ફ્રોડ કેસમાં ડોનાલ્ડ ટ્રમ્પ-ઓર્ગેનાઈઝેશનને 29.46 હજાર કરોડનો દંડ

કોર્ટના આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ટ્રમ્પે દંડની રકમ પર લાખો ડોલરનું વ્યાજ પણ ચૂકવવું પડશે વોશિંગ્ટન અમેરિકન પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલી વધતી જઈ રહી છે. હવે અમેરિકન પૂર્વ પ્રમુખ  ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ સિવિલ ફ્રોડ કેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં ન્યૂયોર્કની એક કોર્ટે પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર મોટો દંડ…

બહુ આયામી વાટાઘાટોનું મંચ તૈયાર કરવા 2024 પ્રોગ્રામ ઓફ વર્કનો પ્રસ્તાવ અટકાવાયો

કોન્ફરન્સ ઓફ ડિસઆર્મમેન્ટ સર્વાનુમતે જ કોઈ નિર્ણય કરે છે એટલા માટે પાકિસ્તાનના કારણે ભારતનો આ પ્રોગ્રામ અટવાઈ ગયો હતો જિનિવા પાકિસ્તાને તેની ગંદી રમત રમવાનું ચાલુ રાખ્યું છે. જિનિવામાં આયોજિત કોન્ફરન્સ ઓફ ડિસઆર્મમેન્ટમાં ભારત દ્વારા અધ્યક્ષ તરીકે બહુ આયામી વાટાઘાટોનું મંચ તૈયાર કરવા 2024 પ્રોગ્રામ ઓફ વર્ક નામે પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવમાં…

ભારત સાથે સબંધો બગડવાના લીધે કેનેડાના વિઝામાં 42 ટકાનો ઘટાડો

સ્ટુડન્ટ વિઝામાં પણ 15 ટકાનો ઘટાડો નોંધાયો, આ મુદ્દા પર કેનેડાના હાઈ કમિશન દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યો નથી નવી દિલ્હી ભારત અને કેનેડા વચ્ચેના રાજદ્વારી સબંધો બગડયા બાદ ભારતે કેનેડાના 41 ડિપ્લોમેટસને ગત વર્ષે દેશ છોડવા માટે આદેશ આપી દીધો હતો.  બંને દેશોના વણસેલા સબંધોની અસર દેખાઈ રહી છે. કેનેડાના ઈમિગ્રેશન, રેફ્યુજી અને સિટિઝનશિપનો…

યુક્રેનના અવદિવકા શહેર પર રશિયાએ કબજો જમાવ્યો

યુક્રેને આ વિસ્તારમાંથી તેની સેનાને પાછી ખેંચવાનો નિર્ણય લીધો મોસ્કો રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ હજુ થમ્યું નથી. યુક્રેનના અવદિવકા શહેરને રશિયાએ કબજે કરી લીધું છે. ત્યારે યુક્રેને આ વિસ્તારમાંથી તેની સેનાને પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. યુક્રેનના નવા આર્મી ચીફ જનરલ સિરિસ્કીએ આ અંગે જાહેરાત કરી હતી.  હથિયારોની અછત અને રશિયાના તાબડતોબ હુમલાથી યુક્રેનના…

સેનાએ ઈમરાન ખાનનો સંપર્ક કરી વડાપ્રધાન બનવાની ઓફર કરી

ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈએ વડાપ્રધાનપદના ઉમેદવાર માટે ઉમર અયુબનું નામ આગળ ધર્યું ઈસ્લામાબાદ પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીના પરિણામો આવ્યાને એક સપ્તાહનો સમય વિતવા છતાં સરકાર બનાવવાની માથાકૂટ હજુ પણ યથાવત્ છે. એકતરફ નવાઝ શરીફની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝે શાહબાજ શરીફને ખુરશી પર બેસાડવા તૈયારી કરી લીધી છે, તો બીજીતરફ ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈએ વડાપ્રધાનપદના ઉમેદવાર માટે…

