હીરામણિ હાયર સેકન્ડરી સ્કૂલમાં કાવ્ય પઠન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

હીરામણિ સ્કૂલમાં (અંગ્રેજી માધ્યમ) અંગ્રેજી કાવ્યપઠન સ્પર્ધાનું આયોજન આવ્યું હતું. આ સ્પર્ધા ચાર હાઉસો વચ્ચે રાખવામાં આવી હતી.  સ્પર્ધમાં કૂલ ત્રણ રાઉન્ડ રાખવામાં આવ્યા હતાં.  દરેક હાઉસના વિદ્યાર્થીઓએ ખુબ સુંદર કાવ્યો રજૂ કર્યા હતાં.  આ કાવ્ય સ્પર્ધામાં ધો.8 થી 12 ના વિદ્યાર્થીઓએ જીવન વિષયક સંદેશ રજૂ કર્યો હતો. વિદ્યાર્થીઓ દ્વારા સ્પષ્ટ ઉચ્ચારણ, શબ્દોની શુદ્ધતા, કાવ્યા…

હીરામણિ હાયર સેકન્ડરી સ્કૂલમાંજન્મદિવસ ની શુભેચ્છા કાર્ડ બનાવવાની સ્પર્ધા યોજાઈ  

હીરામણી સેકન્ડરી અને હાયર સેકન્ડરી સ્કુલ (અંગ્રેજી માધ્યમ)માં અભ્યાસ કરતા ધોરણ 8 અને 9 ના વિદ્યાર્થીઓની જન્મદિન શુભેચ્છા કાર્ડ બનાવવાનુ  આયોજન તા. 29 જુલાઈ 2024 ના રોજ કરવામાં આવ્યું. બાળકોમાં રહેલી સર્જનાત્મક શક્તિને વિકસાવવા માટે આ સ્પર્ધા નું આયોજન હીરામણી શાળામાં કરવામાં આવ્યું જેમાં ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. બર્થ ડે કાર્ડ બનાવવા…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાપુતારા મેઘ મલ્હાર પર્વ-૨૦૨૪નો સોમવારે પ્રારંભ કરાવશે

એક માસ સુધી ચાલનાર મેઘ મલ્હાર પર્વમાં ડાંગની વિવિધ ભાતીગળ સંસ્કૃતિ દર્શાવતા કાર્યક્રમો તેમજ ‘રેઇન રન મેરેથોન નું આયોજનમોન્સૂન ફેસ્ટિવલ દરમિયાન પ્રવાસીઓને મુખ્ય ૧૮ જેટલા જોવાલાયક સ્થળો અને સાપુતારા ના અખૂટ કુદરતી સૌંદર્ય નો નજારો માણવા મળશેમુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સોમવારે તા. ૨૯. જુલાઈએ ડાંગ જિલ્લાની એક દિવસીય મુલાકાતે જશે. ગાંધીનગર મુખ્યમંત્રી ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન…

અસલાલીમાં નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ

રાજ્યસભા સાંસદ નરહરિ અમીન દ્વારા દતક લેવામાં આવેલ અસલાલી ગામ ખાતે આજરોજ “આવો ગાંવ ચાલે” પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ મેડિકલ એસોસીએશન અને જનસહાયક ટ્રસ્ટ દ્વારા “આશાભાઈ પુરૂષોત્તમદાસ અમીન આરોગ્યધામ”, અસલાલી ખાતે નિ:શુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમ્યાન કે.ડી. હોસ્પિટલ, વૈષ્ણોદેવી સર્કલ, અમદાવાદનાં સુપ્રસિદ્ધ સુપર સ્પેશ્યાલીસ્ટ ડોક્ટરની ટીમ દ્વારા (હૃદયનાં રોગો, ડાયાબીટીસ,…

હીરામણિ હાયર સેકન્ડરી સ્કૂલમાં પર્યાવરણ જાગૃતિ હેઠળ સોફ્ટબોર્ડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

હીરામણિ હાયર સેકન્ડરી સ્કૂલ અંગ્રેજી માધ્યમમાંપર્યાવરણ બચાવ જાગૃતિ હેઠળ આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુંહતું.જેમાં લુપ્ત થતા પ્રાણિઓ, પશુઓ, વનસ્પતી વિષય રાખવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓએ લુપ્ત થઈ રહેલાં પંખીઓ, પ્રાણીઓ, ફૂલો વિશેની માહિતી રજૂ કરી હતી.

નેશનલ સાયન્સ ઓલ્મ્પીયાડમાં હીરામણિ પ્રાયમરીના છાત્રોનું ઉત્કૃષ્ટ પ્રદર્શન

સાયન્સ ઓલ્મ્પીયાડ (દિલ્હી) દ્વારા યોજવામાં આવેલ આંતરરાષ્ટ્રીય મેથ્સ ઓલ્મ્પીયાડ,આંતરરાષ્ટ્રીય ઈંગ્લીશ ઓલ્મ્પીયાડ તેમજ નેશનલસ સાયન્સ ઓલ્મ્પીયાડમાં હીરામણિ પ્રાયમરી અંગ્રેજી માધ્યમનાંધોરણ ૧ થી ૭ નાં વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો અને પહેલા લેવલમાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી બીજા લેવલમાં  પણ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ તેમેજ મેરીટ પ્રમાણપત્ર  જીતીને શાળાનું ગૌરવ વધાર્યું. વિદ્યાર્થીઓની આ સિધ્ધિબદલ જનસહાયક ટ્રસ્ટના પ્રમુખ નરહરિ…

હિરામણી પ્રથમિક શાળામાં ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ

હીરામણિ પ્રાથમિક શાળા ગુજરાતી માધ્યમ માં ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓને ટ્રાફિક ના નિયમો નું ચુસ્ત પાલન કરી જાગૃતિ લાવવાનો હતો.

હીરામણિ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં શપથગ્રહણ સમારોહ યોજાયો

હીરામણિ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ભણતાં વિદ્યાર્થીઓમાં નેતૃત્વનાં ગુણો વિકસે તે હેતુસર વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થીઓની જ કમિટી રચવામાં આવી જે અંતર્ગત હીરામણિ શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ સ્વયંશિસ્ત જાળવતાં થાય તેનાં માટે શપથગ્રહણ સમારોહ યોજવામાં આવ્યો હતો.સંસ્થાના પ્રમુખ નરહરિ અમીન, ઉપપ્રમુખ નીતાબેન અમીન, મેનેજીંગ ટ્રસ્ટી વરૂણ અમીન, સી.ઇ.ઓ.ભગવત અમીન શાળાના આચાર્યા ભારતીબેન મિશ્રા,કૉ. ઓર્ડિનેટર ભરત…

હીરામણિ પ્રાયમરિ સ્કૂલ દ્વારા અંગ્રેજી ભાષાની હસ્તલેખન સ્પર્ધાનું આયોજન

હીરામણિ પ્રાથમિક શાળા (અંગ્રેજી માધ્યમ) દ્વારા“અંગ્રેજી ભાષાની હસ્તલેખન સ્પર્ધાનું”આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ- ૧ થી ૭ નાં વિદ્યાર્થીઓએ ઉત્સાહ અને ઉલ્લાસપૂર્વક ભાગ લીધો હતો. અંગ્રેજી ભાષામાં લેખ લખવાની સાથે  વિદ્યાર્થીઓએ ભાષાનું મહત્વ,ભાષાનું ગૌરવ, લખાણ લખવાની કલા અને ઓળખાણ વિશે પણ સમજવામાં આવ્યું હતું. દરેક ભાષા પ્રત્યે પોતાનો પ્રેમ અને સન્માન પ્રગટ કરવો તે આપણું…

અમદાવાદ યુનિવર્સિટીએ બાગચી સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થની જાહેરાત કરી

