Admin

ગુજરાતમાં CPR જાગૃતિ માટે એચસીજી હોસ્પિટલ્સના 85 તાલીમ સેશન

રાજકોટ, ભાવનગર અને અમદાવાદની 50થી વધુ શાળાઓ-કોલેજોના 8,000થી વધુ વિદ્યાર્થીઓને ઇમરજન્સી રિસ્પોન્સ અને જીવનરક્ષક કૌશલ્યોની તાલીમ અમદાવાદ વિશ્વ હૃદય દિવસ નિમિત્તે એચસીજી હોસ્પિટલ્સ દ્વારા Etheos Foundationની પહેલ SHILPના સહયોગથી ગુજરાતમાં CPR અને Basic Life-Saving Trainingની વિશેષ પહેલ યોજવામાં આવી હતી. સમગ્ર સપ્ટેમ્બર દરમિયાન રાજકોટ, ભાવનગર અને અમદાવાદમાં યોજાયેલા કુલ 85 તાલીમ સેશન દ્વારા 50થી વધુ…

યુવા પ્રોફેશનલથી સંસદની સફર તરફ ધનરાજ નથવાણી, અખિલેશ યાદવે રાજ્યસભા ઉમેદવાર બનાવ્યા

રિલાયન્સ ગ્રૂપ સહિત વિવિધ સંસ્થાકીય જવાબદારીઓ સંભાળી ચૂકેલા ધનરાજ નથવાણીએ લખનૌમાં ઉમેદવારીપત્ર ભર્યું; 16 ઓક્ટોબરે રાજ્યસભાની ચૂંટણી લખનૌ રાષ્ટ્રીય રાજકારણમાં નવી પેઢીના એક પ્રોફેશનલના પ્રવેશનો માર્ગ ખુલ્યો છે. ધનરાજ પરિમલ નથવાણીએ ઉત્તર પ્રદેશમાંથી સમાજવાદી પાર્ટીના રાજ્યસભા ઉમેદવાર તરીકે બુધવારે લખનૌમાં ઉમેદવારીપત્ર ભર્યું હતું. આ દરમિયાન સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ અને વરિષ્ઠ નેતા પ્રોફેસર…

ઓરિએન્ટ ક્લબમાં 2 ઓક્ટોબરે બે ચેસ ટુર્નામેન્ટનું આયોજન

ચિલ્ડ્રન ચેસ ફેસ્ટિવલમાં ટોચના 20 ખેલાડીઓને ટ્રોફી, વિશા શ્રીમાળી મોટી જ્ઞાતિ ટુર્નામેન્ટમાં પાંચ વિજેતાઓને ટ્રોફી અને પ્રતિભાશાળી ખેલાડીઓને મેડલ અપાશે અમદાવાદ અમદાવાદના એલિસબ્રિજ સ્થિત ઓરિએન્ટ ક્લબ ખાતે તા. 2 ઓક્ટોબર, 2026ના રોજ બે ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આનંદ ચેસ એસોસિએશન અને શ્રી અમદાવાદ જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક વિશા શ્રીમાળી શ્રાવક જ્ઞાતિના સંયુક્ત આયોજન હેઠળ…

ગુજરાતમાં ટેલિકોમ ક્ષેત્રે જિયોનો દબદબો યથાવત્

ઑગસ્ટમાં વાયરલેસ ગ્રાહકોનો આંક 3.41 કરોડે પહોંચ્યો; 2.11 લાખ નવા ગ્રાહકો ઉમેરાયા, વાયરલાઇનમાં 49.81% હિસ્સા સાથે જિયો મોખરે અમદાવાદ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)ના ઑગસ્ટ-2026ના આંકડા અનુસાર ગુજરાત સર્કલના ટેલિકોમ ક્ષેત્રમાં રિલાયન્સ જિયો ઈન્ફોકોમ લિમિટેડે પોતાની મજબૂત સ્થિતિ જાળવી રાખી છે. ઑગસ્ટના અંતે જિયોના વાયરલેસ ગ્રાહકોની સંખ્યા 3.41 કરોડ થઈ છે, જ્યારે ગુજરાતના વાયરલેસ…

