હેલ્મેટનો નવો કાયદો 2020થી રાજ્યના ચાર શહેરો માટે છે છતાં અમલ થતો નથી

રાજ્યના શહેરોમાં હેલમેટને લઈને નવો કાયદો ડિસેમ્બર 2020માં અમલમાં મૂકવાની જાહેરાત કરાઈ હતી જોકે, એ પછી પણ હાઈકોર્ટની વારંવાર ટકોર છતાં તેનો કડક અમલ થતો નથી ગુજરાત હાઈકોર્ટે આજે નવરાત્રી પહેલાં હેલમેટના કાયદાના કડક અંગે સરકારને નિર્દેશ આપ્યો અમદાવાદ પાંજરાપોળથી આઇઆઇએમ સુધી ફલાયઓવરના સૂચિત પ્રોજેકટ, ટ્રાફિક અને વધતા જતાં અકસ્માતો મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં થયેલી જાહેરહિતની…

હીરામણિ પ્રાથમિક શાળામાં માસ્ક મેકીંગ સ્પર્ધા યોજાઈ

       હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં ધો.1 થી 7 માં માસ્ક મેકીંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. તેમાં વિદ્યાર્થીઓએ સ્પાઈડર, કાર્ટુન, પ્રાણીઓ, પક્ષીઓ, જીવજંતુઓ, આઈમાસ્ક, આદિજાતિના અને સામાન્ય રીતે કોઈપણ વિષય પર માસ્ક બનાવ્યા હતા. આ સ્પર્ધામાં તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વ ભાગ લીધો હતો.

કોલ સેન્ટર્સ ક્યાંથી અને શું ભાવે ડેટા ખરીદે છે અને પૈસા ક્યાંથી આવે છે

રાજ્યમાં ગેરકાયદેસર કોલ સેન્ટર્સનું વ્યાપક નેટવર્ક કોલ સેન્ટરમાં કામ કરવા ડીગ્રી નહીં, અંગ્રેજીમાં પ્રભુત્વ, આવડત-હિંમત જરૂરી અમદાવાદ રાજ્ય જ નહીં દેશભરમાં કોલસેન્ટર્સનું ચલણ વધ્યું છે. ઓનલાઈન કામ કરનારી કે કોઈ પણ સેવા પ્રદાન કરનારી કંપનીઓ માટે કોલ સેન્ટર અનિવાર્ય બની ગયા છે. આવા કોલ સેન્ટર્સ માટે કોઈ ખાસ ડીગ્રી કે અભ્યાસની જરૂર પડતી નથી. હા,…

રાજ્યમાં સાયબર ક્રાઈમ સામે કાર્યવાહી માટે ગાંધીનગરમાં સાયબર સેલ ઊભું કરાયું છે

ગેરકાયદે ચાલતા કોલ સેન્ટર્સ પર ગાળિયો કસવા તંત્ર સજ્જ ટોલ ફ્રી નંબર 1930 પર અંદાજે રોજની 300થી વધુ ફરિયાદો આવે છે, ટોલ ફ્રી સેવા ફ્રોડનો શિકાર બનનારા માટે સંજીવની સમાન અમદાવાદ કોલ સેન્ટર અથવા કોલ સેન્ટર એ એક સંચાલિત ક્ષમતા છે જે કેન્દ્રિય અથવા દૂરસ્થ હોઈ શકે છે જેનો ઉપયોગ ટેલિફોન દ્વારા મોટા પ્રમાણમાં પૂછપરછ…

દેશના-વિદેશી નાગરિકોને ફસાવી કઈ રીતે રુપિયા પડાવાય છે, કેમ આવા કોલ સેન્ટર્સ પકડાતા નથી?

