બનાસકાંઠા બેઠક પર ફરી ઉમેદવાર બદલવાની શક્યતા

મુખ્યમંત્રીના નિવાસ સ્થાને નેતાઓની ત્રણ કલાક બેઠક ગાંધીનગર લોકસભા ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ રહી છે. ત્યારે ભાજપ ગુજરાતમાં તમામ 26 બેઠકો પર નામ જાહેર કરી ચૂકી છે. જેમાં ગુજરાતની બે બેઠકો પર ભાજપે ઉમેદવારો બદલ્યા છે. વડોદરા બેઠક પર રંજનબેન ભટ્ટને બદલીને હેમાંગ જોશી અને સાબરકાંઠા બેઠક પર ભીખાજી…

રાજ્યમાં ગરમાવો, કોંગ્રેસ-ભાજપમાં ટિકિટની ખેંચતાણ

ભાજપ માટે રાજકોટ, સાબરકાંઠાની બેઠક માથાનો દુખાવો, કોંગ્રેસમાં વણથંભ્યા રાજીનામાના દોરથી ચિંતા ગાંધીનગર લોકસભા 2024ની ચૂંટણીના પહેલા તબક્કાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં રાજકીય વિવાદથી ગરમાવો આવી ગયો છે. ભાજપ અને કોંગ્રેસમાં ટિકિટને લઈને આંતરિક ડખા ચાલી રહ્યા છે. ભાજપમાં તો બે બેઠક પર ઉમેદવારોને બદલ્યા છતાં સ્થિતિ ઠેરના ઠેર જ છે….

રાજપૂત આગેવાન ડી.ડી. રાજપૂતનું કોંગ્રેસમાંથી રાજીનામું

ડી.ડી. રાજપૂતના કોંગ્રેસ છોડતાં બનાસકાંઠા બેઠકથી ઉમેદવાર ગેનીબેન ઠાકોરને મોટો ઝટકો મનાય છે ગાંધીનગર લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી અનેક નેતાઓએ રાજીનામાં આપીને પક્ષને રામ-રામ કર્યા છે. હવે પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી અને રાજપૂત સમાજના પીઢ આગેવાન ડી.ડી. રાજપૂતે રાજીનામું આપ્યું છે. ડી.ડી. રાજપૂતના કોંગ્રેસ છોડતાં બનાસકાંઠા બેઠકથી ઉમેદવાર ગેનીબેન ઠાકોરને મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે….

પરશોત્તમ રૂપલાની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો

નેતાના રાજકોટના ઘર-કાર્યાલય પર પોલીસનો બંદોબસ્ત, ખાનગી બાઉન્સર- સુરક્ષાકર્મીઓ પણ ગોઠવવામાં આવ્યા ગાંધીનગર લોકસભાની રાજકોટ બઠક પર ભાજપના ઉમેદવાર જાહેર થયેલા કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનના કારણે રાજ્યભરમાં ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો છે. પરશોત્તમ રૂપાલાનો ક્ષત્રિય સમાજમાં દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેને ધ્યાનમાં રાખીને પરશોત્તમ રૂપાલાની સુરક્ષામાં પણ વધારો કરાયો છે. રાજકોટમાં…

બે કોર્પોરેટરે રાજીનામા આપતાં ગાંધીનગર કોર્પો. કોંગ્રેસ મુક્ત

ગત કોર્પોરેશનની ચૂંટણીમાં ચૂંટાયેલા બે કાર્પોરેટર અંકિત બારોટ અને ગજેન્દ્રસિંહ વાઘેલાના કોંગ્રેસમાંથી રાજીનામા ગાંધીનગર એક સમયે સમગ્ર ગાંધીનગર જિલ્લો કોંગ્રેસનો ગઢ ગણાતો હતો પરંતુ હવે ધીરે ધીરે કોંગ્રેસનો સફાયો થઈ રહ્યો છે ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકામાં પણ ચૂંટાયેલા બે કોપોરેટરે રાજીનામું આપી દીધું છે.  આ સાથે જ ગાંધીનગરની કોર્પોરેશન કોંગ્રેસ મુક્ત બની ગઈ છે. લોકસભાની ચૂંટણી…