નવી દિલ્હી અમદાવાદ યુનિવર્સિટીએ બાગચી સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થની જાહેરાત કરી છે. 2023માં સ્થપાયેલી આ સ્કૂલનું નામ જાણીતા દાનવીર સુસ્મિતા તથા સુબ્રતો બાગચીના માનમાં રાખવામાં આવ્યું છે. બાગચી સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થનો ઉદ્દેશ ભારતમાં પબ્લિક હેલ્થ એજ્યુકેશન અને રિસર્ચમાં ક્રાંતિ લાવવાનો છે. બાગચી દંપતીનુંરૂ. 55 કરોડનું પરિવર્તનકારી અનુદાન વિશ્વકક્ષાના ફિઝિકલ,ડિજિટલ અને બૌદ્ધિક માળખાના વિકાસને વેગ…

ગુજરાતના નશાબંધી મંડળમાં બની બેઠેલા હોદ્દેદારો દ્વારા 50 કરોડથી વધુનું કૌભાંડ

ટ્રસ્ટની જમીન ખરીદીમાં 13 કરોડની છેતરપિંડી, કર્મચારીઓના હક્ક ન આપી વગર નોટિસે કાઢી મુકાયા, ક્ષુલ્લક પગારે કામ કરતા કર્મચારીઓને અન્યાય, પ્રમુખને પણ જાણ કર્યા વગર ગેરકાયદેસર હાટાવી દેવાયા અમદાવાદ ગાંધીજીના સત્યના પ્રયોગો સમાન નશામુક્તિ માટે રાજ્યમાં નશાબંધી મંડળની 1960માં સ્થાપના કરવામાં આવી હતી. ગાંધી વિચારો સાથે તેમના વિચારોને અનુસરનારાઓ દ્વારા રાજ્યમાં નશાની બદીને ડામવા રચવામાં…

હીરામણિ પ્રાથમિક શાળામાં કાગળ અને કપડાંમાંથી પેપરબેગ બનાવી પર્યાવરણ બચાવવાનો સંદેશ આપ્યો

હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં વિદ્યાર્થીઓને પ્લાસ્ટિકથી થતા પર્યાવરણ – પ્રદૂષણની જાગૃતિ માટે ધો.1 થી 4 માં કાગળમાંથી  પેપરબેગ બનાવવાની અને ધો. 5 થી 7 માં કપડાંની બેગ પર પેઈન્ટિંગ કરવાની સ્પર્ધાઓ યોજાઈ હતી. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ચાર્ટ પેપર, ન્યૂઝપેપર, રંગીન પેપરમાંથી બેગ બનાવી હતી તેમજ બેગ પર કોલાઝવર્ક, છાપકામ વગેરે દ્વારા સમાજમાં પર્યાવરણ…

આંતરરાષ્ટ્રીય ઓલમ્પિયાડની સ્પર્ધાત્મક વિવિધ વિષયોની પરીક્ષામાં ઉત્તમ પરિણામ લાવવા માટે કેતનકુમાર ભટ્ટને ગુજરાત રાજ્યમાં બેસ્ટ કો-ઓર્ડિનેટર જાહેર કરાયા

સાયન્સ ઓલમ્પિયાડ (દિલ્હી) દ્વારા યોજવામાં આવતી આંતરરાષ્ટ્રીય ઓલમ્પિયાડની સ્પર્ધામક વિવિધ વિષયોની પરીક્ષામાં  બાળકોને વિષયલક્ષી જ્ઞાન આપીને સ્પર્ધામક પરીક્ષામાં ઉત્તમ પરિણામ લાવવાં માટે હીરામણિ પ્રાયમરી અંગ્રેજી માધ્યમનાં કેતનકુમાર ભટ્ટને ગુજરાત રાજ્ય નાં BEST COORDINATOR તરીકે જાહેર કરીને તેમને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવેલ. તેમની આ સિધ્ધિ બદલ જનસહાયક ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીન, મેનેજીંગ ટ્રસ્ટી વરુણ અમીન,…

હીરામણિ સ્કૂલમાં વિદ્યાર્થીઓનો શપથગ્રહણ સમારોહ યોજાયો

હીરામણિ હાયર સેકન્ડરી સ્કૂલના અંગ્રેજી માધ્યમમાં યોજાયેલ શપથ ગ્રહણમાં ચાર હાઉસના કુલ 60 વિદ્યાર્થીઓ જેમાં હેડ બોય, હેડ ગર્લ, કો. હેડબોય, કો. હેડગર્લ, સ્પોર્ટ્સ કેપ્ટન, વાઈસ સ્પોર્ટ્સ કેપ્ટન ની સાથે કેપ્ટન, વાઈસ કેપ્ટન, જી.એસ. તેમજ વોલેન્ટીયર્સ સાથે મળી સ્કૂલમાં થતી વિવિધ સ્પર્ધા, શિસ્તની સાથે વિદ્યાર્થીઓમાં નેતૃત્વ માટે પસંદ કરાયેલ વિદ્યાર્થી સમિતિઓએ પોતાનું કાર્ય ખૂબજ ઉત્સાહ,…

આત્મહત્યા કરનારા કનુભાઈના પરિવારને ન્યાય ન મળે ત્યાં સુધી તેમની સાથે ઊભા રહેવા કોન્ટ્રાક્ટર્સ એસો.ની ખાતરી

ગુજરાત કોન્ટ્રકાટર્સ એસોસીએશનએ સ્વ. કનુભાઇ પટેલના પરિવારને ન્યાય અપાવવા સંદર્ભે મુખ્યમંત્રી તથા ગૃહ  રાજ્ય મંત્રીને આવેદનપત્ર આપ્યું અમદાવાદ  ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસીએશનના સ્વ. કનુભાઇ પટેલે સરકારના અધિકારી-કર્મચારીના નિષ્ઠુર અને અમાનવીય વર્તનના કારણે નિર્માણ થયેલી આર્થિક તંગીની પરિસ્થિતિના કારણે તા.15-06-2024ના રોજ ગળે ફાસો ખાઇને આત્મહત્યા કરી હતી, જે સંદર્ભે તેમના પરિવાર જનોને ન્યાય અપાવવા માટે ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસીએશન દ્વારા ગાંધીનગરમાં સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજના હોલ ખાતે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ શ્રદ્ધાંજલિ સભામાં ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસીએશનના અંદાજે 500 જેટલી મોટી સંખ્યામાં કોન્ટ્રાકટર્સ હાજર રહ્યા હતાં. આ શ્રદ્ધાંજલિસભા પૂર્ણ થયા બાદ ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસીએશનના કોન્ટ્રાકટર્સ અને સ્વ.કનુભાઇ પટેલના પરિવારજનોએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને આવેદનપત્ર આપી પિડીત પરિવારને ન્યાય અપાવવા તેમજ કસુરવાર અધિકારીઓ વિરુદ્ધ કડક પગલાની કાર્યવાહી કરી સસ્પેન્ડ કરવાં માંગણી કરી હતી. ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસીએશનના પ્રતિનિધિએ જણાવ્યુ હતુ કે, અમારા કોન્ટ્રાકટરભાઈ સ્વ.કનુભાઇ પટેલને સરકારના નિષ્ઠુર અધિકારીઓ અને કર્મચારી દ્વારા એટલી હદે કનડગત કરવામાં આવી હતી અને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો તેમજ બીનજરૂરી ખોટી નોટીસ આપીને માનસિક ત્રાસ આપી તેમજ તેઓએ પૂર્ણ કરેલા કાર્યના લેવાના નીકળતા હકના નાણા છુટા ન થતા તેઓને આત્મહત્યા કરવી પડી હતી જે ખૂબજ દુખદ બાબત છે. ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસીએશનના તમામ સભ્યો જ્યાં સુધી કસુરવાર અધિકારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી ન થાય અને પરિવારને યોગ્ય ન્યાય ન મળી રહે ત્યાં સુધી સ્વ.  કનુભાઇ પટેલના પરિવારજનો સાથે ઉભા રહેશે.

ગુજરાત કોન્ટ્રકાટર્સ એસોસીએશન સભ્ય કનુભાઇ પટેલ કરેલ આત્મહત્યા સંદર્ભે ન્યાયની માગણી

ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસીએશનના સભ્ય કનુભાઇ પટેલે તા.15-06-2024ના રોજ ગળે ફાસો ખાઇને આત્મહત્યા કરેલ છે. કનુભાઇ છેલ્લા 35 વર્ષ જેટલા લાંબા સમયથી માર્ગ અને મકાન વિભાગમાં કોન્ટ્રાકટના કામો કરતા હતા. તેમના ભાઇના કહેવા પ્રમાણે થયેલ FIR મળેલ સુસાઇડનોટ અનુસાર કનુભાઇએ કરેલ જુદા-જુદા કામો હેઠળ અંદાજે 472 લાખ જેવી મોટી રકમ નું પેમેન્ટ ન થતા આ માતબર રકમ રોકોઇ રહેલ હતી. જેમાં કપડવંજ…

ગુજરાતમાં BAP પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટને એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકે મોબાઇલ મેડિકલ યુનિટનું દાન કર્યું

 .ગુજરાતમાં BAP પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટને એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકે BAPS યોગીજી મહારાજ હોસ્પિટલ અને AU Small Finance Bank ના વરિષ્ઠ અધિકારીઓ અને મહાનુભાવોની હાજરીમાં મોબાઇલ મેડિકલ યુનિટનું દાન કર્યું હતું. આ પ્રસંગે હાજર મહાનુભાવોમાં અમિત ડોડિયા – યોગીજી મહારાજ હોસ્પિટલના CEO, ડૉ. મહેન્દ્રભાઈ – મુખ્ય ડૉક્ટર, હર્ષદ મલ્લી – એકાઉન્ટ્સ વિભાગ – યોગીજી મહારાજ હોસ્પિટલ,…

વિશ્વ યોગ દિવસ-૨૦૨૪માં નડાબેટ ખાતે ‘સીમા સુરક્ષા પ્રહરી સંમેલન’ માં સહભાગી બનતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

વડાપ્રધાનની એક ભારત, શ્રેષ્ઠ ભારતની સંકલ્પના BSFના જવાનોએ સાર્થક કરી છે:- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નડાબેટ ખાતે નડેશ્વરી માતાના દર્શન કરી ધન્યતા અનુભવતા મુખ્યમંત્રી રાજયકક્ષાના વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ યોગાભ્યાસ બાદ નડાબેટ બોર્ડર આઉટ પોસ્ટ (Bop) ખાતે ‘સીમા સુરક્ષા પ્રહરી સંમેલન’માં સહભાગી બન્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ‘સીમા પ્રહરી સંમેલન’ને…

સ્પોટર્સ ક્લબના સભ્યોના સર્વિસ ટેક્સના રિફંડમાં કરોડોના કૌભાંડનો આક્ષેપ

નવ હજારથી વધુ સભ્યો પાસેથી એકત્રિત કરાયેલો સર્વિસ ટેક્સ ગેરકાયદેસર વસૂલાયો હોઈ સુપ્રીમ કોર્ટના નિર્દેશને લીધે સભ્યોને તે રિફંડ આપવું પડે એવો કલબ મેમ્બર્સ હિત રક્ષક સમિતિનો દાવો અમદાવાદ અમદાવાદની પ્રતિષ્ઠિત સરદાર પટેલ સ્ટેડિયમમાં આવેલી સ્પોટર્સ કલબના સભ્યો પાસેથી મેનેજમેન્ટે ખોટી રીતે સર્વિસ ટેક્સ વસૂલતા સુપ્રીમના એક ચુકાદાનું પાલન ન કરી કલબ દ્વારા સભ્યોને રિફંડ…

અમિત શાહના સમર્થનમાં ગાંધીનગર-કલોલ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન ગ્રોથ મીટ મળી

ગાંધીનગર લોકસભાના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના સમર્થનમાં ગાંધીનગર-કલોલ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન ગ્રોથ મીટમા ઉદ્યોગપતિઓની બેઠક મળી જેને બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ,પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને કેબિનેટ ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત એ સંબોધન કરી અમિત શાહને જંગી બહુમતી થી જીતાડવા અપીલ કરી હતી.