સમાચાર વિશ્વ ન્યૂઝ એજન્સી, સમાચાર ફાઈલ, 21-11-2026, 250થી વધુ અખબારો એજન્સીની સેવાનો લાભ લઈ રહ્યા છે

હવે ગુજરાતમાં ખાનગી વાહનોના દસ્તાવેજોની પણ ટોલ પ્લાઝા પર થશે ચકાસણી, નિયમભંગ બદલ ઈ-ચલણ આવશે સહિતની વિશેષ માહિતી ઉપરાંત આજના રસપ્રદ સમાચારોની વર્ડ ફાઈલ માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. તંત્રી શ્રી દિવસના તાજા રસપ્રદ સમાચારોની આ ફાઈલ આપ ઉપર આપેલી ફાઈલની લિન્કથી ડાઉનલોડ કરીને વર્ડ ફાઈલમાંથી કોઈ પણ સમાચારનો ઉપયોગ કરો તો અમને આપના…

શિક્ષક અભિરૂચિ કસોટી-2026ની મુખ્ય પરીક્ષામાં પારદર્શકતા અને ગુણવત્તા જાળવવા રાજ્ય પરીક્ષા બોર્ડની વિશેષ વ્યવસ્થા

CCTV મોનિટરિંગ, ફ્લાઈંગ સ્ક્વોડ અને તજજ્ઞ પરીક્ષકોની નિમણૂક સાથે પરીક્ષા પ્રક્રિયા હાથ ધરાઈ; TAT-HSના પરિણામ અંગે ફેલાયેલી ગેરસમજ દૂર કરવા બોર્ડે રજૂ કરી સ્પષ્ટતા ગાંધીનગર : શિક્ષક અભિરૂચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક)-2026 (TAT-HS)ની ગુજરાતી માધ્યમની મુખ્ય પરીક્ષાની પ્રક્રિયામાં પારદર્શકતા, સુદૃઢ વ્યવસ્થા અને ગુણવત્તા જળવાઈ રહે તે માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા વિવિધ સ્તરે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં…

હવે ગુજરાતમાં ખાનગી વાહનોના દસ્તાવેજોની પણ ટોલ પ્લાઝા પર થશે ચકાસણી, નિયમભંગ બદલ ઈ-ચલણ આવશે

ઈ-ડિટેક્શન સિસ્ટમના વ્યાપમાં ખાનગી વાહનોનો સમાવેશ : કેમેરાથી નંબર પ્લેટ સ્કેન કરી PUC, વીમા અને રજિસ્ટ્રેશનની માન્યતા તપાસાશે ગાંધીનગર ગુજરાતમાં હવે ખાનગી વાહનચાલકોએ પણ પોતાના વાહનના દસ્તાવેજો અપડેટ રાખવા પડશે. રાજ્યમાં માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોના અસરકારક અમલીકરણ માટે ટોલ પ્લાઝા પર કાર્યરત ઈ-ડિટેક્શન (E-Detection) સિસ્ટમનો વ્યાપ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધી આ…

આયુષ્માન ભારત યોજનાના ક્લેઇમ સબમિશનમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ સમગ્ર ગુજરાતમાં પ્રથમ

‘સ્કેન એન્ડ શેર’ ડિજિટલ રજિસ્ટ્રેશનમાં રાજ્યમાં બીજું સ્થાન; અમદાવાદ સિવિલ હોસ્પિટલને બે રાજ્યકક્ષાના એવોર્ડથી સન્માનિત કરાઈ અમદાવાદ: આરોગ્ય સેવાઓની ગુણવત્તા અને ડિજિટલ હેલ્થ સુવિધાઓના અમલીકરણમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલે રાજ્યસ્તરે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (AB PM-JAY-MA) હેઠળ સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ ક્લેઇમ સબમિશન કરવા બદલ અમદાવાદ સિવિલ હોસ્પિટલને…

