સુરતમાં ડિંડોલી વાર્ડના ભાજપના યુવા પદાધિકારી જય દલાલની હત્યા

મૃતક જય દલાલ સુરતના લિંબાયત વિસ્તારના ધારાસભ્ય સંગીતા પાટીલની અત્યંત નજીક ગણાતા મહિલા અગ્રણી જયશ્રી દલાલનો પુત્ર હતો એસવીએન, સુરત સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉઠાવતી એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. શહેરના ઉધના રોડ નંબર 6 ખાતે ભાજપના યુવા પદાધિકારી જય દલાલની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકીને જાહેરમાં ક્રૂર હત્યા કરાતાં ચકચાર…

ગિરમાં 220 જેટલા ફોરેસ્ટ ટ્રેકર્સને રૂ. 10 લાખ સુધીનું વીમા કવચ 

અકસ્માત વીમો અને મેડિક્લેઇમ પૂરો પાડવા ગુજરાત સ્ટેટ લાયન કન્ઝર્વેશન સોસાયટી અને પરિમલ નથવાણીની પહેલ  જૂનાગઢ ગુજરાત સ્ટેટ લાયન કન્ઝર્વેશન સોસાયટીના સહયોગથી ગિર અને બૃહદ્ ગિરના વિવિધ સર્કલમાં કાર્યરત 220 જેટલા ફોરેસ્ટ ટ્રેકર્સને અકસ્માત વીમા અને મેડિક્લેઇમનું કવચ પૂરું પાડવામાં આવ્યું છે. ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગ તેમજ ગિરના વન વિભાગના અધિકારીઓના સહયોગથી ગુજરાત…

દર્દી સાથે અસહિષ્ણુ વર્તન કરનારા વિસનગરના જુનરયર ફાર્માસીસ્ટની કચ્છમાં બદલી

ગાંધીનગર દવાનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવા છતાં દર્દીઓને દવા ન આપવાના મામલે વિસનગરના જુનીયર ફાર્માસીસ્ટ પ્રશાંત શ્રીમાળીની કચ્છ ખાતે બદલી અને ખાતાકીય તપાસ કરવાની આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની સૂચના આપી હતી. દર્દી હિતમાં બેદરકારી દાખવનાર કર્મચારી સામે કડક વલણ અપનાવાયું હતું. આરોગ્ય મંત્રીની સૂચનાથી થયેલી તપાસમાં ગાંધીનગર ખાતે દવાનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ હોવાનું સામે આવ્યું.

પાલનપુર-દિયોદરમાંથી અંદાજે ૧૪૪૪ કિલોગ્રામથી વધુ શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત

ગાંધીનગર રાજ્યમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર તત્વો સામે આરોગ્ય વિભાગ અને ખોરાક સુરક્ષા વિભાગ દ્વારા સતત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત પાલનપુર અને દિયોદર વિસ્તારના વિવિધ સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન મોટી માત્રામાં શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો હતો. તપાસ દરમિયાન ફૂડ સેફ્ટી ઓફિસર ચેતના ગુર્જર, એમ….

સીબીએસઈ ધો. 12માં એશિયા ઇંગ્લિશ સ્કૂલના 17 વિદ્યાર્થીઓએ 90થી વધુ ટકા પ્રાપ્ત કર્યા

અમદાવાદ CBSE બોર્ડ પરીક્ષા 2026માં એશિયા ઇંગ્લિશ સ્કૂલના ધોરણ 12માં આ વર્ષે કુલ 133 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાંથી 17 વિદ્યાર્થીઓએ 90 ટકા કરતાં વધુ ગુણ પ્રાપ્ત કર્યા, જ્યારે 56 વિદ્યાર્થીઓએ 80 ટકા કરતાં વધુ ગુણ મેળવી નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરી. વિદ્યાર્થીઓમાં હિમાંશી મહેતા (485/500), પંચાલ જુહી જિજ્ઞેશ (483/500) અને કૃશિવ અચ્યુત દાણી (481/500)એ…

