ સ્પોન્સર હશે; જેનરિક ઇન્ફ્રા, ફાર્મ ડીલ પુણે અને જેટ ફ્લીટ એવિએશનને સહયોગી પ્રાયોજકો તરીકે જોડવામાં આવ્યા છે. નવી દિલ્હી, 26 ડિસેમ્બર, 2023: પુનિત બાલન ગ્રૂપ (PBG) ની માલિકીની પાવરહાઉસ ટીમ મુંબઈ ખિલાડીસે ચાલી રહેલી અલ્ટીમેટ ખો ખો સિઝન 2 માટે પાંચ મોટા પ્રાયોજકોને જોડ્યા…

ફ્રાન્સમાં અટકાવેલું 276 મુસાફરો સાથેનું વિમાન મુંબઈ પહોંચ્યું

ટેકઓફ કર્યું ત્યારે તેમાં 276 મુસાફરો સવાર હતા, જોકે, બે સગીર સહિત 25 લોકોએ આશ્રય માટે અરજી કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી નવી દિલ્હીમાનવ તસ્કરીની આશંકા હેઠળ ફ્રાન્સમાં ચાર દિવસથી અટકાવેલું વિમાન 276 મુસાફરો સાથે મુંબઈ આવી પહોંચ્યું છે. આ અંગે માહિતી આપતાં એક અધિકારીએ જણાવ્યું કે 276 મુસાફરોને લઈને આ વિમાન મંગળવારે વહેલી સવારે…

હિંદુ ધર્મ ધર્મ નહીં, એક દગો છેઃ સ્વામી પ્રસાદ મૌર્ય

નવી દિલ્હીના જંતર મંતર પર મિશન જય ભીમના બેનર હેઠળ રાષ્ટ્રીય બૌદ્ધ અને બહુજન અધિકાર સંમેલનમાં આપેલા નિવેદનથી વિવાદ નવી દિલ્હીસમાજવાદી પાર્ટી (સપા) નેતા સ્વામી પ્રસાદ મૌર્યએ ફરી એકવાર એવું ઝેરી નિવેદન આપ્યું છે જેને હિન્દુ સમાજ કદાચ ક્યારેય સ્વીકારી નહીં શકે. ખરેખર તો સ્વામી પ્રસાદ મૌર્યએ હિન્દુ ધર્મને લઈને ફરી એકવાર વિવાદિત નિવેદન આપ્યું…

ધોનીની છેલ્લી આઈપીએલને લઈને ચાહકોમાં અવઢવ

ધોની હવે સ્વસ્થ થઇ ચુક્યો છે અને રિહેબ પણ શરુ કરી દીધું છે, તે જીમમાં ખુબ મહેનત કરી રહ્યો છે નવી દિલ્હીક્રિકેટ ચાહકો ફરી એકવાર ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને મેદાન પર રમતા જોવા માટે ઉત્સાહિત છે. ધોનીએ 15 ઓગસ્ટ 2020ના રોજ ઇન્ટરનેશનલ ક્રિકેટથી નિવૃત્તિ જાહેર કરી હતી. પરંતુ તે હજુ પણ…

આતંકીઓ સામે લડતા જમ્મુ-કાશ્મીરમાં 31 જવાનો શહીદ થયા

જમ્મુના પુંચ અને રાજૌરીમાં થયેલા એન્કાઉન્ટરમાં આ વર્ષે 21 જવાન શહીદ થયા, કુપવાડામાં ઓપરેશન દરમિયાન એક જેસીઓ અને બે જવાનોનું ઊંડી ખીણમાં પડી જતા મોત નવી દિલ્હીજમ્મુ કાશ્મીરમાં આ વર્ષે આતંકીઓ સામે લડતા લડતા ભારતીય સૈન્યના 31 જવાનોએ શહીદી વહોરી હતી. તેમાંથી ત્રણ જવાન પેટ્રોલિંગ મિશન દરમિયાન શહીદ થયા છે જ્યારે જમ્મુ કાશ્મીરના અલગ અલગ…

હવામાનની માહિતી આપતી એપ્સ જાસૂસી કરે છે

2017, 2018 અને 2019માં વેધર એપ્સમાંથી લાખો યુઝર્સના ડેટા લીક થયા હતા, જેના કારણે યુઝર્સને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો નવી દિલ્હીતમે અવારનવાર આવા સમાચાર સાંભળ્યા હશે કે કોઈ વેબસાઈટ અથવા એપનો ડેટા લીક થઈ ગયો છે. એન્ડ્રોઈડ યુઝર્સ માટે પ્રાઈવસી સૌથી મોટો પડકાર છે. ડેટાએ કોઈપણ વેબસાઈટ કે એપનો પર્સનલ ડેટા નથી પરંતુ…

અફઘાનિસ્તાનના ત્રણ ક્રિકેટર્સ પર ફ્રેન્ચાઈઝી ક્રિકેટ રમવા પર પ્રતિબંધ

મુજીબ ઉર રહેમાન, ફઝલ હક ફારૂકી અને નવીન ઉલ હક પર અફઘાનિસ્તાન તરફથી રમવાને બદલે અંગત હિતોને પ્રાથમિકતા આપવાનો આરોપ કાબુલઅફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે ગઈકાલે એક મોટો નિર્ણય લેતા તેના ત્રણ ખેલાડીઓ મુજીબ ઉર રહેમાન, ફઝલ હક ફારૂકી અને નવીન ઉલ હકના ફ્રેન્ચાઈઝી ક્રિકેટ રમવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. અફઘાનિસ્તાન તરફથી રમવાને બદલે પોતાના અંગત…

સાલારની રિલિઝના ત્રીજા દિવસે 95.24 કરોડની કમાણી

ત્રણ દિવસમાં ‘સાલાર’ એ ગ્લોબલી 402 કરોડનું ગ્રોસ કલેક્શન કરી લીધું નવી દિલ્હીરણબીર કપૂર સ્ટારર ‘એનિમલ’ના બોક્સ ઓફિસ પર તોફાન બાદ બે મોટા સુપરસ્ટારની ફિલ્મો રિલીઝ થઈ. ગત અઠવાડિયે પેન ઈન્ડિયા સ્ટાર પ્રભાસ બેક ટૂ બેક ફ્લોપ થયા બાદ ‘સાલાર’ લઈને આવ્યો. બીજી તરફ 2023માં પઠાણ અને જવાન જેવી બે બ્લોકબસ્ટર ફિલ્મ આપ્યા બાદ શાહરૂખ…

હમાસની કેદમાં બંધકોના પરિવારજનોએ નેતન્યાહૂને સંસદમં ભાષણ આપતા અટકાવ્યા

ઈઝરાયલના પીએમ નેતન્યાહૂ બંધકોના પરિજનોને મળી રહ્યા હતા, આ દરમિયાન તેમને ટોકતાં ઘણા લોકોએ નારેબાજી કરી અને હોબાળો મચાવ્યો જેરૂસલેમગાઝામાં ઈઝરાયલી સૈન્ય આઈડીએફ અને હમાસના આતંકીઓ વચ્ચે ભીષણ યુદ્ધની સ્થિતિ વચ્ચે બેન્જામિન નેતન્યાહૂ હવે ઘરમાં ઘેરાતા જઈ રહ્યા છે. હમાસની કેદમાં રહેલા બંધકોના પરિજનોએ સંસદમાં જ ભાષણ આપી રહેલા ઈઝરાયલી વડાપ્રધાન નેતન્યાહૂને અધવચ્ચે અટકાવીને હોબાળો…

ભારતીય રેલવેનો કલાર્ક આતંકવાદી નિકળ્યો, સઘન તપાસ જારી

એનઆઈએને જાણવા મળ્યું કે, સામાન્ય સ્રોતમાંથી તેમના ખાતામાં નિયમિતપણે ભંડોળ સ્થાનાંતરિત કરવામાં આવતું હતું નવી દિલ્હી9મી ડિસેમ્બરે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)એ મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં આતંકી સંગઠન આઈએસઆઈએસ સાથે જોડાયેલા 44 ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા. આ દરોડા બાદ તપાસ એજન્સીએ આઈએસઆઈએસના 15 આતંકીઓની ધરપકડ કરી હતી. મોડ્યુલની વધુ તપાસ દરમિયાન એજન્સીને જાણવા મળ્યું કે એક…