અમેરિકામાં જાતિ, લિંગ, ધર્મ કે અન્ય કોઈ કારણસર થતી હિંસા સ્વીકાર્ય નથી

રાષ્ટ્રપતિ જો બાઈડન અને સમગ્ર વહીવટીતંત્ર આવા હુમલાઓ સામે એલર્ટ હોવાનો મુખ્ય પ્રવક્તા જોન કિર્બીનો દાવો વોશિંગ્ટન અમેરિકામાં ભારતીય મૂળના નાગરિકો અને વિદ્યાર્થીઓ પર થઈ રહેલા એક પછી એક હુમલાઓ અને મૃત્યુની ઘટનાઓ પર  વ્હાઇટ હાઉસે પ્રતિક્રિયા આપી છે.  વ્હાઈટ હાઉસ તરફથી આવી ઘટનાઓ પર ગાઢ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.   વોશિંગ્ટનમાં એક પ્રેસ કોન્ફરન્સને…

ઈરાન સમર્થિત હુથીઓને અમેરિકાએ વૈશ્વિક આતંકી જાહેર કર્યા

હુથીઓ દ્વારા રાતા સમુદ્રમાં અમેરિકા અને બ્રિટનના જહાજો પર સતત હુમલા કરવામાં આવી રહ્યા હતા જેના બાદ અમેરિકાએ આ પગલું ભર્યું વોશિંગ્ટન ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધને કારણે ગાઝા અને પેલેસ્ટાઈનના મુદ્દાઓને સમર્થન આપનારા યમનના હુથી બળવાખોરોએ અમેરિકા અને તેના સહયોગી દેશોને મોટું નુકસાન પહોંચાડ્યું હતું. રાતા સમુદ્રમાં એક પછી એક હુમલાઓને કારણે વેપારી જહાજોની…

રશિયાની પરમાણુ હથિયારોને અંતરિક્ષમાં સ્થાપિત કરવા યોજના

આ બાબત અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે ગંભીર ખતરો બની શકે છે વોશિંગ્ટન શું હવે આગામી યુદ્ધ અંતરિક્ષમાં લડાશે અને શું ત્યાંથી પણ પરમાણુ હુમલો થવાનો ખતરો રહેશે? એક અમેરિકન ઈન્ટેલિજન્સ રિપોર્ટમાં આ દિશામાં જ ઈશારો કરાયો છે જેણે સૌની ખાસ કરીને અમેરિકાની ચિંતા વધારી દીધી છે.  અમેરિકન ઈન્ટેલિજન્સ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રશિયા પરમાણુ…

પુતિન યુક્રેન સામેના યુધ્ધમાં પીછેહઠ કરે તો તેમની હત્યા થઈ શકે છેઃ મસ્ક

એલન મસ્કે પોતાની માલિકીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ દાવો કર્યો હતો અને તે દરમિયાન અમેરિકન સંસદના કેટલાક સભ્યો પણ હાજર હતા વોશિંગ્ટનદુનિયાના સૌથી ધનિક વ્યક્તિઓમાં સામેલ અને ટેસ્લા જેવી કંપનીઓના માલિક એલન મસ્કે સનસનીખેજ દાવો કરતા કહ્યુ છે કે, જો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને હવે યુક્રેન સામેના જંગમાંથી પીછેહઠ કરી તો તેમની હત્યા…

ઈઝરાયલનો ગાઝામાં ભારે બોમ્બમારો, 133 જણાનાં મોત

ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધનો ઉકેલ શોધવા માટે ઈજિપ્તની રાજધાની કૈરોમાં એક બેઠક અનિર્ણિત કૈરો અમેરિકા, ઈઝરાયલ, ઈજિપ્ત અને કતારના મંત્રણાકારો ઈજિપ્તની રાજધાની કૈરોમાં ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો ઉકેલ શોધવામાં નિષ્ફળ રહ્યા હતા. આ દરમિયાન ઈઝરાયલી ટેન્કોએ રાફાહના પૂર્વ વિસ્તારમાં સોમવારે આખી રાત બોમ્બમારો કરવામાં આવ્યો હતો.  ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓએ આપેલી…

