કાનપુરનો શખ્સ પૂનમ પાંડે-પતિ સામે 100 કરોડનો દાવો કરશે

કાનપુરમાં ફૈઝાન અન્સારી નામના વ્યક્તિએ પૂનમ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી કાનપુર પોતના મૃત્યુના ફેક ન્યુઝ ફેલાવીને મોડલ અને અભિનેત્રી પૂનમ પાંડે મુસીબતમાં ફસાઈ છે. પૂનમ અને તેના પતિ સામે વધુ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશના કાનપુરમાં ફૈઝાન અન્સારી નામના વ્યક્તિએ પૂનમ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી હતી. એફઆઈઆરમાં ફરિયાદીને એવો દાવો કર્યો હતો કે પૂનમ…

કોટક મ્યુચ્યુઅલ ફંડે દેશના ટેક્નોલોજી સેક્ટરમાં ભાગ લેવા માટેની તક પૂરી પાડવા કોટક ટેક્નોલોજી ફંડ લોન્ચ કર્યું

એનએફઓ 12મી ફેબ્રુઆરી 2024ના રોજ ખૂલે છે અને 26મી ફેબ્રુઆરી 2024ના રોજ બંધ થાય છે મુંબઈ કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડે (“KMAMC” / “કોટક મ્યુચ્યુઅલ ફંડ”) કોટક ટેક્નોલોજી ફંડ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ એક ઓપન એન્ડેડ ઇક્વિટી સ્કીમ છે જે ટેકનોલોજી અને ટેક્નોલોજી સંબંધિત ક્ષેત્રોમાં રોકાણ કરે છે જે રોકાણકારોને ડાયનેમિક અને…

જાપાન સ્ટાર ટેક કુબોએ 2029 સુધી વાસ્તવિક સોસિએડાડ કોન્ટ્રાક્ટ લંબાવ્યો: “હું આ ક્લબ સાથે હાથ મિલાવીને આગળ વધતો રહેવા માંગુ છું”

રિયલ સોસિડેડ અને ટેકફુસા કુબોએ 2028-29 સીઝનના અંત સુધી જાપાની સ્ટારના કરારને લંબાવવા માટે કરાર કર્યા છે. “હું આ મહાન ક્લબ સાથે નવીકરણ કરવા માટે ખૂબ જ ખુશ છું જેણે મારું આટલું સારું સ્વાગત કર્યું છે. હું અહીં ખૂબ જ ખુશ છું. મારા સાથી ખેલાડીઓ, પ્રશંસકો અને રમતગમતના મેનેજમેન્ટ સાથે મને ખૂબ જ સારી લાગણી…

PSG પર લાવો! તમારે રીઅલ સોસિડેડના ઐતિહાસિક ચેમ્પિયન્સ લીગ અભિયાન વિશે જાણવાની જરૂર છે

તેઓએ તેમના ઇતિહાસમાં પ્રથમ વખત તેમના જૂથમાં ટોચનું સ્થાન મેળવ્યું અને રાઉન્ડ ઓફ 16માં PSG સામે ટકરાશે ચેમ્પિયન્સ લીગની સીઝનમાં જેમાં ચાર LALIGA EA સ્પોર્ટ્સ ટીમોએ ઇતિહાસમાં પ્રથમ વખત તેમના જૂથોમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું, રીઅલ સોસિડેડે દર્શાવ્યું હતું કે ઇમાનોલ અલ્ગુઆસિલની સખત મહેનતે ડિવિડન્ડ ચૂકવ્યું છે. બાસ્ક ટીમે ગ્રૂપ ડીમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું,…

છેલ્લા બે વર્ષથી પીએમજેએવાય યોજનામાં હોસ્પિટલ્સને 300 કરોડથી વધુનું પેમેન્ટ બાકી

આ બાબતની પીએમજેએવાય યોજનાના અધિકારીઓ તથા સરકારને વારંવાર જાણ કરવા છતાં હજુ સુદી કોઈ ઉકેલ આવ્યો નથી અમદાવાદગુજરાત રાજ્યમાં પીએમજેએવાય આયુષ્યમાન યોજના 2016થી કાર્યરત છે. યોજનામાં પ્રાઈવેટ હોસ્પિટલ એસએચએ ગવર્મેન્ટ અને ઈન્યુરન્સ કંપની સાથે થર્ડપાર્ટી એમઓયુ કરવામાં આવે છે, પ્રાઈવેટ હોસ્પિટલ દ્વારા દર્દીને કેસલેસ સારવાર આપવામાં આવે છે. એમઓયુ મુજબ તેનું પેમેન્ટ હોસ્પિટલને 15 દિવસની…

અબુધાબીમાં મોદીને ગોર્ડ ઓફ ઓનર અપાયું, રાષ્ટ્રપતિએ ગળે લગાવી અભિવાદન કર્યું

ભારતના વડાપ્રધાન આજે અબુધાબીમાં હિન્દૂ મંદિરનું ઉદ્ધાટન કરશે અબુધાબીયુએઈમાં આવેલા પહેલા હિન્દૂ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અબુ ધાબી પહોંચી ચૂક્યા છે. આ દરમિયાન વડાપ્રધાન મોદીને ગાર્ડ ઑફ ઑનર અપાયું. સંયુક્ત અરબ અમીરાત (યુએઈ)ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાને વડાપ્રધાન મોદીને ગળે લગાવ્યા.વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે બે દિવસીય…

ભારત ટેક્સ 2024, ભારતનો અગ્રણી વૈશ્વિક ટેક્સટાઈલ મહોત્સવ

ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગાણા, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશની પ્રતિષ્ઠિત હાથશાળ અને હસ્તકલા પરંપરાઓના ભવ્ય સંગમનું સાક્ષી બનશે દિલ્હીભારત ટેક્સ 2024, ભારતનો અગ્રણી વૈશ્વિક ટેક્સટાઈલ મહોત્સવ, ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગાણા, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશની પ્રતિષ્ઠિત હાથશાળ અને હસ્તકલા પરંપરાઓના ભવ્ય સંગમનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. કલાત્મક ઉત્કૃષ્ટતા, વિશિષ્ટ હાથશાળની કારીગરી અને વિશિષ્ટ ટેક્સટાઇલ નવીનતાઓનું સહિયારું…

આઇએપી કી બાત, સમુદાય કે સાથ, કાર્યક્રમ શરૂ કરાયો

આ પહેલ દ્વારા, આઇએપીનો હેતુ વિવિધ સંચાર ચેનલોનો ઉપયોગ કરીને વિશ્વસનીય બાળસંભાળ માહિતી ધરાવતા લાખો લોકો સુધી પહોંચવાનો છે મુંબઈઇન્ડિયન એકેડેમી ઓફ પેડિયાટ્રિક્સ (આઇએપી)એ સમુદાયો સાથે સક્રિયપણે જોડાવા અને બાળ સ્વાસ્થ્ય પર આવશ્યક માહિતી પ્રદાન કરવા માટે “આઇએપી કી બાત, સમુદાય કે સાથ” નામનો એક અગ્રણી કાર્યક્રમ શરૂ કર્યો છે. સૌ પ્રથમ આવરી લેવાનો વિષય…

સંવેદનશીલ માહિતી ચોરી અંગે ગૂગલ ક્રોમમાં સિક્યોરિટી એલર્ટ જાહેર કરાયું

એલર્ટ ભારત સરકારની કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ દ્વારા જારી કરાયું, ભારત સરકારની સાયબર સિક્યોરિટી એજન્સીનું માનવું છે કે ગૂગલ ક્રોમને રિમોટથી કંટ્રોલ કરી શકાય છે નવી દિલ્હીજો તમે ગૂગલ ક્રોમ યૂઝર્સ છો અને તમે પોતાના મોબાઈલ અથવા લોપટોપમાં ગૂગલ ક્રોમનો ઉપયોગ કરો છો તો અલર્ટ થઈ જજો. કારણ કે, ગૂગલ ક્રોમ ભારત માટો ખતરો બની…

સેન્સેક્સમાં 482 અને નિફ્ટીમાં 127 પોઈન્ટનો વધારો નોંધાયો

અપોલો હોસ્પિટલ, સિપ્લા, બજાજ ઓટો, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને ડો. રેડ્ડીઝ લેબના શેર 52 સપ્તાહની ટોચે પહોંચ્યા મુંબઈશેરબજારનો કારોબાર મંગળવારે સારી રીતે સમાપ્ત થયો. બીએસઈ સેન્સેક્સ 482 પોઈન્ટના વધારા સાથે 71555 પોઈન્ટના સ્તરે બંધ થવામાં સફળ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 127 પોઈન્ટના વધારા સાથે 21743 પોઈન્ટના સ્તરે બંધ રહ્યો હતો. શેરબજારમાં મંગળવારે દિવસના કારોબારમાં…

કોંગ્રેસ એમએસપીને કાયદાકીય ગેરંટી આપશેઃ રાહુલ ગાંધી

કોંગ્રેસે સ્વામીનાથન કમિશન મુજબ દરેક ખેડૂતને પાક પર એમએસપીની કાયદેસર ગેરંટી આપવાનો નિર્ણય કર્યો નવી દિલ્હીપંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના ખેડૂતોએ તેમની માંગણીઓ સાથે સેંકડો ખેડૂત સંગઠનોના સમર્થનમાં દેશવ્યાપી વિરોધ પ્રદર્શનની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. ખેડૂતો પોતાની માંગણીઓ સાથે દબાણ કરવા રસ્તા પર ઉતરી આવ્યા છે. દરમિયાન રાહુલ ગાંધીએ આ ખેડૂતોને સમર્થન આપ્યું છે…

ખેડૂતોની કૂચથી હરિયાણા-પંજાબની શંભુ બોર્ડર પર સ્થિતિ કાબૂ બહાર, પોલીસે ટીયર ગેસ છોડ્યા

દિલ્હીમાં ઘૂસવા પર મક્કમ ખેડૂતોનો ટ્રેક્ટર વડે સિમેન્ટ બેરિકેડ હટાવવાનો પ્રયાસ, દિલ્હ આસપાસની સરહદો સીલ, અનેક ખેડૂતોની અટકાયત નવી દિલ્હીટેકાના ભાવ માટે કાયદો ઘડવો તેમજ ખેડૂતોના દેવા માફ કરવા સહિતની 10થી વધુ માગણીઓ સાથે ખેડૂતો દ્વારા દિલ્હી તરફ કૂચ કરી છે. હરિયાણા અને પંજાબ વચ્ચે શંભુ બોર્ડરથી ખેડૂતો દિલ્હી તરફ આગળ વધી રહ્યા છે. આ…

દેશમાં મોટી મૂડીવાદી કંપનીઓએ એક રાજકીય પક્ષ બનાવી લીધોઃ રાકેશ ટિકૈત

સરકારે અમારી સાથે બેસીને વાતચીત કરવી જોઈએ અને ખેડૂતોને સન્માન આપવું જોઈએ, સરકારે આ મુદ્દે વિચારવું જોઈએ અને પ્રયાસ કરવો જોઈએઃ ખેડૂત નેતા નવી દિલ્હીદિલ્હીમાં ખેડૂતોનું ઉગ્ર આંદોલન ચાલી રહ્યું છે, ખેડૂતો દિલ્હી કૂચ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પોલીસ પણ ટીયર ગેસના સેલ છોડી તેમને અટકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે આ તમામ ઘટનાઓ…

આમ આદમી પાર્ટીએ ગુજરાતના બે ઉમેદવારના નામ જાહેર કરી દીધા

આમ આદમી પાર્ટીએ ડેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવા અને બોટાદના આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાને લોકસભાની ટિકિટ આપવાની જાહેરાત કરી અમદાવાદગુજરાતમાં ઈન્ડિયા ગઠબંધનને એક પ્રકારનો ઝટકો આપતા આમ આદમી પાર્ટીએ તેના બે ઉમેદવારના નામ ફાઈનલ કરી દીધા છે. આપના સાંસદ સંદીપ પાઠકે કહ્યું છે કે, ‘અમે ગુજરાતના ભરૂચથી ચૈતર વસાવા અને ભાવનગરથી ઉમેશ મકવાણાને ઉમેદવાર જાહેર…

બ્રેકઅપ બાદ પ્રેમિકાને માતા-પિતાની મરજીથી લગ્નની સલાહ ગુનો નથીઃ સુપ્રીમ

સાથી/મિત્રને માતા-પિતાની સલાહ પર લગ્ન કરવાની સલાહ આપવી એ આત્મહત્યા માટે ઉશ્કેરવાના ગુના સમાન નથીઃ સુપ્રીમ કોર્ટ નવી દિલ્હી સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે બ્રેકઅપ પછી પ્રેમીકાને તેના માતા-પિતાની ઈચ્છા મુજબ લગ્ન કરવાની સલાહ આપવી એ આત્મહત્યા માટે ઉશ્કેરવાનો ગુનો નથી. પોતાની પ્રેમીકાને આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપમાંથી એક યુવકને નિર્દોષ જાહેર કરતી વખતે સુપ્રીમ કોર્ટે…

આઈસીસીની ટીમમાં ભારતના ચાર ખેલાડીને સ્થાન મળ્યું

આઈસીસીએ જાહેર કરેલી ટીમમાં કેપ્ટન ઉદય સહારન અને સ્ટાર બેટર મુશીર ખાન સહિત બેટર સચિન ધાસ અને સ્પિનર ​​સૌમ્ય પાંડેનો સમાવેશ દુબઈ આઈસીસીએ ગઈકાલે અંડર-19 વર્લ્ડકપ 2024 માટે ટીમ ઓફ ધ ટુર્નામેન્ટ જાહેર કરી હતી. આ ટીમમાં ભારતીય ટીમના એક-બે નહીં પરંતુ 4 ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે. આઈસીસીએ જાહેર કરેલી ટીમમાં કેપ્ટન ઉદય સહારન…

15 ફેબ્રુઆરી સુધી દેશના કેટલાક ભાગમાં વરસાદની સંભાવના

પશ્ચિમી વિક્ષેપને કારણે 17 અને 18 ફેબ્રુઆરીએ પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં છૂટાછવાયા વરસાદ અથવા હિમવર્ષાની શક્યતા નવી દિલ્હી ભારતીય હવામાન વિભાગ (આઈએમડી)એ દેશના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરી છે જેમાં 13-15 ફેબ્રુઆરી દરમિયાન પૂર્વ મધ્ય પ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ, ઝારખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.  હવામાન વિભાગના જણાવ્યા…

ન્યૂયોર્કના સબવે સ્ટેશન પર બે જૂથો વચ્ચે ગોળીબાર, એકનું મોત

પાંચ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ન્યૂયોર્ક અમેરિકામાં આડેધડ ગોળીબારની ઘટનાઓ રોકાવાનું નામ જ નથી લઈ રહી. અમેરિકાના ન્યુયોર્ક સિટી સબવે સ્ટેશન પર બે જૂથો વચ્ચે ગોળીબારની ઘટના બની હતી, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતી જ્યારે પાંચ અન્ય ઘાયલ થયા હતા. ઘટના સોમવારે બની હતી, હાલ પોલીસે વધુ તપાસ…

રાજકોટના મેદાન પર ભારતનો શાનદાર રેકોર્ડ, ટેસ્ટમાં અપરાજિત

રાજકોટમાં 7 વર્ષ અને 3 મહિના પહેલા ઈંગ્લેન્ડ માટે ટેસ્ટ મેચ રમનારા ખેલાડીઓમાંથી વર્તમાન ટીમમાં 4 ખેલાડીઓ સામેલ છે રાજકોટ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની 5 મેચની ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમમાં રમાશે. હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડે ભારતને હરાવ્યું હતું. જે બાદ ભારતે વિશાખાપટ્ટનમમાં રમાયેલી બીજી ટેસ્ટ જીતી સીરિઝ 1-1થી…

લૉક સ્ક્રીનથી જ સ્પામ મેસેજને બ્લોક કરવાનું વોટ્સએપમાં ફીચર

કંપની ટૂંક સમયમાં એક નવું અપડેટ બહાર પાડશે જે યુઝરને તેમની ચેટ્સને લિંક કરેલ ડિવાઈસ પર સુરક્ષિત રાખવામાં મદદ કરશે નવી દિલ્હી આજના ભાગદોડના સોશિયલ મીડિયામાં તમારા મિત્રો અને પરિવાર સાથે જોડાયેલા રહેવાની શ્રેષ્ઠ રીત વ્હોટ્સએપ છે. તેમજ વ્હોટ્સએપ પોતાના યૂઝર્સ માટે સતત નવા ફીચર્સ રજૂ કરતુ રહે છે, જેનાથી યૂઝર્સનો આ મેસેજિંગ પ્લેટફોર્મથી લગાવ…