SIRની મુસદ્દા મતદાર યાદીમાં નામ ન હોય તો ફોર્મ-6 ભરી શકાશે

અગાઉ મતદાર તરીકે નોંધાયેલા હોય તો પણ નવેસરથી નામ ઉમેરવા ફોર્મ-6 રજૂ કરી શકાશે; માત્ર અગાઉ નોંધાયેલા હોવાના આધારે ખોટી ઘોષણા ગણાશે નહીં કે કલમ-31 હેઠળ કાર્યવાહી પણ નહીં થાય ગાંધીનગર: મતદાર યાદીની ખાસ સઘન સુધારણા (SIR) પ્રક્રિયા દરમિયાન પ્રસિદ્ધ કરવામાં આવેલી મુસદ્દા મતદાર યાદીમાં જેમનાં નામ સામેલ નથી તેવા મતદારો માટે ભારતના ચૂંટણી પંચે…

3જી ઓલ ઇન્ડિયા પોલીસ બેડમિન્ટન ક્લસ્ટરમાં CRPF અને CISFનો દબદબો, ગુજરાતના પોલીસ વડા જી. એસ. મલિકે ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો

બેડમિન્ટનની મેન્સ ટીમમાં CRPF અને વિમેન્સમાં CISFએ ગોલ્ડ મેડલ જીત્યા; ટેબલ ટેનિસની મેન્સ અને વિમેન્સ બંને કેટેગરીમાં ઉત્તર પ્રદેશ ચેમ્પિયન બન્યું અમદાવાદ: અમદાવાદના નારણપુરા સ્થિત વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે તા. 19થી 24 નવેમ્બર દરમિયાન યોજાઈ રહેલી ‘3જી ઓલ ઇન્ડિયા પોલીસ બેડમિન્ટન ક્લસ્ટર 2026-27’માં દેશભરના પોલીસ દળો અને કેન્દ્રીય સુરક્ષા દળોના ખેલાડીઓ ઉત્સાહભેર ભાગ લઈ…

12 વર્ષ બાદ ભદ્ર ફેસ્ટિવલનું ભવ્ય પુનરાગમન: સંગીતના સૂર, કળાના રંગો અને રોશનીથી ઝળહળી ઊઠ્યું અમદાવાદનું ઐતિહાસિક હૃદય

ભદ્ર કિલ્લાથી ત્રણ દરવાજા સુધી ઐતિહાસિક વારસાને આધુનિક કલાત્મક અભિવ્યક્તિ સાથે જીવંત કરાયો; ઉસ્તાદ શુજાત ખાન અને ઉસ્તાદ ફઝલ કુરેશીની સંગીતમય જુગલબંધી બની આકર્ષણનું કેન્દ્ર અમદાવાદ અમદાવાદના ઐતિહાસિક વારસાને સંગીત, કલા અને સંસ્કૃતિના રંગોથી ફરી જીવંત કરવાનો અનોખો પ્રયાસ 12 વર્ષના લાંબા અંતરાલ બાદ ભદ્ર ફેસ્ટિવલના ભવ્ય પુનરાગમન સાથે સાકાર થયો છે. સદીઓ જૂનો ભદ્ર…

સમાચાર વિશ્વ ન્યૂઝ એજન્સી, સમાચાર ફાઈલ, 19-11-2026, 250થી વધુ અખબારો એજન્સીની સેવાનો લાભ લઈ રહ્યા છે

રમતગમત પોલીસકર્મીઓને શારીરિક ચુસ્તતા સાથે માનસિક સશક્તતા પણ આપે છે: ગુજરાત પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિક સહિતની વિશેષ માહિતી ઉપરાંત આજના રસપ્રદ સમાચારોની વર્ડ ફાઈલ માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. તંત્રી શ્રી દિવસના તાજા રસપ્રદ સમાચારોની આ ફાઈલ આપ ઉપર આપેલી ફાઈલની લિન્કથી ડાઉનલોડ કરીને વર્ડ ફાઈલમાંથી કોઈ પણ સમાચારનો ઉપયોગ કરો તો અમને આપના…

હીરામણિ સ્કૂલનો શાનદાર વિજય, સેન્ટ ઝેવિયર્સ લોયોલાને ઇનિંગ્સ અને 201 રનથી હરાવ્યું