પાંચ હજાર ડોલરની ફેક રોબરીની ગોઠવણ કરવા જતા ગુજરાતી યુવક ફસાયો

પોલીસે રોબરીનો વીડિયો ધ્યાનથી ચેક કર્યો ત્યારે તે ફેક હોવાનો ભાંડો ફુટતાં રાજ પટેલ અને ડેની કર્ટિસ સામે તપાસ કરી જ્યોર્જિયાઅમેરિકાના જ્યોર્જિયામાં ગેસ સ્ટેશન પર કામ કરતા એક ગુજરાતી યુવકને પાંચ હજાર ડોલરની ફેક રોબરીની ગોઠવણ કરવા જતાં ફસાવવાનો વારો આવ્યો છે.અમેરિકન મીડિયાના રિપોર્ટ અનુસાર, ગ્વિનેટ કાઉન્ટીના ડલુથ સિટીમાં 21 જાન્યુઆરી 2023માં બનેલી આ ઘટનામાં…

અબુધાબીમાં મોદીને ગોર્ડ ઓફ ઓનર અપાયું, રાષ્ટ્રપતિએ ગળે લગાવી અભિવાદન કર્યું

ભારતના વડાપ્રધાન આજે અબુધાબીમાં હિન્દૂ મંદિરનું ઉદ્ધાટન કરશે અબુધાબીયુએઈમાં આવેલા પહેલા હિન્દૂ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અબુ ધાબી પહોંચી ચૂક્યા છે. આ દરમિયાન વડાપ્રધાન મોદીને ગાર્ડ ઑફ ઑનર અપાયું. સંયુક્ત અરબ અમીરાત (યુએઈ)ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાને વડાપ્રધાન મોદીને ગળે લગાવ્યા.વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે બે દિવસીય…

ન્યૂયોર્કના સબવે સ્ટેશન પર બે જૂથો વચ્ચે ગોળીબાર, એકનું મોત

પાંચ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ન્યૂયોર્ક અમેરિકામાં આડેધડ ગોળીબારની ઘટનાઓ રોકાવાનું નામ જ નથી લઈ રહી. અમેરિકાના ન્યુયોર્ક સિટી સબવે સ્ટેશન પર બે જૂથો વચ્ચે ગોળીબારની ઘટના બની હતી, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતી જ્યારે પાંચ અન્ય ઘાયલ થયા હતા. ઘટના સોમવારે બની હતી, હાલ પોલીસે વધુ તપાસ…

શેફિલ્ડમાં મોટેલ ચલાવતા પ્રવીણ રાવજીભાઈ પટેલની હત્યા

આ મામલામાં પોલીસે 34 વર્ષના વિલિયમ મૂરે નામના એક અમેરિકન યુવકની ધરપકડ કરી અલાબામા અમેરિકામાં વધુ એક ગુજરાતીની ઠંડા કલેજે હત્યા કરવામાં આવી હોવાની ઘટના બહાર આવી છે. અલાબામા સ્ટેટના શેફિલ્ડ શહેરમાં પોતાની મોટેલ ચલાવતા પ્રવીણ રાવજીભાઈ પટેલને 08 ફેબ્રુઆરી 2024ના દિવસે તેમની જ મોટેલમાં ગોળી મારવામાં આવી હતી.આ મામલામાં પોલીસે 34 વર્ષના વિલિયમ મૂરે…

ઈમરાન સમર્થિત ઉમેદવારોનો 101 બેઠક પર વિજય, જોડતોડનું રાજકારણ જારી

336માંથી 264 સંસદીય બેઠકોના પરિણામો જાહેર, નવાઝ શરીફની પાર્ટીને 75 બેઠકો, બિલાવલ ભુટ્ટો ઝરદારીનીને 54 બેઠકો અને ભારતથી આવેલા ઉમેદવારોને 54 બેઠકો મળી ઇસ્લામાબાદપાકિસ્તાન ચૂંટણી પરિણામો 2024 જેલમાં બંધ ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન દ્વારા સમર્થિત અપક્ષ ઉમેદવારોએ સૌથી વધુ બેઠકો જીતી અને સરકાર બનાવવા માટે સાથી પક્ષો માટે પણ પ્રયાસો કરી રહ્યા છે. વિધાનસભાની…

