Admin

હીરામણિ પ્રાથમિક શાળામાં ક્લે અને મિરર વર્ક આધારિત સર્જનાત્મક પ્રવૃત્તિ યોજાઈ

ધોરણ ૫થી ૭ના વિદ્યાર્થીઓએ ક્લે અને રંગબેરંગી મિરરથી આકર્ષક કલાત્મક કૃતિઓ બનાવી અમદાવાદ: હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ) ખાતે ધોરણ ૫થી ૭ના વિદ્યાર્થીઓ માટે ક્લે અને મિરર વર્ક આધારિત સર્જનાત્મક પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવૃત્તિનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, કલ્પનાશક્તિ અને હસ્તકૌશલ્યને પ્રોત્સાહન આપવાનો હતો. ક્લેમાંથી વિવિધ આકારો તૈયાર કર્યા પ્રવૃત્તિ દરમિયાન વિદ્યાર્થીઓએ…

રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સનો આઇસક્રીમ માર્કેટમાં પ્રવેશ, ‘બોમ્બે ક્રીમરી’ લોન્ચ

અસલી ડેરી ક્રીમમાંથી તૈયાર આઇસક્રીમ, રૂ.10થી શરૂ થશે કિંમત; પશ્ચિમ ભારતમાં લોન્ચ બાદ ટૂંક સમયમાં દેશભરમાં ઉપલબ્ધ થશે બેંગલુરુ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ની FMCG પાંખ રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ (RCPL)એ આઇસક્રીમ ક્ષેત્રમાં વ્યૂહાત્મક પ્રવેશની જાહેરાત કરી છે. કંપનીએ પોતાની નવી પ્રીમિયમ ડેરી આઇસક્રીમ બ્રાન્ડ ‘બોમ્બે ક્રીમરી’ લોન્ચ કરી છે. અસલી ડેરી સામગ્રીમાંથી તૈયાર કરવામાં આવતી…

ભારતમાં બિઝનેસ ટ્રાન્ઝિશનની નવી અર્થવ્યવસ્થા: વ્યવસાય ઊભા કર્યા પછી હવે આગળ શું?

સક્સેશન, એક્વિઝિશન અને સ્ટ્રેટેજિક એક્ઝિટ બન્યા બિઝનેસ એજન્ડાના મહત્વના ભાગ; ટ્રાન્સવર્લ્ડ બિઝનેસ એડવાઇઝર્સે ભારતમાં શરૂ કરી કામગીરી અમદાવાદ, ભારતે છેલ્લા કેટલાક દાયકાઓમાં ઉદ્યોગસાહસિકોની એક મજબૂત પેઢી ઊભી કરી છે. હજારો સ્થાપકોએ 20, 30 અને ક્યારેક 40 વર્ષ સુધી મહેનત કરીને કંપનીઓ ઊભી કરી, રોજગારીનું સર્જન કર્યું અને નોંધપાત્ર વ્યવસાયિક મૂલ્ય ઊભું કર્યું છે. હવે આ…

સમાચાર વિશ્વ ન્યૂઝ એજન્સી, સમાચાર ફાઈલ, 01-09-2026, 225થી વધુ અખબારો એજન્સીની સેવાનો લાભ લઈ રહ્યા છે

અફઘાનિસ્તાન સામેની ટી-20 સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર, સંજુ સેમસનની વાપસી; રિંકુ સિંહ સહિત 8 ખેલાડીઓ બહાર સહિતની વિશેષ માહિતી ઉપરાંત આજના રસપ્રદ સમાચારોની વર્ડ ફાઈલ માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. તંત્રી શ્રીદિવસના તાજા રસપ્રદ સમાચારોની આ ફાઈલ આપ ઉપર આપેલી ફાઈલની લિન્કથી ડાઉનલોડ કરીને વર્ડ ફાઈલમાંથી કોઈ પણ સમાચારનો ઉપયોગ કરો તો અમને…

અફઘાનિસ્તાન સામેની ટી-20 સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર, સંજુ સેમસનની વાપસી; રિંકુ સિંહ સહિત 8 ખેલાડીઓ બહાર

શ્રેયસ અય્યરની આગેવાનીમાં 15 સભ્યોની ટીમ, જસપ્રીત બુમરાહ સહિત ચાર ખેલાડીઓની ફિટનેસ કસોટી બાકી નવી દિલ્હી: અફઘાનિસ્તાન સામે રમાનારી ત્રણ મેચની ટી-20 સિરીઝ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. 13 સપ્ટેમ્બરથી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે બંને ટીમો વચ્ચે સિરીઝ રમાશે. શ્રેયસ અય્યરની આગેવાનીમાં 15 સભ્યોની ટીમ પસંદ કરવામાં આવી છે. ટીમમાં સંજુ…

એક નહીં, 6 રીતે કાપવામાં આવે છે ડુંગળી, દરેક કટથી બદલાય છે સ્વાદ અને રસોઈની રીત

શેફના જણાવ્યા પ્રમાણે ડુંગળી કાપવાની રીત માત્ર દેખાવ પૂરતી નથી, પરંતુ તે ડુંગળીના પકાવવાના સમય, ટેક્સચર અને વાનગીના સ્વાદને પણ અસર કરે છે અમદાવાદ: રસોઈ બનાવતી વખતે મોટાભાગના લોકો ડુંગળીને એક જ રીતે કાપીને તેનો ઉપયોગ કરે છે. પરંતુ પ્રોફેશનલ રસોઈમાં ડુંગળી કાપવાની રીતને ખૂબ મહત્વ આપવામાં આવે છે. ડુંગળીનો કટ કેવો છે તેના આધારે…

પાકિસ્તાન ક્રિકેટના હાલ બેહાલ! ફીલ્ડિંગ કોચની ભરતી માટે LinkedIn જાહેરાત આપી

શેન મેકડરમૉટના રાજીનામા બાદ PCB નવા ફીલ્ડિંગ કોચની શોધમાં, 9 સપ્ટેમ્બર સુધી કરી શકાશે અરજી કરાચીપાકિસ્તાન ક્રિકેટ ટીમની ખરાબ ફીલ્ડિંગ ફરી એકવાર ચર્ચામાં આવી છે. ઓસ્ટ્રેલિયાના શેન મેકડરમૉટે ફીલ્ડિંગ કોચનું પદ છોડ્યા બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) હવે નવા ફીલ્ડિંગ કોચની શોધમાં છે. ખાસ વાત એ છે કે બોર્ડે આ પદ માટે LinkedIn પર સત્તાવાર…

SCO સમિટમાં CPEC મુદ્દે PM મોદીની સ્પષ્ટ વાત, ચીનને અપાવી સંપ્રભુતાની યાદ

શી જિનપિંગની હાજરીમાં PM મોદીએ કહ્યું—સંપ્રભુતા અને પ્રાદેશિક અખંડિતતાને અવગણીને બનાવાયેલા કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સ સ્વીકાર્ય નથી બિશ્કેક: શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) શિખર સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (CPEC) મુદ્દે ભારતનું વલણ ફરી એકવાર સ્પષ્ટ કર્યું. ચીન અને પાકિસ્તાનનું નામ લીધા વિના PM મોદીએ કહ્યું કે કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સમાં તમામ દેશોની સંપ્રભુતા અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન…

પેટ્રોલ-ડીઝલ અંગે સરકારનો મોટો નિર્ણય: એક્સપોર્ટ ડ્યૂટીના માળખામાં ફેરફાર, જાણો શું થશે અસર

પેટ્રોલ પર વિન્ડફોલ ટેક્સ વધારી ₹1.50 પ્રતિ લિટર કરાયો, ડીઝલની એક્સપોર્ટ લેવી ₹25 અને ATFની ડ્યૂટી ₹19 પ્રતિ લિટર થઈ નવી દિલ્હી: કેન્દ્ર સરકારે 1 સપ્ટેમ્બર 2026થી પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસ પર લાગતી ડ્યૂટીના માળખામાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. તાજા નિર્ણય મુજબ પેટ્રોલની નિકાસ પર વિન્ડફોલ ટેક્સ એટલે કે સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યૂટી (SAED) શૂન્યથી વધારીને…

ચંદીગઢમાં એરફોર્સ ઈન્ટરનેશનલ સ્ક્વોશ ચેમ્પિયનશિપ-2026નો પ્રારંભ

ભારત સહિત યુકે અને શ્રીલંકાની ટીમો ટકરાશે; 4 સપ્ટેમ્બરે ચેમ્પિયનશિપનું સમાપન ચંદીગઢ ચંદીગઢ સ્થિત એરફોર્સ સ્ટેશનના બેઝ રિપેર ડેપો ખાતે ઇન્ડિયન એરફોર્સ ઈન્ટરનેશનલ સ્ક્વોશ ચેમ્પિયનશિપ-2026નો ભવ્ય પ્રારંભ થયો છે. પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય રમતોત્સવમાં ભારત ઉપરાંત વિદેશના શ્રેષ્ઠ સ્ક્વોશ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. ચેમ્પિયનશિપના ઉદ્ઘાટન સમારોહમાં એર ચીફ માર્શલ એ.પી. સિંહ, ચીફ ઓફ ધ એર સ્ટાફ,…

નેપાળમાં વિનાશક પૂરથી થયેલી જાનહાનિ પર ભારતની સંવેદના: ‘સુખ-દુઃખ કે સાથી’ તરીકે ભારત નેપાળની પડખે