આર્થિક તંગીથી કંટાળી બે સગાભાઈએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા અને રત્નકલાકાર તરીકે કામ કરતા બે સગા ભાઈઓએ અનાજમાં નાખવાની  દવા પીને મોતને વહાલું કરી લીધું સુરત ગુજરાતમાં આર્થિક તંગીને કારણે આપઘાતના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે સુરતમા વધુ એક આપઘાતની ઘટના બની છે જેમાં બે સગા ભાઈઓએ ઝેરી દવા પી આપઘાત કર્યો છે. આ ઘટના અંગે પોલીસ વધુ તપાસ હાથ…

સુરતના રાંદેરમાં નકલી ઘી બનાવવાનું કારખાનું ઝડપાયું

રાંદેર ઝોનના ગોગા ચોક વિસ્તારમાંથી ડાલ્ડા ઘીમાં સોયાબીનનું તેલ હળદર કેમિકલ નાખી ઘી બનાવાતું હતું, આવા શંકાસ્પદ 225 કિલો ઘીનો જથ્થો જપ્ત કરાયો સુરત સુરતમાં ગઈકાલે બનાવટી પનીર પકડાયાના બીજા દિવસે સુરત પાલિકાના રાંદેર ઝોનમાંથી નકલી ઘી બનાવવાનું કારખાનું ઝડપાયું છે. પાલિકાના રાંદેર ઝોનના ગોગા ચોક વિસ્તારમાંથી ડાલ્ડા ઘીમાં સોયાબીનનું તેલ હળદર કેમિકલ નાખી ઘી…

પક્ષ ચૂંટણી લડાવશે તો જ ભાજપમાં જોડાઈશઃ કનુ કલસરિયા

ચાહકવર્ગના લોકો કહ્યા કરે છે કે તમે કોઈ સત્તા પર હોય તેવી પાર્ટીમાં હોવ તો લોકોના ઘણા કલ્યાણના કામો થાય અમદાવાદ લોકસભાની ચૂંટણી પહેલા પક્ષપલટાની સીઝન ચાલી રહી છે. ભાજપનો ભરતી મેળો ચાલી રહ્યો છે, ત્યારે ભાવનગરના મહુવાના પૂર્વ ધારાસભ્ય કનુ કલસરિયાને જોડવાના ભરપૂર પ્રયાસ કરાઈ રહ્યા છે. એક સમયના જાયન્ટ કિલર નેતા તરીકેની છાપ…

સી.આર. પાટીલ સાથેની મુલાકાત બાદ કેતન ઈનામદારે રાજીનામું પાછું ખેંચ્યું

જૂના કાર્યકરના માન સન્માનની વાત હતી, દરેકની કામ કરવાની પદ્ધતિ અલગ હોય છે, મારી કામ કરવાની પદ્ધતિ અલગ છે, વ્યક્તિગત કોઈનો વિરોધ નથીઃ કેતન વડોદરા ભાજપમાં ચાલી રહેલા ભરતી મેળાથી નારાજ થઈને આજે (19 માર્ચ) અચાનક સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે રાજીનામું ઈમેઈલથી વિધાનસભા અધ્યક્ષને મોકલ્યું હતું. ત્યારબાદથી કેતન ઈનામદારને સમજાવવાના પ્રયત્નો શરૂ થઈ ગયા હતા….

પક્ષના જ નેતાઓ દ્વારા હેરાનગતિ છતાં પક્ષ સાથે છુઃ રોહન ગુપ્તા

મારા પિતાનું આરોગ્ય મારા માટે વધુ મહત્ત્વનું છે, પિતાના આરોગ્યનો સવાલ હતો એટલે જ ચૂંટણી લડતો નથીઃ કોંગ્રેસના નેતા અમદાવાદ લોકસભા ચૂંટણીની તારીખ જાહેરાત થઈ ચૂકી છે. તમામ પક્ષોએ પુરજોશમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ દરમિયાન અમદાવાદ પૂર્વ બેઠકમાંથી કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાએ મોડી રાત્રે અચાનક જ ઉમેદવારી પરત ખેંચી લેતા રાજકીય ખડભડાટ મચી…

ગુજરાતની ખાલી પડેલી છ વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે

4 કોંગ્રેસ, 1 આપ અને 1 અપક્ષના નેતાએ પાર્ટી અને ધારાસભ્ય પદેથી રાજીનામા આપતાં બેઠકો ખાલી પડી ગાંધીનગર આવતીકાલે (16 માર્ચ 2024) લોકસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થશે. જેમાં મતદાન તારીખથી લઈને મતગણતરી સહિતની તમામ વિગતો જાહેર કરાશે. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો પર ચૂંટણી થશે. આ સાથે રાજ્યની ખાલી પડેલી છ વિધાનસભા બેઠકો પર પેટા-ચૂંટણી યોજાશે….

બોટાદના કુંભારા ગામ નજીક પીકઅપ વાન પલટી જતાં બેનાં મોત

25થી વધારે લોકો ઈજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક ધોરણે 108 મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બોટાદ છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં હાઈવે પર અકસ્માતની ઘટના વધુ બની રહી છે. ત્યારે અકસ્માતનો સિલસિલો યથાવત રહેતા વધુ એક ઘટના બોટાદના કુંભારા ગામ નજીક બની હતી, જેમાં બે લોકોના મોત થયા છે જ્યારે 25થી વધારે લોકો ઈજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક…

વડોદરામાં ભાજપનાં નેતા જ્યોતિ પંડ્યા છ વર્ષ માટે સસ્પેન્ડ

વડોદરાના પૂર્વ મેયરે ફરી ટિકિટ મેળવનારા રંજન ભટ્ટ સામે ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યો વડોદરા વડોદરા લોકસભા બેઠક… આ બેઠક પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણી લડ્યા હતા. ત્યારે હવે આ બેઠક પર ભાજપમાં ભડકો થયો છે. વડોદરા બેઠક પર રંજનબેન ભટ્ટનું પત્તુ કપાશે તેવી ચર્ચા હતી પરંતુ ભારે વિવાદો બાદ પણ ભાજપે રંજન ભટ્ટને ત્રીજીવાર ટિકિટ…

એચસીજી કેન્સર સેન્ટર દ્વારા કરેજિયસ હાર્ટસ પહેલની જાહેરાત

અંડાશયના કેન્સર વિશે જાગરૂકતા વધારવા, બચી ગયેલા લોકોના સશક્તિકરણ અને મહિલાઓની સુખાકારી માટે નિવારક આરોગ્ય સંભાળના પગલાંને પ્રોત્સાહન માટે ઈવેન્ટનું આયોજન અમદાવાદ એચસીજી કેન્સર સેન્ટર, અમદાવાદ એ સ્પોર્ટ્સ ક્લબના સહયોગથી, અંડાશયના કેન્સર વિશે જાગરૂકતા વધારવા, બચી ગયેલા લોકોને સશક્તિકરણ કરવા અને મહિલાઓની સુખાકારી માટે નિવારક આરોગ્ય સંભાળના પગલાંને પ્રોત્સાહન આપવા માટે સામૂહિક પ્રતિબદ્ધતા દ્વારા સંચાલિત…

એડવોકેટ હારુન પલેજની હત્યા કેસમાં સાયચા બંધુઓ સહિત 15 સામે ગુનો દાખલ

પંચવટી વિસ્તારની એક શિક્ષિકાના આપઘાત પ્રકરણમાં મૃતક એડવોકેટ તરીકે રોકાયા હતા, જેનો ખાર રાખીને વકીલનો કાંટો કાઢી નાખવા માટે હત્યાને અંજામ અપાયો જામનગર જામનગરના બેડી વિસ્તારમાં એડવોકેટની સરાજાહેર હત્યા નીપજાવવા અંગેના અતી ચકચારજનક પ્રકરણમાં પોલીસે કુખ્યાત સાઈચા બંધુઓ સહિત 15 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. પંચવટી વિસ્તારની એક શિક્ષિકાના આપઘાત પ્રકરણમાં મૃતક એડવોકેટ તરીકે રોકાયા…

ગાંધીનગરના કુડાસણની ઉમિયા ઓવરસીઝના માલિક વિશાલ પટેલ સામે ગુનો દાખલ

અમદાવાદ સહિત અલગ-અલગ શહેરોમાં કુલ 17 જગ્યાએ સીઆઈડી ક્રાઈમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં કુલ 3571 ડુપ્લીકેટ દસ્તાવેજ મળી આવ્યા હતા અમદાવાદ ગુજરાતમાંથી વિદેશ ભણવા અને ત્યાં જ સ્થાયી થવા માટે હાલ યુવાનોમાં ક્રેઝ વધી ગયો છે અને વિદેશ જવાના મોહમાં અનેક યુવકો સાથે છેતરપિંડી થઈ રહી છે. વિદેશોમાં નોકરી સહિતની લાલચો આપીને ઘણા…

જસદણના બાખલવડ ગામ પાસે કારે બાઈકને ટક્કર મારતા મામા-બે ભાણેજનાં મોત

મામા અને એક ભાણેજનું ઘટનાસ્થળે જ મોત જ્યારે અન્ય એક ભાણેજને માથામાં ઈજા બાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત ભાવનગર ગુજરાતમાં માર્ગ અકસ્માત અને હિટ એન્ડ રનની ઘટનાઓના કિસ્સાઓ સામે આવી રહ્યા છે છાશવારે થતા અકસ્માતના બનાવમાં અનેક લોકો જીવ ગુમાવે છે ત્યારે વધુ એક ભયાનક અકસ્માતની ઘટના જસદણના બાખલવડ ગામ નજીક બની છે જેમાં કારે…

કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીનો ચૂંટણી નહીં લડવા નિર્ણય

એઆઈસીસી જમ્મુ- કાશ્મીરના પ્રભારી તરીકેની વર્તમાન જવાબદારીને ધ્યાનમાં રાખીને અને ગુજરાતમાં પક્ષ માટે અસરકારક રીતે પ્રચાર પર ધ્યાન કેન્દ્રીત કરવા નિર્ણય અમદાવાદ લોકસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતમાં કોંગ્રેસના નેતા પક્ષથી દૂર થઈ રહ્યા છે અને ભાજપમાં જોડાઈ રહ્યા છે. આ દરમિયાન કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીએ લોકસભા ચૂંટણી નહીં લડવાની…

પોરબંદરના દરિયામાંથી 480 કરોડના ડ્રગ્સ સાથે છ પાકિસ્તાની ઝડપાયા

પોરબંદરથી અરબી સમુદ્રમાં લગભગ 350 કિમી દૂર ગુજરાત એટીએસ, કોસ્ટ ગાર્ડ અને  એનસીબીનું સંયુક્ત ઓપરેશન અમદાવાદ ગુજરાતના દરિયા કિનારેથી ફરી એકવાર ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. ગુજરાત એટીએસ, કોસ્ટ ગાર્ડ અને  એનસીબીના સંયુક્ત ઓપરેશનમાં પાકિસ્તાનથી આવેલી બોટમાંથી ડ્રગ્સનો મોટો જથ્થા સાથે છ લોકોની ધરપકડ કરવામાં આવી છે. અહેવાલ અનુસાર, ઝડપાયેલા ડ્રગ્સની કિંમત આશરે રૂપિયા 480 કરોડ…

10 વર્ષનું કામ માત્ર એક ટ્રેલર છે, હજી લાંબી મજલ કાપવાની છેઃ મોદી

વિકાસ પ્રોજેક્ટ્સમાં રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કનેક્ટિવિટી અને પેટ્રોકેમિકલ્સ સહિતના અનેક ક્ષેત્રોનો સમાવેશ, 10 નવી વંદે ભારત ટ્રેનોને પણ લીલી ઝંડી બતાવી અમદાવાદ ગુજરાતના અમદાવાદમાં રૂ. 1,06,000 કરોડથી વધુના મૂલ્યના બહુવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનો શિલાન્યાસ અને રાષ્ટ્રને સમર્પિત કર્યા. ફ્રેટ કોરિડોર પ્રોજેક્ટના બહુવિધ મુખ્ય વિભાગો રાષ્ટ્રને સમર્પિત કર્યો. સાથે જ 10 નવી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી….