Admin

વડોદરામાં ભયાનક અકસ્માત: રાજસ્થાનથી સુરત જતી લક્ઝરી બસ ટ્રક સાથે ટકરાતાં 5નાં મોત

કોટંબી સ્ટેડિયમ નજીક પરોઢિયે સર્જાયેલી દુર્ઘટનામાં 26 મુસાફરો ઘાયલ, પાંચની હાલત ગંભીર વડોદરા વડોદરા-હાલોલ રોડ પર બુધવારે વહેલી સવારે સર્જાયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં પાંચ લોકોના કરુણ મોત નિપજ્યા છે, જ્યારે 26 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. રાજસ્થાનના બાસવાડાથી સુરત તરફ જઈ રહેલી લક્ઝરી બસ કોટંબી સ્ટેડિયમ નજીક ઉભેલા ટ્રકની પાછળ જોરદાર રીતે અથડાતાં આ ગંભીર…

ગુજરાત માટે ચિંતાજનક સંકેત: મોનસૂનની ગતિ ધીમી, મુંબઈ પહોંચવામાં હજુ 8 દિવસનો સમય

બંગાળની ખાડીમાં મજબૂત વરસાદી સિસ્ટમના અભાવે ચોમાસું તેલંગાણામાં અટક્યું, ગુજરાતમાં ઉકળાટ યથાવત અમદાવાદ ગુજરાત સહિત દેશભરના ખેડૂતો અને નાગરિકો જે ચોમાસાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, તેમના માટે હાલના હવામાન સંજોગો ચિંતાજનક બની રહ્યા છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર નૈઋત્યનું ચોમાસું છેલ્લા કેટલાક દિવસોથી ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે અને તેલંગાણાના ભદ્રાચલમ વિસ્તારમાં…

ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો કડાકો: ચાર દિવસમાં 16 ટકા ઘટાડો, ભારતમાં પેટ્રોલ-ડીઝલ સસ્તું થવાની આશા

અમેરિકા-ઇરાન સમજૂતીની સંભાવનાથી વૈશ્વિક બજારમાં રાહત, ભારતના આયાત ખર્ચમાં પણ ઘટાડાની શક્યતા નવી દિલ્હી વૈશ્વિક ઓઇલ માર્કેટમાંથી ભારત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં સતત ચોથા દિવસે ઘટાડો નોંધાતા છેલ્લા ચાર ટ્રેડિંગ સેશનમાં કુલ 16 ટકા જેટલો કડાકો આવ્યો છે. અમેરિકા અને ઇરાન વચ્ચે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ફરી ખુલ્લું કરવા…

બાવળામાં ભૂમાફિયાઓ સામે ખાણ ખનિજ વિભાગની મોટી કાર્યવાહી, રૂ.1.40 કરોડનો મુદ્દામાલ જપ્ત

બે સ્થળોએ દરોડા પાડી એક્સકેવેટર, ડમ્પર અને ટ્રેક્ટરો કબજે; આરોપીઓ ફરાર થતાં કાર્યવાહી પર ઉઠ્યા સવાલ અમદાવાદ, અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકામાં ગેરકાયદે ખનન પ્રવૃત્તિઓ સામે ખાણ અને ખનિજ વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ખાણ ખનિજ કચેરી અમદાવાદની ક્ષેત્રીય તપાસ ટીમે બાવળા તાલુકાના બે અલગ-અલગ વિસ્તારોમાં આકસ્મિક દરોડા પાડી અંદાજે રૂ.1.40 કરોડની કિંમતનો મુદ્દામાલ જપ્ત…

ડીઝલ અને ATFની નિકાસ પર સરકારનો કડક નિર્ણય, એક્સપોર્ટ ડ્યુટીમાં વધારો

16 જૂનથી નવા દર લાગુ; સ્થાનિક બજારમાં ઇંધણની ઉપલબ્ધતા જાળવવા કેન્દ્રનું પગલુ નવી દિલ્હીકેન્દ્ર સરકારે પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસ પર લાગતા ટેક્સમાં મહત્વપૂર્ણ ફેરફાર કરતાં ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) પરની એક્સપોર્ટ ડ્યુટીમાં વધારો જાહેર કર્યો છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા નવા દરો 16 જૂન, 2026થી અમલમાં આવી ગયા છે. આ નિર્ણયનો મુખ્ય હેતુ દેશના…

રાજુલામાં કુદરતનો કરિશ્મા: 50 ફૂટ ઊંડા કૂવામાં શ્વાન સિંહણ સાથે 5 કલાક રહ્યો , છતાં શિકાર ન કર્યો

ખાંભલીયા ગામ નજીક અચરજભરી ઘટના; શિકારી અને શિકાર એક જ કૂવામાં હોવા છતાં બંને બચી ગયા એસવીએન.અમરેલીઅમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ખાંભલીયા ગામ નજીક કુદરતનો એક અનોખો અને અચરજભર્યો કરિશ્મો જોવા મળ્યો છે. સામાન્ય રીતે સિંહણની નજરે ચઢેલો શિકાર બચી શકતો નથી, પરંતુ અહીં એક શ્વાન અને સિંહણ લગભગ પાંચ કલાક સુધી એક જ કૂવામાં સાથે…

અમરેલીમાં સિંહણના હુમલામાં યુવકનું મોત; ઘટનાસ્થળેથી માત્ર અવશેષો મળ્યા

રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીક બનેલી ઘટનાથી ફફડાટ; સિંહણને પાંજરે પૂરવા વનવિભાગની તાત્કાલિક કાર્યવાહી અમરેલીઅમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીક સિંહણના હુમલામાં એક યુવકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. કોવાયા ગામ નજીક આવેલા TPP પાવર પ્લાન્ટ સામે આવેલી એક રેસ્ટોરન્ટમાં કામ કરતા અને મૂળ ઉત્તરાખંડના રહેવાસી પ્રકાશ ચંદ્ર નામના યુવક…

UP-પંજાબ સહિત ચાર રાજ્યોમાં સમય પહેલાં યોજાઈ શકે છે વિધાનસભા ચૂંટણી, ભાજપે શરૂ કરી તૈયારી

વસ્તીગણતરી અને રાજકીય વ્યૂહરચનાને ધ્યાનમાં રાખી ચૂંટણીની તારીખોમાં ફેરફારની અટકળો; ભાજપ હાઈકમાન્ડ એક્શન મોડમાં નવી દિલ્હીઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ અને ગોવા સહિતના મહત્ત્વના રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી નિર્ધારિત સમય કરતાં થોડા અઠવાડિયા વહેલી યોજાઈ શકે તેવી રાજકીય અટકળો વચ્ચે ભાજપે ચૂંટણીની તૈયારીઓ તેજ કરી દીધી છે. પક્ષના હાઈકમાન્ડે તમામ રાજ્યોના સંગઠન અને કોર ગ્રુપને ચૂંટણી પ્રચાર…

NEET પુનઃપરીક્ષા સુધી ભારતમાં ટેલિગ્રામ પર પ્રતિબંધ, 30 જૂન સુધી મેસેજ એડિટિંગ ફીચર પણ બંધ

પેપર લીક અને ગેરરીતિઓ અટકાવવા કેન્દ્ર સરકારનું કડક પગલું; NTAની ભલામણ બાદ લેવાયો નિર્ણય નવી દિલ્હીNEET (UG) 2026ની પુનઃપરીક્ષાને નિષ્પક્ષ અને સુરક્ષિત બનાવવા કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં ટેલિગ્રામ એપ પર 22 જૂન, 2026 સુધી હંગામી પ્રતિબંધ મૂક્યો છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ની ભલામણના આધારે ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલય (MeitY) દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો…

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટે નર્મદા જિલ્લામાં તડામાર તૈયારીઓ, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મુખ્ય કાર્યક્રમ

જિલ્લા કલેક્ટર ગંગાસિંઘની અધ્યક્ષતામાં આયોજન બેઠક યોજાઈ; તાલુકા કક્ષાએ પણ યોગ કાર્યક્રમોનું આયોજન થશે રાજપીપલા:આગામી 21 જૂન, 2026ના રોજ ઉજવાનારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય અને સુવ્યવસ્થિત ઉજવણી માટે નર્મદા જિલ્લામાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ સંદર્ભે જિલ્લા કલેક્ટર ગંગાસિંઘની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે આયોજન બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લા કક્ષાના મુખ્ય કાર્યક્રમ સહિત…

અમદાવાદમાં 79મી સિનિયર નેશનલ એક્વેટિક ચેમ્પિયનશિપનો ભવ્ય પ્રારંભ, 370 ટોચના તૈરાકો વચ્ચે જામશે સ્પર્ધા

વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રમતગમત રાજ્યમંત્રી ડૉ. જયરામ ગામીતે શુભારંભ કરાવ્યો; એશિયન અને કોમનવેલ્થ ગેમ્સ માટે ક્વોલિફિકેશનનું મહત્વપૂર્ણ મંચ અમદાવાદ:ગુજરાત રમતગમત ક્ષેત્રે સતત નવી સિદ્ધિઓ હાંસલ કરી રહ્યું છે ત્યારે અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 79મી સિનિયર નેશનલ એક્વેટિક ચેમ્પિયનશિપ-2026નો ભવ્ય પ્રારંભ થયો છે. રમતગમત રાજ્યમંત્રી ડૉ. જયરામ ગામીતની ઉપસ્થિતિમાં યોજાયેલા ઉદ્ઘાટન સમારોહમાં…

NIVEA MEN અને રિયલ મેડ્રિડે ભાગીદારી લંબાવી, ભારતીય ફૂટબોલ ચાહકો માટે ખાસ અનુભવની જાહેરાત

NIVEA MENના ગ્રાહકોને મળશે રિયલ મેડ્રિડની લાઈવ મેચ જોવાની તક; ઈ-કોમર્સ અભિયાન દ્વારા ચાહકોને ક્લબ સાથે વધુ નજીક લાવવાનો પ્રયાસ મુંબઈવિશ્વની અગ્રણી સ્કિનકેર બ્રાન્ડ NIVEA MEN અને સ્પેનની પ્રતિષ્ઠિત ફૂટબોલ ક્લબ રિયલ મેડ્રિડે તેમની લાંબા સમયથી ચાલતી ભાગીદારીને વધુ આગળ વધારવાની જાહેરાત કરી છે. આ નવી ભાગીદારી હેઠળ બંને સંસ્થાઓ પ્રદર્શન, શ્રેષ્ઠતા અને વિશ્વાસના મૂલ્યોને…

ગુજરાતના વિલાયતમાં લુબ્રિઝોલ અને ગ્રાસિમનો અદ્યતન CPVC રેઝિન પ્લાન્ટ શરૂ

ભારતમાં CPVC ઉત્પાદન ક્ષમતાને મળશે નવી દિશા; માળખાકીય વિકાસ અને પાણી વિતરણ ક્ષેત્રને મળશે મજબૂત ટેકો ભરૂચલુબ્રિઝોલ અને ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ગુજરાતના વિલાયત ખાતે વિશ્વસ્તરીય ક્લોરિનેટેડ પોલીવિનાઇલ ક્લોરાઇડ (CPVC) રેઝિન ઉત્પાદન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે. આ નવી સુવિધા સાથે દહેજ ખાતેની વિસ્તૃત CPVC કમ્પાઉન્ડિંગ ક્ષમતાને જોડીને ભારતમાં લુબ્રિઝોલના સંકલિત CPVC મેન્યુફેક્ચરિંગ ફૂટપ્રિન્ટને વધુ મજબૂત બનાવવામાં…

સુરત સિવિલ હોસ્પિટલમાં 47 નવા વ્હીલચેર અને 10 અદ્યતન સ્ટ્રેચરનું લોકાર્પણ

આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાના માર્ગદર્શન હેઠળ દર્દીલક્ષી સુવિધાઓમાં વધારો; ઇમરજન્સી વિભાગને આધુનિક સાધનોથી સજ્જ કરાયો સુરત:સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સુખાકારી અને સારવાર સુવિધાઓને વધુ મજબૂત બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા 47 નવા વ્હીલચેર અને ઓક્સિજન બોટલથી સજ્જ 10 અદ્યતન સ્ટ્રેચરની ફાળવણી કરવામાં આવી છે. તાજેતરમાં આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત દરમિયાન દર્દીઓ…

NFSU ગાંધીનગર ખાતે ‘Raise-2026’ ફાર્મસી પ્લેસમેન્ટ ડ્રાઇવનો પ્રારંભ, 1000થી વધુ યુવાનોને રોજગારીની તક

ગુજરાત ફાર્મા ઉત્પાદનમાં 33% અને નિકાસમાં 28% ફાળા સાથે દેશમાં અગ્રેસર; ભેળસેળવાળી દવાઓ બનાવનારાઓ સામે કડક કાર્યવાહીની ચેતવણી ગાંધીનગર:નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU), ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલ અને ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે “Raise-2026 ફાર્મસી પ્લેસમેન્ટ ડ્રાઇવ”નું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ કાર્યક્રમનો શુભારંભ કરાવી યુવા ફાર્માસિસ્ટોને રોજગારી…

ગુજરાતમાં Td અને DPT રસીકરણ મહાઅભિયાનનો પ્રારંભ, 18.75 લાખથી વધુ બાળકોને આવરી લેવાશે

