Admin

12 વર્ષ બાદ ઐતિહાસિક ભદ્રમાં ફરી જામશે કલાની મહેફિલ: ‘ક્રાફ્ટ ઓફ આર્ટ’ના ભદ્ર ફેસ્ટિવલમાં સંગીત, નાટ્યકલા અને લોકપરંપરાઓનો અનોખો સંગમ

19 નવેમ્બરે ભદ્ર કિલ્લો, ત્રણ દરવાજા અને પ્રેમાભાઈ હોલ બનશે કલાના મંચ; 25 નવેમ્બરે અમદાવાદની ત્રણ ઐતિહાસિક વાવમાં પરોઢથી રાત સુધી સંગીત, કવિતા અને નૃત્યની સુરાવલીઓ ગુંજશે અમદાવાદ અમદાવાદ માત્ર ગુજરાતનું આર્થિક અને વ્યાપારી કેન્દ્ર નથી, પરંતુ ભારતના સમૃદ્ધ ઐતિહાસિક, સ્થાપત્ય અને સાંસ્કૃતિક વારસાનું પણ એક આગવું પ્રતીક છે. શહેરની પોળો, ઐતિહાસિક દરવાજાઓ, કિલ્લાઓ, વાવો…

હીરામણિ હાયર સેકન્ડરી સ્કૂલમાં રંગોળી સ્પર્ધાનું ભવ્ય આયોજન, વિદ્યાર્થીઓએ કલાત્મક કૃતિઓથી મંત્રમુગ્ધ કર્યા

ધોરણ 8થી 12ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર લીધો ભાગ; ભારતીય સંસ્કૃતિ અને પરંપરાની ઝાંખી કરાવતી રંગબેરંગી રંગોળીઓએ સૌનું ધ્યાન ખેંચ્યું અમદાવાદ: વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત કલાપ્રતિભા, સર્જનાત્મકતા અને કલાત્મક અભિવ્યક્તિને પ્રોત્સાહન આપવાના ઉમદા આશય સાથે હીરામણિ હાયર સેકન્ડરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ) ખાતે ધોરણ 8થી 12ના વિદ્યાર્થીઓ માટે રંગોળી સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શાળામાં કાર્યરત વિવિધ ગ્રુપ…

વેસ્ટર્ન એશિયન જુનિયર-યુથ ચેસ ચેમ્પિયનશિપમાં ભારતનો દબદબો: તમામ 14 ગોલ્ડ મેડલ પર કબજો

અમદાવાદના રાજપથ ક્લબ ખાતે યોજાયેલી સ્પર્ધામાં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન; વિવિધ વયજૂથોમાં ભારતીય ચેસબાજોએ લહેરાવ્યો વિજયધ્વજ અમદાવાદ અમદાવાદના રાજપથ ક્લબ ખાતે ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશનના આયોજન હેઠળ યોજાયેલી વેસ્ટર્ન એશિયન જુનિયર અને યુથ ચેસ ચેમ્પિયનશિપ 2026માં ભારતીય ખેલાડીઓએ ઐતિહાસિક પ્રદર્શન કર્યું છે. 22થી 31 ઓક્ટોબર દરમિયાન યોજાયેલી આ સ્પર્ધામાં ભારતે તમામ 14 ગોલ્ડ મેડલ જીતીને…

રિલાયન્સ કન્ઝ્યુમરનો બિસ્કિટ માર્કેટમાં મોટો વિસ્તાર: ‘ઇન્ડિપેન્ડન્સ’ બ્રાન્ડ હેઠળ 9 નવી વેરાયટી લોન્ચ

