રોમ ખાતે વર્લ્ડ ટીટી માસ્ટર્સમાં અમદાવાદની પ્રસુન્નાએ ત્રણ મેડલ જીત્યાં
અમદાવાદ ઇટાલીના રોમ ખાતે તાજેતરમાં યોજાયેલી આઇટીટીએફ વર્લ્ડ માસ્ટર્સ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2024માં અમદાવાદની પ્રસુન્ના પારેખે રાષ્ટ્રનું ગૌરવ વધારતા ત્રણ મેડલ જીત્યાં હતાં. 48 વર્ષીય પ્રસુન્નાએ તેના ડબલ્સના જોડીદાર મીનુ બાસક સાથે મળીને 45+ વિમેન્સ ડબલ્સમાં મોખરાનું સ્થાન હાંસલ કર્યું હતું. તેમણે ફાઇનલમાં યુક્રેઇનની નાતાલિયા ઓટ્રાવસ્કા અને હાલ્યાના તેલાનાની જોડી સામે 3-1 (5-11, 11-7, 11-5,…
