હોન્ડુરાસમાં પુલ પરથી બસ પટકાતાં 12 લોકોનાં મોત

બે ડઝન લોકો ગંભીર રીતે ઘાયલ, ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા બસ પુલ પર ટકરાઈ હતી અને નદીમાં ખાબકી હતી, બસમાં 60 લોકો સવાર હતા તેગુસીગાલ્પા(હોન્ડુરાસ)આફ્રિકન દેશ હોન્ડુરાસમાં સર્જાયેલી એક બસ દુર્ઘટનામાં 12 લોકોના મોત થયા છે અને બીજા બે ડઝન લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.આ દુર્ઘટના મંગળવારે પાંચ ડિસેમ્બરે સર્જાઈ હતી.આ બસ હાઈવે…

વેસ્ટ બેન્કમાં રહેતા યહૂદી કટ્ટરવાદીઓના અમેરિકામાં પ્રવેશવા પર પ્રતિબંધ

એન્ટની બ્લિન્કને ગત સપ્તાહે ઈઝરાયેલને ચેતવણી આપી હતી કે, પેલેસ્ટાઈન પર સતત હુમલા કરી રહેલા ઈઝરાયેલ પર બાઈડન સરકાર કાર્યવાહી કરશે વોશિંગ્ટનહમાસ અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા જંગમાં અમેરિકાએ ઈઝરાયેલ સામે અસાધારણ કાર્યવાહી કરી છે.આંતરરાષ્ટ્રીય ન્યૂઝ એજન્સીના અહેવાલ અનુસાર અમેરિકાએ વેસ્ટ બેન્કમાં રહેતા યહૂદી કટ્ટરવાદીઓના અમેરિકામાં પ્રવેશવા પર પ્રતિબંધ મુકી દીધો છે. અમેરિકાની કાર્યવાહી અણધારી…

પન્નુ હત્યા ષડયંત્રની ભારતની તપાસના પરિણામોની રાહ જોઈશું

અમારા વિદેશ મંત્રીએ આ મામલાને સીધો પોતાના ભારતીય સમકક્ષ સામે ઉઠાવ્યો છે અને તેમને કહ્યું છે કે, અમે આ મુદ્દાને પૂરી ગંભીરતાથી લઈએ છીએઃ મૈથ્યૂ મિલર નવી દિલ્હી ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત પન્નૂની હત્યાનું ષડયંત્ર મામલે ભારત પર લગાવવામાં આવેલા આરોપો વચ્ચે અમેરિકાએ આ મામલે ફરી નિવેદન આપ્યુ છે. અમેરિકી સરકારે કહ્યું કે, તે પન્નૂની હત્યાના…

તૈયાબાનો આતંકી અદનાન અહમદ પાકિસ્તાનમાં ઠાર મરાયો

અજાણ્યા બંદૂકધારીઓએ ગોળી મારી, કુલ ચાર ગોળીઓ મારવામાં આવી, જેનાથી તેનું ઘટના સ્થળે જ મોત થયું કરાંચી ભારતના દુશ્મનોનો પાકિસ્તાનમાં સફાયો ચાલી રહ્યો છે. કરાચીમાં ભારતે વધુ એક મોટા દુશ્મને ઠાર માર્યો છે. જોકે, 2015માં જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં બીએસએફના કાફલા પર હુમલાનું ષડયંત્ર રચનારા લશ્કર-એ-તૈયબાના આતંકવાદી અદનાન અહમદ ઉર્ફ હંઝલા અદનાનને ઠાર મરાયો છે. રિપોર્ટ…

