અવિવાહિત છોકરીઓ પણ માતા-પિતા દ્વારા ગુજરાન ભથ્થાંની હકદાર

ભલે છોકરીઓ કોઈ પણ ધર્મ કે ગમે તે ઉંમરની હોય દેશના ઘરેલું હિંસા અધિનિયમ હેઠળ પરિવારજનોએ તેને ગુજરાન ભથ્થું આપવું જ પડશે અલ્હાબાદઅલ્હાબાદ હાઈકોર્ટ અવિવાહિત છોકરીઓ માટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. અલ્હાબાદ હાઈકોર્ટ પોતાના એક નિર્ણયમાં સ્પષ્ટ કર્યું છે કે, અવિવાહિત છોકરીઓ પણ માતા-પિતા દ્વારા ગુજરાન ભથ્થાંની હકદાર છે. કોર્ટે પોતાના આદેશમાં એ પણ કહ્યું…

મોદીએ રામમંદિરની ટપાલ ટિકિટ બહાર પાડી, પુસ્તકનું વિમોચન કર્યું

વડાપ્રધાને કુલ છ ટપાલ ટિકિટ બહાર પાડી, જેમાં રામ મંદિર, ભગવાન ગણેશ, હનુમાન, જટાયું, કેવટરાજ અને માતા શબરીનો સમાવેશ થાય છે નવી દિલ્હીવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રી રામ જન્મભૂમિ મંદિર પર સ્મારક ટપાલ ટિકિટ બહાર પડી છે.સાથે વિશ્વભરમાં ભગવાન રામ પર જાહેર કરેલી ટિકિટોની એક પુસ્તકનું પણ વિમોચન કર્યું હતું. વડાપ્રધાને કુલ છ ટપાલ ટિકિટ બહાર…

ચેન્નાઈમાં ફ્લાઈટ ટેક ઓફ કરે એ પહેલાં ટાયર ફાટતાં ગભરાટ

130થી વધુ મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા, તમામ યાત્રીઓ સુરક્ષિત ચેન્નાઈસદભાગ્યે તમિલનાડુના ચેન્નઈમાં એક મોટી વિમાન દુર્ઘટના સર્જાતા રહી ગઇ. એક આંતરરાષ્ટ્રીય ફ્લાઈટનું ટેક ઓફ કરે તે પહેલાં જ રન વે પર ટાયર ફાટી ગયું હતું જેના લીધે 130થી વધુ મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા.જોકે સદભાગ્યે ટાયર ફાટ્યા બાદ કોઈ દુર્ઘટના સર્જાઈ નહોતી….

22 જાન્યુઆરીએ કેન્દ્ર સરકારે અડધો દિવસની રજા જાહેર કરી

સમગ્ર ભારતમાં કેન્દ્ર સરકારની તમામ કચેરીઓ, કેન્દ્રીય સંસ્થાઓ અને કેન્દ્રીય ઔદ્યોગિક સંસ્થાઓ 22 જાન્યુઆરીએ બપોરે 2:30 વાગ્યા સુધી અડધા દિવસ માટે બંધ રહેશે નવી દિલ્હીઅયોધ્યા નગરીમાં ભવ્ય રામ મંદિરમાં થનારા રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને પૂરજોશમાં તૈયારી ચાલી રહી છે તેમજ દેશભરમાં રામ ભક્તોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે કેન્દ્ર સરકારે આજે એક…

એજન્સી આરોપીઓ સાથે મારપીટ કરી ખોટા નિવેદન લખાવે છેઃ કેજરીવાલ

મને જે 4 નોટિસ મોકલાઈ હતી, તે કાયદાની દ્રષ્ટિએ ગેરકાયદેસર છે. ઈડીએ જ્યારે પણ આવી જનરલ નોટિસો મોકલી, તેને કોર્ટે રદ કરી છેઃ દિલ્હીના મુખ્યમંત્રી નવી દિલ્હીદિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ના સમન્સની સતત ચોથી વખત અવગણ કરી ઈડી અને ભાજપ પર ગંભીર આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું, ‘હું લોકસભા ચૂંટણીમાં પ્રચાર ન કરી…

વગર ટિકિટે મુસાફરી કરતા પ્રવાસીને ટીટીઈએ થપ્પડો માર્યા

ઘટનાનો વીડિયો બનાવનારને પણ ટીટીઈએ અપશબ્દો કહ્યા, મોબાઈલ છીનવવા પ્રયાસ કર્યો નવી દિલ્હીટ્રેનમાં મુસાફરી દરમિયાન કેટલાંક લોકો ટિકિટ લીધા વિના યાત્રા કરતા હોય છે, જો કે તેઓ દંડ પણ ચુકવે છે. પરંતુ તાજેતરમાં એક એવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેનો જોઇને લોકોમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે. વાયરલ થઇ રહેલા…

દેશના 17 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં કોવિડના જેએન-1 વેરિયન્ટનો પગપેસરો

ભારતીય સાર્સ-કોવ -2 જીનોમિક્સ કન્સોર્ટિયમના ડેટા મુજબ સૌથી વધુ કેસ કર્ણાટકમાં નોંધાયા, ગુજરાતમાં 76 કેસ, દેશમાં કુલ 1226 કેસ નવી દિલ્હીદેશમાં 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં કોવિડ-19 સબ વેરિયન્ટ જેએન.1નો પેસારો થયો છે. અત્યાર સુધીમાં નવા વેરિયન્ટના કુલ 1226 કેસ સામે આવ્યા છે. સૌથી વધુ કેસ કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં નોંધાયા છે. આ માહિતી ઈન્સાકોગે ગુરુવારે…

સરકારે આયુષ્માન ભારત યોજના હેઠળ સારવારની યાદીમાંથી 196 રોગને હટાવ્યા

હવે લોકોને આ રોગોની સારવાર સરકારી હોસ્પિટલોમાં જ લેવી પડશે, લાભાર્થીઓને ખાનગી હોસ્પિટલ્સમાં આ રોગોમાં મફત સારવાર નહીં મળી શકે નવી દિલ્હીલોકો સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન આપે તે માટે સરકારે આયુષ્માન ભારત યોજના શરૂ કરી છે. 2018 માં શરૂ થયેલી આ અદ્ભુત યોજના હેઠળ, અનેક રોગોની મફતમાં સારવાર કરવામાં આવે છે. આ કાર્ડધારકોમાં બાળકોથી લઈને વડીલો…

મણિપુરના મોરેહ શહેરમાં દળો અને ઉગ્રવાદીની અથડામણમાં એક કમાન્ડો શહીદ

શંકાસ્પદ કુકી ઉગ્રવાદીઓએ સુરક્ષા દળોની ચોકીને નિશાન બનાવી, પહેલા ચોકી પર ગોળીબાર કર્યો અને ત્યારબાદ બોંમ્બ ફેંક્યા હતા, જેના જવાબમાં જવાનોએ પણ ગોળીબાર કર્યો ઈમ્ફાલમણિપુરમાં છેલ્લા ઘણા સમયથી શાંત પડેલી હિંસા ફરી એકવાર ભડકી ઉઠી છે. ટેગ્નોપાલ જિલ્લાના મોરેહ શહેરમાં આજે સુરક્ષા દળોના જવાન અને ઉગ્રવાદીઓ સામસામે આવી ગયા હતા અને બંને તરફથી ગોળીબાર થયો…

ધુમ્મસથી બે દિવસમાં 300 ફ્લાઈટ રદ, 40 હજાર મુસાફરો ઘટ્યા

1થી 13 જાન્યુઆરી સુધીમાં ભારતમાં સરેરાશ 2883 ડોમેસ્ટિક ફ્લાઈટોનું સંચાલન કરાયું, જેમાં 4,42,370 મુસાફરોએ પ્રવાસ કર્યો, 14 જાન્યુઆરીએ ફ્લાઈટની સંખ્યા ઘટીને 2552 થઈ ગઈ નવી દિલ્હીદેશભરના ઘણા ભાગોમાં કડકડતી ઠંડી સાથે ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યું છે, જેની સૌથી વધુ અસર એર ટ્રાફિકને થઈ છે. કેટલાક દિવસોથી ઘણી ફ્લાઈટો રદ કરાઈ છે અને મુસાફરોની સંખ્યા…

ભારત વિશ્વની સૌથી ચોથી શક્તિશાળી સેના છે

યાદીમાં અમેરિકા ટોચે રહ્યું હતું, જ્યારે ખાસ વાત એ છે કે ટોપ 10 દેશોમાં પાકિસ્તાન આ યાદીમાં ઠેઠ તળીયે હોય તેમ 9મા સ્થાને રહ્યું નવી દિલ્હી ભારતીય સેના વિશ્વની ચોથી સૌથી શક્તિશાળી સેના છે. 2024 માટે તાજેતરમાં બહાર પાડવામાં આવેલી ગ્લોબલ ફાયરપાવરની યાદીમાં સૌથી મજબૂત સેનાઓની વિગતો આપવામાં આવી છે. આ યાદીમાં અમેરિકા ટોચે રહ્યું…

એનસીપીના નેતા શરદ પવારનો રામમંદિરનું આમંત્રણ સ્વિકારવા ઈનકાર

શરદ પવારે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાયને પત્ર લખી કાર્યક્રમમાં હાજર નહીં રહી શકે એમ જણાવ્યું મુંબઈ રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે ઘણા રાજનેતાઓને આમંત્રણ મોકલાયું છે. તેમાં કોંગ્રેસ સહિત વિપક્ષના ઘણા સાથીઓએ આમંત્રણ ફગાવતાં રામમંદિરના ઉદઘાટન સમારોહને ભાજપનો રાજકીય કાર્યક્રમ ગણાવી દીધો હતો. આ સૌની વચ્ચે વધુ એક દિગ્ગજ અને કદાવર નેતા…

આરએસએસ-ભાજપે અયોધ્યા કાર્યક્રમને મોદીનો રાજકીય કાર્યક્રમ બનાવી દીધોઃ રાહુલ

હિન્દૂ ધર્મના મુખ્ય લોકોએ પણ રામ મંદિરના ઉદઘાટન કાર્યક્રમ અંગે સવાલ કર્યા છે કે, 22મીનો કાર્યક્રમ ચૂંટણીલક્ષી થઈ ગયો છે, તેથી કોંગ્રેસે ન જવાનો નિર્ણય કર્યો છેઃ કોંગ્રેસના નેતા કોહીમાઉત્તરપ્રદેશના અયોધ્યામાં 22 જાન્યુઆરીએ ભગવાન શ્રી રામનો પ્રાણપ્રતિષ્ઠા સમારોહ યોજાવના છે, તે પહેલા આજથી ધાર્મિક વિધિ પણ શરૂ થઈ છે. આ કાર્યક્રમમાં સામેલ થવા દેશ-વિદેશના દિગ્ગજ…

ગુજરાત યુનિ. કેસમાં સાંસદ સંજયસિંહને વચગાળાની રાહત, ટ્રાયલ પણ સ્થગિત

સુપ્રીમ કોર્ટની બેંચે કેસને ગુજરાત બહાર ટ્રાન્સફર કરવાના સંજય સિંહની વિનંતી પર વિચાર કરવાનો ઈન્કાર કરી દીધો નવી દિલ્હીસુપ્રીમ કોર્ટે ગુજરાત યુનિવર્સિટીએ દાખલ કરેલા બદનક્ષીના કેસમાં આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહને વચગાળાની રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટ દ્વારા પાઠવાયેલું સમન્સ 4 અઠવાડિયા સુધી સ્થગિત રાખવાનો નિર્ણય કર્યો છે. ઉપરાંત તેમની વિરુદ્ધ ટ્રાયલ…

જ્ઞાનવાપી કેસમાં સીલ કરેલા વિસ્તારના વજૂખાનાની સફાઈનો સુપ્રીમનો આદેશ

સીલ કરેલા વિસ્તારમાં સફાઈની કામગીરી જિલ્લા મેજિસ્ટ્રેટની દેખરેખ હેઠળ કરવા સુચના નવી દિલ્હીસુપ્રીમ કોર્ટે જ્ઞાનવાપી કેસમાં સીલ કરેલા વિસ્તારમાં વજૂખાનાની સફાઈ કરવાનો આદેશ આપ્યો છે. આ મામલે હિન્દુ પક્ષ દ્વારા 2 જાન્યુઆરીએ કોર્ટમાં અરજી દાખલ કરીને સીલ કરેલા વિસ્તારમાં વજૂખાનાને સાફ કરવાની પરવાનગી માંગી હતી. હિન્દુ પક્ષે કહ્યું હતું કે વજૂખાનાની સફાઈ ન થવાને કારણે…

વિમાનના મુસાફરોની અસુવિધા ટાળવા એરપોર્ટ પર વોર રૂમ બનાવાશે

એરક્રાફ્ટમાં વિલંબ અને મુસાફરોની સુવિધા માટે જારી નવી એસપીઓ બહાર પાડવામાં આવી, તમામ 6 મેટ્રો એરપોર્ટ માટે દરરોજ ત્રણ વખત ઘટનાની રિપોર્ટિંગ માંગવામાં આવી નવી દિલ્હીઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ મંગળવારે નજીકના ભવિષ્યમાં મુસાફરોની મુશ્કેલ પરિસ્થિતિને ઓછી કરવા માટે એરલાઇન્સને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસપીઓ) જારી કરી હતી. અગાઉ, સિંધિયાએ કહ્યું હતું કે હવામાનને કારણે ફ્લાઇટ રદ…

2024માં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઊભરીને આવશેઃ થરૂર

ગઠબંધનના દળોને વહેલી તકે શક્ય હોય તેટલા રાજ્યોમાં બેઠકોની વહેંચણી કરી લેવાની સલાહ આપી નવી દિલ્હી   કર્ણાટકમાં મલ્લિકાર્જુન ખડગે સહિત  કેટલાક દિગ્ગજ નેતા ચૂંટણી લડશે નહીં તેમ એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.  કોંગ્રેસી સાંસદ શશી થરૂરે આગાહી કરી છે કે ૨૦૨૪ની સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી આવશે. થરૂરે…

પંજાબના મુખ્યમંત્રી-ડીજીપીને પન્નુએ હત્યાની ધમકી આપી

ખાલિસ્તાની આતંકવાદીએ 26મી જાન્યુઆરીના ગણતંત્ર દિવસ પર વાતાવરણ બગાડવાની ધમકી આપી અમૃતસર પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ખાલિસ્તાની આતંકી અને શીખ ફોર જસ્ટિસના સંસ્થાપક ગુરપતવંત સિંહ પન્નુએ ભગવંત માનને ધમખી આપી છે. એટલું જ નહીં પંજાબના ડીજીપી ગૌરવ યાદવને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી છે. અહેવાલો અનુસાર, એક વીડિયો…

મથુરા ઈદગાહ મસ્જિદના સરવે પર સુપ્રીમ કોર્ટનો સ્ટે

શાહી ઈદગાહના સરવે માટે કોર્ટ કમિશનરની નિમણૂક કરવાના અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય પર સુપ્રીમ કોર્ટ રોક લગાવી નવી દિલ્હી મથુરાના શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી હિન્દુ પક્ષને મોટો આંચકો લાગ્યો છે. સુપ્રીમકોર્ટે ઈદગાહ મસ્જિદના સરવે પર સ્ટે મૂક્યો છે.  સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના એ નિર્ણય પર રોક લગાવી દીધી છે, જેમાં શાહી ઈદગાહના સરવે માટે…

મુંબઈમાં મોટર સાયકલ ડમ્પર સાથે ટકરાતાં ત્રણનાં મોત

ત્રણેય યુવકો બાઈક પર પરેલ બ્રિજ પરથી દક્ષિણ મુંબઈ તરફ જઈ રહ્યા હતા, ત્યારે બાઈક કાબૂ બહાર થતાં ડિવાઈડર પર ચડી ગઈ હતી મુંબઈ મુંબઈના પરેલ બ્રિજ પર આજે વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. અહીં એક મોટરસાઈકલ અને ડમ્પર વાહન વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી, જેમાં ત્રણ લોકોના મોત થયા હતા. કહેવામાં…