ચીનની કંપનીઓ ભારતમાં પ્લાન્ટ નાખતા ગભરાય છે

ભારતમાં ચીની કંપનીઓની તપાસ કરવામાં આવતી હોવાથી આ ચાઈનીઝ કંપનીઓ ભારતમાં પ્લાન્ટ સ્થાપવાથી ડરે છે બેઈજિંગ ચાઈનીઝ સ્માર્ટફોન નિર્માતા કંપનીઓ પાસેથી મળતી જાણકારી મુજબ તેના સપ્લાયર્સને ભારતમાં કામગીરી શરુ કરવામાં મુશ્કેલીઓ પડે છે. તેમજ ભારતમાં ચીની કંપનીઓની તપાસ કરવામાં આવતી હોવાથી આ ચાઈનીઝ કંપનીઓ ભારતમાં પ્લાન્ટ સ્થાપવાથી ડરે છે.  એક અખબારના રિપોર્ટ અનુસાર ચીની કંપની…

ઈઝરાયેલના હુમલામાં 37 પેલેસ્ટિનીનાં મોત થયા

મૃત્યુ પામેલા લોકોમાંથી 20ના શબ કુવૈતી હોસ્પિટલ, 12ના શબ યુરોપિયન હોસ્પિટલ અને 5 શબ અબુ યુસુફ અલ નજર હોસ્પિટલમાં પડ્યાં છે જેરૂસલેમ ગત વર્ષે 7 ઓક્ટોબરથી શરૂ થયેલા ઈઝરાયલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ હજુ પણ યથાવત્ છે. અત્યાર સુધી હજારોની સંખ્યામાં બંને દેશોના લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. આ સૌની વચ્ચે ઈઝરાયલે ફરી એકવાર ગાઝામાં…

કોલોન કેન્સરની રોબોટે સર્જરી કરી, મહિલાનું મોત થયું

હાર્વેની પત્ની સેંડ્રાએ ડા વિંચી રોબોટ જે એક રિમોટ-નિયંત્રિત ડિવાઈસ છે તેનો ઉપયોગ કરી કોલોન કેન્સરના ઈલાજ માટે ઓપરેશન કરાવ્યું હતું નવી દિલ્હી આજે ટેક્નોલોજી વિના આપણે દુનિયાની કલ્પના જ નથી કરી શકતા. તેના વિના તો લોકોનું કામ જ નથી ચાલી રહ્યું. આજે લગભગ દરેક વ્યક્તિના હાથમાં મોબાઈલ ફોન જોવા મળી રહ્યો છે. દરેક ઘરમાં…

પાકિસ્તાનમાં હિંદુ ઉમેદવારનો 1.32 લાખ મતથી ભવ્ય વિજય

નેશનલ એસેમ્બલીમાં સામાન્ય કેટેગરીની બેઠક પર જીત મેળવનાર મહેશ કુમાર પહેલા બિન મુસ્લિમ વ્યક્તિ બની ગયા ઈસ્લામાબાદપાકિસ્તાનની ચૂંટણી બાદ મતગણતરી ચાલુ છે. દરેક મુખ્ય પાર્ટી પોતાની જીતના દાવા કરી રહી છે પણ હજી સુધી ચિત્ર સ્પષ્ટ થયુ નથી.ચૂંટણીમાં કોઈ પાર્ટીને પૂર્ણ બહુમતી મળે તેમ લાગી રહ્યુ નથી. ત્રણ પ્રમુખ પાર્ટીઓ પૈકી આસિફ અલી જરદારીની પાર્ટી…

દેશ હિતમાં તમામ લોકશાહી પક્ષો એકજૂટ થાય તે સારું છેઃ જનરલ મુનીર

સૈન્યની એવી ઈચ્છા છે કે નવાઝ શરીફ ફરી વડાપ્રધાન બને, જ્યારે પીપીપી પ્રમુખ બિલાવલ ભુટ્ટો નવાઝ શરીફને પસંદ નથી કરતા ઈસ્લામાબાદપાકિસ્તાનમાં આ વખતે કોઈની પણ બહુમતી ધરાવતી સરકાર બનતી દેખાઈ રહી નથી. ત્યારે નવાઝ શરીફ અને ઈમરાન ખાન બંને પોત-પોતાની રીતે સરકાર રચવાનો દાવો કરી ચૂક્યા છે. આ દરમિયાન પીટીઆઈના સમર્થકોનો દાવો છે કે બહુમતી…