છેલ્લા બે વર્ષથી પીએમજેએવાય યોજનામાં હોસ્પિટલ્સને 300 કરોડથી વધુનું પેમેન્ટ બાકી

આ બાબતની પીએમજેએવાય યોજનાના અધિકારીઓ તથા સરકારને વારંવાર જાણ કરવા છતાં હજુ સુદી કોઈ ઉકેલ આવ્યો નથી અમદાવાદગુજરાત રાજ્યમાં પીએમજેએવાય આયુષ્યમાન યોજના 2016થી કાર્યરત છે. યોજનામાં પ્રાઈવેટ હોસ્પિટલ એસએચએ ગવર્મેન્ટ અને ઈન્યુરન્સ કંપની સાથે થર્ડપાર્ટી એમઓયુ કરવામાં આવે છે, પ્રાઈવેટ હોસ્પિટલ દ્વારા દર્દીને કેસલેસ સારવાર આપવામાં આવે છે. એમઓયુ મુજબ તેનું પેમેન્ટ હોસ્પિટલને 15 દિવસની…

આમ આદમી પાર્ટીએ ગુજરાતના બે ઉમેદવારના નામ જાહેર કરી દીધા

આમ આદમી પાર્ટીએ ડેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવા અને બોટાદના આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાને લોકસભાની ટિકિટ આપવાની જાહેરાત કરી અમદાવાદગુજરાતમાં ઈન્ડિયા ગઠબંધનને એક પ્રકારનો ઝટકો આપતા આમ આદમી પાર્ટીએ તેના બે ઉમેદવારના નામ ફાઈનલ કરી દીધા છે. આપના સાંસદ સંદીપ પાઠકે કહ્યું છે કે, ‘અમે ગુજરાતના ભરૂચથી ચૈતર વસાવા અને ભાવનગરથી ઉમેશ મકવાણાને ઉમેદવાર જાહેર…

બુબવાણામાં લટકતો વીજ વાયર ટ્રેકટર ટ્રોલીને અડી જતાં 3નાં મોત

ત્રણેય મજૂરો મધ્યપ્રદેશના હોવાનું મનાય છે, અન્ય 6 મજૂરોને પણ જોરદાર ઝટકો વાગ્યો સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરથી એક મોટી દુર્ઘટનાના અહેવાલ મળી રહ્યા છે. અહીં બુબવાણા ખાતે વીજળીનો લટકતો વાયર ટ્રેક્ટર ટ્રોલીને અડી જતાં 3 મજૂરોને જોરદાર કરંટ લાગ્યો હોવાની ઘટના બની. જેમાં ત્રણેયના મોતના અહેવાલ છે. આ ત્રણેય મજૂરો મધ્યપ્રદેશના હોવાનું મનાય છે.  જોકે અન્ય 6…

માત્ર 200 રૂપિયા માટે નાના ભાઈએ મોટા બીની હત્યા કરી

ઉશ્કેરાયેલા નાના ભાઈએ લાકડા વડે મોટાભાઇ પર હુમલો કરી તેને ઘસડી ઓટલા પર લાવી પથ્થર વડે જીવલેણ હુમલો કર્યો વાપીવાપીના કોળીવાડમાં ગઇકાલે શુક્રવારે રાત્રે ઉછીના આપેલા રૂ.200 પરત માંગતા નાનાભાઇ મોટાભાઇ પર લાકડા અને પથ્થર વડે હુમલો કરતા ઘટના સ્થળે મોત થયું હતું.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વાપીના કોળીવાડમાં આવેલી પીનલ ડી પટેલની ચાલીમાં મોહંમદ લતીફ…

વડોદરાથી અયોધ્યા જતા શ્રદ્ધાળુનું ચાલુ ટ્રેને મોત

મધ્યપ્રદેશના ખંડવા સ્ટેશન પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે ટ્રેનને ત્યાં રોકી મુસાફરને હોસ્પિટલ લઈ જવાય એ પહેલાં જ મોત થયું વડોદરાવડોદરા થી શુક્રવારે આસ્થા ટ્રેનમાં અયોધ્યા દર્શન માટે નીકળેલા વડોદરા નજીકના સુંદરપુરા ગામના 67 વર્ષના શ્રદ્ધાળુનું ચાલુ ટ્રેને હૃદય રોગના હુમલાથી મોત થયું હતું જેના કારણે ટ્રેનમાં સવાર અન્ય શ્રદ્ધાળુઓ દુઃખી થઈ ગયા હતા.અયોધ્યા…

સૌરાષ્ટ્રના સૌથી મોટા મોલમાં આગથી ભારે અફડાતફડી

મોલના બંધ કરવાના સમયે પાછળના ભાગમાં અકસ્માતે આગ લાગી, આ સમયે મોલમાં કોઈ હાજર ન હોવાથી કોઇ જાનહાની થઈ ન હતી જામનગરજામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં આવેલા સૌરાષ્ટ્રના સૌથી મોટા રિલાયન્સ મેગા મોલમાં રાત્રિના 9 વાગ્યાને 50 મિનિટે શોર્ટ સર્કિટ થવાના કારણે અન્યથા કોઈ પણ કારણસર આગ લાગી હતી, અને જોતજોતામાં આગે મોટું સ્વરૂપ ધારણ…

હરણી બોટ દુર્ઘટનામાં દિપેન અને ધર્મિલને છ દિવસના રિમાન્ડ

માત્ર ૧૦ ટકાના જ ભાગીદાર હોવા છતાં કોટિયા પ્રોજેક્ટના બેન્ક એકાઉન્ટમાં મુખ્ય રોકાણકાર તરીકે દિપેશ અને ધર્મિલની સહીથી જ વહીવટ થતો હતો વડોદરાબોટ દુર્ઘટનાના ૨૧ દિવસ બાદ પોલીસના હાથે ઝડપાયેલા કોટિયા પ્રોજેક્ટના પાંચ-પાંચ ટકાના ભાગીદારો દિપન હિતેન્દ્ર શાહ અને ધર્મિલ ગિરિશ શાહને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને ૧૦ દિવસ પોલીસ કસ્ટડી રિમાન્ડ માગવામાં…

ગાંધીનગરમાં બિલ્ડર ગ્રુપના 27 સ્થળોએ આઈટીના દરોડા

પીએસવાય ગ્રૂપ પર દરોડા પાડવામાં આવ્યા, ઓફિસો અને નિવાસ્થાને તપાસ જારી ગાંધીનગર ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં બિલ્ડર ગ્રૂપ પર  આવકવેરા વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે. એકસાથે 27 જેટલા સ્થળે આવકવેરા વિભાગે દરોડાની કાર્યવાહી કરી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પીએસવાય ગ્રૂપ પર દરોડા પાડવામાં આવ્યા છે. આવકવેરા વિભાગના અધિકારીઓ ઓફિસો અને નિવાસ્થાને તપાસ કરી રહ્યા…

રાજ્યના 29 જિલ્લામાં પાંચ લાખથી વધુ બાળકો કુપોષિત

જેમાંથી અતિ ઓછા વજનવાળા એક લાખ 18 હજાર 104 કુપોષિત બાળકો હોવાની મહિલા અને બાળ કલ્યાણ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાએ લેખિત જવાબ રજૂ કર્યો ગાંધીનગરવિકસિત ગુજરાતની વાતો વચ્ચે કુપોષિત બાળકોના ચિંતાજનક આંકડા સામે આવ્યા છે. ગુજરાતના 33 જિલ્લામાંથી 29 જિલ્લાના પાંચ લાખ 28 હજાર 653 બાળકો કુપોષિત છે, જેમાં દાહોદ જિલ્લામાં સૌથી વધુ કુપોષિત બાળકો…

કોંગ્રેસના સાત ધારાસભ્યો પક્ષ છોડે એવી શક્યતા

છેલ્લાં પાંચેક વર્ષમાં જ કોંગ્રેસના 80થી વધુ ધારાસભ્યો પક્ષની વંડી ઠેકીને કેસરિયો ખેસ ધારણ કરી ચૂક્યા છે ગાંધીનગરલોકસભા ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે ભાજપે ઓપરેશન લોટસ શરૂ કર્યુ છે જેના પગલે કોંગ્રેસના ધારાસભ્યોથી માંડીને નેતા-કાર્યકરોએ કમલમ તરફ દોટ માંડી છે. એવી જાણકારી મળી રહી છે કે, ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા-વર્તમાન ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે….

અમદાવાદ એરપોર્ટ પર બુરખો પહેલી ભાવનગરની બે મહિલાને રોકવામાં આવી

ઉમરાહ માટે જઈ રહેલી બેમાંથી ફક્ત એક જ મહિલા મુસલમાન હતી, બીજી મહિલા મુસ્લિમ નહોતી અમદાવાદથોડા દિવસ પહેલા જ અમદાવાદ એરપોર્ટ અવ્યવસ્થાને કારણે ચર્ચામાં આવ્યું હતું. એન્ટ્રી ગેટથી લઈને ચેક-ઈન કાઉન્ટર્સ સુધી ધીમી પ્રક્રિયાને કારણે પેસેન્જરોની લાંબી લાઈન લાગે છે. જેનાથી લોકોને હાલાકી થઈ રહી છે. દરમિયાન હવે અહેવાલ સામે આવ્યા છે કે, અમદાવાદના સરદાર…

મૌલાના મુફ્તી સલમાન અઝહરીની મુંબઈથી ધરપકડ કરી અમદાવાદ લવાયો

મુફ્તી અઝહરીને આવતીકાલે જૂનાગઢની કોર્ટમાં રજૂ કરવામાં આવશે, ગુજરાત એટીએસ મુફ્તી અઝહરીને લઈને જૂનાગઢ જવા માટે રવાના અમદાવાદગુજરાત એટીએસ દ્વારા મૌલાના મુફ્તી સલમાન અઝહરીની મુંબઈથી ધરપકડ કરવામાં આવી છે. હેટ સ્પિટ બદલ મુંબઈમાં કાર્યવાહી કરવામાં આવી હતી. હવે ગુજરાત એટીએસને બે દિવસના ટ્રાન્ઝીટ રિમાન્ડ મળતા મૌલાનાને મુંબઈથી અમદાવાદ લાવવામાં આવ્યો છે. મુફ્તી અઝહરીને આવતીકાલે જૂનાગઢની…

8 વર્ષથી જૂના વાહનો સ્ક્રેપમાં મોકલાશે તો તમામ બાકી માફ

બાકી મોટર વાહન વેરો, વ્યાજ, દંડ અને મોટર વ્હિકલ એક્ટ હેઠળના કોઇ ચલણ પડતર હોય તો તેની વસૂલવાપાત્ર માંડવાળ ફી સહિત તમામ જવાબદારી માફ કરવા નિર્ણય ગાંધીનગર ગુજરાત રાજ્યનું બજેટ આજે નાણામંત્રી કનુ દેસાઈએ વિધાનસભામાં રજૂ કર્યું હતું. આ વખતનું બજેટ ગુજરાતનું સૌથી મોટું બજેટ હતું. જેમાં અનેક પ્રજાલક્ષી જાહેરાતો કરવામાં આવી હતી. ત્યારે એક…

ગુજરાતનું પ્રથમ બજેટ મુખ્યમંત્રી જીવરાજ મહેતાએ રજૂ કર્યું હતું

22 ઓગસ્ટ 1960ના રોજ કામચલાઉ વિધાનસભા અમદાવાદ ખાતેથી 115 કરોડ રૂપિયાનું પ્રથમ બજેટ રજૂ કરાયુ હતુ અમદાવાદ ગુજરાતમાં બજેટ સત્રનો આજે બીજો દિવસ છે ત્યારે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ  વિધાનસભામાં 2024-25નું બજેટ રજૂ કર્યું. બજેટમાં સરકાર નાગરિકોના હિતમાં કેટલીક મોટી જાહેરાતો કરી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં બજેટ રજૂ કરવાનો ઈતિહાસ પણ રસપ્રદ છે. મહારાષ્ટ્રમાંથી…

રાજ્યનું શિક્ષણ-આરોગ્યલક્ષી 3 લાખ 32 હજાર 465 કરોડનું જંગી બજેટ

ઉપરાતં ગ્રીન એનર્જી અને સંલગ્ન ઉદ્યોગો માટે પણ ખાસ યોજનાઓની જાહેરાત કરવામાં આવી, 7 નગરપાલિકાઓને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફેરવવામાં આવશે ગાંધીનગર ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આજે બજેટ રજુ કર્યું છે જેમાં એજ્યુકેશન અને હેલ્થ માટે ખાસ યોજનાઓ જાહેર કરવામાં આવી છે. સરકારે રાજ્યમાં નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ સહિત કુલ 7 નવી મ્યુનિસિપલ કોર્પોરેશનનો લક્ષ્ય રાખ્યો…

અંકલેશ્વરમાં ભંગારના વેપારીએ ગેરકાયદેસર જમીન પર રામ મંદિર બનાવ્યું

બુલડોઝરના ડરથી રામ મંદિરની સ્થાપના કરી ભગવાન રામ, સીતા અને લક્ષ્મણની મૂર્તિઓ રખાઈ અને પીએમ મોદી અને સીએમ યોગીને તેના દ્વારપાળ બનાવવામાં આવ્યા અંકલેશ્વર  તમે લોકોને ગેરકાયદે બાંધકામ બચાવવા માટે તમામ પ્રકારની યુક્તિઓ અપનાવતા જોયા હશે. પરંતુ ગુજરાતના એક વ્યક્તિએ જે કર્યું તે જોઈને સૌ કોઈને નવાઈ લાગે છે. આ વ્યક્તિએ ગેરકાયદેસર જમીન પર રામ…

2036ના ઓલિમ્પિકને ધ્યાનમાં રાખી સિટી ટ્રાફિક માસ્ટર પ્લાન બનાવાશે

બજેટમાં વિકસિત અમદાવાદ- 2047, નેટ ઝીરો અને કાર્બન ન્યૂટ્રલ, રેસિલિયન્સ અને સસ્ટેનેબલ, ઝીરો વેસ્ટ અને સરક્યૂલર ઈકોનોમી તથા લિવેબલ અને હેપ્પી સિટી એેમ 5 મુદ્દાઓને આવરી લેવાયા અમદાવાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) નું ડ્રાફ્ટ બજેટ આજે રજૂ કરવામાં આવ્યું. મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસને આ ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું જે શહેરના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને 5…

વસિયતનામા માટે મૃત વ્યક્તિને કાગળ પર જીવિત બતાવાઈ

મહિલાએ 1996માં જમીન વેચી હતી તેને પચાવી પાડવા માટે એક શખસે ચોંકાવનારું કૃત્ય કર્યું હતું રાજકોટ પ્રોપર્ટી માટે લોકો અત્યારે કઈપણ કરી છૂટવા માટે તૈયાર હોય છે. અનેક એવા કિસ્સા સામે આવ્યા છે જેમાં પરિવારો વચ્ચે ઘર ઘરમાં મહાભારત થઈ જાય છે. આવો જ એક અચંબિત કરતો કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે જેમાં મૃત્યુ પામેલી…

કેશોદમાં કોંગ્રેસના પૂર્વ તાલુકા પ્રમુખ અશ્વિન ખટારીયાનું રાજીનામું

ભાજપમાં જોડાશે કે નહીં તે અંગે હજુ સસ્પેન્સ છે, કહેવાઇ રહ્યું છે છેલ્લા કેટલાય સમયથી અશ્વિન ખટારીયાને સાઇડ લાઇન કરવામાં આવી રહ્યાં હતા અમદાવાદ રાજ્યમાં ફરી એકવાર કોંગ્રેસ તુટવાના સમાચાર સામે આવ્યા છે, જુનાગઢ જિલ્લાના કેશોદમાં કોંગ્રેસનો આંતરિક ડખો હવે છતો થયો છે. હાલમાં જ કોંગ્રેસના પ્રદેશ કોંગ્રેસ ડેલિગેટ અને પૂર્વ તાલુકા કોંગ્રેસ પ્રમુખ અશ્વિન…