મધ્યપ્રદેશ, રાજસ્થાન, તમિલનાડુ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને કેરળમાં વરસાદની શક્યતા

હિમાલયના રાજ્યોમાં ભારે હિમવર્ષા થવાની સંભાવના, જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા થઈ રહી છે નવી દિલ્હી ભારતીય હવામાન વિભાગ (આઈએમડી) એ આજે પાંચ રાજ્યોમાં વરસાદ માટે યલો એલર્ટ જારી કર્યું છે. તેમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, તમિલનાડુ, મહારાષ્ટ્ર અને કર્ણાટકનો સમાવેશ થાય છે. અહેવાલ અનુસાર કેરળમાં પણ વરસાદની સંભાવના છે. આ સાથે હિમાલયના રાજ્યોમાં ભારે હિમવર્ષા…

તમિલનાડુના ઈડીના અધકારી 20 લાખની લાંચ લેતા ઝડપાયા

ડીવીએસીએ ડીંડીગુલ-મદુરાઈ હાઈવે પર આઠ કિલોમીટર સુધી કારનો પીછો કર્યા પછી ઈડી અધિકારીની ધરપકડ કરી મદુરાઈ તમિલનાડુમાં એક સરકારી અધિકારી પાસેથી 20 લાખ રૂપિયાની લાંચ લેતા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ના એક વરિષ્ઠ અધિકારીની ધરપકડ કરવામાં આવી છે. આ અધિકારીની ઓળખ અંકિત તિવારી તરીકે થઈ છે. તમિલનાડુના મદુરાઈમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)નો એક અધિકારી એક ડોક્ટર પાસેથી 20…

વ્યૂહાત્મક સંપત્તીઓ પર હુમલો થશે તો યુધ્ધની ઘોષણા મનાશેઃ કિમજોંગ

ઉ. કોરિયાએ ચેતવણી કે પ્યોંગયાંગ અમેરિકન જાસૂસી ઉપગ્રહોની સદ્ધરતા ખતમ કરીને અંતરિક્ષમાં કોઈપણ પ્રકારની અમેરિકી દખલનો જવાબ આપશે પ્યોંગયાંગ ઉત્તર કોરિયાએ શનિવારે અમેરિકાને ધમકી આપતા કહ્યું કે જો અમારી વ્યૂહાત્મક સંપત્તિઓ પર કોઈ પણ પ્રકારનો હુમલો કરાશે તો તેને અમે અમારા સેટેલાઇટ ઓપરેશનમાં કોઈપણ પ્રકારના હસ્તક્ષેપને સીધી રીતે યુદ્ધની જાહેરાત માની લઈશું.  ઉ.કોરિયાના મીડિયાએ સંરક્ષણ…

42 ટકા યુવાનો પોતાના લગ્નનું ફંડિંગ જાતે જ કરવા માગે છે

વેડિંગ સ્પેન્ડ્સ રિપોર્ટ 2.0 નામથી ઇન્ડિયાલેન્ડ્સ દ્વારા એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો નવી દિલ્હી હાલ દેશમાં લગ્નની સીઝન ચાલી રહી છે. એવામાં માતા-પિતા તેમના બાળકોના લગ્નને લઈને ખુબ જ સજાગ હોય છે. તેઓ શરૂઆતથી જ બાળકોના લગ્ન માટે બચત કરવાનું શરુ કરી દે છે. ત્યારે એવામાં યુવાનોને લાગતો એક સર્વે સામે આવ્યો છે. જેમાં યુવક…

આઈએનએસ ટ્રિંકટની કમાન મહિલા અધિકારી સંભાળશે

નેવીના ઈતિહાસમાં આવું પ્રથમ વખત બનશે, ભારતીય નૌકાદળ ત્રણેય સેવાઓની એકતા માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ નવી દિલ્હી ભારતીય નૌકાદળના વડા એડમિરલ આર. હરિ કુમારે કહ્યું કે નૌકાદળમાં મહિલાઓની ભૂમિકા ઝડપથી વધતી જઈ રહી છે. તમામ ભૂમિકાઓ અને તમામ હોદ્દાઓ પર મહિલાઓની નિમણૂક કરવામાં આવી રહી છે. મહિલા અગ્નિવીરોની સંખ્યા પણ એક હજારને વટાવી ગઈ છે….

