ગુજરાતમાં ૨૩૬ સરસ મેળાઓમાં રૂ. ૩૯ કરોડથી વધુનું વેચાણ; ૮,૫૦૦થી વધુ સખી મંડળો બન્યાં આત્મનિર્ભરતાનાં વાહક

અમદાવાદ અને રાજકોટના રાષ્ટ્રીય સરસ મેળામાં રૂ. ૮.૬૨ કરોડનું વિક્રમી વેચાણ; ગ્રામીણ મહિલાઓને બજાર, બ્રાન્ડિંગ અને ઈ-કોમર્સ સાથે જોડવાનો પ્રયાસ કચ્છના રણોત્સવમાં ૫ ડિસેમ્બરથી ૧૫ જાન્યુઆરી સુધી ‘સખી ક્રાફ્ટ બજાર’ યોજાશે; ૬૫૦થી વધુ બહેનોને મળશે પોતાના ઉત્પાદનોના વેચાણની તક ગાંધીનગર ગુજરાતની ગ્રામીણ મહિલાઓ હવે માત્ર સ્વસહાય જૂથો સુધી સીમિત રહી નથી, પરંતુ પોતાના કૌશલ્ય, પરિશ્રમ…

પ્રકૃતિ, મનુષ્ય અને તમામ જીવમાત્ર પ્રત્યેની જવાબદારી નિભાવવી એ જ સાચું સદ્કર્મઃ અમ્મા

આઠ વર્ષ બાદ અમદાવાદમાં અમ્માનું આગમન, હજારો ભક્તોએ કર્યા દર્શન, 300 જરૂરિયાતમંદ મહિલાઓ માટે પેન્શન સહાય યોજનાનો પ્રારંભ, નશામુક્ત ભારતનો સંકલ્પ અને ‘અમૃતા ગંગા ગુજરાતી’ ડિજિટલ પ્લેટફોર્મનું લોકાર્પણ અમદાવાદ વિશ્વવિખ્યાત આધ્યાત્મિક ગુરુ અને માનવતાવાદી નેતા માતા અમૃતાનંદમયી દેવી (અમ્મા) આઠ વર્ષના લાંબા અંતરાલ બાદ અમદાવાદ પધારતાં શહેરમાં આધ્યાત્મિક માહોલ સર્જાયો હતો. તેમની ભારત યાત્રા-2026ના ભાગરૂપે…

આઈઆઈટીઈમાં ‘શરદ સંસ્કૃતિ સંગમ’ મ્યુઝિકલ ગરબા નાઈટનું ભવ્ય આયોજન

વિદ્યાર્થીઓની ઉત્સાહભરી સહભાગિતા સાથે સંસ્કૃતિ, સામાજિક સમરસતા અને મહિલા સશક્તિકરણનો સંદેશ ગાંધીનગર ભારતીય શિક્ષક શિક્ષા સંસ્થાન (આઈઆઈટીઈ), ગાંધીનગર ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી)ના સંયુક્ત આયોજન અને ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સહયોગથી ‘શરદ સંસ્કૃતિ સંગમ’ મ્યુઝિકલ ગરબા નાઈટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. પરંપરાગત ગરબા અને સંગીતના તાલે વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો તથા…

સરદાર પટેલની ૧૫૧મી જન્મજયંતિએ એકતાનગરના ૨,૬૭૮ યુવાનોને કૌશલ્ય તાલીમ

એકતા સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટરની પહેલથી ૨,૦૦૦થી વધુ તાલીમાર્થીઓ રોજગાર, સ્વરોજગાર અને મોસમી રોજગારી સાથે જોડાયા; ૧૮૫થી વધુ ગામો સુધી પહોંચ્યો કૌશલ્ય વિકાસનો વ્યાપ મેહુલ વાંઝવાલા. રાજપીપળા સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતિના અવસરે નર્મદા જિલ્લાના એકતાનગરમાં સ્થાનિક યુવાનોને કૌશલ્યવાન બનાવી રોજગારની તકો સાથે જોડવાની પહેલને મહત્વપૂર્ણ સફળતા મળી છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીના સાંનિધ્યમાં કાર્યરત એકતા સ્કીલ…

એકતાનગરમાં રોશનીનો જાદુઈ મહોત્સવ: ‘એકતા પ્રકાશ પર્વ-2026’માં ભારતની સંસ્કૃતિ અને આધુનિક વિકાસની ઝાંખી

