સુરતના વરાછામાં 4 હથિયારધારીઓએ બંદૂકની અણીએ ધોળા દિવસે 50 લાખની લૂંટ કરી
સુરત સુરતના વરાછા વિસ્તારમાં પોલીસના ગાલ પર તમાચો મારતી ઘટના સામે આવી છે. સોમવારે ધોળાદિવસે સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા(એસબીઆઈ)ની શાખામાં મોટી લૂંટની ઘટનાથી ચર્ચા મચી છે. ચાર હથિયારધારી લૂંટારુઓએ ઘૂસીને બૅન્કમાં હાજર કર્મચારીઓને બંદૂકની અણીએ બંધક બનાવ્યા હતા, અને અંદાજે 50 લાખની મત્તાની ચોરી કરી ત્યાંથી ભાગી છૂટયા હતા. ફિલ્મી ઢબે કર્મચારીઓને ધાક ધમકી આપી…
