યમનના વડાપ્રધાન માઈન અબ્દુલમલિક સઈદને બરતરફ કરાયા

આ નિર્ણય એવા સમયે લેવાયો છે જ્યારે અમેરિકાના નેતૃત્વ હેઠળનું સૈન્ય ગઠબંધન યમનમાં હુથી બળવાખોરોને નિશાન બનાવી રહ્યું છે સાનાયમનની આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત રાષ્ટ્રપતિ કાઉન્સિલ એક અનપેક્ષિત પગલું ભરતાં વડાપ્રધાન માઈન અબ્દુલમલિક સઈદને બરતરફ કરી દીધા હતા. તે 2018થી યમનના વડાપ્રધાન હતા. આ નિર્ણય એવા સમયે લેવાયો છે જ્યારે અમેરિકાના નેતૃત્વ હેઠળનું સૈન્ય ગઠબંધન…

હાઈ પ્રોફાઈલ કેટગરી છતાં ઈમરાન ખાને જેલમાં કામ કરવું પડશે

71 વર્ષીય ઈમરાન ખાન અને 67 વર્ષીય કુરેશીને હાઈ પ્રોફાઈલ કેદીઓ તરીકે અલગ અલગ જગ્યાએ રાખવામાં આવશે ઈસ્લામાબાદએમ્બેસીના ગુપ્ત દસ્તાવેજો લીક કરવાના મામલામાં પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાનખાનને 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.તેમને રાવલપિંડની અદિયાલા જેલમાં રાખવામાં આવ્યા છે. પાકિસ્તાની મીડિયાના કહેવા પ્રમાણે ઈમરાન ખાન તેમજ તેમની કેબિનેટના પૂર્વ વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશી…

યુએસમાં વસતાં ભારતીયો તેમના સંતાનો અને જીવનસાથી સાથે જ કામ કરી શકશે

એચ-1બી વિઝાધારકોના જીવનસાથીઓને અમેરિકામાં રોજગારીના અધિકારો તથા તેમના સંતાનોના અધિકારોની સુરક્ષા કરવાની જોગવાઈ કરવામાં આવી વોશિંગ્ટનઅમેરિકામાં રહેતા ભારતીયો માટે એક ગૂડ ન્યૂઝ છે. તાજેતરના અહેવાલો અનુસાર અમેરિકામાં વસતાં ભારતીયો તેમના સંતાનો અને જીવનસાથી સાથે અમેરિકામાં જ કામ કરી શકશે. જેના માટે રાષ્ટ્રપતિ બાઇડનની સરકારે મોટો નિર્ણય કર્યો છે.માહિતી અનુસાર અમેરિકી સેનેટમાં રિપબ્લિકન તથા ડેમોક્રેટ્સ વચ્ચે…

પાકિસ્તાનમાં પોલીસ સ્ટેશન પર હુમલામાં 10 પોલીસનાં મોત

આતંકવાદીઓએ જિલ્લાના તહસીલ દરબનમાં પોલીસ સ્ટેશન પર ચારે બાજુથી ગ્રેનેડ ફેંક્યા અને જોરદાર ગોળીબાર કર્યો હતો ઈસ્લામાબાદપાકિસ્તાનમાં 8મી ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણી યોજાવાની છે, જે પહેલા આતંકવાદી ગતિવિધિઓ વધી ગઈ છે. ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના ડેરા ઈસ્માઈલ ખાનમાં એક પોલીસ સ્ટેશન પર આતંકી હુમલો થયો છે, જેમાં 10 પોલીસકર્મીઓના મોત થયા છે.પોલીસના જણાવ્યા અનુસાર ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના…

માલદીવના રાષ્ટ્રપતિ મોઈજ્જુની ભાષણનો બે વિપક્ષો બહિષ્કાર કરશે

વર્ષના પહેલા સત્ર પહેલા સંસદમાં રાષ્ટ્રપતિનું ભાષણ થવાનું છે, આ ભાષણમાં તેઓ દેશના વિકાસ કાર્યો અને ભવિષ્યની યોજનાઓ વિશે જણાવશે માલીમાલદીવના ચીન તરફી રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઈજ્જુ માટે ભારતનો વિરોધ મોંઘો સાબિત થઈ રહ્યો છે. તેમના દેશની જ સંસદમાં આ સ્ટેન્ડ પર સમર્થન મળી રહ્યું નથી. હવે સંસદમાં તેમના ભાષણ પહેલા માલદીવની બે મુખ્ય વિપક્ષી પાર્ટીઓએ…

યુએસની કોલેજોમાં 2030 સુધીમાં ભારતીય છાત્રોની સંખ્યા પાંચ ગણી વધશે

અમેરિકામાં હાયર એજ્યુકેશનમાં હવે ટોચ આવતા કોલેજમાં જવાની વયના યુવાનોની સંખ્યા ઘટતાં ભારતીયોને તક મળશે વોશિંગ્ટનભારતીય વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવાનું વિચારે ત્યારે સૌથી પહેલી પસંદગી અમેરિકા હોય છે. આ ઉપરાંત કેનેડા, યુકે અને ઓસ્ટ્રેલિયા પણ ભારતીયોના મનપસંદ દેશોમાં સામેલ છે. આ દરમિયાન અમેરિકામાં ભારતીય સ્ટુડન્ટની સંખ્યામાં સૌથી મોટો ઉછાળો આવે તેવી શક્યતા છે….

કેનેડિયન હાઉસિંગ પર વિદેશી માલિકી પર નિયંત્રણ વધારી દેવાયું

2 વર્ષ સુધીના પ્રતિબંધને લંબાવાયો, અહીંના નાગરિક સતત વધતી કિંમતનો કારણે ઘર બનાવવા માટે સક્ષમ નથી ટોરેન્ટોકેનેડામાં ઘર ખરીદવાનું સપનું જોતા વિદેશીઓ માટે મોટા ફટકા સમાન સમાચાર સામે આવ્યા છે. હવે કેનેડામાં ઘરી ખરીદવું ખાસ કરીને વિદેશીઓ માટે સરળ નહીં રહે. ટ્રૂડો સરકારે જે નવી જાહેરાત કરી છે એના પરિણામે હવે કેનેડિયન હાઉસિંગ પર વિદેશી…

અમદાવાદ-મસ્કત સીધી ફ્લાઈટ શરૂ કરવા માગણી

મસ્કતમાં લગભગ 50,000થી વધારે ગુજરાતીઓ રહે છે, જેમાંથી મોટી સંખ્યામાં કચ્છવાસીઓનો સમાવેશ થાય છે અમદાવાદગુજરાતમાં તાજેતરમાં રજૂ થયેલા બજેટમાં રાજ્યને અન્ય રાજ્યો સાથે જોડવા અને રાજ્યના શહેરોને એક બીજા સાથે જોડવા એર કનેક્ટિવિટીને વિસ્તારવા માટે જોગવાઈની જાહેરાત કરવામાં આવી છે ત્યારે દેશથી દૂર રહેતા મસ્કતવાસીઓને ફરી આશા જાગી છે કે તેમની ઘણા સમયની માગણી પૂરી…

બાળકો પર પ્રતિકૂળ અસર અંગે ટીકટોક સામે કેસ દાખલ કરાયો

આ મામલે ઘણાં માતા-પિતાએ ટીકટોકને ડિજિટલ યુગના તંબાકુ કરતા પણ વધુ ખતરનાક નશો ગણાવ્યો વોશિંગ્ટન ચાઇનીઝ એપ ટીકટોક સામે અમેરિકામાં હજારો માતા-પિતા એકજૂટ થઇ ગયા છે. બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર આ એપની પ્રતિકૂળ અસરો અંગે 5,000થી વધુ માતા-પિતાએ ટીકટોક સામે કેસ દાખલ કરી દીધો છે. ટીકટોક એપ એક સમયે અમેરિકામાં તેના મનોરંજક કન્ટેન્ટ માટે ખૂબ…

ઉ.મેક્સિકોમાં બસ-ટ્રક ટકરાતાં 19નાં મોત, 18 ઘાયલ

અકસ્માત પોર્ટની નજીકના શહેર માજાતલાનની નજીક એલોટા ટાઉનશિપમાં સર્જાયો માજાતલાન ઉત્તર મેક્સિકોમાં એક હાઈવે પર બસ અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં ઓછામાં ઓછા 19 લોકોએ જીવ ગુમાવ્યાંની માહિતી મળી રહી છે. જ્યારે 18થી વધુ લોકો ઈજાગ્રસ્ત હોવાની જાણકારી મળી છે. રાજ્યના નાગરિક સુરક્ષા કાર્યાલયના નિર્દેશક રોય નવરેટેએ કહ્યું કે આ અકસ્માત પોર્ટની…