ગુજરાતમાં 35 કોલ સેન્ટર પર સીબીઆઈના દરોડા સાયબર ક્રાઈમના કિસ્સા રાજ્યમાં ખૂબજ વધી રહ્યા છે, નકલી કોલ સેન્ટર્સ દ્વારા ચાલતા આ નેટવર્કને શોધવા અને તેમની સામે કાર્યવાહી કરવી પોલીસ માટે મોટો પડકાર છે અમદાવાદ અમદાવાદમાં ચાલતા વિવિધ કોલ સેન્ટરો દ્વારા વિદેશી નાગરિકોને પોતાની જાળમાં ફસાવી લોકોના રૂપિયા પડાવી લેવામાં આવતા હોવાના કિસ્સા સામે આવી રહ્યા…

નવી-નવી યોજનાથી કરોડોના ખર્ચ છતાં રાજ્યમાં માધ્યમિક શિક્ષણમાં ડ્રોપ આઉટ રેસિયો વધે છે

સૌ ભણે, આગળ વધેના સરકારી દાવા પોકળ, રાજ્ય સરકાર દ્વારા શિક્ષણના વિકાસના નામે કરોડો રુપિયાનો ખર્ચ કરવામાં આવે છે છતાં રાજ્યમાં શિક્ષણની સ્થિતિ કથળી રહી છે નમો સરસ્વતી વિજ્ઞાન સાધનાના માધ્યમથી રાજ્યના 1.20 લાખ કરતા વધુ ઉચ્ચતર માધ્યમિક વિદ્યાર્થીઓને  રૂ.12 કરોડ કરતા વધુની સહાય ચૂકવાઈ અમદાવાદ શાળાઓમાં વધતા ડ્રોપ રેટ સહિતની બાબતથી રાજ્યમાં શિક્ષણની કથળી…

ભાજપનો ખેસ ધારણ કરનારા નેતાઓનો ગુના આચરવા છતાં વાળ પણ વાંકો થતો નથી

અમદાવાદ સત્તાધારી ભાજપના અનેક નેતાઓ ગંભીર ગુનામાં સંડોવાયેલા હોવા છતાં પક્ષની છત્રછાયામાં તેઓને કાયદાનો કોઈ ડર જોવા મળતો નથી તેથી જ હજુ પણ ભાજપ સાથે સંકળાયેલા કાર્યકરો પણ ગુનો કરતા ખચકાતા ન હોવાનું જોવા મળે છે. એમ તો નેતાઓને ગુનાઓ સાથે વર્ષો જૂનો નાતો છે પણ છેલ્લા કેટલાક દાયકાઓથી આ પ્રમાણમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો…

હીરામણિમાં ‘યોગ સેમિનાર’નું આયોજન

હીરામણિ હાયર સેકન્ડરી અંગ્રેજી માધ્યમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે તેમની ‘યોગ જાગૃતિ’ ઉપલક્ષમાં ધોરણ 10 થી 12ના વિદ્યાર્થીઓ માટે આ સેમિનારનું આયોજનકરવામાં આવ્યું હતું. ‘યોગ’ દ્વારા વિદ્યાર્થીઓ મનોબળ, એકાગ્રતાશક્તિ, યાદશક્તિમાં વધારો કરી શકે તેમજ તણાવ, થાકને દૂર કરી તંદુરસ્તી ભર્યું જીવન બનાવી શકે. તે માટે વિવિધ જ્ઞાન મુદ્રાઓ, આસનો, પ્રાણાયામ વિશે ‘લકુલેશ યોગ યુનિવર્સિટી’ના…

14 સપ્ટેમ્બર વિશ્વ હિન્દી દિવસ નિમિત્તે હીરામણિ ઉચ્ચતર માધ્યમિક શાળામાં  હિન્દી દિવસની ઉજવણી

હીરામણિ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં ભણતાં વિદ્યાર્થીઓ રાષ્ટ્રભાષાથી પરિચિત થાય અને હિન્દી ભાષાનું ગૌરવ પ્રાપ્ત કરે તેના સંદર્ભે १४ सितंबर ‘विश्व हिन्दी दिवस ની ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા કાવ્ય પઠન, આચાર્યા ભારતીબેન મિશ્રા દ્વારા હિન્દી ભાષાનું મહત્વ સમજાવ્યું હતું. આ પ્રસંગે જન સહાયક ટ્રસ્ટનાં પ્રમુખ નરહરિ અમીન, ઉપપ્રમુખ નીતાબેન અમીન, મેનેજીંગ ટ્રસ્ટી…

2024-2025 વિમેનલીડર્સ ઈન્ડિયા ફેલોશીપ માટે રિલાયન્સ ફાઉન્ડેશન અને વાઈટલ વોઈસીસ દ્વારા પચાસ અસાધારણ મહિલા લીડર્સની પસંદગી

 “મહિલાઓ જ્યારે લીડર બને છે, ત્યારે આપણે એક અશક્ય પરિવર્તનને વાસ્તવિકતા બનાવી શકીએ છીએ”, એમ સુશ્રી ઈશા અંબાણીએ જણાવ્યું ·         ભારતભરમાંથી સામાજિક ક્ષેત્રની મહિલા અગ્રણીઓ અને સામાજિક ઉદ્યમશીલોની જલવાયુ પ્રતિરોધકતા,શિક્ષણ, આજીવિકા તેમજ વિકાસ માટે રમત-ગમત ક્ષેત્રમાં તેમની કામગીરી માટે પસંદગી કરાઈ ·         આ ફેલોને ગ્લોબલ લીડર્સ અને નિષ્ણાતોના નેટવર્ક સુધી પહોંચ પૂરી પાડવા સાથે 10-મહિનાના માળખાબદ્ધ કાર્યક્રમમાં જોડવામાં આવશે ·         ફેલોશીપના…

હીરામણિ ઉચ્ચતર માધ્યમિક શાળામાં હિન્દી સપ્તાહની ઉજવણી કરવામાં આવી

આજરોજ હીરામણિ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં ભણતાં ધોરણ:-૮ થી ૧૨ નાં વિદ્યાર્થીઓમાં રાષ્ટ્ર ભાષા પ્રત્યે જાગૃતતા લાવવા માટે શાળામાં હિન્દી સપ્તાહની ઉજવણી અંતર્ગત હિન્દી વિષયવસ્તુને ધ્યાનમાં રાખીને Soft Board Decoration સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૨૫ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જન સહાયક ટ્રસ્ટનાં પ્રમુખ નરહરિ અમીન, ઉપપ્રમુખ નીતાબેન અમીન, મેનેજીંગ ટ્રસ્ટી વરૂણ અમીન,…

હીરામણિ ઉચ્ચતર માધ્યમિક સ્કૂલમાં હિન્દી દિવસે હિન્દી કાવ્ય પઠન સ્પર્ધા યોજાઈ

‘કવિતાએ સાહિત્યનો મુખ્ય ભાગ છે’ હીરામણિ હાયર સેકન્ડરી અંગ્રેજી માધ્યમમાં વિદ્યાર્થીઓમાં કવિતાની સુવાસ ફેલાવાની સાથે હિન્દી દિવસના ઉપલક્ષમાં ‘હિન્દી કાવ્ય પઠન’ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ આ કાવ્ય પઠનમાં સ્ત્રી, ભારતમાતા, પ્રકૃતિ, કૃષ્ણ, સમય જેવા વિષયો પર કાવ્યો રજૂ કર્યાં હતા. જેમાં શુદ્ધ ઉચ્ચારણ, લય, હાવભાવ દ્વારા સુંદર અભિવ્યક્તિ કરી બધાને મંત્રમુગ્ધ કર્યા હતા….

હીરામણિ પ્રાયમરિ સ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે ગણપતિજીની મૂર્તિ બનાવવાની સ્પર્ધા યોજાઈ

હીરામણિ પ્રાયમરિ સ્કૂલ (અંગ્રેજી માધ્યમ) નાં બાળકોએ ગણેશ ચતુર્થીના પર્વ નિમિત્તે કલા સર્જનાત્મકતાને પ્રોત્સાહન મળે તે હેતુથી “શિલ્પકલાની સ્પર્ધા” (ગણપતિજીની મૂર્તિ)નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ- ૧થી૭નાં વિદ્યાર્થીઓએ ઉત્સાહ અને ઉલ્લાસપૂર્વક ભાગ લઇ રચનાત્મક તેમજ ઘરમાં સરળતાથી મળી રહે તેવાં પદાર્થો જેવાકે કાળી અથવા લાલ માટી, મોલ્ડીંગ આર્ટ ક્લે ,મોલ્ડીંગ ડફ ક્લે અથવા લોટ…

હીરામણિપ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ વચ્ચે ઈકોફ્રેન્ડલી ગણેશ બનાવવાની સ્પર્ધા યોજાઈ

હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં ધોરણ 5 થી 7 ના વિદ્યાર્થીઓએ વચ્ચે ઈકોફ્રેન્ડલી ગણેશ બનાવવાની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં વિદ્યાર્થીઓએ નાળિયેરની છાલ, પેપર, ક્લે વગેરેમાંથી ઈકોફ્રેન્ડલી વિવિધ સુંદર ગણેશજી બનાવ્યા હતા, અને સમાજમાં પર્યાવરણ બચાવવવાનો સંદેશ આપ્યો હતો.

નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટે 100 મનોદિવ્યાંગ યુવાનોને આત્મનિર્ભર બનાવવા “નવજીવન હાટ” પ્રોજેક્ટ શરૂ કર્યો

આ નવતર રોજગારીલક્ષી કામગીરી માટે લોકો અમારી સંસ્થાને મદદરૂપ થશે એવી અમને આશા છે – સુભાષ આપ્ટે અમદાવાદ અમદાવાદ શહેરના મેમનગર ખાતે આવેલા નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા 32 વર્ષથી મનોદિવ્યાંગ બાળકોને શિક્ષણ, તાલીમ અને તેઓને પુનઃવર્સન આપવાનું કાર્ય કરે છે. હાલ 50થી વધુ લાભાર્થીઓ તેનો લાભ લઈ રહ્યા છે. ત્રણ વર્ષ પહેલા તરૂણવસ્થાએ પહોંચેલા મનોદિવ્યાંગજનોને…

હીરામણિસ્કૂલમાં વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી

આજરોજ હીરામણિ સ્કૂલ (ગુજરાતી-અંગ્રેજી માધ્યમ)માં 5 સપ્ટેમ્બર આપણાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનાં જન્મ દિવસની ઉજવણી ‘શિક્ષકદિન’ તરીકે ઉજવવામાં આવી હતી. તેની સાથે સાથે વિદ્યાર્થી કવિ સંમેલન અને સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો, જેમાં હીરામણિ સ્કૂલના વિદ્યાર્થીઓએ એક દિવસ માટે શિક્ષકો બની શિક્ષણકાર્ય કર્યું હતું. શિક્ષક બનેલા વિદ્યાર્થીઓએ પોતાના વર્ગખંડનાં અનુભવો વર્ણવ્યા હતા.દરેક વિદ્યાર્થીઓને…

હીરામણિ સાંધ્યજીવન કુટિર (વૃદ્ધાશ્રમ)ના વડીલોએ જન્માષ્ટમીના તહેવારની ઉજવણી કરી

હીરામણિ સાંધ્યજીવન કુટિર (વૃદ્ધાશ્રમ)ના વડીલોએ જન્માષ્ટમીના તહેવારની ઉજવણી કરી હતી.

વિદ્યાર્થીઓના વૈજ્ઞાનિક અભિગમને પ્રોત્સાહિત કરતું વિજ્ઞાન પ્રદર્શન હીરામણિ સ્કૂલ કેમ્પસમાં યોજાયું

તા.23-08-24, શુક્રવારના રોજ હીરામણિ સ્કૂલ દ્વારા આયોજિત વિજ્ઞાન પ્રદર્શનમાં શહેરની ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમની કૂલ 48 શાળાઓના 93 પ્રોજેક્ટ્સ હતાં,જેમાં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવવિજ્ઞાન અને પર્યાવરણ આધારિત વિવિધ પ્રોજેક્ટ્સ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર રજૂ કર્યા હતા, જેમાં વિજેતા શાળાઓનાં વિદ્યાર્થીઓને હીરામણિ સ્કૂલ તરફથી ઈનામ અને સર્ટિફિકેટ આપવામાં આવ્યાં હતાં. આ કાર્યક્રમમાં જજ તરીકે ડૉ.આદિત્ય વોરા (પ્રો. ફીઝિક્સ ડિપાર્ટમેન્ટ,…

હીરામણિસ્કૂલમાં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો

હીરામણિ સ્કૂલમાં 15 મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમ સવારે 8.00 કલાકે રાજા પાઠક (મેનેજિંગ ટ્રસ્ટી, સત્વ વિકાસ સ્કૂલ)ના મુખ્ય મહેમાન પદે યોજાયો હતો. આ પ્રસંગે તેમણે  પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે તમે નસીબદાર છો કે આઝાદ ભારતમાં જન્મ લીધો છે અને હીરામણિ જેવી શાળામાં અભ્યાસ કરવાની તક મળી છે. ભારત દેશના વિકાસ માટે…