સેવા પછી સ્વરોજગારની નવી તક: DGRની કોલ લોડિંગ-ટ્રાન્સપોર્ટેશન યોજનાથી પૂર્વ સૈનિકોને રોજગારનો માર્ગ

પાત્ર પૂર્વ સૈનિકો અને કલ્યાણકારી લાભાર્થીઓ માટે કોલ લોડિંગ તથા પરિવહન કામગીરી દ્વારા ટકાઉ આજીવિકા ઊભી કરવાની તક નવી દિલ્હી: સેવા નિવૃત્તિ બાદ પૂર્વ સૈનિકો અને પાત્ર કલ્યાણકારી લાભાર્થીઓને સ્વરોજગાર સાથે જોડવા માટે ડિરેક્ટોરેટ જનરલ રિસેટલમેન્ટ (DGR) દ્વારા કોલ લોડિંગ અને ટ્રાન્સપોર્ટેશન યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંતર્ગત પાત્ર લાભાર્થીઓને કોલ લોડિંગ તથા…

સમાચાર વિશ્વ ન્યૂઝ એજન્સી, સમાચાર ફાઈલ, 30-09-2026, 225થી વધુ અખબારો એજન્સીની સેવાનો લાભ લઈ રહ્યા છે

લવલીનાએ વર્તમાન વિશ્વ ચેમ્પિયનને હરાવી રચ્યો ઇતિહાસ, એશિયન ગેમ્સ બોક્સિંગમાં ભારતની બે મહિલા ફાઇનલિસ્ટ સહિતની વિશેષ માહિતી ઉપરાંત આજના રસપ્રદ સમાચારોની વર્ડ ફાઈલ માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. તંત્રી શ્રી દિવસના તાજા રસપ્રદ સમાચારોની આ ફાઈલ આપ ઉપર આપેલી ફાઈલની લિન્કથી ડાઉનલોડ કરીને વર્ડ ફાઈલમાંથી કોઈ પણ સમાચારનો ઉપયોગ કરો તો અમને આપના પ્રકાશનની…

બરોડા બન્યું રિલાયન્સ કપ સિનિયર મેન્સ ઇન્ટર-ડિસ્ટ્રિક્ટ ફૂટબોલનું ચેમ્પિયન

જુનાગઢ રનર-અપ અને ગાંધીનગર સેકન્ડ રનર-અપ; અંતિમ મુકાબલામાં જુનાગઢે ગાંધીનગરને 1-0થી હરાવ્યું ગાંધીનગર: ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત રિલાયન્સ કપ સિનિયર મેન્સ ઇન્ટર-ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ-2026માં બરોડાની ટીમે ચેમ્પિયનશિપ પોતાના નામે કરી છે. સુપર લીગ સ્ટેજમાં બરોડાની ટીમે ગાંધીનગર અને જુનાગઢની ટીમોને હરાવીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું. જ્યારે જુનાગઢની ટીમ રનર-અપ અને ગાંધીનગરની ટીમ સેકન્ડ…

એકતાનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પ્રવાસીઓ સાથે આત્મીય સંવાદ

ડેમ વ્યુ પોઈન્ટ-૧ ખાતે દાંતા તાલુકાના ‘પરિવાર મિલન’ અંતર્ગત આવેલા પ્રવાસીઓ સાથે મુખ્યમંત્રીએ સહજ મુલાકાત કરી રાજપીપળા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે એકતાનગરની મુલાકાતે પહોંચ્યા હતા. સરદાર સરોવર ડેમ ખાતે નર્મદા નીરના વધામણાં કર્યા બાદ તેઓ ડેમ વ્યુ પોઈન્ટ-૧ ખાતે પહોંચ્યા હતા. અહીં સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત એકતાનગરના વિવિધ પ્રવાસન સ્થળોની મુલાકાતે આવેલા પ્રવાસીઓ સાથે તેમણે…