મહેસાણાના ૨૯ વર્ષીય યુવકે અંગ દાન થકી ત્રણ વ્યક્તિઓને જીવનદાન મળ્યું

સિવિલ હોસ્પિટલ અંગદાન ક્ષેત્રે સમગ્ર દેશમાં અગ્રેસર,અંગદાનના સેવા યજ્ઞમાં છેલ્લા છ વર્ષોમાં ૨૪૦ દાતાઓ દ્વારા ૧૦૩૨ અંગો-પેશીઓનું દાન કરાયું, અમદાવાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલ આજે અંગદાન ક્ષેત્રે સમગ્ર દેશમાં અગ્રેસર બની છે. સિવિલ હોસ્પિટલના આંગણે ફરી એકવાર માનવતા મહેકી ઉઠી છે, જ્યાં મહેસાણાના એક ૨૯ વર્ષીય બ્રેઈનડેડ યુવાનના પરિવારે અંગદાનનો ઉમદા નિર્ણય લઈને ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓને…

આરોગ્ય કર્મચારીઓના હિતોનું રક્ષણ અને તેમના પ્રશ્નોના સંવેદનશીલ નિરાકરણ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ : આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા

ગાંધીનગર આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના સાનિધ્યમાં આજે ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલ-૨ ખાતે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રતિનિધિઓ તેમજ વિવિધ વર્ગના આરોગ્ય કર્મચારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન કર્મચારીઓએ ખાતાકીય પરીક્ષા, ઉચ્ચત્તર પગાર ધોરણ, પંચાયત હસ્તકના મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર તથા ફિમેલ હેલ્થ વર્કરના ખાતાકીય મંત્રીએ તમામ રજૂઆતોને ધ્યાનપૂર્વક સાંભળી કર્મચારીહિતને કેન્દ્રસ્થાને રાખી…

વિદ્યાર્થીઓનું સશક્ત ભવિષ્ય જ રાજ્યની સાચી સંપત્તિ છે : આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયા

સિદ્ધપુર ડેન્ટલ કોલેજના ઇન્ટર્ન ડોક્ટરોના સ્ટાઈપેન્ડમાં ઐતિહાસિક વધારો,વિદ્યાર્થીઓએ આભાર વ્યક્ત કર્યો સિદ્ધપુર ડેન્ટલ કોલેજ એન્ડ હોસ્પિટલના ઇન્ટર્ન ડોક્ટરો માટે રાજ્ય સરકારશ્રીએ સંવેદનાથી ભરેલો અને વિદ્યાર્થીઓના ભવિષ્યને મજબૂત બનાવતો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. અગાઉ માસિક રૂ. ૧૨,૦૦૦ મળતું સ્ટાઈપેન્ડ હવે વધારીને રૂ. ૨૦,૧૬૦ કરવામાં આવ્યું છે, જેને કારણે સમગ્ર કોલેજ પરિવારમાં આનંદ અને ગૌરવની લાગણી પ્રસરી…

રાજુલામાં નિર્મિત ૧૦૦ બેડની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ‘મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર’નું લોકાર્પણ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હોસ્પિટલની વિવિધ સેવાઓનું નિરીક્ષણ કરી અને પંથકના નાગરિકોના નિરામય ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી:- હોસ્પિટલમાં ઓ.પી.ડી, પેથોલોજી, ડાયાલિસિસ, ગાયનેકોલોજી, સર્જરી, બાળરોગ સહિત આશરે ૧૦ જેટલી મલ્ટી સ્પેશિયાલિટી આરોગ્ય સેવાઓ સંપૂર્ણપણે નિઃશુલ્ક ઉપલબ્ધ થશે:- રામકૃષ્ણ આરોગ્ય સેવા ટ્રસ્ટ વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા દર્દીઓને સંપૂર્ણ નિ:શુલ્ક સારવાર મળશે, આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં હોસ્પિટલનો શુભારંભ…

સાબરમતી જેલના મુખ્ય દ્વાર પરથી આજીવન કેદનો આરોપી ફરાર

માલદે પરમાર હત્યા અને પોક્સો જેવા ગંભીર ગુનામાં જેલમાં હતો, જેલ તંત્રએ પોલીસમાં ફરિયાદ નોંધાવી એસવીએન,અમદાવાદ અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલની સુરક્ષા વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી એક ઘટના સામે આવી છે. હત્યા અને પોક્સો જેવા ગંભીર ગુનામાં આજીવન કેદની સજા કાપી રહેલો એક કેદી જેલના મુખ્ય દરવાજેથી જ પોલીસની નજર ચૂકવીને ફરાર થઈ ગયો છે. આ ઘટનાને…

સ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર એક પ્રવાસન સ્થળ નહીં, પરંતુ રાષ્ટ્રભક્તિ અને એકતાની પ્રેરણાભૂમિ છે : કેન્દ્રીય પ્રવાસન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત

કેન્દ્રીય પ્રવાસન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત અને રાજ્યમંત્રી સુરેશ ગોપીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ સરદાર સાહેબના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી ધન્યતા અનુભવી દરેક ભારતીયએ જીવનમાં એકવાર સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત અવશ્ય લેવી જોઈએ : કેન્દ્રીય રાજ્યમંત્રી સુરેશ ગોપી રાજપીપળા ભારત સરકારના પ્રવાસન મંત્રાલય દ્વારા નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આયોજિત “વૈશ્વિક ધોરણોને અનુરૂપ પ્રવાસન સ્થળોના વિકાસ”…

દર્દીઓને અત્યાધુનિક સારવાર મળી રહે એ માટે નર્સોની કાર્યદક્ષતા વધારવા ૮ વિશેષ ‘સ્પેશિયલાઇઝ્ડ ડિપ્લોમા કોર્સ

આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ: ગુજરાત સરકારની નર્સિંગ શિક્ષણમાં નવતર પહેલ ગાંધીનગર ગુજરાત સરકાર રાજ્યની આરોગ્ય સેવાઓને વધુ સુદ્રઢ બનાવવા માટે કટિબદ્ધ છે. રાજ્યમાં અધતન હોસ્પિટલોના નિર્માણની સાથે નર્સિંગ સ્ટાફને પણ અત્યાધુનિક તબીબી જ્ઞાન અને કૌશલ્યોથી સજ્જ કરવામાં આવી રહ્યો છે. જેનો સીધો લાભ ગુજરાતના નાગરિકોને મળતી આરોગ્ય સેવાઓની ગુણવત્તામાં વધારા સ્વરૂપે મળશે. મળતી વધુ માહિતી મુજબ…

પાસોદરાની ખાડી વિસ્તારમાં કેમિકલ ઠાલવવા મુદ્દે કાર્યવાહી

પાસોદરા કેમિકલ માફિયા દ્વારા પાસોદરાની ખાડી વિસ્તારમાં કેમિકલ ઠાલવવાની ગંભીર ઘટનાની જાણ થતાં જ મંત્રી પ્રફુલ પાનશેરિયાના માર્ગદર્શનથી કોર્પોરેટરો સુરેશ ઘોમાલિયા, વિશાલ રાઠોડ, મીતાબેન મકવાણા તથા કાવ્યા પટેલે અને મંત્રીના PA ભૌતિકે તાત્કાલિક સતર્કતા દાખવી ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (GPCB), સ્થાનિક પોલીસ તંત્ર અને સ્થાનિક આરોગ્ય વિભાગને જાણ કરી કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવા સૂચના…

કામરેજમાં શિક્ષણના નવા અધ્યાયનો પ્રારંભ: કઠોદરમાં ₹4.85 કરોડના ખર્ચે અત્યાધુનિક સરકારી માધ્યમિક શાળા બનશે

મંત્રી પ્રફુલ પાનસેરીયાએ રૂબરૂ સ્થળ મુલાકાત લઈ નકશાનું નિરીક્ષણ કર્યું; અધિકારીઓને ગુણવત્તાયુક્ત કામગીરી માટે માર્ગદર્શન આપ્યું કામરેજ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ શિક્ષણના સ્તરને વધુ ઊંચું લાવવાના મક્કમ નિર્ધાર સાથે, કઠોદર ગામે મંજૂર થયેલી નવી સરકારી માધ્યમિક શાળાના નિર્માણ કાર્યને વેગ આપવા માટે મંત્રીશ્રીએ વિશેષ મુલાકાત લીધી હતી. મજબૂત શૈક્ષણિક…

કૌટુંબિક વિખવાદનો કરૂણ અંજામ, કપડવંજ નજીક કેનાલમાં પરિવારના ચાર સભ્યો ડૂબ્યા, ત્રણનાં મોત

બે માસૂમ પુત્રીઓ સાથે કેનાલમાં કૂદનારી મહિલાનો પતિ તેમને બચાવવા કૂદી પડ્યો, ડૂબેલા પતિની શોધખોળ જારી એસવીએન,કપડવંજ ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના ફતિયાવાદ પાસે નર્મદાની મુખ્ય કેનાલમાં એક જ પરિવારના ચાર સભ્યો ડૂબ્યા હોવાની ગંભીર ઘટના સામે આવી છે. કૌટુંબિક વિખવાદને કારણે એક પરિણીતાએ પોતાની બે માસૂમ પુત્રીઓ સાથે કેનાલમાં ઝંપલાવ્યું હતું, તેમને બચાવવા કૂદેલો પતિ…