તમિલનાડુમાં 2 નવેમ્બરથી ઉપલબ્ધ થશે બિસ્કિટની નવી રેન્જ; ₹5થી શરૂ થશે પેકેટની કિંમત, ‘પાવર અપ’ બિસ્કિટ માટે અજિત કુમાર રેસિંગ સાથે બ્રાન્ડ એસોસિયેશન ચેન્નાઈ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની એફએમસીજી કંપની રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ (RCPL)એ પોતાની લોકપ્રિય ‘ઇન્ડિપેન્ડન્સ’ બ્રાન્ડ હેઠળ બિસ્કિટના પોર્ટફોલિયોને વધુ વિસ્તૃત કરવાની જાહેરાત કરી છે. કંપનીએ ગ્રાહકોની અલગ-અલગ પસંદગી અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને…

હીરામણિ નર્સરી-કે.જી. વિભાગમાં ભૂલકાંઓએ રંગોળી બનાવી દિવાળીની ઉજવણી કરી

શિક્ષકો સાથે મળીને બાળકોએ વિવિધ રંગોની સુંદર રંગોળી બનાવી; ઉપપ્રમુખ નીતા અમીન અને આચાર્યા ગુંજન શિવાલકરે ભૂલકાંઓને દિવાળીની શુભેચ્છા પાઠવી અમદાવાદ: દિવાળીના પર્વની ખુશી અને ઉત્સાહ હીરામણિ નર્સરી-કે.જી. વિભાગમાં પણ જોવા મળ્યો હતો. અહીં નાનાં ભૂલકાંઓ માટે દિવાળી પર્વની ઉજવણીના ભાગરૂપે રંગોળી બનાવવાના વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નર્સરી-કે.જી. વિભાગના ભૂલકાંઓએ શિક્ષકો…

રિલાયન્સ ફાઉન્ડેશન સ્થાપશે ‘નીતા મુકેશ અંબાણી અનંત આશ્રય’: 5,000થી વધુ લોકોને મળશે આજીવન ઘર

કરજતમાં 100 એકરમાં આકાર લેશે વિશાળ ટાઉનશિપ: અનાથ બાળકો, વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ વ્યક્તિઓ માટે હોસ્પિટલ, શિક્ષણ, પુનર્વસન અને રોજગાર સહિતની વિશ્વસ્તરીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે મુંબઈ રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા સમાજસેવાના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ અને અનોખી પહેલ કરવામાં આવી છે. ફાઉન્ડેશનનાં સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણીએ ‘નીતા મુકેશ અંબાણી અનંત આશ્રય’ની સ્થાપનાની જાહેરાત કરી છે. આ…

અમ્મા 21 નવેમ્બરે અમદાવાદની મુલાકાતે આવશે, ભક્તોને મળશે દિવ્ય દર્શનનો લાભ

માતા અમૃતાનંદમયી મઠ દ્વારા 15 નવેમ્બર સુધી સર્વદોષ નિવારણ હોમ અને પૂજાનું આયોજન; શાંતિ, સમૃદ્ધિ, આરોગ્ય અને પરિવારના કલ્યાણ માટે 14 પવિત્ર વૈદિક અનુષ્ઠાન યોજાશે અમદાવાદ: આધ્યાત્મિક જગતમાં પ્રેમ, કરુણા, સેવા અને માનવતાના સંદેશ માટે વિશ્વભરમાં જાણીતા માતા અમૃતાનંદમયી દેવી (અમ્મા) આગામી 21 નવેમ્બર, 2026ના રોજ અમદાવાદની મુલાકાતે આવશે. અમ્માની ભારત યાત્રા-2026ના ભાગરૂપે યોજાનારી આ…

કર્ણાવતી યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં ભારતીય કોસ્ટ ગાર્ડના DG પરમેશ શિવમણિ ઉપસ્થિત રહ્યા, કોસ્ટ ગાર્ડના જવાનોના સંતાનોના શિક્ષણ માટે MoU

ગાંધીનગરમાં યોજાયેલા પદવીદાન સમારોહમાં પીએચડી સંશોધકો અને વિવિધ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓને ડોક્ટરેટની પદવી તથા ગોલ્ડ મેડલ એનાયત કરાયા; CGWWA અને કર્ણાવતી યુનિવર્સિટી વચ્ચે શૈક્ષણિક સહયોગ માટે મહત્વપૂર્ણ કરાર ગાંધીનગર કર્ણાવતી યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે યોજાયેલા 7મા પદવીદાન સમારોહમાં ભારતીય કોસ્ટ ગાર્ડના ડિરેક્ટર જનરલ પરમેશ શિવમણિ (AVSM, PTM, TM) મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ટાઇમ્સ ગ્રુપનાં…

ભાવનગરના બોર તળાવના આકાશમાં સૂર્યકિરણ ટીમનો ભવ્ય એર શો: નવ હોક વિમાનોએ તિરંગાના રંગોથી આકાશ રંગ્યું

30થી 40 મિનિટ સુધી ચાલેલા રોમાંચક પ્રદર્શનમાં નવ વિમાનોએ લૂપ્સ, રોલ્સ અને ઇન્વર્ટેડ ફ્લાઇંગ સહિતના અદ્ભુત કરતબો રજૂ કર્યા; મોટી સંખ્યામાં નાગરિકોએ નિહાળ્યો વાયુસેનાનો શૌર્ય અને કૌશલ્યનો નજારો ભાવનગર ભારતીય વાયુસેનાની પ્રતિષ્ઠિત સૂર્યકિરણ એરોબેટિક ટીમે રવિવારે ભાવનગરના બોર તળાવ (ગૌરીશંકર તળાવ) ખાતે ભવ્ય એર શો યોજીને શહેરવાસીઓને રોમાંચિત કરી દીધા હતા. ભાવનગરમાં પ્રથમ વખત યોજાયેલા…

સમાચાર વિશ્વ ન્યૂઝ એજન્સી, સમાચાર ફાઈલ, 01-11-2026, 235થી વધુ અખબારો એજન્સીની સેવાનો લાભ લઈ રહ્યા છે

ઈશાન કિશને રચ્યો ઈતિહાસ: એક કેલેન્ડર વર્ષમાં T20Iમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટર બન્યો, સૂર્યાનો રેકોર્ડ તોડ્યો સહિતની વિશેષ માહિતી ઉપરાંત આજના રસપ્રદ સમાચારોની વર્ડ ફાઈલ માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. તંત્રી શ્રી દિવસના તાજા રસપ્રદ સમાચારોની આ ફાઈલ આપ ઉપર આપેલી ફાઈલની લિન્કથી ડાઉનલોડ કરીને વર્ડ ફાઈલમાંથી કોઈ પણ સમાચારનો ઉપયોગ કરો…

રાજકોટમાં બર્થ-ડે પાર્ટીના નામે દારૂની મહેફિલ: સરાઝા હોટેલમાં પોલીસનો દરોડો, 76 લોકો ઝડપાયા

ડેકોરા ગ્રુપના માલિક ચિરાગ પટેલની જન્મદિવસની ઉજવણીમાં 43 પુરુષ અને 33 મહિલાઓ હાજર; વિદેશી દારૂની 11 બોટલો મળી, 38 સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો રાજકોટ: દિવાળીના તહેવારો વચ્ચે રાજકોટમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ થયો છે. શહેરના કાલાવડ રોડ પર આવેલી સરાઝા હોટેલમાં બર્થ-ડે પાર્ટીના નામે યોજાયેલી દારૂની મહેફિલ પર LCB ઝોન-2ની ટીમે 31 ઓક્ટોબરની…

ઈશાન કિશને રચ્યો ઈતિહાસ: એક કેલેન્ડર વર્ષમાં T20Iમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટર બન્યો, સૂર્યાનો રેકોર્ડ તોડ્યો

હેમિલ્ટનમાં ન્યૂઝીલેન્ડ સામે 32 બોલમાં 61 રનની તોફાની ઈનિંગ રમી; વર્ષ 2026માં 37 મેચોમાં 1220 રન બનાવી વિશ્વ સ્તરે ચોથા ક્રમે પહોંચ્યો હેમિલ્ટન: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે હેમિલ્ટનના સેડન પાર્ક ખાતે રમાયેલી પાંચમી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતીય ટીમના સ્ટાર વિકેટકીપર-બેટર ઈશાન કિશને એક નવો ઈતિહાસ રચી દીધો છે. ઈશાને મેચ દરમિયાન ધમાકેદાર બેટિંગ કરતાં એક…

સુરતના ખજોદ કચરાના ઢગલામાં ભીષણ આગ: કરોડોના કૌભાંડ બાદ ફરી વિવાદો ઘેરાયા

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ખજોદ કચરા નિકાલ પ્રોજેક્ટમાં ફરી આગ લાગવાની ઘટના સામે આવી છે, જેના કારણે તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે સુરત સુરત પાલિકાના ખજોદ કચરા નિકાલ પ્રોજેક્ટમાં કરોડો રૂપિયાનું કૌભાંડ બહાર આવ્યા બાદ પણ વિવાદો અટકવાનું નામ લેતા નથી. કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાને બદલે બારોબાર અન્ય સ્થળે ઠાલવવાના કૌભાંડમાં સંડોવાયેલી…

જ્યોતિષીય હલચલ: શનિની માર્ગી ચાલ અને બુધનું નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે!

શનિ અને બુધના ગ્રહ પરિવર્તનથી આર્થિક સ્થિતિ, કરિયર અને વેપારમાં મળશે મોટો લાભ; જાણો કઈ રાશિઓ પર થશે શુભ અસર અમદાવાદ વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોની ચાલ અને નક્ષત્ર પરિવર્તનનું વિશેષ મહત્વ રહેલું છે. ન્યાયના દેવતા શનિદેવ અને બુદ્ધિ તથા વાણીના કારક બુધ ગ્રહની ગોચર સ્થિતિમાં આગામી સમયમાં થતાં પરિવર્તનો તમામ ૧૨ રાશિઓ પર ઊંડી અસર પાડશે….

રોજની ₹50 અને ₹100ની બચતથી ઘરે બેઠા મેળવો 24 કેરેટ ફિઝિકલ ગોલ્ડ, સુવર્ણમુદ્રા ગોલ્ડ ફર્મની અનોખી પહેલ

વધતા સોનાના ભાવ વચ્ચે સામાન્ય અને મધ્યમ વર્ગ માટે સુવર્ણ તક; દર મહિને ગ્રાહકોના ઘરે 999 શુદ્ધતાનું સોનું પહોંચાડવામાં આવે છે , 100 ટકા બાયબેકની સુવિધા સાથે ઇન્સ્યોરન્સનો લાભ અમદાવાદ: સોનાના ભાવમાં સતત થઈ રહેલા વધારાને કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારો માટે સોનું ખરીદવું દિવસેને દિવસે મુશ્કેલ બની રહ્યું છે. ખાસ કરીને એકસાથે મોટી…

દેવ ભટ્ટે બોયઝ અંડર-13 ફાઇનલમાં મલેશિયાના ખેલાડીને 3-1થી હરાવ્યો; અંડર-11માં રેહાંશ સિંઘવી સેમિફાઇનલ સુધી પહોંચ્યો

ગાંધીધામ આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ ક્ષેત્રે ગુજરાતના યુવા ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને રાજ્યનું ગૌરવ વધાર્યું છે. ચેન્નાઈ ખાતે 23થી 26 ઓક્ટોબર દરમિયાન યોજાયેલી WTT યૂથ કન્ટેન્ડર ચેન્નાઈ 2026 ટેબલ ટેનિસ સ્પર્ધામાં રાજકોટના પ્રતિભાશાળી ખેલાડી દેવ ભટ્ટે બોયઝ અંડર-13 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતીને ચેમ્પિયન બનવાનું ગૌરવ મેળવ્યું છે. જ્યારે કચ્છના 10 વર્ષીય ખેલાડી રેહાંશ સિંઘવીએ બોયઝ અંડર-11…

સમાચાર વિશ્વ ન્યૂઝ એજન્સી, સમાચાર ફાઈલ, 31-10-2026, 235થી વધુ અખબારો એજન્સીની સેવાનો લાભ લઈ રહ્યા છે

એકતાનગરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી: વડાપ્રધાન મોદીએ સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પી, ₹426.70 કરોડનાં વિકાસકાર્યોની ભેટ આપી સહિતની વિશેષ માહિતી ઉપરાંત આજના રસપ્રદ સમાચારોની વર્ડ ફાઈલ માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. તંત્રી શ્રી દિવસના તાજા રસપ્રદ સમાચારોની આ ફાઈલ આપ ઉપર આપેલી ફાઈલની લિન્કથી ડાઉનલોડ કરીને વર્ડ ફાઈલમાંથી કોઈ પણ સમાચારનો ઉપયોગ કરો તો…

કાપડ ઉદ્યોગને મોટી રાહત: કપાસની આયાત પર 0% કસ્ટમ ડ્યૂટીની છૂટ 31 ડિસેમ્બર સુધી લંબાવાઈ

કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય; હવે વધુ બે મહિના વિદેશથી ડ્યૂટી વગર કપાસ આયાત કરી શકાશે, કાપડ મિલો અને ગારમેન્ટ ઉદ્યોગને ઉત્પાદન ખર્ચમાં રાહત મળવાની શક્યતા નવી દિલ્હી: દેશના કાપડ ઉદ્યોગને કેન્દ્ર સરકારે મોટી રાહત આપી છે. કપાસની આયાત પર આપવામાં આવેલી કસ્ટમ ડ્યૂટી મુક્તિ વધુ બે મહિના લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે 31 ડિસેમ્બર,…

મકરબા-કોર્પોરેટ રોડ બ્રિજના ચાર રસ્તે ટ્રાફિક સિગ્નલ લગાવવાની કામગીરી શરૂ

લાંબા સમયથી સર્જાતી ટ્રાફિકની સમસ્યાનો આવશે અંત; વાહનચાલકોને 200 મીટરના વધારાના ફેરામાંથી મળશે મુક્તિ, અકસ્માતનું જોખમ પણ ઘટશે અમદાવાદ: અમદાવાદના મકરબાથી કોર્પોરેટ રોડને જોડતા ઓવરબ્રિજ પર લાંબા સમયથી સર્જાતી ટ્રાફિકની સમસ્યાના ઉકેલ માટે આખરે તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. બ્રિજના કોર્પોરેટ રોડ તરફ આવેલા ચાર રસ્તા પર ટ્રાફિક સિગ્નલ લગાવવાનું કામ હાથ ધરવામાં…

રેલવે કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા સમાચાર: હવે પાસ પર રાજધાની, શતાબ્દી અને દુરંતોમાં પણ ઊંચી શ્રેણીમાં કરી શકાશે મુસાફરી

રેલવે બોર્ડે નિયમોમાં કર્યો મહત્વનો સુધારો; તફાવતનું ભાડું ચૂકવીને પ્રીમિયમ ટ્રેનોમાં મંજૂર શ્રેણીથી ઉપરના ક્લાસમાં મુસાફરી કરવાની મળી મંજૂરી અમદાવાદ: રેલવે કર્મચારીઓ, નિવૃત્ત કર્મચારીઓ અને વિધવા પાસધારકો માટે રેલવે મંત્રાલય દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને રાહતરૂપ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રેલવેના વિવિધ પાસધારકો રાજધાની, શતાબ્દી અને દુરંતો જેવી દેશની પ્રીમિયમ ટ્રેનોમાં પણ પોતાના પાસમાં…