7.6 કિલોમીટરના વિસ્તારમાં 17 ઓક્ટોબરથી 15 જાન્યુઆરી સુધી પ્રકાશોત્સવનું આયોજન; ઇન્ડોરના ચાર પ્રાદેશિક ઝોન અને આઉટડોરના 11 મુખ્ય સેક્શન બનશે પ્રવાસીઓ માટે આકર્ષણ એકતાનગર: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભારતની સાંસ્કૃતિક વિવિધતા, સમૃદ્ધ વારસો, રાષ્ટ્રીય ગૌરવ અને આધુનિક વિકાસને પ્રકાશની કલાત્મક અભિવ્યક્તિ દ્વારા રજૂ કરતો ‘એકતા પ્રકાશ પર્વ-2026’ 17 ઓક્ટોબર, 2026થી 15 જાન્યુઆરી, 2027 સુધી યોજાશે….

રિલાયન્સ ફાઉન્ડેશન અને એસ્ટે લોડર કંપનીઝ ચેરિટેબલ ફાઉન્ડેશનની લાંબાગાળાની ભાગીદારી

ભારતમાં 10 લાખ બાળકીઓ અને યુવતીઓને સશક્ત બનાવવાનું લક્ષ્ય, જીવન કૌશલ્યથી લઈને ડિજિટલ અને નાણાકીય સાક્ષરતા સુધીની તાલીમ અપાશે મુંબઈ / ન્યૂ યોર્ક ભારતમાં બાળકીઓ અને યુવતીઓને સશક્ત બનાવવા માટે રિલાયન્સ ફાઉન્ડેશન અને ધ એસ્ટે લોડર કંપનીઝ ચેરિટેબલ ફાઉન્ડેશને લાંબાગાળાની સહભાગિતાની જાહેરાત કરી છે. આ ભાગીદારીનો મુખ્ય હેતુ સમગ્ર ભારતમાં 10 લાખ બાળકીઓ અને યુવતીઓને…

લંડન ફેશન વીકમાં ગુજરાતની માલધારી દીકરી સોનલ દેસાઈની કારીગરીનો ડંકો

રબારી ભરતકામ અને પરંપરાગત હસ્તકલાથી તૈયાર થયેલાં 25 જેટલાં ડિઝાઇનર વસ્ત્રોનું ‘BECOMING’ કલેક્શન વૈશ્વિક મંચ પર રજૂ થયું “મને મળેલી આંતરરાષ્ટ્રીય સિદ્ધિ હું મારા સમગ્ર સમાજને અર્પણ કરું છું” – સોનલ દેસાઈ અમદાવાદ ગુજરાતની સમૃદ્ધ લોકસંસ્કૃતિ, માલધારી સમાજની પરંપરાગત હસ્તકલા અને રબારી ભરતકામને આંતરરાષ્ટ્રીય ફેશન જગતમાં નવી ઓળખ અપાવતી ગૌરવપૂર્ણ સિદ્ધિ નોંધાઈ છે. ગાંધીનગર જિલ્લાના…

‘નઈ રોશની’ પહેલથી મહિલાઓમાં નેતૃત્વ અને કૌશલ્ય વિકાસને વેગ

20 ગુજરાત બટાલિયન NCC દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં છ સંસ્થાઓના આશરે 400 કેડેટ્સે લીધો ભાગ; કાયદાકીય જાગૃતિથી લઈને નાણાકીય સાક્ષરતા અને ડિજિટલ ટૂલ્સ અંગે તાલીમ અપાઈ અમદાવાદ: 20 ગુજરાત બટાલિયન NCC દ્વારા મહિલાઓને સશક્ત બનાવવા માટે ‘નઈ રોશની’ પહેલનું સફળતાપૂર્વક અમલીકરણ કરવામાં આવ્યું હતું. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ લઘુમતી સમુદાયની મહિલાઓમાં નેતૃત્વ ક્ષમતા, જાગૃતિ, કૌશલ્ય અને…

એકતાનગર ખાતે નારી શક્તિ સાથે કેન્દ્રીય રાજ્યમંત્રીનો પ્રેરણાદાયી સંવાદ

“નારી સશક્ત તો સમાજ સશક્ત અને સમાજ સશક્ત તો દેશ સશક્ત” : કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયા “મહેનત, હિંમત અને આત્મવિશ્વાસથી કરવામાં આવતું દરેક કામ ગૌરવપૂર્ણ છે” : મંત્રીશ્રી રાજપીપળા એકતાનગર ખાતે નારી શક્તિના આત્મનિર્ભરતા તરફના સંકલ્પ અને સાહસને પ્રોત્સાહન આપતા ભારત સરકારના ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના રાજ્યમંત્રીનિમુબેન બાંભણીયાએ પિંક ઈ-રિક્ષા ચલાવી આત્મનિર્ભર…

શ્રીલંકાના વડાપ્રધાન સાથે રાજનાથ સિંહની મુલાકાત, વિકાસ સહયોગ પર ચર્ચા

પ્રાદેશિક શાંતિ, સમૃદ્ધિ અને જનકલ્યાણ માટે ભારત-શ્રીલંકાએ સહિયારી વિકાસ દૃષ્ટિ સાથે આગળ વધવું જોઈએ : રાજનાથ સિંહ કોલંબો ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહે બુધવારે કોલંબોમાં શ્રીલંકાના વડાપ્રધાન ડૉ. હરિની અમરસૂરિયાની મુલાકાત લીધી હતી. બંને નેતાઓ વચ્ચે વિવિધ દ્વિપક્ષીય અને પરસ્પર હિતના મુદ્દાઓ પર મહત્વપૂર્ણ ચર્ચા થઈ હતી. આ મુલાકાત દરમિયાન વિકાસ સહયોગ ચર્ચાના મુખ્ય કેન્દ્રમાં…

ભારતીય વાયુસેનામાં મહિલા અધિકારીની ઐતિહાસિક સિદ્ધિ: AVM શક્તિ શર્મા બની પ્રથમ નોન-મેડિકલ મહિલા બે-સ્ટાર અધિકારી

ત્રણ દાયકાથી વધુની સેવા બાદ એર વાઇસ માર્શલ શક્તિ શર્માને એર હેડક્વાર્ટર્સમાં ‘એજ્યુકેશન’ની જવાબદારી; સૈનિક સ્કૂલની પ્રથમ મહિલા કમાન્ડર બનવાનો પણ શ્રેય નવી દિલ્હી ભારતીય વાયુસેનાના એર વાઇસ માર્શલ શક્તિ શર્માએ ભારતીય સંરક્ષણ દળોના ઇતિહાસમાં મહત્વપૂર્ણ સ્થાન મેળવ્યું છે. તેઓ સંરક્ષણ દળોમાં નોન-મેડિકલ ક્ષેત્રમાંથી એર વાઇસ માર્શલ અથવા સમકક્ષ બે-સ્ટાર રેન્ક મેળવનારી પ્રથમ મહિલા અધિકારી…

ડીજીઆર દ્વારા મહિલાઓને સશક્ત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ

ભૂતપૂર્વ સૈનિકોની પત્નીઓ અને વિધવાઓ માટે કૌશલ્ય વિકાસ, સ્વરોજગાર અને ટકાઉ આજીવિકાની તકો નવી દિલ્હી: ડિરેક્ટોરેટ જનરલ રિસેટલમેન્ટ (DGR) દ્વારા ભૂતપૂર્વ સૈનિકોની પત્નીઓ અને વિધવાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે વિવિધ મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી રહી છે. કૌશલ્ય વિકાસથી લઈને સ્વરોજગાર અને ટકાઉ આજીવિકા સુધીની તકો પૂરી પાડીને DGR મહિલાઓને સુરક્ષિત અને આત્મનિર્ભર ભવિષ્ય…

ચિક્હારમાં ‘નારી શક્તિ’નું ભવ્ય સ્વાગત: NCCની 28 મહિલા કેડેટ્સે સંસ્કૃતિ અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપ્યો

અપરાજિતા–પારંગ LA 2026 અભિયાન અંતર્ગત હાઈ-ઍલ્ટિટ્યૂડ અભિયાન આગળ વધ્યું, કાફનુથી લદ્દાખના કરઝોક સુધીનો પડકારજનક ટ્રાન્સ-હિમાલયન પ્રવાસ શરૂ થશે ચિકહાર‘અપરાજિતા–પારંગ LA 2026’ અંતર્ગત આયોજિત ઓલ ઈન્ડિયા NCC ગર્લ્સ હાઈ-ઍલ્ટિટ્યૂડ એક્સપેડિશનનું હિમાચલ પ્રદેશના ચિક્હારમાં ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. અભિયાનમાં જોડાયેલી 28 NCC મહિલા કેડેટ્સે ચિક્હારના વડીલો, મહિલાઓ અને બાળકો સાથે સંવાદ કરી સ્થાનિક સંસ્કૃતિ અને પરંપરાઓને…

હીરામણિ સ્કૂલમાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી, ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો

ડૉ. વિદ્યુત દેસાઈએ યુવાનોને શોખ ઓળખી જીવનલક્ષી શિક્ષણ મેળવવા આહ્વાન કર્યું દેશભક્તિના માહોલ વચ્ચે વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ઉજવ્યો સ્વાતંત્ર્ય દિન અમદવાદ અમદાવાદ સ્થિત હીરામણિ સ્કૂલ (ગુજરાતી-અંગ્રેજી માધ્યમ) ખાતે 15 ઓગસ્ટ, સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ભવ્ય ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. સવારે 7.45 કલાકે યોજાયેલા કાર્યક્રમમાં ડૉ. વિદ્યુત દેસાઈ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ધ્વજવંદન સાથે સમગ્ર પરિસરમાં…

25 હજાર નોટિકલ માઇલની ઐતિહાસિક સફર પૂર્ણ કરનાર ‘સમુદ્ર પ્રદક્ષિણા’ ટીમે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી

ત્રિ-સેવાના સર્વ મહિલા સેલિંગ અભિયાનને રાષ્ટ્રપતિની સલામ; કહ્યું- આ સિદ્ધિ દેશની યુવતીઓ માટે પ્રેરણાસ્ત્રોત બનશે નવી દિલ્હી ભારતીય સેનાના સેલિંગ વેસલ **’ત્રિવેણી’ (Indian Army Sailing Vessel – Triveni)**ના ક્રૂએ સોમવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે સૌજન્ય મુલાકાત કરી હતી. ત્રિ-સેવાના સર્વ મહિલા વિશ્વ પરિક્રમા સેલિંગ અભિયાન **’સમુદ્ર પ્રદક્ષિણા’**એ વિશ્વના સૌથી પડકારજનક સમુદ્ર માર્ગો…

દીકરાની પ્રેરણાથી માતાએ ફરી શરૂ કર્યું શિક્ષણ, IIT મદ્રાસના દીક્ષાંત સમારંભમાં બંનેએ સાથે મેળવી ડિગ્રી

45 વર્ષની જિગીશા ટેલર અને 21 વર્ષના પુત્ર આદિત્ય કાપડિયાની અનોખી સફર બની પ્રેરણાસ્ત્રોત; પરિવાર, મહેનત અને સંકલ્પથી સાબિત કર્યું કે શીખવાની કોઈ ઉંમર નથી ચેન્નાઈ ગુજરાતના ભરૂચની રહેવાસી જિગીશા ટેલર અને તેમના પુત્ર આદિત્ય કાપડિયાએ IIT મદ્રાસના ઓનલાઈન ડેટા સાયન્સ એન્ડ એપ્લિકેશન પ્રોગ્રામમાંથી એકસાથે ડિગ્રી મેળવી અનોખો ઈતિહાસ રચ્યો છે. દીકરાની પ્રેરણાથી વર્ષો બાદ…

પકોડાની લારી લગાવતા પિતાની દીકરી બની ઇન્ટરનેશનલ હોકી સ્ટાર, જર્મનીની રીજનલ લીગમાં કરી રહી છે કમાલ

રાજસ્થાનના નાના ગામથી જર્મનીના હોકી મેદાન સુધીની શિવાની સાહૂની સંઘર્ષમય સફર અનેક યુવતીઓ માટે પ્રેરણારૂપ દૌસા: રાજસ્થાનના દૌસા જિલ્લાના માંડાવર ગામની 23 વર્ષીય હોકી ખેલાડી શિવાની સાહૂ આજે જર્મનીની મહિલા રીજનલ હોકી લીગમાં ભારતનું નામ રોશન કરી રહી છે. એક સમયે જ્યાં ગામમાં હોકી માટે યોગ્ય મેદાન કે એસ્ટ્રોટર્ફ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ નહોતી, ત્યાંથી…