દીવાન બલ્લુભાઈ કપ અંડર-19 મલ્ટી-ડે ટુર્નામેન્ટની સેમિફાઇનલમાં જૈનિલ પટેલની 104 રનની સદી, યક્ષ પટેલની પાંચ વિકેટથી ટીમની ભવ્ય જીત અમદાવાદ ધ સેન્ટ્રલ બોર્ડ ઓફ ક્રિકેટ અમદાવાદ દ્વારા આયોજિત દીવાન બલ્લુભાઈ કપ અંડર-19 મલ્ટી-ડે ટુર્નામેન્ટની સેમિફાઇનલમાં હીરામણિ સ્કૂલે સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ – લોયોલાને ઇનિંગ્સ અને 201 રનના વિશાળ અંતરથી પરાજય આપ્યો હતો. પાયોનિયર ક્રિકેટ ગ્રાઉન્ડ-એ ખાતે…

ગુલમોહર ગોલ્ફર ઓફ ધ યર ટુર્નામેન્ટનો 11મો અને અંતિમ રાઉન્ડ સંપન્ન, 78 ગોલ્ફરોએ ભાગ લીધો

લો, મિડ અને હાઈ હેન્ડિકેપ કેટેગરીમાં જુહી મવાણી, પંકજ સોઢા અને ડૂયુંગ લી વિજેતા બન્યા; ત્રણ કેટેગરીના 38 ગોલ્ફરોને રિવોર્ડ પોઈન્ટ્સ એનાયત અમદાવાદ: શહેરની અગ્રણી ગોલ્ફિંગ ટુર્નામેન્ટ્સમાં સ્થાન ધરાવતી ગુલમોહર ગોલ્ફર ઓફ ધ યર (GGOY) ટુર્નામેન્ટનો 11મો અને અંતિમ રાઉન્ડ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. ગુલમોહર ગો ગોલ્ફ 2025 કેલેન્ડરના ભાગરૂપે યોજાયેલી આ સ્પર્ધામાં કુલ 78…

આઠ વર્ષના લાંબા અંતરાલ બાદ 21 નવેમ્બરે અમદાવાદ પધારશે અમ્મા, ભક્તોને આપશે આશીર્વાદ

શ્રી ભાગવત વિદ્યાપીઠ ગ્રાઉન્ડ ખાતે યોજાશે ભવ્ય આધ્યાત્મિક સત્સંગ; મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે અમદાવાદ વિશ્વવિખ્યાત આધ્યાત્મિક ગુરુ અને માનવતાવાદી પરમ પૂજ્ય સદ્ગુરુ શ્રી માતા અમૃતાનંદમયી દેવી (અમ્મા) આઠ વર્ષના લાંબા અંતરાલ બાદ ફરી એકવાર અમદાવાદની પાવન ધરતી પર પધારી રહ્યાં છે. અમ્માના આગમનને લઈને અમદાવાદ સહિત ગુજરાતભરના ભક્તોમાં ઉત્સાહ…

આદિજાતિ વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ પાછળ પાંચ વર્ષમાં ₹858 કરોડથી વધુનો ખર્ચ, 58 લાખથી વધુ વિદ્યાર્થીઓને લાભ

પ્રિ-મેટ્રિક યોજનામાં 58.38 લાખથી વધુ વિદ્યાર્થીઓને ₹438.27 કરોડની સહાય, પોસ્ટ-મેટ્રિક હેઠળ 32,226 વિદ્યાર્થિનીઓને ₹420.28 કરોડની મદદ; ઉચ્ચ શિક્ષણ માટે આવકમર્યાદા ₹2.50 લાખથી વધારી ₹6 લાખ કરાઈ ગાંધીનગર ગુજરાતમાં આદિજાતિ સમાજના બાળકો શિક્ષણથી વંચિત ન રહે અને આર્થિક મુશ્કેલીઓને કારણે તેમનું ભણતર અધૂરું ન રહી જાય તે માટે રાજ્ય સરકાર દ્વારા શિષ્યવૃત્તિ યોજનાઓના માધ્યમથી આર્થિક સહાય…

ગુજરાતમાં ‘ઓપરેશન હેલ્થ’નો પ્રારંભ: હાઈવેની હોટલો, રેસ્ટોરન્ટ અને ઢાબાઓમાં સઘન ચેકિંગ

ભેળસેળિયા અને અસ્વચ્છ ખાદ્ય એકમો સામે સરકારની લાલ આંખ; 19 નવેમ્બરથી સમગ્ર રાજ્યમાં ફૂડ સેફ્ટી મેગા ડ્રાઈવ, શંકાસ્પદ ખાદ્યચીજોના સેમ્પલ લેવાશે, નિયમભંગ બદલ લાયસન્સ પણ રદ થઈ શકશે એસવીએન. અમદાવાદ: રાજ્યના નાગરિકો અને મુસાફરોને શુદ્ધ, સ્વચ્છ અને આરોગ્યપ્રદ ભોજન મળી રહે તે માટે ગુજરાત સરકાર હવે ખાદ્ય સુરક્ષાના મુદ્દે એક્શન મોડમાં આવી છે. રાજ્યભરમાં ખાદ્ય…

રમતગમત પોલીસકર્મીઓને શારીરિક ચુસ્તતા સાથે માનસિક સશક્તતા પણ આપે છે: ગુજરાત પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિક

અમદાવાદમાં તૃતીય ઓલ ઇન્ડિયા પોલીસ બેડમિન્ટન ક્લસ્ટર 2026-27નો ભવ્ય પ્રારંભ; 38 ટીમોના 1,100થી વધુ પોલીસ અધિકારીઓ-જવાનોની ભાગીદારી, બેડમિન્ટન અને ટેબલ ટેનિસની સ્પર્ધાઓ 24 નવેમ્બર સુધી યોજાશે નરેન્દ્ર આઈ. પંચોલી અમદાવાદ અમદાવાદના નારણપુરા સ્થિત વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે તૃતીય ઓલ ઇન્ડિયા પોલીસ બેડમિન્ટન ક્લસ્ટર 2026-27નો ભવ્ય પ્રારંભ થયો છે. ગુજરાત પોલીસને પ્રથમ વખત આ રાષ્ટ્રીય…

અમદાવાદમાં 19 નવેમ્બરથી તૃતીય ઓલ ઇન્ડિયા પોલીસ બેડમિન્ટન ક્લસ્ટર-2026નો પ્રારંભ: 38 રાજ્યો અને પોલીસ યુનિટ્સના 1,152 ખેલાડીઓ મેદાનમાં ઉતરશે

વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 19થી 24 નવેમ્બર દરમિયાન રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા યોજાશે; રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિક ઉદ્ઘાટન સમારોહની અધ્યક્ષતા કરશે અને પોતે પણ બેડમિન્ટન તથા ટેબલ ટેનિસમાં ભાગ લેશે અમદાવાદ: દેશભરના પોલીસ દળો અને અર્ધલશ્કરી દળોના અધિકારીઓ તથા જવાનોમાં ખેલદિલી, શારીરિક સક્ષમતા, ટીમ ભાવના અને પરસ્પર ભાઈચારાની ભાવનાને પ્રોત્સાહન આપવાના હેતુથી અમદાવાદમાં તૃતીય…

સમાચાર વિશ્વ ન્યૂઝ એજન્સી, સમાચાર ફાઈલ, 18-11-2026, 250થી વધુ અખબારો એજન્સીની સેવાનો લાભ લઈ રહ્યા છે

ગુજરાતમાં ‘ઓપરેશન હેલ્થ’: આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ વચ્ચેનો તફાવત સમજાવવા રાજ્યવ્યાપી જનજાગૃતિ અભિયાન સહિતની વિશેષ માહિતી ઉપરાંત આજના રસપ્રદ સમાચારોની વર્ડ ફાઈલ માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. તંત્રી શ્રી દિવસના તાજા રસપ્રદ સમાચારોની આ ફાઈલ આપ ઉપર આપેલી ફાઈલની લિન્કથી ડાઉનલોડ કરીને વર્ડ ફાઈલમાંથી કોઈ પણ સમાચારનો ઉપયોગ કરો તો અમને આપના પ્રકાશનની પીડીએફ…

શ્રદ્ધા અને વિજ્ઞાન વચ્ચેના સેતુની કહાની રજૂ કરતી હિન્દી ફિલ્મ ‘દેવી વિજ્ઞાન’ 4 ડિસેમ્બરે રિલીઝ થશે

નાસ્તિક સાયન્સ ટીચરની આસ્તિક બનવાની સફર ફિલ્મનો મુખ્ય આધાર; ચેતન ધનાની અને પૂજા જોષીની જોડી પહેલીવાર હિન્દી ફિલ્મમાં જોવા મળશે, ઉત્તરાખંડના દુર્ગમ પહાડી વિસ્તારોમાં પડકારો વચ્ચે શૂટિંગ થયું નરેન્દ્ર આઈ. પંચોલી. અમદાવાદ: શ્રદ્ધા અને વિજ્ઞાન વચ્ચેનો સંબંધ હંમેશાં ચર્ચાનો વિષય રહ્યો છે. એક તરફ વિજ્ઞાન દરેક ઘટનાને તર્ક અને પુરાવાની કસોટી પર તપાસે છે, તો…

રફ એન્ડ ટફ કન્યા’માં Gen Zની વિચારસરણી અને પિતા-પુત્રીના સંબંધોની વાત: યુક્તિએ કહ્યું, સમયની સાથે માતા-પિતાની વિચારસરણી પણ બદલાઈ છે

હિતેન કુમારે નવી પેઢીના કલાકારોની કાર્યશૈલી, ટેકનિકલ જ્ઞાન અને સમર્પણની પ્રશંસા કરી. રવિએ હિતેન કુમાર સાથે કામ કરવાના અનુભવને યાદગાર ગણાવ્યો. પિતા-પુત્રીના સંબંધો, પ્રેમસંબંધો, પેઢીગત વિચારધારા અને પારિવારિક લાગણીઓનું મનોરંજક ચિત્રણ કરતી ફિલ્મ 20 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલિઝ થશે નરેન્દ્ર આઈ. પંચોલી. અમદાવાદ ગુજરાતી સિનેમામાં પારિવારિક સંબંધો અને બદલાતા સામાજિક મૂલ્યોને કેન્દ્રમાં રાખીને તૈયાર થયેલી ફિલ્મ…

દિવાળીના વેકેશનમાં ગુજરાતના પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓનો રેકોર્ડબ્રેક ધસારો: 8 સ્થળોએ 38 લાખથી વધુ લોકોએ પ્રવાસન માણ્યું

અમદાવાદ: ગુજરાતમાં દિવાળીના તહેવારો અને વેકેશન દરમિયાન પ્રવાસન ક્ષેત્રે અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો છે. રાજ્યનાં ઐતિહાસિક પ્રવાસન સ્થળો, ધાર્મિક યાત્રાધામો અને આધુનિક પ્રવાસન આકર્ષણો પર દેશ-વિદેશના પ્રવાસીઓનો રેકોર્ડબ્રેક ધસારો નોંધાયો છે. દિવાળીના નવ દિવસના તહેવારી સમયગાળા દરમિયાન ગુજરાતનાં આઠ મુખ્ય પ્રવાસન અને ધાર્મિક સ્થળોએ 38 લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લેતાં રાજ્યના પ્રવાસન ક્ષેત્રે નવો કીર્તિમાન…

વડનગરમાં 19 અને 20 નવેમ્બરે તાના-રીરી મહોત્સવની સંગીતમય ઉજવણી: પદ્મશ્રી તેજેન્દ્ર નારાયણ સહિત દેશના ખ્યાતનામ કલાકારો સુરાવલી રેલાવશે

વડનગર/મહેસાણા ગુજરાતની સમૃદ્ધ શાસ્ત્રીય સંગીત પરંપરા અને ઐતિહાસિક વિરાસતને ઉજાગર કરતો પ્રતિષ્ઠિત ‘તાના-રીરી મહોત્સવ-2026’ આવતીકાલથી ઐતિહાસિક નગરી વડનગરમાં શરૂ થશે. ગુજરાતની સુપ્રસિદ્ધ સંગીત બેલડી તાના અને રીરીની સ્મૃતિમાં 19 અને 20 નવેમ્બર દરમિયાન બે દિવસીય સંગીત મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં દેશના નામાંકિત શાસ્ત્રીય સંગીતકારો અને લોકકલાકારો પોતાની કલાની સુરાવલીઓથી સંગીતપ્રેમીઓને મંત્રમુગ્ધ…