વિપક્ષી ગઠબંધનમાં ભાગલાના દાવાથી રાજકારણ ગરમાયું, AAP અને SPના સાંસદો અંગે આઠવલેનો મોટો દાવો

શિવસેના UBT બાદ TMC, AAP અને સમાજવાદી પાર્ટીમાં પણ ભંગાણની શક્યતા; વિપક્ષે દાવાઓને ફગાવ્યા નવી દિલ્હી મહારાષ્ટ્રમાં શિવસેના (UBT)ના સાંસદોમાં ભંગાણની અટકળો વચ્ચે હવે રાષ્ટ્રીય રાજકારણમાં નવી ચર્ચા શરૂ થઈ છે. કેન્દ્રીય મંત્રી Ramdas Athawaleએ દાવો કર્યો છે કે માત્ર શિવસેના (UBT) જ નહીં, પરંતુ Aam Aadmi Party (AAP), Trinamool Congress (TMC) અને Samajwadi Party…

પરિમલ નથવાણી ઐતિહાસિક ચોથી ટર્મ માટે રાજ્યસભામાં ચૂંટાયા

ઝારખંડમાંથી ફરી અપક્ષ ઉમેદવાર તરીકે વિજયી, ગ્રામીણ વિકાસ અને કૌશલ્યવર્ધનને આપશે પ્રાથમિકતા રાંચીપરિમલ નથવાણી ઝારખંડનું પ્રતિનિધિત્વ કરતાં ઐતિહાસિક ચોથી ટર્મ માટે રાજ્યસભામાં ચૂંટાઈ આવ્યા છે. ઝારખંડમાં રાજ્યસભાની બે બેઠકો માટે ત્રણ ઉમેદવારો વચ્ચે થયેલી ચૂંટણીમાં નથવાણીએ વિજય મેળવી ફરી એકવાર સંસદના ઉચ્ચ ગૃહમાં સ્થાન મેળવ્યું છે. અગાઉ વર્ષ 2008થી 2020 દરમિયાન તેઓ ઝારખંડમાંથી અપક્ષ સાંસદ…

UP-પંજાબ સહિત ચાર રાજ્યોમાં સમય પહેલાં યોજાઈ શકે છે વિધાનસભા ચૂંટણી, ભાજપે શરૂ કરી તૈયારી

વસ્તીગણતરી અને રાજકીય વ્યૂહરચનાને ધ્યાનમાં રાખી ચૂંટણીની તારીખોમાં ફેરફારની અટકળો; ભાજપ હાઈકમાન્ડ એક્શન મોડમાં નવી દિલ્હીઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ અને ગોવા સહિતના મહત્ત્વના રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી નિર્ધારિત સમય કરતાં થોડા અઠવાડિયા વહેલી યોજાઈ શકે તેવી રાજકીય અટકળો વચ્ચે ભાજપે ચૂંટણીની તૈયારીઓ તેજ કરી દીધી છે. પક્ષના હાઈકમાન્ડે તમામ રાજ્યોના સંગઠન અને કોર ગ્રુપને ચૂંટણી પ્રચાર…

NEET પુનઃપરીક્ષા સુધી ભારતમાં ટેલિગ્રામ પર પ્રતિબંધ, 30 જૂન સુધી મેસેજ એડિટિંગ ફીચર પણ બંધ

પેપર લીક અને ગેરરીતિઓ અટકાવવા કેન્દ્ર સરકારનું કડક પગલું; NTAની ભલામણ બાદ લેવાયો નિર્ણય નવી દિલ્હીNEET (UG) 2026ની પુનઃપરીક્ષાને નિષ્પક્ષ અને સુરક્ષિત બનાવવા કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં ટેલિગ્રામ એપ પર 22 જૂન, 2026 સુધી હંગામી પ્રતિબંધ મૂક્યો છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ની ભલામણના આધારે ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલય (MeitY) દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો…

તૃણમૂલ કોંગ્રેસના કોંગ્રેસમાં વિલયની અટકળો તેજ, મમતા-સોનિયા મુલાકાતથી રાજકીય ચર્ચાઓ ગરમાઈ

બંગાળના રાજકારણમાં નવા સમીકરણોની ચર્ચા, વિલય અંગે સત્તાવાર પુષ્ટિ હજુ બાકી એસવીએન,નવી દિલ્હી પશ્ચિમ બંગાળના રાજકારણમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને કોંગ્રેસ વચ્ચે સંભવિત વિલયની અટકળોએ જોર પકડ્યું છે. વિવિધ મીડિયા અહેવાલો અને રાજકીય સૂત્રોના દાવા મુજબ, તાજેતરમાં તૃણમૂલ કોંગ્રેસ પ્રમુખ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી Mamata Banerjee તથા કોંગ્રેસના વરિષ્ઠ નેતા Sonia Gandhi વચ્ચે થયેલી મુલાકાતો…

