ગોરા બ્રિજ પર પથ્થરોમાંથી સાકાર થયો વિશાળ મગર, પ્રવાસીઓ માટે બન્યો આકર્ષણનું કેન્દ્ર
નર્મદા માતાના વાહનનું પ્રતીક સમાન મગરની ભવ્ય પ્રતિકૃતિ સાથે સ્ટેચ્યુ ઑફ યુનિટીનો નયનરમ્ય નજારો પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરે છે સુખદેવ વસાવા. રાજપીપળા નર્મદા જિલ્લાના એકતાનગરમાં પ્રવાસનનાં વિવિધ આકર્ષણો વચ્ચે ગોરા બ્રિજ પર નાના પથ્થરોમાંથી તૈયાર કરાયેલી વિશાળ કૃત્રિમ મગરની પ્રતિકૃતિ પ્રવાસીઓના આકર્ષણનું અનોખું કેન્દ્ર બની છે. નર્મદા નદીના વિશાળ પટ, આસપાસના નયનરમ્ય કુદરતી વાતાવરણ અને વિશ્વની…