ગુજરાતમાં HPV રસીકરણ અભિયાન થકી ૫ લાખથી વધુ દીકરીઓને મળ્યું સુરક્ષા કવચ

રસીકરણ અભિયાનનો લાભ લેવાનો બાકી હોય તેવી ૧૪ વર્ષની તમામ દીકરીઓને સરકારી આરોગ્ય કેન્દ્રો પર મફત રસીનો લાભ લેવા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો અનુરોધ ગાંધીનગર મહિલાઓમાં થતા સર્વાઇકલ કેન્સર (ગર્ભાશયના મુખનું કેન્સર) સામે રાજ્યની દીકરીઓને સુરક્ષિત કરવાના ઉમદા હેતુ સાથે ગુજરાતમાં ‘HPV રસીકરણ અભિયાન’ ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં રાજ્યની પાંચ…

હીરામણિ સાંધ્યજીવન કુટિરમાં શેલ્બી હૉસ્પિટલના સહયોગથી કેન્સર અવરનેસ કાર્યક્રમ યોજાયો

અમદાવાદ હીરામણિ સાંધ્યજીવન કુટિર (વૃદ્ધાશ્રમ)માં શેલ્બી હૉસ્પિટલના કેન્સર સર્જન ડૉ.માનસી શાહ દ્વારા કેન્સર અવરનેસ વિષે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. કેન્સરના લક્ષણો, કેન્સરના પ્રકારઅને તેના નિવારણ વિષે માહિતી આપી હતી.

IITE ખાતે GCAS “વિધાર્થી જાગૃતતા અભિયાન” પ્રથમ સત્રનું  આયોજન

ગાંધીનગર ધોરણ ૧૨ના પરિણામ પછી મોટા ભાગના વિદ્યાર્થી અને તેમના વાલીને આના પછી એડમીશન ક્યાં લેવું, કઈ કોલેજ પસંદ કરવી, ફીસ કેટલી હશે, આવા ઘણા બધા પ્રશ્નો હોય છે. આવા બધા પ્રશ્નોના જવાબ માટે આ વર્ષે GCAS દ્વારા “વિદ્યાર્થી જાગૃતતા અભિયાન”ની પહેલ કરવામાં આવી છે. ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન અને જીકાસના સહયોગથી “વિધાર્થી જાગૃતતા અભિયાન”નું…

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પાઇલટની ભૂલ નહીં, ટેકનિકલ ખામી જવાબદાર હોવાનો એફઆઈપીનો ખુલાસો

12 જૂન, 2025ના રોજ અમદાવાદ એરપોર્ટ પર એર ઇન્ડિયાની ફ્લાઇટ 171 સાથેની કરૂણ દુર્ઘટનામાં 260 લોકોએ જીવ ગુમાવ્યા હતા   એસવીએન,અમદાવાદ કોઈપણ વિમાન દુર્ઘટના થાય ત્યારે સૌથી પહેલી આંગળી પાઇલટ પર ચીંધવામાં આવતી હોય છે. 12 જૂન, 2025ના રોજ અમદાવાદ એરપોર્ટ પર એર ઇન્ડિયાની ફ્લાઇટ 171 સાથે કરૂણ દુર્ઘટના ઘટી, જેમાં 260 લોકોએ જીવ ગુમાવ્યા,…

જીવનમાં કોઈપણ નિષ્ફળતાથી ડરશો નહીં, ડૉ. ગણેશ જેવા લડવૈયા બનો: આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા

ભાવનગર સિવિલ હોસ્પિટલના સેવાભાવી તબીબ ડૉ. ગણેશ બારૈયાનું ગાંધીનગર ખાતે સન્માન કરતાં આરોગ્ય મંત્રી પાનશેરીયા ગાંધીનગર શારીરિક અક્ષમતાને મજબૂત મનોબળથી પરાસ્ત કરનાર ભાવનગર સિવિલ હોસ્પિટલના સેવાભાવી તબીબ ડૉ. ગણેશ બારૈયાનું આજે ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ભાવસભાર સન્માન કર્યું હતું. આ પ્રસંગે મંત્રીએ યુવાપેઢીને પ્રેરણાદાયી સંદેશ આપતા કહ્યું હતું કે, જીવનમાં કોઈપણ નિષ્ફળતાથી ડરશો…