મમતા બેનર્જીને મોટો રાજકીય ઝટકો? 20 TMC સાંસદોએ NDAને સમર્થન આપ્યાનો દાવો

કાકોલી ઘોષ દસ્તીદારના નિવેદનથી બંગાળના રાજકારણમાં ગરમાવો, બળવાખોર સાંસદોના નામ હજુ ગુપ્ત એસવીએન,કોલકાતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની આગેવાની હેઠળની તૃણમૂલ કોંગ્રેસ (TMC)માં આંતરિક વિખવાદ વધુ ઘેરો બનતો જોવા મળી રહ્યો છે. પક્ષના વરિષ્ઠ સાંસદ કાકોલી ઘોષ દસ્તીદારે દાવો કર્યો છે કે ટીએમસીના આશરે 20 લોકસભા સાંસદોએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખીને કેન્દ્રની એનડીએ…

અશોક ગેહલોતનો મોટો દાવો: કોંગ્રેસ અધ્યક્ષ પદ મામલે ફરી ‘ષડયંત્ર’ની ચર્ચા

નવી દિલ્હી કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે ફરી એકવાર એવો દાવો કર્યો છે કે તેઓ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બનવાના હતા, પરંતુ પાર્ટીના આંતરિક “આયોજિત ષડયંત્ર”ના કારણે તેમનું નામ અંતિમ ક્ષણે બદલાઈ ગયું હતું. તેમના આ નિવેદનથી રાજકીય વર્તુળોમાં નવી ચર્ચા શરૂ થઈ છે. અધ્યક્ષ પદ માટે પહેલેથી નિર્ણય થવાનો દાવો અશોક…

‘સોશિયલ મીડિયા પોસ્ટ હટાવી શકો, અમને નહીં’: જંતર-મંતરથી અભિજિત દીપકેનો સરકારને પડકાર

NEET પેપર લીક મુદ્દે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ તેજ; સોનમ વાંગચુકે પણ આંદોલનને આપ્યું સમર્થન નવી દિલ્હી NEET પેપર લીક અને દેશની શિક્ષણ વ્યવસ્થામાં કથિત ગેરરીતિઓના મુદ્દે રાજધાની દિલ્હીના જંતર-મંતર ખાતે શરૂ થયેલા વિરોધ પ્રદર્શનમાં ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP)ના સ્થાપક અભિજિત દીપકેએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. દિલ્હી પોલીસ તરફથી સત્તાવાર મંજૂરી મળ્યા…

મમતાની શક્તિપ્રદર્શન બેઠકમાં નબળી હાજરી, 41માંથી માત્ર 5 સાંસદો જ પહોંચતા ટીએમસીમાં વધતી નારાજગીના સંકેત

ધારાસભ્યો અને પૂર્વ જનપ્રતિનિધિઓનો પણ મર્યાદિત પ્રતિસાદ; બેઠક બાદ પક્ષની આંતરિક સ્થિતિને લઈને અટકળો વધુ તેજ કોલકાતા તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) માટે હાલનો સમય પડકારોથી ભરેલો હોવાનું વધુ એક વખત સામે આવ્યું છે. પક્ષ પ્રમુખ મમતા બેનરજી દ્વારા બોલાવવામાં આવેલી મહત્વપૂર્ણ બેઠકમાં સાંસદો, ધારાસભ્યો અને પૂર્વ જનપ્રતિનિધિઓની ઓછી હાજરીએ રાજકીય વર્તુળોમાં નવી ચર્ચા જગાવી છે. પક્ષના…

CBSEના રી-વેલ્યુએશન પોર્ટલ પર સાયબર હુમલો, 2 મિનિટમાં 15 લાખ હિટ્સ; ફાઈલો એક્સેસ કરવાનો પ્રયાસ નિષ્ફળ

સાયબર સુરક્ષા ટીમની સતર્કતાથી હુમલાઓ નિષ્ફળ, હજારો વિદ્યાર્થીઓએ સફળતાપૂર્વક અરજી કરી એસવીએન,નવી દિલ્હી  સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)ના રી-વેલ્યુએશન પોર્ટલ પર મોટા પાયે સાયબર હુમલાનો પ્રયાસ થયો હોવાની માહિતી સામે આવી છે. બોર્ડના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થીઓ દ્વારા પુનઃમૂલ્યાંકન માટે ઓનલાઈન અરજીઓ કરવામાં આવી રહી હતી ત્યારે કેટલાક અસામાજિક તત્વોએ પોર્ટલની કામગીરીને પ્રભાવિત કરવાનો પ્રયાસ…

ભાજપને ભારે પડશે અન્નામલાઈની નારાજગી? તમિલનાડુના રાજકારણમાં નવા સમીકરણોના સંકેત

નવી પાર્ટીની અટકળો વચ્ચે દિલ્હીમાં વ્યસ્ત બેઠકો, AIADMK સાથેના ગઠબંધનથી અસંતોષ હોવાની ચર્ચા એસવીએન,ચેન્નાઈ તમિલનાડુના પૂર્વ BJP પ્રદેશ અધ્યક્ષ કે. અન્નામલાઈ ફરી એકવાર રાજ્યના રાજકીય કેન્દ્રબિંદુ બન્યા છે. નવી રાજકીય પાર્ટીની સંભાવનાઓ અને ભાજપ છોડવાની અટકળો વચ્ચે અન્નામલાઈની તાજેતરની રાજકીય ગતિવિધિઓએ રાજ્યના રાજકારણમાં નવા સમીકરણોની ચર્ચા તેજ કરી છે. ચેન્નાઈ એરપોર્ટ પર પહોંચેલા અન્નામલાઈની ગાડી…

મમતા બેનરજીના બળવાખોરો સામે કડક પગલાં, બે ધારાસભ્યો TMCમાંથી સસ્પેન્ડ

ચૂંટણીમાં પરાજય બાદ તૃણમૂલ કોંગ્રેસમાં આંતરિક અસંતોષ તેજ; ગેરહાજર ધારાસભ્યોને લઈને પણ વધ્યા સવાલો કોલકાતા પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં મળેલા નિરાશાજનક પરિણામો બાદ તૃણમૂલ કોંગ્રેસ (TMC)માં આંતરિક ખેંચતાણ અને અસંતોષ ખુલ્લેઆમ સામે આવવા લાગ્યો છે. પક્ષના અનેક નેતાઓ અને કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે, જ્યારે કેટલાક નેતાઓએ પક્ષ છોડીને ભાજપનો હાથ પણ પકડ્યો છે….

દિલ્હીમાં વિરોધ પ્રદર્શનની તૈયારીમાં ‘કોકરોચ જનતા પાર્ટી’

6 જૂને દિલ્હી પહોંચશે અભિજીત દીપકે, શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગને લઈને આંદોલનનાં સંકેત એસવીએન,નવી દિલ્હીસોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેલી ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) હવે દિલ્હીમાં મોટા પાયે વિરોધ પ્રદર્શનનું આયોજન કરવા જઈ રહી હોવાના સંકેતો મળી રહ્યા છે. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને CJPના સ્થાપક અભિજીત દીપકે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વીડિયો શેર કરીને સમર્થકોને 6…

દિલ્હીમાં આઈએસઆઈના નવ એજન્ટની હથિયારો-વિસ્ફોટકો સાથે ધરપકડ

પકડાયેલા આતંકીઓના તાર દાઉદ ઈબ્રાહિમ સાથે જોડાયાની આશંકા, દેશના સંવેદનશીલ વિસ્તારોમાં અંધાધૂધી ફેલાવવાનું કાવતરું નિષ્ફળ નવી દિલ્હી દેશની રાજધાની દિલ્હીને અસ્થિર કરવાના પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIના એક મોટા અને ઘાતક કાવતરાને દિલ્હી પોલીસે નિષ્ફળ બનાવ્યું છે. પોલીસે ISIના 9 આતંકીઓની ધરપકડ કરી છે, જેના તાર મુંબઈ અંડરવર્લ્ડ અને કુખ્યાત ડોન દાઉદ ઇબ્રાહિમ સાથે પણ જોડાઈ…

કર્ણાટકમાં જમીન વિવાદમાં છ લોકોની ક્રૂર હત્યા, આરોપીઓ ફરાર

હત્યારાઓએ પહેલા આ લોકોને ગોળી મારી દીધી હતી અને ત્યારબાદ અત્યંત ક્રૂરતાપૂર્વક કુહાડીથી તેમના શબના ટુકડા કરી નાખ્યા વિજયપુરા  કર્ણાટકના વિજયાપુરા જિલ્લામાંથી એક હૃદયકંપાવી દેનારી ઘટના સામે આવી છે. અહીં લાંબા સમયથી ચાલી રહેલા જમીન વિવાદના કારણે એક જ પરિવારના સભ્યો સહિત કુલ 6 લોકોની હત્યા કરવામાં આવી છે. પોલીસ દ્વારા શુક્રવારે આપવામાં આવેલી માહિતી…

કોર્ટમાં અનામત રાખેલા ચુકાદા ત્રણ મહિનામાં આપવા ફરજિયાત ; સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય

સુપ્રીમ કોર્ટે શુક્રવારે દેશભરની તમામ હાઈકોર્ટને ન્યાયિક પ્રણાલીમાં વિલંબ ઘટાડવા અને ચુકાદાઓની ઝડપી ડિલિવરી સુનિશ્ચિત કરવા કડક નિર્દેશો જારી કર્યા છે. બંધારણની કલમ 142 હેઠળ પોતાની વિશેષ સત્તાઓનો ઉપયોગ કરતા , ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે જણાવ્યું હતું કે અનામત ચુકાદાઓ 3 મહિનાની અંદર આપવા જોઈએ એસવીએન,નવી દિલ્હી  દેશભરની અદાલતો દ્વારા ચુકાદા અનામત…

2026માં ચોમાસુ સામાન્ય કરતાં ઓછું રહેવાની હવામાન ખાતાની ધારણા

ચોમાસું શરૂ થવાના આરે હોય ત્યારે હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલું આ અત્યાર સુધીનું સૌથી નીચું અનુમાન છે નવી દિલ્હી  ભારતીય હવામાન વિભાગ  દ્વારા દેશમાં ચોમાસા અંગે ચિંતાજનક અનુમાન જાહેર કરવામાં આવ્યું છે. IMDએ શુક્રવારે પુષ્ટિ કરી છે કે, આગામી જૂનથી સપ્ટેમ્બર દરમિયાન થનારો વરસાદ સામાન્ય સરેરાશના માત્ર 90% સુધી જ પહોંચે તેવી શક્યતા છે….

પૂણે-પિંપરી-ચિંચવાડમાં હલકી ગુણવત્તાવાળો દારૂ પિવાથી 15થી વધુનાં મોત

ઘટના સામે આવ્યા બાદ વહિવટી તંત્ર એક્શન મોડમાં, મુખ્યમંત્રી ફડનવીસે કડક કાર્યવાહીનો આદેશ આપ્યો મુંબઈ મહારાષ્ટ્રના પુણે અને પિંપરી-ચિંચવાડ વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારા અને દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીં ગેરકાયદે દારૂનું સેવન કરવાના કારણે અત્યાર સુધીમાં 15 લોકોના કરૂણ મોત નીપજ્યા છે. આ આખી ઘટના સામે આવ્યા બાદ સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર તાત્કાલિક…

દેશના અનેક રાજ્યોમાં તોફાન સાથે વરસાદનું એલર્ટ, 100 કીમીની ગતિથી પવન ફૂંકાશે

ઉત્તર-પશ્ચિમ ભારત, રાજસ્થાન, વિદર્ભ, પૂર્વીય મધ્ય પ્રદેશના કેટલાક ભાગોમાં ગરમીમાં ઘટાડો થશે નવી દિલ્હી ઉત્તર ભારત સહિત દેશના ઘણા ભાગોમાં હવામાન પલટવા જઈ રહ્યું છે. ભીષણ ગરમીનો માર સહન કરી રહેલા ઘણાં રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદ અને તોફાનનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  100 કીમીની ઝડપે પવન ફૂંકાશે ઉત્તર-પશ્ચિમ ભારત, રાજસ્થાન, વિદર્ભ, પૂર્વીય મધ્ય પ્રદેશના…

મથુરાના મહોલી ગામમાં જૂની અદાવતમાં સામ-સામો પથ્થરમારો, ગોળીબાર, ડઝનથી વધુ ઘાયલ

પરિક્રમા દરમિયાન વસ્તુઓની વહેંચણીના મુદ્દે વિવાદ વકરતા જોરદાર ઘર્ષણ થતાં ગામમાં અરાજકતા મથુરા ઉત્તર પ્રદેશના મથુરાના મહોલી ગામમાં ગુરુવારે એક ભયાનક ઘટના સામે આવી છે. અહીં જૂની અદાવતને કારણે બે પક્ષો વચ્ચે લોહિયાળ જંગ ખેલાયો હતો. વિવાદ એટલો બધો વધી ગયો હતો કે, બંને તરફથી જોરદાર ઈંટ-પથ્થરો ફેંકાયા અને જાહેરમાં ધડાધડ ગોળીબાર કરવામાં આવ્યો હતો….