બ્રાઝિલમાં ચેટજીપીટીદ્વારા 15 સેકન્ડમાં વોટર મીટર અંગેનો કાયદો તૈયાર કરાયો

ચેટબોટે લાંબા સમયથી પેન્ડીંગ કેસનો વ્યવહારુ ઉકેલ આપ્યો, આ બાદ એઆઈની ક્ષમતાથી સમગ્ર સિટી કાઉન્સિલ પ્રભાવિત થયું બ્રાઝિલિયા ચેટજીપીટીની શરૂઆત સાથે, વિશ્વભરમાં ખુબ જ ચર્ચાઓ થતી જોવા મળે છે. ઘણા લોકોએ તેનો વિરોધ કર્યો. તેમજ લોકો તેમની નોકરી ગુમાવવાનો ડર અનુભવતા હતા. લોકો વિવિધ અનુમાનો કરવા લાગ્યા કે એક દિવસ દુનિયા પર મશીનોનું શાસન હશે…

હમાસને ખતમ કરવા તમામ તાકાત લગાવી દઈશુઃ આઈડીએફ પ્રવક્તા

હમાસ સંગઠને બંધકોની મુક્તિનો અસ્વીકાર કરતા યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરીને યુદ્ધ પસંદ કર્યાનો રિયર એડમિરલ ડેનિયલ હગરી દાવો નવી દિલ્હી ઈઝરાયેલ અને હમાસ વચ્ચેનો યુદ્ધ વિરામ સમાપ્ત થયા બાદ ફરી એક વખત યુદ્ધ શરૂ થઈ ગયુ છે. આ વચ્ચે આઈડીએફના પ્રવક્તા રિયર એડમિરલ ડેનિયલ હગરીએ જણાવ્યું કે, અમે આતંકવાદીઓ વિરુદ્ધ પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દઈશું. હગરીએ…

મુસાફરની તબિયત ખરાબ થતાં સ્પાઈસ જેટની ફ્લાઈટનું કરાંચીમાં લેન્ડિંગ

સ્પાઈસ જેટની બોઈંગ-737 ફ્લાઈટનું કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું અમદાવાદ અમદાવાદથી દુબઈ જતી સ્પાઈસ જેટની ફ્લાઈટને મેડિકલ ઈમરજન્સી બાદ પાકિસ્તાનના કરાચીમાં ડાયવર્ટ કરવામાં આવી છે. ફ્લાઈટમાં સવાર એક મુસાફરની તબિયત ખરાબ થવાને કારણે ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવામાં આવ્યું હતું. એરલાઈન્સે જણાવ્યું કે અમદાવાદથી દુબઈ જતી ફ્લાઈટમાં એક મુસાફર અચાનક બીમાર પડી ગયો. મેડિકલ ઈમરજન્સીને ધ્યાનમાં…

13 ડિસેમ્બરે સંસદ પર હુમલાની આતંકી પન્નુની ધમકી

અગાઉ 13 ડિસેમ્બર 2001ના રોજ સંસદ ભવન પર આતંકવાદી હુમલો થયો હતો, પન્નુએ ધમકી આપતો વીડિયો જારી કર્યો ટોરેન્ટો ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ ફરી એકવાર ધમકી આપી છે. પન્નુએ ભારત પર હુમલો કરવાની ધમકી આપતો વધુ એક વીડિયો જાહેર કર્યો છે. પન્નુએ વીડિયોમાં  કહ્યું કે મારી હત્યાનું કાવતરું નિષ્ફળ ગયું. હું 13મી ડિસેમ્બરે સંસદ…

ફિલિપાઈન્સમાં બસ ખીણમાં ખાબકતાં 16 જણાનાં મોત

દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલ ખસેડાયા, આઠ લોકોની હાલત ગંભીર છે અને ચારની હાલત સ્થિર મનીલા ફિલિપાઈન્સમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં યાત્રીઓથી ભરેલી એક બસ ખીણમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં 16 લોકોએ જીવ ગુમાવ્યા. સ્થાનિક અધિકારીઓએ કહ્યું કે ફિલિપાઈન્સમાં એક બસમાં ડઝનેક લોકો સવાર હતા. આ બસ એન્ટીક પ્રાંતમાં એક પર્વત પરથી બેકાબૂ…