ગાંધીનગરથી આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ કરાવ્યો શુભારંભ; ‘એક પણ બાળક રસીકરણથી વંચિત ન રહે’નો સંકલ્પ ગાંધીનગર:ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા સગર્ભા માતાઓ અને બાળકોને વિવિધ ગંભીર રોગોથી સુરક્ષિત કરવા માટે રાજ્યવ્યાપી “Td અને DPT ત્રિગુણી રસીકરણ અભિયાન-2026”નો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગાંધીનગર મહાનગરપાલિકા સંચાલિત પી.એમ. શ્રી બોરીજ સરકારી પ્રાથમિક શાળા ખાતે આયોજિત કાર્યક્રમમાં રાજ્યના આરોગ્ય…

ભેળસેળખોરો સામે રાજ્ય સરકારનો આકરા પ્રહાર, રૂ. 5.89 કરોડથી વધુના ખાદ્ય પદાર્થો સામે કાર્યવાહી

ઘી, ખાદ્ય તેલ, દૂધ અને પનીરના રાજ્યવ્યાપી વિશેષ ચેકિંગ અભિયાનમાં 2.12 લાખ કિલો/લિટરથી વધુ જથ્થો તપાસ હેઠળ ગાંધીનગર:રાજ્યમાં ભેળસેળયુક્ત અને ગુણવત્તા વિહોણા ખાદ્ય પદાર્થો સામે ઝીરો ટોલરન્સની નીતિ હેઠળ ખાદ્ય અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યવ્યાપી વિશેષ તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન દરમિયાન ઘી, ખાદ્ય તેલ, દૂધ અને પનીરના મોટા જથ્થાની તપાસ…

નેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં ગુજરાતનો ડંકો, અર્હમ જોબલિયાએ જીત્યો ગોલ્ડ મેડલ

દહેરાદૂનમાં યોજાયેલી KIO નેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં અન્ડર-10 કેટેગરીમાં ગુજરાતને અપાવી ગૌરવભરી સફળ અમદાવાદદહેરાદૂનમાં યોજાયેલી 2026 KIO નેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં ગુજરાતના યુવા કરાટેકા અર્હમ જોબલિયાએ ગોલ્ડ મેડલ જીતી રાજ્યનું ગૌરવ વધાર્યું છે. 4 થી 7 જૂન, 2026 દરમિયાન યોજાયેલી KIO સબ-જૂનિયર, કેડેટ અને જૂનિયર નેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં અર્હમે શાનદાર પ્રદર્શન કરીને અન્ડર-10 બોય્ઝ (-35 કિલોગ્રામ) કેટેગરીમાં…

સમાચાર વિશ્વ ન્યૂઝ એજન્સી, સમાચાર ફાઈલ, 16-06-2026

200થી વધુ અખબારો એજન્સીની સેવાનો લાભ લઈ રહ્યા છે. NEET પુનઃપરીક્ષા સુધી ભારતમાં ટેલિગ્રામ પર પ્રતિબંધ, 30 જૂન સુધી મેસેજ એડિટિંગ ફીચર પણ બંધ સહિતની વિશેષ માહિતી ઉપરાંત આજના રસપ્રદ સમાચારોની વર્ડ ફાઈલ માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. તંત્રી શ્રી દિવસના તાજા રસપ્રદ સમાચારોની આ ફાઈલ આપ ઉપર આપેલી ફાઈલની લિન્કથી ડાઉનલોડ કરીને વર્ડ…

મધ્ય પૂર્વ યુદ્ધની અસર: અમદાવાદમાં 30 જૂન બાદ પ્રોપર્ટીના ભાવ 5થી 10 ટકા વધવાની શક્યતા

ક્રેડાઈ અમદાવાદની વિશેષ બેઠકમાં 400થી વધુ ડેવલપર્સની હાજરી, રો મટીરિયલ અને મજૂરોની અછતથી બાંધકામ ઉદ્યોગ ચિંતિત અમદાવાદ મધ્ય પૂર્વ એશિયામાં ચાલી રહેલી યુદ્ધજન્ય પરિસ્થિતિના કારણે બાંધકામ ક્ષેત્રમાં વપરાતા રો મટીરિયલ્સના અનિયમિત સપ્લાય અને ભાવોમાં થયેલા ભારે વધારાની અસર હવે અમદાવાદના રિયલ એસ્ટેટ ક્ષેત્ર પર પણ સ્પષ્ટપણે જોવા મળી રહી છે. આ મુદ્દે ચર્ચા કરવા માટે…