આગામી પાંચ દિવસ રાજ્યમાં હળવા વરસાદની શક્યતા

24 કલાકમાં દ. ગુજરાતમાં જ્યારે સુરત, ભરૂચ, સૌરાષ્ટ્ર, કચ્છમાં છુટોછવાયો, અમરેલી, ગીર સોમનાથ, બનાસકાંઠા, સાબરકાંઠામાં હળવો વરસાદ રહેશે અમદાવાદ  ગુજરાતમાં ભાદરવો ભરપૂર વરસી રહ્યો છે. સુરતમાં મેઘરાજાએ જળબંબાકાર કરી દેતાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયાં છે. ઉધનામાં આઠ કલાકમાં પાંચ ઈંચ વરસાદ થતાં રસ્તાઓ પર જાણે નદીઓ વહી રહી હોય તેવા પાણી ભરાઈ ગયા હતાં….

ગણપતિ પંડાલમાં વોકળા પરનો સ્લેબ તૂટતાં 20 લોકો ઘાયલ

ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા,એક મહિલાની હાલત ગંભીર રાજકોટ રાજકોટમાં યાજ્ઞિક રોડ પર આવેલ સર્વેશ્વર ચોક પાસે એક મોટી દુર્ઘટના સર્જાય છે. ગણપતિ પંડાલમાં આરતીમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી હતી આ સમયગાળા દરમિયાન આ મોટી દુર્ઘટનાનો બનાવ બન્યો હતો. આ ઘટનાની જાણ થતા જ તાત્કાલિક ફાયર વિભાગ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી.  યાજ્ઞિક રોડ…

યુનિ.ની ઉત્તરવહી ગૂમ કેસમાં સની ચૌધરી-અમિત સીંગની ધરપકડ

આરોપી અમદાવાદ આવ્યા હોવાની જાણ થતાં ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓની ધરપકડ કરી અમદાવાદ  ગુજરાત યુનિવર્સિટીમાંથી બીએસસી નર્સિંગના ચોથા વર્ષના અંદાજે 14 જેટલા વિદ્યાર્થીઓની 28 જેટલી ઉતરવહીઓ ગુમ થવાની ઘટના બે મહિના પહેલા બની હતી. જે અંગે ગત 12 જુલાઇએ ગુજરાત યુનિવર્સિટી પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ સમગ્ર કેસની તપાસમાં પોલીસને સની ચૌધરી અને…

વલસાડથી સુરત જતી હમસફર એક્સપ્રેસમાં આગથી અફરાતફરી

ટ્રેનના જનરેટર કોચમાં આગ કયા કારણે લાગી તે હજી અકબંધ વલસાડ  ગુજરાતમાં ટ્રેનમાં આગ લાગવાની સતત બીજી ઘટના પ્રકાશમાં આવી છે. વલસાડથી સુરત જતી ટ્રેનમાં આગ લાગતાં મુસાફરોમાં અફરાતફરી મચી જવા પામી હતી. આગ લાગવાની ઘટના બનતાં જ મુસાફરોને સુરક્ષિત બહાર મોકલી દેવામાં આવ્યા હતાં. વલસાડ રેલવે વિભાગે સાયરન વગાડીને આગ અંગેની જાણકારી આપી હતી….

સુરતમાં 8 કિલોથી વધુ વજનના ચરસ સાથે ત્રણની ધરપકડ

સુરત એસઓજીએ પાલનપુર પાટીયા વિસ્તારમાંથી બેકાર યુવાનને ઝડપ્યા બાદ હજીરા ગામમાં રેડ કરીને વધુ બે યુવાનોને ઝડપ્યા સુરત https://73e6f14284f650e466f7adf7ce264143.safeframe.googlesyndication.com/safeframe/1-0-40/html/container.html સુરત એસઓજીએ પાલનપુર પાટીયા વિસ્તારમાંથી બેકાર યુવાનને 2 કિલોગ્રામથી વધુ ચરસ સાથે ઝડપી પાડી તેની પુછપરછના આધારે હજીરા ગામ નીલમનગર સોસાયટીના એક ઘરમાં રેઈડ કરી ત્યાં ઘરની પાછળ ઝાડીઝાંખરામાં ખાડો ખોદી સંતાડેલા 6 કિલોગ્રામથી વધુ વજનના…

વંદેભારત જામનગરથી અમદાવાદ માત્ર પાંચ કલાકમાં પહોંચાડશે

વંદે ભારત ટ્રેનનું અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશનથી વિરમગામ અને પરત સાબરમતી સુધી ટ્રાયલ રન કરવામાં આવ્યું અમદાવાદ  ગુજરાતમાં સૌરાષ્ટ્ર તરફ દોડનારી સૌપ્રથમ વંદે ભારત ટ્રેનને 24મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન મોદી દ્વારા વર્ચ્યુઅલ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવશે. જામનગર-અમદાવાદ વચ્ચે દોડનારી આ વંદે ભારત ટ્રેનનું અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશનથી વિરમગામ અને પરત સાબરમતી સુધી ટ્રાયલ રન કરવામાં…