પાકિસ્તાનમાં એક મંદિરને ઢોરવાડામાં ફેરવી નખાયું

રહીમયાર ખાન જિલ્લાના અહમદપુર લુમ્મા નામના ટાઉનમાં કેટલાક લોકોએ મંદિર પર કબ્જો કરીને તેમાં હવે ગાય, ભેસ અને મરઘીઓ રાખવાનુ શરુ કર્યું ઈસ્લામાબાદપાકિસ્તાનમાં હિન્દુઓ પર અત્યાચારનો સિલસિલો યથાવત છે.આમ છતા દુનિયાનુ કોઈ માનવાધિકાર સંગઠન તેના પર હરફ સુધ્ધા ઉચ્ચારી રહ્યુ નથી.છેલ્લા કેટલાક દિવસોથી હિન્દુ મંદિરોને ટાર્ગેટ કરાઈ રહ્યા છે.મંદિરો તોડવાની ઘટનાઓ વચ્ચે પંજાબ પ્રાંતમાં એક…

બ્રિટનમાં પરિવારના સભ્યોને લાવવા પર સરકારનો પ્રતિબંધ

આ કાર્યવાહી હેઠળ સ્વાસ્થ્ય અને સંભાળ વિઝા પરના ડૉક્ટરો હવે તેમના પરિવારના કોઈપણ સભ્યને તેમની સાથે બ્રિટેન લાવી શકશે નહીં લંડનબ્રિટિશ સરકારે ગઈકાલે દેશમાં ઇમિગ્રેશન રેટ ઘટાડવા માટે કડક પગલાંની જાહેરાત કરી હતી, જેમાં સ્કીલ્ડ વર્કર તેમના પરિવારજનોને ત્યાં આશ્રિત તરીકે લાવવા પર પ્રતિબંધ તેમજ ઉચ્ચ પગારની મર્યાદા નક્કી કરવા જેવો સમાવેશ થાય છે.બ્રિટિશ વડા…

પેશાવરની શાળા પાસે બ્લાસ્ટમાં અનેક બાળકો ઘાયલ

વિસ્ફોટમાં ઘાયલ બાળકોને પેશાવરની લેડી રીડિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, આ પૈકી બે બાળકોની હાલત ગંભીર ઈસ્લામાબાદપાકિસ્તાનના પેશાવરમાં ફરી એક વખત સ્કૂલ પાસે થયેલા બ્લાસ્ટના કારણે સેંકડો બાળકો ઘાયલ થયા છે.મળતા પ્રાથમિક અહેવાલો અનુસાર પેશાવરની એક સ્કૂલ પાસે થયેલા બ્લાસ્ટ બાદ પોલીસ દોડતી થઈ હતી. આ એક આતંકવાદી હુમલો હોવાની આંશકા પણ વ્યક્ત કરાઈ છે….

પાકિસ્તાનમાં છુપાઈને રહેતા ખાલિસ્તાની આતંકી લખબીર સિંહ રોડેનું મોત

હાર્ટ એટેકના કારણે બે ડિસેમ્બરે મોત થયું, આ સમાચાર લીક ના થાય તે માટે ચોરી છુપીથી પાકિસ્તાનમાં લખબીર સિંહના શિખ રીતિ રિવાજથી અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા નવી દિલ્હીપાકિસ્તાનમાં લપાઈ છુપાઈને રહેતા વધુ એક ખાલિસ્તાની આતંકી લખબીર સિંહ રોડેનુ મોત થયુ છે.લખબીર સિંહ જરનૈલ સિંહ ભિંદરાનવાલેનો ભત્રીજો હતો અને પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈના ઈશારે ભારતના…