બાગેશ્વર ધામ પીઠ ક્રિસમસ અને સાન્તાક્લોઝની ઉજવણીનો ખુલ્લેઆમ વિરોધ કરશે

આ પશ્ચિમી સંસ્કૃતિ છે, જે ભારતીય અને સનાતની પરંપરાઓ અને સંસ્કૃતિ સાથે સુસંગત નથીઃ ધીરેન્દ્ર શાસ્ત્રી નવી દિલ્હીબાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ મીડિયા સાથે વાતચીત કરતા જાહેરાત કરી હતી કે બાગેશ્વર ધામ પીઠ ક્રિસમસ અને સાન્તાક્લોઝની ઉજવણીનો ખુલ્લેઆમ વિરોધ કરશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ પશ્ચિમી સંસ્કૃતિ છે, જે ભારતીય અને સનાતની પરંપરાઓ…

અલ્ટ ન્યૂઝ અને એચટીને કોર્ટમાં ઢસડી જવા બિટ્ટુ બજરંગીનો નિર્ધાર

13મી ડિસેમ્બરે બિટ્ટુ બજરંગીના ભાઈ મહેશના જીવન પર એક પ્રયાસ કરવામાં આવ્યો હતો., જેમાં તે 60 ટકા દાઝી ગયો હતો નવી દિલ્હીરવિવારે (24 ડિસેમ્બર) ગૌ રક્ષા બજરંગ દળના પ્રમુખ બિટ્ટુ બજરંગીએ એક વીડિયો જાહેર કરીને અલ્ટ ન્યૂઝના સહ-સંસ્થાપક મોહમ્મદ ઝુબૈર અને હિન્દુસ્તાન ટાઇમ્સ (એચટી) પર પોતાના ભાઈ વિરુદ્ધ નકલી વાતો ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો.એચટીએ એક…

ભારતે વર્ષમાં 3000 કરોડથી વધુના શસ્ત્રોની નિકાસ કરી

દેશમાં એક લાખ કરોડ રૂપિયાના સુરક્ષા સરંજામનું ઉત્પાદન થયું નવી દિલ્હીભારતીય સુરક્ષા મંત્રાલય જણાવ્યું હતું કે આ વર્ષે ગત વર્ષે સરખામણીમાં 3000 કરોડ રૂપિયાથી પણ વધુના શસ્ત્ર સરંજામની નિકાસ થઈ છે. આ સાથે જ દેશમાં એક લાખ કરોડ રૂપિયાના સુરક્ષા સરંજામનું ઉત્પાદન થયું છે. આ વર્ષે સમગ્ર દુનિયામાંથી એલસીએ તેજસ, હળવા લડાકુ હેલિકોપ્ટર, એરક્રાફ્ટ કેરિયર…

લોટની ગુણવત્તા માપદંડની સમજ માટે આશિર્વાદ લોટની ખાસ પહેલ

આશિર્વાદે પારદર્શિતા અને વિશ્વાસને પ્રોત્સાહન આપવા માટે વ્યક્તિગત ‘ક્વોલિટી સર્ટિફિકેટ’ રજૂ કર્યું મુંબઈભારતની નંબર વન લોટ બ્રાન્ડ આશિર્વાદે એક નોંધપાત્ર પહેલ હેઠળ તેના નવા ‘લીખ કે લે લો’ અભિયાનનું અનાવરણ કર્યું હતું, જેનો હેતુ ગ્રાહકોને લોટના નિર્ણાયક ગુણવત્તા માપદંડોની વિગતવાર સમજ સાથે સશક્ત બનાવવાનો છે. જે તેમને એક માહિતીસભર પસંદગી કરવામાં મદદ કરશે.આજના ગ્રાહકો તેમના…

રાહુલ કે પ્રિયંકા ગાંધીમાંથી એક વડાપ્રધાન બનશેઃ સંજય રાઉત

અમારી લડાઈ સરમુખત્યારશાહી સામે છે. અમારી પાસે પીએમ પદ માટે ઘણા ઉમેદવારો છેઃ ઉદ્ધવ જૂથના શિવસેનાના નેતાનો દાવો મુંબઈમહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે જૂથના શિવસેનાના નેતા સંજય રાઉત અવારનવાર પોતાના વિવાદિત નિવેદનને લઈને ચર્ચામાં રહે છે. તેમણે ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. ઈન્ડિયાગઠબંધન તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર કોણ હશે તેના…

ફ્રાન્સથી પરત ફરેલા મુસાફરોની સીઆઈએસએફ દ્વારા પુછપરછ કરાઈ

તો ઘણા લોકો મીડિયાના સવાલોનો જવાબ આપવાથી બચવાનો પ્રયાસ કરી ભાગતા જોવા મળ્યા, મોટાભાગના લોકો ગુજરાત પંજાબ અને દક્ષિણ ભારતના મુંબઈમાનવ તસ્કરીની આશંકાએ ફ્રાન્સ 4 દિવસથી અટકાવાયેલી ફ્લાઈટ આજે સવારે મુંબઈ એરપોર્ટ પર પહોંચી છે. મીડિયા અહેવાલો મુજબ સવારે લગભગ 4.30 કલાકે 276 લોકો ફ્લાઈટમાં પરત આવ્યા છે. એરપોર્ટ પહોંચતા જ સીઆઈએસએફએ તેમની પૂછપરછ કરી…

વારણસી,મથુરા-વૃંદાવનમાં મંદિરની પાસે ઊંચી ઈમારતો નહીં બાંધી શકાય

યોગી આદિત્યનાથે ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા તૈયાર કરવામાં આવેલ જીઆઈએસ આધારિત મહાયોજના-2031ની સમીક્ષા કરી વારાણસી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે પોતાના નિવાસસ્થાને એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે ગોરખપુર, વારાણસી, મથુરા-વૃંદાવનના આયોજિત વિકાસ માટે સંબંધિત ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા તૈયાર કરવામાં આવેલ જીઆઈએસ આધારિત મહાયોજના-2031ની સમીક્ષા કરી હતી અને જરૂરી દિશા-નિર્દેશો આપ્યા હતા. આ…

ઓસ્ટ્રેલિયા સામે હરમનપ્રિત કૌર ભારતીય ટીમની સુકાની

વનડે સિરીઝ માટે પસંદ કરાયેલી ટીમના બે ખેલાડીઓને ટી20 સિરીઝ માટે પસંદ કરાયા નથી નવી દિલ્હીવુમન્સ સિલેક્શન કમિટીએ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ આ અઠવાડિયે શરૂ થઈ રહેલી ત્રણ મેચની વનડે અને ટી20 ઈન્ટરનેશન સિરીઝ માટે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની જાહેરાત કરી છે. હરમનપ્રીત કૌર વનડે અને ટી20 ઈન્ટરનેશનલ ટીમની કેપ્ટન હશે. 28મી ડિરેમ્બરથી વનડે સિરીઝની શરૂઆત થશે…

વાતચીતથી સમસ્યા નહીં ઉકેલાય તો સ્થિતિ ગાઝા-પેલેસ્ટાઈન જેવી થશેઃ ફારુક

આજે એટલી નફરત વધી ગઈ છે કે મુસ્લિમ અને હિન્દુને લાગે છે કે તેઓ એકબીજાના શત્રુ છેઃ ફારૂક અબ્દુલ્લાહ જમ્મુજમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ અને તેને લઈને સૈન્યની કાર્યવાહી પર નેશનલ કોન્ફરન્સના નેતા ફારુક અબ્દુલ્લાએ મોટું નિવેદન આપતાં કહ્યું કે વાતચીતથી જ સમસ્યાનો ઉકેલ આવશે, નહીંતર આપણી સ્થિતિ પણ ગાઝા અને પેલેસ્ટાઈન જેવી થઈ જશે.તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં…

દેશના છ રાજ્યોમાં કરોનાના નવા વેરિયન્ટનો પગપેસરો, ત્રણનાં મોત

જેએન.1ના કેસમાં ઊછાળો, ગોવા-મહારાષ્ટ્ર સહિત આ રાજ્યોમાં 69 દર્દી, કર્ણાટકમાં 34, મહારાષ્ટ્રમાં 9, ગોવમાં 14, કેરળમાં 6, તમિલનાડુમાં 4, તેલંગણામાં 2 કેસ નવી દિલ્હીદેશમાં એકતરફ થર્ટી ફર્સ્ટ નજીક આવી રહી છે, તો બીજીતરફ કોરોના વાયરસના કેસોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં 6 રાજ્યોમાં કોરોનાના નવા વેરિયન્ટ જેએન.1નો પગપેસારો થઈ ગયો છે, જેના…