પાકિસ્તાન સરકારની મંજૂરી ન મળતાં કબડ્ડી ટીમ અમદાવાદ નહીં આવે; ભારતે વિઝા સહિતની પ્રક્રિયા પૂર્ણ કરી હતી: ઠાકુર
2030ની કોમનવેલ્થ ગેમ્સ અને 2036ના ઓલિમ્પિક્સમાં કબડ્ડીને સ્થાન અપાવવાના લક્ષ્ય સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે રમતનો વ્યાપ વધારવાની તૈયારી નરેન્દ્ર આઈ. પંચોલી. અમદાવાદ અમદાવાદમાં પ્રથમ વખત યોજાઈ રહેલી કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપમાં પાકિસ્તાની ટીમની ગેરહાજરી ચર્ચાનો વિષય બની છે. એમેચ્યોર કબડ્ડી ફેડરેશન ઓફ ઇન્ડિયા (AKFI)ના જનરલ સેક્રેટરી જિતેન્દ્ર પી. ઠાકુરના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની ટીમની ભાગીદારી માટે ભારત સરકાર…