નારોલ-એસજી હાઈવે પરથી 1.20 કરોડથી વધુનો એમડી ડ્રગ્સ જપ્ત

આ કેસમાં કુલ આઠ આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો, ત્રણથી ચાર આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા અમદાવાદ  શહેરમાં વિદેશી દારૂ સહિતના માદક દ્વવ્યોની હેરાફેરી હવે બેકાબુ બની ગઈ છે. શહેરમાંથી વારંવાર દારૂ અને ડ્રગ્સનો જથ્થો ઝડપાઈ રહ્યો છે. ત્યારે ફરીવાર શહેરમાં નારોલ અને એસજી હાઈવે પરથી ક્રાઈમ બ્રાંચે ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. આઠ લોકો…

અમદાવાદના જાણીતા બિલ્ડર સ્વાતિ બિલ્ડકોન પર આઈટીના દરોડા

સ્વાતિ બિલ્ડકોન સાથે કનેક્શન ધરાવતા એક મોટા કેમિકલ ગ્રુપ પર પણ દરોડા પાડવામાં આવ્યા અમદાવાદ સુરત બાદ અમદાવાદમાં ઇન્કમટેક્સ વિભાગે સુપર ઓપરેશન હાથ ધર્યું છે. જેમાં શહેરના જાણીતા બિલ્ડરો પર ઈન્કમટેક્સ વિભાગે તવાઈ બોલાવી છે. આ પહેલા સુરતમાં ડાયમંડ અને જ્વેલર્સ સાથે સંકળાયેલા ત્રણ મોટા ગ્રુપ પર તવાઈ બોલાવી હતી. શહેરમાં લાંબા સમય બાદ ઈન્કમટેક્સ…

ફાર્મસી કાઉન્સિલ પર કબજા માટે વિકાસ પેનલ સામે ફાર્મા ગૌરવ પેનલનો જંગ

16 ઓક્ટોબર સુધી 32 હજાર ફાર્માસિસ્ટ દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાન બાદ નવ નવેમ્બરે પરિણામ જાહેર થશે અમદાવાદ ગુજરાત ફાર્મસી કાઇન્સિલ પર કબજો જમાવવા વિકાસ પેનલ અને એબીવીપી તથા ધી ગુજરાત સ્ટેટ કેમ્સ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનન્સની સંયુક્ત પેનલ વચ્ચે જંગ થશે. સાદી ટપાલથી યોજાતી ચૂંટણી હવે રજિસ્ટર એડિથી જ યોજાવાની હોઈ વધુ રસાકસીભરી બને એવી શક્યતા…

વરસાદની આફત વચ્ચે દ.ગુજરાતમાં 2.7ની તીવ્રતાનો ભૂકંપ

રાજ્યના પુર પ્રભાવિત વિસ્તારોમાં શાળા કોલેજોમાં રજા આપી દેવાઈ અમદાવાદ  ગુજરાતમાં ભારે વરસાદને કારણે નદીઓ ગાંડીતુર બનતાં અનેક વિસ્તારોમાં પુરની સ્થિતિ સર્જાઈ છે. રાજ્યના નર્મદા, ભરૂચ, વડોદરા, દાહોદ, પંચમહાલ અને આણંદ જિલ્લામાં ભારે વરસાદથી પ્રભાવિત નિચાણવાળા વિસ્તારમાંથી કુલ 12,444 લોકોને કાઢવામાં આવ્યા છે. તેમજ પાણીમાં ફસાયેલા 617 લોકોને રેસ્ક્યૂ કરાયા છે. છેલ્લા ત્રણેક દિવસમાં રાજ્યમાં…

25થી 30 સપ્ટેમ્બરે યોજાનારી લોઅર લેવલ સંવર્ગની ખાતાકીય પરીક્ષા મોકૂફ

આ ખાતાકીય પરીક્ષા વહીવટી કારણોસર હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી હતી અમદાવાદ  ગુજરાતમાં વિવિધ સરકારી વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે સમયાંતરે ખાતાકિય પરીક્ષા યોજાતી હોય છે. આવી ખાતાકિય પરીક્ષાનું આયોજન ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પરીક્ષાઓ હાલ પુરતી મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.  પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજયના વિવિધ સરકારી…

રેડક્રોસ સોસાયટીની રાજ્યના આરોગ્ય વિભાગ સાથે વિશેષ સેવા, રાજ્યની સરકારી હોસ્પિટલોમાં 73 જન ઔષધિ કેન્દ્રો શરૂ થશે

રાજકોટમાં રેડક્રોસના ચેરમેન અજય પટેલની ઉપસ્થિતિમાં કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા કેન્દ્રનું ઉદ્ઘાટન કરશે અમદાવાદઈન્ડિયન રેડક્રોસ સોસાયટી તેના સેવા કાર્યોમાં વધુ એક ઉમદા કાર્ય હાથ ધરવા જઈ રહ્યું છે. સંસ્થા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 73 વર્ષ પૂરા થવા પર તેમના જન્મદિને રાજ્યની 73 સરકારી હોસ્પિટલોમાં રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના સહયોગથી 73 જન ઔષધિ કેન્દ્રો શરૂ કરશે.ગરીબ…