યુએસ સેનેટરોની બાયડેનને યુએસ-ચીન યાત્રા પર પ્રતિબંધની માગ

માર્કો રુબિયોના નેતત્વમાં પાંચ રિપબ્લિકન સેનેટરોએ આ મામલે બાયડેનને એક પત્ર પણ લખ્યો વોશિંગ્ટન પહેલા કોરોના દ્વારા આખી દુનિયામાં હાહાકાર મચાવી દેનારા ચીનમાં હાલમાં ઝડપથી વધુ એક રહસ્યમય બીમારી ફેલાઈ રહી છે જેને લઈને ઘણા દેશો ફરીવાર ચિંતિત દેખાઈ રહ્યા છે. દરમિયાન અમેરિકામાં આ રોગની એન્ટ્રી માત્રથી અમેરિકી સેનેટરો ફફડી ઊઠ્યાં છે. તેમણે આ મામલે…

શિયાળાની શરૂઆત સાથે દેશમાં કોરોનાએ માથું ઊંચક્યું, 88 કેસ

નવા દર્દીઓની સંખ્યા વધવાની સાથે જ દેશમાં હવે અલગ-અલગ હોસ્પિટલોમાં સારવાર કરાવી રહેલા દર્દીઓની સંખ્યા વધીને 396 થઈ નવી દિલ્હી વિશ્વભરમાં તબાહી મચાવનાર કોરોના મહામારી હજુ પણ ચિંતાનો વિષય છે. શિયાળાની શરૂઆત થતાંની સાથે જ ભારતમાં કોરોના સંક્રમણના 88 નવા કેસ નોંધાયા છે. ત્યારે હવે સંક્રમણના વધતા કેસોએ ફરી એક વખત ચિંતા વધારી દીધી છે….

રાજસ્થાન, મ.પ્ર, છત્તિસગઢ અને તેલંગણાની ચૂંટણીનું આજે પરિણામ

2024ની લોકસભાની ચૂંટણીને લઈને આ પરિણામો પર દરેક મોટા પક્ષની નજર, કોંગ્રેસ-ભાજપના શક્તિનું પરીક્ષણ થશે નવી દિલ્હી5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીનું 30 નવેમ્બરે મતદાન પૂર્ણ થયું હતું. અગાઉ રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મિઝોરમમાં મતદાન પૂર્ણ થયા બાદ 30 નવેમ્બરે તેલંગાણાનું મતદાન પૂર્ણ થયા બાદ હવે આવતીકાલે ચાર રાજ્યોમાં મતગણતરી બાદ પરિણામ જાહેર થશે. મધ્યપ્રદેશ, રાજસ્થાન,છત્તીસગઢ અને તેલંગણામાં…

હમાસ દ્વારા બંધક બાળકોને ડામ અપાતા હતા

અપહરણ બાદ વારંવાર બંધક બનાવાયેલા બાળકોની જગ્યા બદલવામાં આવતી હતી તેલ અવીવ ઈઝરાયેલ સાથે યુધ્ધ વિરામના ભાગરુપે હમાસે બંધક બનાવાયેલા જે ઈઝરાયેલી નાગરિકોને છોડયા છે તેમાં બાળકોનો પણ સમાવેશ થાય છે.  હમાસના કબ્જામાં રહેલા બાળકો પર પણ હમાસના આતંકીઓએ અત્યાચાર ગુજાર્યા હતા અને તેની ચોંકાવનારી વિગતો હવે બહાર આવી રહી છે. ઈઝરાયેલના મીડિયા રિપોર્ટ અનુસાર…

ફિલિપાઈન્સના મનીલાના ઝૂમાં વિશ્વની સૌથી દુઃખી માદા હાથીનું મોત

પીપલ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ દ્વારા દુનિયાની સૌથી દુખી હાથી જાહેર કરાઈ હતી મનીલા વિશ્વના સૌથી દુખી હાથીએ આખરે આ દુનિયાને 43 વર્ષની વયે અલવિદા કહી દીધુ છે. ફિલિપાઈન્સના મનીલા શહેરના ઝૂમાં રહેતી માદા હાથીનુ મંગળવારે મોત થયુ હતુ. માલી નામની આ માદા હાથી ઝૂમાં એકલી હતી. 40 વર્ષ કરતા વધારે સમયથી ઝૂમાં…

ઈઝરાયેલે ગાઝામાં નવી વસાહતો બનાવવાનું શરૂ કર્યું

રહેણાંક કોલોની બનાવવાનું શરૂ પણ કરી દેવાયું, જેના શિલાન્યાસ માટે વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂ પોતે પહોંચ્યા તેલ અવીવ હમાસ અ્ને ઈઝરાયેલ વચ્ચેનો કામચલાઉ યુધ્ધ વિરામ પૂરો થતાની સાથે જ ઈઝરાયેલે ફરી જંગ શરૂ કરવાની જાહેરાત કરી છે. જોકે યુધ્ધ વિરામ દરમિયાન ઈઝરાયેલે ગાઝામાં પોતાની નવી વસાહતો બનાવવાનુ નક્કી કર્યુ છે. આવી એક રહેણાંક કોલોની બનાવવાનુ શરૂ…

ઈઝરાયેલને સાત ઓક્ટોબરના હુમલાની જાણ હતી

ઈઝરાયલી સૈન્ય અને એજન્સીઓને એવો અંદાજ જ નહોતો કે ખરેખર હમાસ આવા ભીષણ હુમલાને અંજામ આપી શકે છે જેરૂસલેમ યુદ્ધ ફરી શરૂ થવાની વચ્ચે એક મોટો ખુલાસો એ થયો છે કે ઈઝરાયલને 7 ઓક્ટોબરે હમાસ દ્વારા થનારા હુમલા વિશે પહેલાથી જ ઈનપુટ મળી ગયા હતા. હવે સવાલ એ છે કે જો ઈઝરાયલને ખબર હતી કે…

તિબેટ-ચીનના સમાધાન માટેના યુએસના પ્રયાસના બિલને મંજૂરી

આ બિલ ગયા વર્ષે સંસદીય સમિતિના સભ્યો મેકગવર્ન, મેકકોલ, તેમજ સેનેટર્સ મર્કલે અને યંગ દ્વારા રજૂ કરાયેલા કાયદાનું અપડેટ વર્ઝન છે વોશિંગ્ટન સંસદીય સમિતિએ લાંબા સમયથી ચાલતા તિબેટ-ચીન વિવાદને ઉકેલવાનો નિર્યણ લીધો છે. આ સમિતિએ દલાઈલામાના દૂતો સાથે વાતચીત કરીને ચીન પર દબાણ કરવાના અમેરિકાના પ્રયત્નોને મજબુત કરતા બિલને મંજુરી આપી છે. હાઉસ ફોરેન અફેર્સ…

ક્લાઈમેટ ચેન્જ સામે મજબૂત વૈશ્વિક સહયોગ જરૂરીઃ મોદી

એ પણ સુનિશ્ચિત થવું જરૂરી છે કે ક્લાઈમેટ ચેન્જ સામેની આ લડાઈમાં ગ્લોબલ સાઉથના દેશોના હિતોની સાથે કોઈ છેડછાડ ન થાયઃ વડાપ્રધાન દુબઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કલાઈમેટ એક્શન સમીટ સીપીઓ 28ની બેઠકમાં ભાગ લેવા માટે દુબઈ ગયા છે. દુબઈમાં કોન્ફરન્સમાં વાતચીત દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કલાઈમેટ ચેન્જ સામે મજબૂત વૈશ્વિક સહયોગની જરૂર છે અને…

7 ફૂટ નવ ઈંચ લાંબા વાળ સાથે પ્રયાગરાજની મહિલાનો ગિનિસ રેકોર્ડ

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજની રહેવાસી સ્મિતા શ્રીવાસ્તવે 32 વર્ષથી વાળ કપાવ્યા નથી નવી મુંબઇ આ દુનિયામાં અવનવુ અને કંઇક હટકે કરીને લોકો પોતાના ટેલેન્ટથી પોતાનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવવા માંગતા હોય છે. કોઇની હાઇટ લાંબી છે તો કોઇની નાની, કોઇ પોતાના લાંબા નખને કારણે તો કોઇ પોતાના વાળથી ગાડી ખેંચવાને કારણે આ લિસ્ટમાં…

રશિયાના રાષ્ટ્રપતિની લોકોને આઠ બાળક પેદા કરવા અપીલ

ગત વર્ષે ફેબ્રુઆરીમાં યુક્રેન સામે યુદ્ધની શરૂઆત બાદ આ યુદ્ધમાં અત્યાર સુધી 3 લાખ સૈનિકો મૃત્યુ પામ્યા મોસ્કો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિને દેશની મહિલાઓને અપીલ કરી છે કે તે ઓછામાં ઓછા 8 બાળકો પેદા કરે. આટલું જ નહીં તેમણે એમ પણ કહ્યું કે આપણે મોટા પરિવારોને સામાન્ય નજરે જોવા પડશે અને આ જરૂરી છે.  મોસ્કોમાં…

સેન્સેક્સમાં 493 અને નિફ્ટીમાં 134 પોઈન્ટનો ઊછાળો જોવા મળ્યો

ટીવી18 બ્રોડકાસ્ટ, પાવર ફાઇનાન્સ કોર્પોરેશન, એમટીએનએલ, ડિક્સન ટેકનોલોજીના શેરના ભાવ ઊંચકાયા મુંબઈ શેરબજારનો કારોબાર શુક્રવારે બમ્પર તેજી સાથે સમાપ્ત થયો. બીએસઈ સેન્સેક્સ 493 પોઈન્ટના ઉછાળા સાથે 67481ના સ્તરે બંધ થયો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 134 પોઈન્ટથી વધુના ઉછાળા સાથે 20,268ના સ્તરે બંધ થયો હતો. શુક્રવારે શેરબજારના કામકાજમાં ઘણા ઉતાર-ચઢાવ જોવા મળ્યા હતા. ગુરુવારે,…

ટ્રોફી પર પગ મૂકવાનો કોઈ અફસોસ નથી, ફરી આવું કરી શકું છુઃ માર્શ

માર્શે એમ પણ કહ્યું કે આ રીતે ટ્રોફી પર પગ મૂકવું એ અપમાનજનક ન કહેવાય, ભારતીય ક્રિકેટ ફેન તેના વર્તનથી બહુ નારાજ છે પરંતુ તેને તેની પરવા નથી સિડની તાજેતરમાં વર્લ્ડકપની ફાઈનલમાં ભારતનો ઓસ્ટ્રેલિયા સામે પરાજય થયો ત્યારે ઘણા ભારતીયોને લાગી આવ્યું હતું. પરંતુ બીજા દિવસે જ્યારે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓનો વર્લ્ડકપની ટ્રોફી પર પગ રાખેલો ફોટો…

બેંગલુરૂની 45 શાળાને બોમ્બથી ઊડાડવાની ધમકી, શાળાઓ ખાલી કરાવાઈ

પોલીસે શાળામાં વિસ્ફોટકોની તપાસ કરી હતી પરંતુ સદનસીબે હજુ સુધી કોઈ વાંધાજનક પદાર્થ મળ્યો નથી બેગલુરૂ ભારતમાં આઈટી સેક્ટરના હબ ગણાતા બેંગલુરુ શહેરમાં એક-બે નહીં પણ 45 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતા ઈમેઈલ મળ્યા હતા જેના કારણે આજે પોલીસ દોડતી થઈ ગઈ છે. પોલીસે તમામ શાળાઓમાં જઈને બાળકો અને સ્ટાફને બહાર કાઢ્યા હતા અને…

યુએસમાં ભારતીય મૂળના છાત્રને ગુલામની જેમ ત્રાસ અપાતો હતો

20 વર્ષના છાત્રને બાથરૂમની સુવિધા પણ અપાતી નહતી, સગાઓ દ્વારા ઢોર માર મારવામાં આવતો હતો, ફરિયાદ બાદ પોલીસે છોડાવ્યો અમેરિકામાં ભણવા ગયેલા એક ભારતીય મૂળના વિદ્યાર્થી સાથે એવી ઘટના બની છે કે સગાસંબંધીઓ અને માનવતા પરથી ભરોસો જ ઉઠી જાય. ભારતીય મૂળના 20 વર્ષીય સ્ટુડન્ટને મહિનાઓથી ગુલામની જેમ રાખવામાં આવ્યો હતો અને બાથરૂમની સુવિધા પણ…