અંકિતાની લડાયક જીત, 3 ભારતીયોએ KPB ટ્રસ્ટ ITF મહિલા ઓપનની પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો

બેંગલુરુ : ભારતની અગ્રણી સ્ટાર અંકિતા રૈનાએ KPBના પ્રથમ રાઉન્ડના મુકાબલામાં વિક્ટોરિયા મોરવાયોવા સામે એક સેટથી પાછળ રહીને અને બીજા સેટમાં 1-5થી પાછળ રહીને હારની અણી પરથી પાછા ફરવા માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટ્રસ્ટ આઈટીએફ મહિલા ઓપન બુધવારે અહીંના કેએસએલટીએ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આઠમી ક્રમાંકિત, ગળામાં દુખાવો અને પેટમાં ખેંચાણ સામે લડતા તેણીએ…

ચિરાગ-સાત્વિક યોનેક્સ-સનરાઈઝ ઈન્ડિયા ઓપન 2024ના બીજા રાઉન્ડમાં આગળ વધ્યા

નવી દિલ્હી એશિયન ગેમ્સના સુવર્ણ ચંદ્રક વિજેતા ચિરાગ શેટ્ટી અને સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડીએ ચીની તાઈપેઈના ફેંગ-ચિહ લી અને ફેંગ-જેન લી સામે સખત સંઘર્ષ કરીને 21-15, 19-21, 21-16થી જીત મેળવી હતી. યોનેક્સ-સનરાઈઝ ઈન્ડિયા ઓપન સુપર 750નો બીજો રાઉન્ડ, બુધવારે અહીં ઈન્દિરા ગાંધી ઈન્ડોર સ્ટેડિયમ ખાતે ભારતીય બેડમિન્ટન એસોસિએશન દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. બીજા ક્રમાંકિત, જેમણે ગયા…

ઈરાનની પાક. સામેની કાર્યવાહી દેશની સુરક્ષા માટેઃ ભારત

આતંકવાદ સામે અમારી નીતિ ઝીરો ટોલરન્સની છે. સ્વ-બચાવમાં દેશ જે પગલાં લે છે તે અમે સમજીએ છીએઃ જાયસ્વાલ નવી દિલ્હીઈરાને મંગળવારે પાકિસ્તાનમાં આતંકવાદી અડ્ડાઓ પર હવાઈ હુમલો કર્યો હતો. હવે આ અંગે ભારતનું નિવેદન પણ આવ્યું છે. ભારતના વિદેશ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમે માનીએ છીએ કે આ કાર્યવાહીનો…

થાઈલેન્ડમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટથી 23 લોકોનાં મોત

ઘટનાસ્થળે હાજર બચાવકર્મીઓનું કહેવું છે કે આ દુર્ઘટનામાં કોઈ પણ વ્યક્તિના બચવાની શક્યતા નથી બેંગકોકથાઈલેન્ડમાં એક ફટાકડાંની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટને કારણે ઓછામાં ઓછા 23 લોકોના મોત થયાના અહેવાલ મળી રહ્યા છે. રાજધાની બેંગકોકથી લગભગ 60 માઈલ દૂર સુફાન બુરી પ્રાંતમાં આ ઘટના બની હોવાની જાણકારી મળી છે. ઘટનાસ્થળે હાજર બચાવકર્મીઓનું કહેવું છે કે આ દુર્ઘટનામાં…

ઈડીના સમન્સ અવગણીને કેજરીવાલની ગોવા જવાની યોજના

પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ મુજબ અરવિંદ કેજરીવાલ ગોવા જવાની હોવાની સીએમ કાર્યાલયના અધિકારીની સ્પષ્ટતા નવી દિલ્હીદિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કથિત લીકર પોલીસી કેસમાં ફરી એકવાર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ના સમન્સની અવગણના કરી શકે છે. ઈડીના ચોથા સમન્સને અવગણીને આમ આદમી પાર્ટી (આપ)ના કન્વીનરે ગોવા જવાની યોજના બનાવી છે.મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના કાર્યાલયના એક અધિકારીએ જણાવ્યું કે, ‘તેમના પૂર્વ…

દેશના સરકારી વેરહાઉસમાં ઘઉંનો સ્ટોક સાત વર્ષની નીચલી સપાટીએ

એફસીઆઈ અને રાજ્યની એજન્સીઓ પાસે ઘઉંનો કુલ સ્ટોક 163.5 લાખ ટન જ હતો, જે સાત વર્ષમાં સૌથી ઓછો હોવાનો ખુલાસો નવી દિલ્હીભોજનની થાળીમાં સૌથી મહત્ત્વપૂર્ણ વસ્તુ એટલે કે રોટલી જ હવે વધુ મોંઘી થઈ શકે છે કારણ કે દેશભરના સરકારી વેરહાઉસમાં ઘઉંનો સ્ટોક સાત વર્ષની નીચલી સપાટીએ પહોંચી ગયો છે. સત્તાવાર માહિતી અનુસાર 1 જાન્યુઆરી,…

નૌકાદળમાં યુદ્ધ જહાજો પર મહિલા અગ્નિવીરોને તૈનાત કરાશે

હાલમાં લગભગ 50 જેટલી મહિલાઓ યુદ્ધ જહાજ પર સેવા આપી રહી છે નવી દિલ્હીદેશમાં 74માં પ્રજાસત્તાક દિવસની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે સરહદ પર દેશની રક્ષા કરવાનું સપનું જોનારી હજારો મહિલાઓ માટે એક મહત્વના સમાચાર છે. સૂત્રો દ્વારા મળતા અહેવાલ છે મુજબ ભારતીય નૌકાદળ થોડા અઠવાડિયામાં જ યુદ્ધ જહાજો પર મહિલા અગ્નિવીરોને તૈનાત કરવાનું શરૂ…

વિરાટે બાઉન્ડ્રી બહાર જતા બોલને હવામાં ઊછળીને બોલને અંદર ફેંક્યો

કોહલીની ચપળતા જોઈને ત્યાં હાજર દર્શકો જી.ઓ.એ.ટીની બૂમો પાડવા લાગ્યા નવી દિલ્હીભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી ટી20આઈ સીરિઝની છેલ્લી મેચ ખૂબ જ રોમાંચક રહી હતી. મેચ ટાઈ થયા બાદ બીજી સુપર ઓવરમાં ભારતે જીત મેળવી હતી. મેચમાં ઘણા એવા ટ્વિસ્ટ આવ્યા, જેણે દર્શકોને ઉઠવા પણ ન દીધા હતા. મેચની 17મી ઓવર ઘણી યાદગાર રહી હતી….

પાકિસ્તાને ઈરાનમાં ઘણા આતંકવાદી ઠેકાણા પર હુમલો કર્યો

આ હુમલો ક્યારે અને ક્યાં કરવામાં આવ્યો તે અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી કરાંચીઈરાનની એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાને વળતો જવાબ આપ્યો છે. પાકિસ્તાની મીડિયા દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે પાકિસ્તાને ઈરાનમાં ઘણા આતંકવાદી ઠેકાણા પર હુમલો કર્યો છે. આ હુમલો ક્યારે અને ક્યાં કરવામાં આવ્યો તે અંગે હજુ સુધી કોઈ માહિતી…

શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે મંગલદીપ વિદ્યાલય,રાણીપની છાત્રાઓએ રંગોળી બનાવી

શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે મંગલદીપ વિદ્યાલય,રાણીપની ધોરણ 11 કોમર્સની વિદ્યાર્થીનીઓ કાજલ,નિધિ, ઝીલ અને પ્રિયાનીએ ચાર દિવસની સખત જહેમત બાદ સુંદર મજાની રંગોળી બનાવીને રાષ્ટ્રભક્તિ અને પ્રભુભક્તિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

સુપ્રીમ કોર્ટ 3 દોષિતોની આત્મસમર્પણનો સમયગાળો વધારવાની અપીલ સુનાવણી કરશે

તમામ દોષિતોને આત્મસમર્પણ કરવા માટે 21 જાન્યુઆરી સુધીનો સમય આપવામાં આવ્યો હતો નવી દિલ્હીબિલકિસ બાનો કેસમાં ત્રણ દોષિતોએ આત્મસમર્પણનો સમયગાળો વધારવા માટે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે. આ દોષિતોએ વ્યક્તિગત કારણોને ટાંકીને આત્મસમર્પણનો સમયગાળો વધારવાની માંગ કરી છે. સુપ્રીમ કોર્ટ ત્રણેય દોષિતોની અરજી પર સુનાવણી કરવા સંમત થઈ છે. ઉલ્લેખનીય છે કે તમામ દોષિતોને આત્મસમર્પણ…

ઈમ્ફાલમાં મહિલા પ્રદર્શનકારીઓએ મશાલ રેલી યોજી

રાજ્યમાં વધી રહેલી હિંસાના વિરોધમાં રાજ્યના મુખ્યમંત્રી એન. બિરેન સિંહના સરકારી આવાસ તરફ પણ રેલી યોજી ઈમ્ફાલમણિપુરમાં હિંસાને લઈને બુધવારે રાજધાની ઈમ્ફાલમાં મહિલા પ્રદર્શનકારીઓએ ‘મશાલ રેલી’ યોજી હતી. આ દરમિયાન તેમણે ગત વર્ષથી રાજ્યમાં વધી રહેલી હિંસાના વિરોધમાં રાજ્યના મુખ્યમંત્રી એન. બિરેન સિંહના સરકારી આવાસ તરફ પણ રેલી યોજી હતી. આ રેલી તેંગનોઉપલ જિલ્લામાં ભારત-મ્યાનમાર…

વિશ્વની મજબૂત કરન્સીમાં ભારત 15મા ક્રમે, દિનાર પ્રથમ ક્રમે

ફોર્બ્સની યાદીમાં પ્રથમ સ્થાને કુવૈતી દિનાર છે, એક કુવૈતી દિનાર ₹270.23 અને 3 ડોલર બરાબર છે નવી દિલ્હીવિશ્વમાં સૌથી વધુ લોકપ્રિય કરન્સી હોવા છતાં, ડોલર મજબૂત કરન્સી નથી. તેમજ મજબૂત કરન્સીના સંદર્ભમાં ભારતની કરન્સી વિશ્વની ટોપ 10 કરન્સી રેન્કિંગમાંથી બહાર છે. તાજેતરમાં ફોર્બ્સે મજબૂત કરન્સીનું રેન્કિંગ જાહેર કર્યું છે. આ રેન્કિંગમાં મજબૂત કરન્સીના સંદર્ભમાં ડોલરને…

અવિવાહિત છોકરીઓ પણ માતા-પિતા દ્વારા ગુજરાન ભથ્થાંની હકદાર

ભલે છોકરીઓ કોઈ પણ ધર્મ કે ગમે તે ઉંમરની હોય દેશના ઘરેલું હિંસા અધિનિયમ હેઠળ પરિવારજનોએ તેને ગુજરાન ભથ્થું આપવું જ પડશે અલ્હાબાદઅલ્હાબાદ હાઈકોર્ટ અવિવાહિત છોકરીઓ માટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. અલ્હાબાદ હાઈકોર્ટ પોતાના એક નિર્ણયમાં સ્પષ્ટ કર્યું છે કે, અવિવાહિત છોકરીઓ પણ માતા-પિતા દ્વારા ગુજરાન ભથ્થાંની હકદાર છે. કોર્ટે પોતાના આદેશમાં એ પણ કહ્યું…

રોહિતે સુપર ઓવર-2માં અચાનક જ બિશ્નોઈને બોલિંગ આપી

રોહિતે તેના દિલની વાત માની અને સુપર ઓવર રવિ બિશ્નોઈને સોંપીઃ રાહુલ દ્રવિડ નવી દિલ્હીભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ગઈકાલે ત્રણ મેચની ટી20આઈ સીરિઝની અંતિમ મેચ રમાઈ હતી. રોહિત શર્માના નેતૃત્વ હેઠળ ભારતીય ટીમે અફઘાનિસ્તાનનું સૂપડાં સાફ કરી દીધું હતું અને સીરિઝ 3-0થી જીતી હતી. પ્રથમ 2 મેચ ભારતીય ટીમે સરળતાથી જીતી લીધી હતી પરંતુ અંતિમ…

મોદીએ રામમંદિરની ટપાલ ટિકિટ બહાર પાડી, પુસ્તકનું વિમોચન કર્યું

વડાપ્રધાને કુલ છ ટપાલ ટિકિટ બહાર પાડી, જેમાં રામ મંદિર, ભગવાન ગણેશ, હનુમાન, જટાયું, કેવટરાજ અને માતા શબરીનો સમાવેશ થાય છે નવી દિલ્હીવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રી રામ જન્મભૂમિ મંદિર પર સ્મારક ટપાલ ટિકિટ બહાર પડી છે.સાથે વિશ્વભરમાં ભગવાન રામ પર જાહેર કરેલી ટિકિટોની એક પુસ્તકનું પણ વિમોચન કર્યું હતું. વડાપ્રધાને કુલ છ ટપાલ ટિકિટ બહાર…

ચેન્નાઈમાં ફ્લાઈટ ટેક ઓફ કરે એ પહેલાં ટાયર ફાટતાં ગભરાટ

130થી વધુ મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા, તમામ યાત્રીઓ સુરક્ષિત ચેન્નાઈસદભાગ્યે તમિલનાડુના ચેન્નઈમાં એક મોટી વિમાન દુર્ઘટના સર્જાતા રહી ગઇ. એક આંતરરાષ્ટ્રીય ફ્લાઈટનું ટેક ઓફ કરે તે પહેલાં જ રન વે પર ટાયર ફાટી ગયું હતું જેના લીધે 130થી વધુ મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા.જોકે સદભાગ્યે ટાયર ફાટ્યા બાદ કોઈ દુર્ઘટના સર્જાઈ નહોતી….

22 જાન્યુઆરીએ કેન્દ્ર સરકારે અડધો દિવસની રજા જાહેર કરી

સમગ્ર ભારતમાં કેન્દ્ર સરકારની તમામ કચેરીઓ, કેન્દ્રીય સંસ્થાઓ અને કેન્દ્રીય ઔદ્યોગિક સંસ્થાઓ 22 જાન્યુઆરીએ બપોરે 2:30 વાગ્યા સુધી અડધા દિવસ માટે બંધ રહેશે નવી દિલ્હીઅયોધ્યા નગરીમાં ભવ્ય રામ મંદિરમાં થનારા રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને પૂરજોશમાં તૈયારી ચાલી રહી છે તેમજ દેશભરમાં રામ ભક્તોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે કેન્દ્ર સરકારે આજે એક…

એજન્સી આરોપીઓ સાથે મારપીટ કરી ખોટા નિવેદન લખાવે છેઃ કેજરીવાલ

મને જે 4 નોટિસ મોકલાઈ હતી, તે કાયદાની દ્રષ્ટિએ ગેરકાયદેસર છે. ઈડીએ જ્યારે પણ આવી જનરલ નોટિસો મોકલી, તેને કોર્ટે રદ કરી છેઃ દિલ્હીના મુખ્યમંત્રી નવી દિલ્હીદિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ના સમન્સની સતત ચોથી વખત અવગણ કરી ઈડી અને ભાજપ પર ગંભીર આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું, ‘હું લોકસભા ચૂંટણીમાં પ્રચાર ન કરી…

ગુગલમાં વધુ કર્મચારીની છટણી કરવા સીઈઓ સુંદર પિચાઈની ચેતવણી

આલ્ફાબેટની માલિકીની ગૂગલે તેના વોઈસ આસિસ્ટન્ટ અને હાર્ડવેર વિભાગમાં સેંકડો કર્મચારીઓની છટણી કર્યાના થોડા જ દિવસો બાદ આ મોટું અપડેટ સામે આવ્યું વોશિંગ્ટનઆ નવું વર્ષ ગૂગલ કર્મચારીઓ માટે ખરાબ સાબિત થશે. જેની પાછળનું કારણ સીઈઓ સુંદર પિચાઈએ વધુ છટણી અંગે આપેલી ચેતવણી છે. જાન્યુઆરી 2024 માં મોટી ટેક કંપનીઓ 7500 કર્નીમચારીઓની છટણી કરી ચૂકી છે….