નર્મદા ડેમ સાતમી વખત 138.68 મીટરની મહત્તમ સપાટીએ, ગુજરાતમાં જળસંગ્રહનો ઉત્સવ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેવડિયામાં વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે નર્મદા નીરના વધામણાં કર્યા; 4 કરોડથી વધુ લોકોને પીવાનું પાણી પૂરું પાડતા ડેમમાં 9,460 MCM જળસંગ્રહ એકતા નગર/કેવડિયા: ગુજરાતની જળક્રાંતિ અને કૃષિક્રાંતિની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ ફરી એકવાર તેની મહત્તમ સપાટી 138.68 મીટર (455 ફૂટ) પર પહોંચ્યો છે. રાષ્ટ્રાર્પણ બાદ સાતમી વખત ડેમ પૂર્ણ સપાટીએ પહોંચતાં…

થિયેટરમાં ‘A’ સર્ટિફિકેટ મેળવનાર ‘ધુરંધર ૨’ હવે ટીવી પર જોવા મળશે, જાણો સેન્સર બોર્ડના કેટલા કટ લાગ્યા

આદિત્ય ધરના દિગ્દર્શનમાં બનેલી સુપરહિટ ફિલ્મ ‘ધુરંધર – ધ રિવેન્જ’ (ધુરંધર ૨) એ બોક્સ ઓફિસ પર ધમાકો મચાવ્યા બાદ હવે ટેલિવિઝન પર રિલીઝ થવા જઈ રહી છે. જે બાળકો ઉંમર ઓછી હોવાને કારણે સિનેમાઘરોમાં આ ફિલ્મ જોઈ શક્યા નહોતા, તેમના માટે આ મોટા સમાચાર છે. રણવીર સિંહ અભિનીત આ ફિલ્મ આ આગામી રવિવારે (૧૮ ઓક્ટોબર)…

કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીનો મોટો પ્લાન: E20 પેટ્રોલ બાદ હવે 100% ઇથેનોલ ફ્લેક્સ-ફ્યુઅલ એન્જિન પર વિશેષ ફોકસ

નવી દિલ્હી: દેશમાં વાહનો માટે E20 પેટ્રોલ સફળતાપૂર્વક લાવ્યા બાદ હવે કેન્દ્ર સરકારનું સંપૂર્ણ ધ્યાન ફ્લેક્સ-ફ્યુઅલ એન્જિન (Flex-Fuel Engine) તરફ વળ્યું છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ મધ્યપ્રદેશમાં આયોજિત એક કાર્યક્રમમાં સ્પષ્ટ કર્યું છે કે આગામી સમયમાં એવા વાહનો આવશે જે સંપૂર્ણપણે ઇથેનોલ અથવા E100 પર ચાલી શકશે. સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય વિદેશી પેટ્રોલિયમ…

શાનથી ફાઇનલમાં ભારત: દક્ષિણ કોરિયાને 2-0થી હરાવ્યું, ગોલ્ડ મેડલથી માત્ર એક જીત દૂર

એશિયન ગેમ્સ: ભારતીય મહિલા હોકી ટીમનો શાનદાર દેખાવ, હવે ટાઇટલ મુકાબલામાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ચીન સામે જંગ થશે. નવી દિલ્હી/નાગોયા: એશિયન ગેમ્સમાં ભારતીય મહિલા હોકી ટીમે શાનદાર પ્રદર્શન જારી રાખતા ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. સેમિફાઇનલ મુકાબલામાં ભારતે મજબૂત ગણાતી દક્ષિણ કોરિયાની ટીમને 2-0થી હરાવીને સિલ્વર મેડલ પક્કો કરી લીધો છે. હવે ટીમ ઈન્ડિયાનો મુખ્ય મુકાબલો…

એશિયન ગેમ્સ: મિક્સ ટ્રેપ ટીમ ઇવેન્ટમાં ભારતે ગોલ્ડ જીત્યો, નીરુ ધંડાએ ઇતિહાસ રચ્યો

એચી-નાગોયા (જાપાન): એશિયન ગેમ્સમાં ભારતીય શૂટિંગ ટીમે શાનદાર પ્રદર્શન જારી રાખતા ટ્રેપ મિક્સ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. ભારતની સ્ટાર શૂટર નીરુ ધંડા અને કિયાન ચેનાઈની જોડીએ ફાઇનલ મુકાબલામાં ટોચના ક્રમાંકિત કતારની ટીમને પરાજય આપીને ઐતિહાસિક વિજય મેળવ્યો છે. આ ગોલ્ડ મેડલ સાથે નીરુ ધંડાએ આ એશિયન ગેમ્સમાં મેડલની હેટ્રિક (ટ્રબલ) પૂર્ણ…

લવલીનાએ વર્તમાન વિશ્વ ચેમ્પિયનને હરાવી રચ્યો ઇતિહાસ, એશિયન ગેમ્સ બોક્સિંગમાં ભારતની બે મહિલા ફાઇનલિસ્ટ

75 કિલોગ્રામ વર્ગમાં કઝાકિસ્તાનની નતાલ્યા બોગદાનોવાને 3-2થી હરાવી લવલીના બોર્ગોહેને સતત બીજી એશિયન ગેમ્સ ફાઇનલમાં સ્થાન મેળવ્યું આઇચી-નાગોયા ભારતીય બોક્સિંગ માટે એશિયન ગેમ્સમાં વધુ એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાઈ છે. ભારતની સ્ટાર બોક્સર લવલીના બોર્ગોહેને મહિલાઓના 75 કિલોગ્રામ વર્ગની સેમિફાઇનલમાં વર્તમાન વિશ્વ ચેમ્પિયન કઝાકિસ્તાનની નતાલ્યા બોગદાનોવાને 3-2ના સ્પ્લિટ નિર્ણયથી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ સાથે…

નશામુક્ત ભારતના સંદેશ સાથે એનસીસી કેડેટ્સનું જાગૃતિ અભિયાન

નિષ્ણાતોના માર્ગદર્શન, કેડેટ્સની રજૂઆતો અને સ્ટ્રીટ પ્લે દ્વારા ડ્રગ્સના દૂષણ સામે જાગૃતિ વડોદરાગ્રુપ હેડક્વાર્ટર વડોદરાના માર્ગદર્શન હેઠળ 2 ગુજરાત નેવલ વિંગ એનસીસીના કેડેટ્સ દ્વારા 25 સપ્ટેમ્બર, 2026ના રોજ નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત અસરકારક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ ડ્રગ્સના સેવનથી થતા નુકસાન અંગે જાગૃતિ ફેલાવી યુવાનોને નશામુક્ત અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા…

ભારતની AI આધારિત વિકાસ પહેલો વૈશ્વિક મંચ પર કેન્દ્રસ્થાને

UNGA સપ્તાહ દરમિયાન આયોજિત પાંચમા ‘India Day @ UNGA’માં AI, ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મહિલા નેતૃત્વ અને આરોગ્ય સહિતના મુદ્દાઓ પર ચર્ચા ન્યૂયોર્ક/મુંબઈ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 81મા સત્ર દરમિયાન આયોજિત પાંચમા ‘India Day @ UNGA’માં ભારતની વિકાસલક્ષી નવીનતાઓ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત ઉકેલોને વૈશ્વિક સ્તરે વિસ્તૃત કરવાની સંભાવનાઓ પર ભાર મૂકાયો. રિલાયન્સ ફાઉન્ડેશન, યુનાઇટેડ નેશન્સ…

એશિયન ગેમ્સમાં ભારતીય બોક્સરોનો દબદબો, વર્લ્ડ ચેમ્પિયનને હરાવી અંકુશ ફાઇનલમાં

અંકુશે 80 કિગ્રા સેમિફાઇનલમાં ઉઝબેકિસ્તાનના વર્લ્ડ ચેમ્પિયન ફઝલિદ્દીન એર્કિનબોયેવને 4-1થી હરાવ્યો; પરવીન હૂડાએ પણ 65 કિગ્રામાં ફાઇનલમાં સ્થાન મેળવ્યું આઇચી-નાગોયા એશિયન ગેમ્સ 2026માં ભારતીય બોક્સિંગ ટીમે શાનદાર પ્રદર્શન જારી રાખ્યું છે. મંગળવારે અંકુશ અને પરવીન હૂડાએ પોતાની-પોતાની સેમિફાઇનલ જીતતાં ભારતની કુલ 6 મેડલ નિશ્ચિત થઈ ગયા છે. હવે આમાંથી વધુ મેડલનો રંગ ગોલ્ડમાં બદલાય તે…

રિલાયન્સ કપ 2026: બરોડાએ જુનાગઢને 1-0થી હરાવી સુપર લીગ ચેમ્પિયનશિપ મેળવી

ગાંધીનગરમાં રમાયેલી મેચમાં અમન શેખના ગોલથી બરોડાની જીત; સુપર લીગના બંને મુકાબલા જીતી બરોડા ચેમ્પિયન ગાંધીનગર: ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA) દ્વારા આયોજિત રિલાયન્સ કપ સિનિયર મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ-2026ના ફાઇનલ સુપર લીગ સ્ટેજમાં બરોડાની ટીમે જુનાગઢને 1-0થી હરાવી ચેમ્પિયનશિપ પોતાના નામે કરી છે. બરોડાએ સુપર લીગના બંને મુકાબલામાં જીત મેળવીને કુલ 6 પોઇન્ટ…

નારીશક્તિની રક્ષા: ગુજરાતમાં 7.30 લાખથી વધુ કિશોરીઓને HPV રસી, દેશમાં પ્રથમ

માત્ર ત્રણ મહિનામાં 14 વર્ષની 100 ટકા પાત્ર કિશોરીઓનું રસીકરણ; કેન્દ્ર સરકારે કામગીરીને બિરદાવી વધુ 2.72 લાખ ડોઝ ફાળવ્યા અમદાવાદ: દીકરીઓના સ્વાસ્થ્યને સુરક્ષિત કરવા ગુજરાત સરકારે હાથ ધરેલા HPV રસીકરણ અભિયાનમાં રાજ્યએ નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. ગર્ભાશયના મુખના કેન્સર સામે રક્ષણ આપવા માટે શરૂ કરાયેલા રાષ્ટ્રવ્યાપી HPV રસીકરણ અભિયાન હેઠળ ગુજરાતે અત્યાર સુધીમાં 14…

જી-1 ટી20માં ગુજરાતને હરાવી વડોદરા, અંડર-19 મહિલા ફાઈનલમાં ગુજરાત વડોદરાને હરાવીને ચેમ્પિયન

રિલાયન્સ જી-1 ટી-20માં ગુજરાતે વડોદરાને 34 રને હરાવ્યું; અંડર-19 મહિલા ફાઇનલમાં ગુજરાતે 3 વિકેટે મેળવી રોમાંચક જીત અમદાવાદ/સુરેન્દ્રનગર: રિલાયન્સ જી-1 ટી-20 ટુર્નામેન્ટની સિનિયર પુરુષોની ફાઇનલમાં ગુજરાતને હરાવી વડોદરાએ 34 રને ટાઇટલ પોતાના નામે કર્યું, જ્યારે અંડર-19 મહિલા રિલાયન્સ જી-1 ટી-20ની ફાઇનલમાં ગુજરાતે વડોદરાને 3 વિકેટે હરાવી ચેમ્પિયન બન્યું. એક જ દિવસે રમાયેલી બંને ફાઇનલમાં બેટિંગ…