બિપરજોયમાં નુકશાન પેટે માગેલા 700 કરોડ કેન્દ્રએ રાજ્યને આપ્યા નથી

ગુજરાત વિધાનસભાના સત્રમાં કોંગ્રેસના ધારાસભ્યોએ સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો, વિપક્ષના સવાલના જવાબમાં સરકારે સ્પષ્ટતા કરી ગાંધીનગરજૂન મહિનામાં બિપરજોય વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠે ટકરાયું હતું. જેના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છ સહતિના વિસ્તારોમાં ભારે નુકસાન થયું હતું. ત્યાર બાદ વાવાઝોડાથી પ્રભાવિત જિલ્લાઓમાં નુકસાનની સ્થળ આકારણી માટે કેન્દ્ર સરકારની બે ઇન્ટર-મિનિસ્ટેરિયલ સેન્ટ્રલ ટીમ (આઈએમસીટી) ગુજરાતની ચાર દિવસની મુલાકાતે આવી…

લાંબા અંતરની છ ટ્રેન રાજકોટ સુધી લંબાવવામાં આવી

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના લોકોને આ લાંબા અંતરની ટ્રેનોની સુવિધા મળે તે માટે આ ટ્રેનો રાજકોટ સુધી લંબાવવામાં આવી નવી દિલ્હી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓ માટે સારા સમાચારા આવ્યા છે જેમાં લાંબા અંતરની 6 ટ્રેનો રાજકોટ સુધી લંબાવવામાં આવી છે. આ માહિતી કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રીએ આપી હતી. સૌરાષ્ટ્રવાસીઓ માટે લાંબા અંતરની 6 ટ્રેનો લંબાવાઈ છે જેમાં…

સુરતમાં ડાયમંડ-જ્વેલર્સના ત્રણ ગ્રુપ પર આઈટીના દરોડા

ઈન્કટેક્સ દ્વારા પાર્થ ગ્રુપ, અક્ષર ગ્રુપ અને કાંતિલાલ જ્વેલર્સને ત્યા મોટાપાયે દરોડા પાડવામાં આવ્યા સુરત સુરતમાં ઈન્કમટેક્સ વિભાગે મોટુ સર્ચ ઓપરેશન હાથ ધરતા ત્રણ ગ્રુપના 35થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા છે. ડાયમંડ અને જ્વેલર્સ સાથે સંકળાયેલા ત્રણ ગ્રુપ પર દરોડા પાડતા જ્વેલર્સ નગરીમાં સન્નાટો છવાયો છે. ઈન્કટેક્સ દ્વારા પાર્થ ગ્રુપ, અક્ષર ગ્રુપ અને કાંતિલાલ જ્વેલર્સને…

ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા પંકજ ચૌધરીનું રાજીનામું

મહેસાણાના વતની પંકજ ચૌધરીએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું, કારણ અંગે માહિતી સામે આવી નથી અમદાવાદગુજરાતમાં ભાજપ આગામી લોકસભાની ચૂંટણી માટે પુરજોષમાં તૈયારી કરી રહી છે ત્યારે હવે પ્રદેશ ભાજપના મંત્રી પદેથી પંકજ ચૌધરીએ રાજીનામુ આપી દીધુ છે. જો કે આ રાજીનામું ક્યા કારણોસર આપ્યું છે તે અંગે કોઈ માહિતી સામે આવી નથી તેમજ પંકજ…

પિંન્કી સોની વડોદરાના નવા મેયર, ડેપ્યુટી મેયર પદે ચિરાગ બારોટ

પક્ષના દંડક તરીકે નિયુક્ત કરવાની જાહેરાત બાકી રાખવામાં આવી વડોદરાવડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર સહિત પાંચ હોદ્દા પર નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે જે અંગેની જાહેરાત આજે સૌ પ્રથમ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે પ્રભારી ગોરધન ઝડફિયા અને શહેર પ્રમુખ ડોક્ટર વિજય શાહે કોર્પોરેટરોની બેઠકમાં નામોની જાહેરાત કરી હતી. જેમાં આગામી અઢી વર્ષ મહિલા મેયરનો…

અમદાવાદના નવા મેયર તરીકે પ્રતિભા જૈનની પસંદગી

નવા ડેપ્યુટી મેયર તરીકે જતીન પટેલની વરણી, નવા સ્ટેન્ડિંગ કમિટીના ચેરેમન તરીકે દેવાંગ દાણીની નિમણૂકને મંજૂરી અમદાવાદઅમદાવાદ મહાનગરપાલિકાને આજે નવા મેયર અને પદાધિકારીઓ મળ્યા છે. અમદાવાદના મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના પદાધિકારીઓની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થઇ રહી છે ત્યારે અમદાવાદના નવા મેયરની આજે વરણી થઇ છે. શાહીબાગના કોર્પોરેટર પ્રતિભા જૈન અમદાવાદના નવા મેયર તરીકે નિયુક્ત…