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીના ટોપના જનરલ તેમની સામે બળવો કરે એવી શક્યતા

યુક્રેનના સૈન્ય અધિકારીઓ દ્વારા આશરે 332 કરોડ રૂપિયાની ઉચાપતનો મામલો પ્રકાશમાં આવ્યો કીવ યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન એવા સમાચાર સામે આવી રહ્યા છે કે યુક્રેનમાં બળવો થવાનો છે. રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીના ટોપના જનરલ તેમની સામે બળવો કરી શકે છે. થોડા દિવસો પહેલા જ ઝેલેન્સકીએ પ્રથમ વખત તેની આવકની વિગતો જાહેર કરી…

માલદીવમાં ભારત સમર્થક પર અજાણ્યા લોકોનો ચાકુથી હુમલો

માલદીવમાં અને ભારત વિરોધી મોહમ્મદ મોઈજ્જુની પાર્ટી સત્તા પર આવી છે ત્યારથી શરુ થયેલી ઉથલ પાથલ હવે લોહિયાળ સ્વરુપ ધારણ કરી રહી છે માલી માલદીવના રાજકીય પક્ષો આજકાલ ભારત વિરોધી અને ભારત તરફી એમ બે છાવણીમાં વહેંચાઈ ગયા છે અને તેના કારણે માલદીવમાં ભારે તનાવ પણ છે.  આ દરમિયાન ભારત સમર્થક હુસૈન શમીમ પર અજાણ્યા…

દક્ષિણ કોરિયાના દરિયા કિનારા પાસે અમેરિકન એફ-16 વિમાન તુટી પડયું

એફ-16 ક્રેશ થવાની બે મહિનામાં આ બીજી ઘટના બની જેણે હવે આ વિમાનોની ગુણવત્તા પર સવાલો ઉભા કર્યા વોશિંગ્ટન દુનિયામાં સૌથી વધારે વેચાયેલા લડાકુ વિમાનોમાં અમેરિકાના તેજ તર્રાર એફ-16નો પણ સમાવેશ થાય છે. જોકે આજકાલ આ વિમાનો માટે સારો સમય  નથી ચાલી રહ્યો. લેટેસ્ટ મામલામાં દક્ષિણ કોરિયાના દરિયા કિનારા પાસે બુધવારે અમેરિકન એફ-16 વિમાન તુટી…

બલૂચિસ્તાનના બે શહેરમાં પાક. સેનાની ચોકી પર હુમલામાં 45 સૈનિકોનાં મોત

બલૂચ વિદ્રોહીઓએ ઘણા પાકિસ્તાની સૈનિકોને બંધક પણ બનાવ્યા ઈસ્લામાબાદબલૂચિસ્તાનમાં પાકિસ્તાનની સરકાર સામે ભડકેલી વિદ્રોહની આગ ભારે વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચુકી છે.બલૂચ લિબરેશન આર્મીએ બલૂચિસ્તાનના માચ અને બોલન શહેરમાં પાકિસ્તાની સેનાની ચોકીઓ પર એક પછી એક સંખ્યાબંધ હુમલા કર્યા હોવાનો અને તેમાં 45 સૈનિકોના મોત થયા હોવાનો દાવો કર્યો છે.બીજી તરફ પાકિસ્તાની મીડિયાના કહેવા પ્રમાણે…

હમાસે ઈઝરાયેલની અસ્થાયી યુધ્ધ વિરામની ઓફર ઠુકરાવી દીધી

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુધ્ધ વિરામ કરાવવા માટે કતારે ઈજિપ્ત અને અમેરિકાની મદદથી પ્રયાસો હાથ ધર્યા છે તેલ અવીવઈઝરાયેલની અસ્થાયી યુધ્ધ વિરામની ઓફર હમાસે ઠુકરાવી દીધી છે અને કહ્યુ છે કે, અમે ગાઝામાં કાયમી યુધ્ધ વિરામ ઈચ્છી રહ્યા છે. એક વખત લડાઈ રોકાય તે પછી જ બંધકોની મુક્તિ માટે વાતચીત થઈ શકશે.ઈઝરાયેલ અને હમાસ વચ્ચે…

પાક.ના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને સાઈફર કેસમાં 10 વર્ષની સજા

ઈમરાનની સાથે તેના સહયોગી અને પૂર્વ વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીને પણ 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી કરાચીપાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પીટીઆઈના વડા ઈમરાન ખાનને સાઈફર કેસમાં કોર્ટે 10 વર્ષની જેલની સજા સંભળાવી છે. ઈમરાનની સાથે તેના સહયોગી અને પૂર્વ વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીને પણ 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.પાકિસ્તાનમાં એપ્રિલ…

સિરિયામાં અમેરિકા તેમજ તેના સાથી રાષ્ટ્રોના મિલિટરી બેઝ પર રોકેટો વડે હુમલો

હુમલામાં કોઈ સૈનિકોની જાનહાનિ થવાના કે સૈનિકો ઘાયલ થવાના અહેવાલ મળ્યા નથી, બેઝને પણ હુમલાના કારણે ખાસ નુકસાન થયુ નથી દમાસ્કસજોર્ડન બાદ હવે સિરિયામાં અમેરિકા તેમજ તેના સાથી રાષ્ટ્રોના મિલિટરી બેઝ પર રોકેટો વડે હુમલો કરવામાં આવ્યો છે.રવિવારે જોર્ડનમાં અમેરિકન બેઝ પર થયેલા ડ્રોન એટેકમાં ત્રણ અમેરિકન સૈનિકોના મોત થયા હતા અને આ હુમલા બાદ…

ભારતીય યુધ્ધ જહાજ આઈએનએસે 19 પાકિસ્તાની ખલાસીને બચાવ્યા

અગાઉ નૌકાદળના યુદ્ધ જહાજ આઈએનએસ સુમિત્રાએ સોમાલી ચાંચિયાઓ દ્વારા અપહરણ કરાયેલા માછીમારોને બચાવ્યા હતા નવી દિલ્હી ભારતીય યુદ્ધ જહાજ આઈએનએસ સુમિત્રાએ સોમવારે 19 પાકિસ્તાની ખલાસીઓને બચાવી લીધા છે. સોમાલી ચાંચિયાએ માછીમારી જહાજને હાઇજેક કરી લીધું હતું. સોમાલી ચાંચિયાઓ સામે ભારતીય નૌકાદળની કાર્યવાહી ચાલુ છે.  ભારતીય નૌકાદળે આજે દરિયામાં 19 પાકિસ્તાની ખલાસીઓને સોમાલી ચાંચિયાઓની ચુંગાલમાંથી બચાવ્યા…

સુદાનમાં યુએન પીસકીપર્સ, મહિલાઓ અને બાળકો સહિત 50થી વધુની હત્યા

અબેઈ એક તેલ સમૃદ્ધ વિસ્તાર છે જે દક્ષિણ સુદાન અને સુદાન દ્વારા સંયુક્ત રીતે સંચાલિત છે, બંને તેના પર દાવો કર્યો છે ખાર્તુમ સુદાનના અબેઈમાં યુએન પીસકીપર્સ, મહિલાઓ અને બાળકો સહિત 50થી વધુ લોકોની હત્યાનો મામલો સામે આવ્યો છે. આ ઘટના વિવાદિત સુદાન-દક્ષિણ સુદાન સરહદી વિસ્તારના અબેઈમાં બની છે. અધિકારીઓએ કહ્યું કે 2021 પછી સરહદ…

વધુ એક ભારતીય છાત્રનું અમેરિકામાં શંકાસ્પદ મોત

રવિવારે યુનિવર્સિટી કેમ્પસમાંથી ગુમ થયેલા વિદ્યાર્થી નીલ આચાર્યના મૃત્યુની પુષ્ટિ, પોલીસ મૃત્યુની તપાસ કરી રહી છે વોશિંગ્ટન અમેરિકાના ઈન્ડિયાના રાજ્યમાં સ્થિત પ્રતિષ્ઠિત પરડ્યુ યુનિવર્સિટીના ગુમ થયેલા ભારતીય વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત થયું છે. યુનિવર્સિટીએ આ વાતની પુષ્ટિ કરી છે. હાલ વિદ્યાર્થીના મૃત્યુનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. અમેરિકામાં હાલમાં જ ભારતીય વિદ્યાર્થી વિવેક સૈનીને…