નવી દિલ્હીમાં નેપાળ દૂતાવાસની મુલાકાત લઈ શોકપોથીમાં નોંધ કરી; શોધ, બચાવ અને પુનર્વસનના પ્રયાસોમાં ભારતના સહયોગની ખાતરી નવી દિલ્હી 26 ઓગસ્ટે નેપાળમાં આવેલા વિનાશક ફ્લેશ ફ્લડના કારણે થયેલી જાનહાનિ અને વ્યાપક તબાહીને લઈને ભારતે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. ભારત સરકાર અને દેશની જનતા વતી નેપાળના લોકો તથા સરકાર પ્રત્યે હાર્દિક શોક વ્યક્ત કરવામાં આવ્યો…

સબ-જૂનિયર બોયઝ ઇન્ટર-ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટમાં વડોદરા, અમદાવાદ, રાજકોટ અને ગાંધીનગર સેમિફાઇનલમાં

ક્વાર્ટર ફાઇનલમાં વડોદરાની કચ્છ સામે 11-1થી ધમાકેદાર જીત, અમદાવાદે ભાવનગરને 7-1થી હરાવ્યું ગાંધીનગર ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA) દ્વારા આયોજિત સબ-જૂનિયર બોયઝ ઇન્ટર-ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ-2026 ગાંધીનગર ખાતે ચાલી રહી છે. ટુર્નામેન્ટમાં આજે રમાયેલી ક્વાર્ટર ફાઇનલની ચારેય મેચમાં રોમાંચક મુકાબલા જોવા મળ્યા હતા. શાનદાર પ્રદર્શન સાથે વડોદરા, અમદાવાદ, રાજકોટ અને ગાંધીનગરની ટીમોએ સેમિફાઇનલમાં સ્થાન નિશ્ચિત કર્યું…

કચ્છની નમ્રતા ભુડિયાની રગ્બીમાં ગૌરવપૂર્ણ સિદ્ધિ : ભારતીય અંડર-18 ટીમમાં સ્થાન મેળવનારી રાજ્યની પ્રથમ ખેલાડી

ચીનમાં યોજાનારી ‘Asia Rugby Emirates U-18 Sevens 2026’માં નમ્રતા ટીમ ઇન્ડિયા તરફથી રમશે — હૈદરાબાદ નેશનલ ચેમ્પિયનશિપમાં સર્વોચ્ચ સ્કોરર બનીને પસંદગી મેળવી નેહા તલાવિયા દ્વારા અમદાવાદ ગુજરાતના રમતગમત ક્ષેત્રે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાઈ છે. કચ્છ જિલ્લાની પ્રતિભાશાળી રગ્બી ખેલાડી નમ્રતા ભુડિયાની ભારતીય અંડર-18 ગર્લ્સ રગ્બી ટીમમાં પસંદગી થઈ છે. આ સાથે નમ્રતા આંતરરાષ્ટ્રીય સ્તરે…

ગુજરાત સ્ટેટ અંડર-19 ચેસ સિલેક્શન ટુર્નામેન્ટમાં સમર્થ શ્રીનિવારિયાએ બાજી મારી

બોયઝમાં સમર્થ શ્રીનિવારિયા અને ગર્લ્સમાં અર્પિતા પાઠણકર પ્રથમ; બંને કેટેગરીના ટોચના બે ખેલાડીઓ વેસ્ટ બંગાળમાં યોજાનારી નેશનલ ચેસ ચેમ્પિયનશિપમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે અમદાવાદ ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશન દ્વારા નેશનલ ચેસ ચેમ્પિયનશિપ-2026 માટે ગુજરાત સ્ટેટ અંડર-19 (બોયઝ અને ગર્લ્સ) સિલેક્શન ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. 29 અને 30 ઓગસ્ટ દરમિયાન અમદાવાદના સ્પોર્ટ્સ ક્લબ ખાતે બોયઝ અને…

ઇમામ-ઉલ-હકની ઈજાને લઈને વિવાદ, સ્ટુઅર્ટ બ્રોડે કહ્યું- ‘આ બધો માત્ર દેખાડો છે’

લોર્ડ્સ ટેસ્ટમાંથી બહાર થયા બાદ ચોથા દિવસે પટ્ટી બાંધીને પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા ઇમામ; બ્રોડના નિવેદનથી ક્રિકેટ જગતમાં ચર્ચા લંડન: ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે લોર્ડ્સમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચ દરમિયાન પાકિસ્તાનના ઓપનર ઇમામ-ઉલ-હકની ઈજાને લઈને વિવાદ ઊભો થયો છે. મેચના પ્રથમ દિવસે કેચ છોડ્યા બાદ પિંડળીમાં ખેંચાણની ફરિયાદ કરતાં ઇમામ મેદાનની બહાર ગયા હતા. ત્યારબાદ…

આર. માધવનની છતનો 70% હિસ્સો શાકભાજીથી ભરેલો, ભીંડા-રીંગણથી બ્રોકોલી સુધી જાતે જ ઉગાડે છે

2014માં શરૂ કર્યો હતો ઓર્ગેનિક ગાર્ડનિંગનો શોખ; પાણીની બચતથી લઈને સારા બીજ અને પૂરતા સૂર્યપ્રકાશ સુધી ખેતીની 7 સરળ ટિપ્સ પણ જણાવી મુંબઈ મુંબઈમાં રહેતા અભિનેતા આર. માધવને અભિનયની સાથે ખેતી અને ઓર્ગેનિક ગાર્ડનિંગને પણ પોતાના જીવનનો મહત્વનો હિસ્સો બનાવી દીધો છે. તેમના ઘરની છતનો લગભગ 70 ટકા હિસ્સો શાકભાજીના છોડથી ભરેલો છે. ભીંડા, રીંગણ,…

ફ્રાન્સના પેરિસમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું ઐતિહાસિક આગમન: ફેસ્ટિવલ ઓફ કલ્ચરનો શુભારંભ

ફ્રાન્સમાં સનાતન હિન્દુ ધર્મ માટે એક ઐતિહાસિક અધ્યાયનો પ્રારંભ બુસી-સેંટ-જ્યોર્જેસ (પેરિસ) બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના ગુરુ અને આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું ૨૯ ઓગસ્ટના રોજ ફ્રાન્સના બુસી-સેંટ-જ્યોર્જેસ ખાતે ભવ્ય આગમન થયું હતું. તેમની પાવન ઉપસ્થિતિમાં આગામી ૬ સપ્ટેમ્બરના રોજ ફ્રાન્સના પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિરનું લોકાર્પણ થશે. આ ઐતિહાસિક ‘ફેસ્ટિવલ ઓફ કલ્ચર’ (પેરિસ મંદિર મહોત્સવ)…

સબ-જૂનિયર બોયઝ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ-૨૦૨૬ નો રંગારંગ પ્રારંભ અને ક્વાર્ટર ફાઇનલ સમીકરણો

ગાંધીનગર: ગુજરાત સ્ટેટ ફૂટબોલ અસોશિએશનના ઉપક્રમે ગાંધીનગર ખાતે યોજાઈ રહેલી સબ-જૂનિયર બોયઝ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ-૨૦૨૬ અત્યારે ખૂબ જ રોમાંચક તબક્કામાં પહોંચી ગઈ છે. રાજ્યભરમાંથી ૨૧ જિલ્લાઓની ઉત્સાહી ટીમોએ ભાગ લીધેલો છે, જેમાં યુવા ખેલાડીઓ પોતાની ફૂટબોલ પ્રતિભાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહ્યા છે. આ ટુર્નામેન્ટ માત્ર ટ્રોફી જીતવા પૂરતી સીમિત નથી, પરંતુ અહીંથી ગુજરાતની નેશનલ…

રમતગમત, પ્રાકૃતિક કૃષિ અને સંસ્કારોથી જ સશક્ત ભારત બનશે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

રાષ્ટ્રીય રમતગમત દિવસ નિમિત્તે અમદાવાદમાં ભવ્ય એવોર્ડ સમારોહ : ગુજરાતની રમત પ્રતિભાઓ અને કોચનું મહાનુભાવોના હસ્તે સન્માન મોબાઈલ-સ્ક્રીનની લતથી બાળકોને બચાવવા રમતના મેદાન તરફ વાળવા રાજ્યપાલનો અનુરોધ — 5 વર્ષની ઉંમરથી રમત પ્રતિભા ઓળખી વૈજ્ઞાનિક તાલીમ આપવા પર ભાર અમદાવાદ રાષ્ટ્રીય રમતગમત દિવસ નિમિત્તે ગુજરાતના રમતગમત ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનાર પ્રતિભાશાળી ખેલાડીઓ અને કોચના સન્માન…

રાજ્યપાલશ્રીના હસ્તે ગુજરાતના ઉભરતા ખેલાડીઓથી લઈને લેજેન્ડ્સનું સન્માન

નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે SJAG દ્વારા ભવ્ય એવોર્ડ સમારંભ — વિવિધ રમતોના ૧૭ ખેલાડીઓનું સન્માન થશે અમદાવાદ નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે ગુજરાતના રમતગમત ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપનાર ઉભરતા ખેલાડીઓથી લઈને લેજેન્ડ ખેલાડીઓના સન્માન માટે સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિયેશન ઓફ ગુજરાત (SJAG) દ્વારા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના નેજા હેઠળ ભવ્ય એવોર્ડ સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદની…