ફૂટબોલની નવી પેઢીની પ્રતિભાઓની ઓળખ માટે ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશનની પહેલ
— પરિમલ નથવાણી ગુજરાતમાં ફૂટબોલના વિશ્લેષણ અને ખેલાડીઓની પ્રતિભા શોધવાની પ્રક્રિયાને આધુનિક બનાવવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલા રૂપે ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશન (GSFA)એ ગુજરાત સુપર લીગ (GSL)ની ત્રીજી સિઝન દરમિયાન ડેટા-આધારિત સ્પોર્ટ્સ ઇન્ટેલિજન્સ પહેલ શરૂ કરી. જર્મની સ્થિત બૉશ-ઈવૉકો સ્પોર્ટ્સ ઈન્ટલિજન્સ (Bosch-Evoco Sports Intelligence) ના સહયોગથી અમલમાં મુકાયેલી આ પહેલમાં ઉચ્ચ ચોકસાઈ ધરાવતું વિડિયો એનાલિટિક્સ,…