લાલ સાગરમાં યુએસના જહાજો પર ડ્રોનથી હુમલા

લગભગ પાંચ કલાક સુધી હુમલા કરાયા હોવાનો પેન્ટાગોનનો દાવો વોશિંગ્ટન ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન લાલ સાગરમાં અમેરિકાના એક યુદ્ધજહાજ અને કોમર્શિયલ જહાજો પર હુમલો થયાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. માહિતી અનુસાર આ જહાજો પર ડ્રોન વડે હુમલો કરાયો હતો. પેન્ટાગોને આ માહિતી આપી હતી.  યમનના હૌથી બળવાખોરોએ તેના પછી તે…

ફિલિપાઈન્સમાં 6.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

કોઈ જાનહાનિના અહેવાલ હજુ સુધી સામે આવ્યા નથી મનીલા ફિલિપાઈન્સમાં મોડી રાતે ફરી ભયાનક ભૂકંપનો આંચકો આવ્યો હતો. તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.8 મપાઈ હતી. જોકે કોઈ જાનહાનિના અહેવાલ હજુ સુધી સામે આવ્યા નથી. અમેરિકાની ભૂકંપ નિરીક્ષણ એજન્સીએ કહ્યું કે આ ભૂકંપ એક આફ્ટરશોક હોઈ શકે છે. અગાઉ બે દિવસમાં ફિલિપાઈન્સમાં અનેક ભૂકંપ આવ્યા…

માઉન્ટ મેરાપી જ્વાળામુખી ફાટતાં 11 પર્વતારોહકનાં મોત

રાહત અને બચાવ ટીમોએ તમામ 11 પર્વતારોહકોના મૃતદેહ બહાર કાઢ્યા નવી દિલ્હી ઈન્ડોનેશિયાના પશ્ચિમી સુમાત્રામાં માઉન્ટ મેરાપી જ્વાળામુખી ફાટ્યો છે. આ દુર્ઘટનામાં 11 પર્વતારોહકોના મોત થઈ ગયા છે. રાહત અને બચાવ ટીમોએ તમામ 11 પર્વતારોહકોના મૃતદેહ બહાર કાઢ્યા છે. બચાવ અધિકારીઓએ જણાવ્યું કે, જ્વાળામુખી નજીકથી ત્રણ પર્વતારોહકો જીવીત મળી આવ્યા છે અને કેટલાય પર્વતારોહકો હજુ…

ભૂતાનમાં પીડીપી પાર્ટીનો નેશનલ અસેમ્બલીની ચૂટણીના પ્રથમ રાઉન્ડમાં વિજય

ભૂતાનમાં 9 જાન્યુઆરીએ અંતિમ તબક્કાની ચૂંટણી યોજાવાની છે, ભુતાનમાં કુલ 47 બેઠકો માટે સામાન્ય ચૂંટણી યોજાય છે થિમ્ફૂ ભૂતાનમાં પીડીપી પાર્ટી નેશનલ અસેમ્બલીની ચુંટણીનો પ્રથમ રાઉન્ડ જીતી ચુકી છે. તેમજ પીડીપી પાર્ટીને ભારત સમર્થક પાર્ટી માનવામાં આવે છે. ભૂતાનની ચુંટણી પદ્ધતિ ભારત કરતા અલગ છે. જેમાં ચૂંટણીના પ્રથમ રાઉન્ડમાં, મતદારો પક્ષના ઉમેદવારોને મત આપે છે,…

દુબઈમાં મોદી અને ઈટાલીનાં પીએમની મેલોનીનો ખાસ સુમેળ જોવા મળ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોનીની એક સેલ્ફી સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઈ દુબઈ સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)માં વર્લ્ડ ક્લાઈમેટ એક્શન સમિટ (સીઓપી28)નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમિટમાં ભાગ લેવા માટે દુનિયાભરમાંથી ઘણા મોટા નેતાઓ દુબઈ પહોંચ્યા હતા. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોનીની એક સેલ્ફી સોશિયલ…

વ્યૂહાત્મક સંપત્તીઓ પર હુમલો થશે તો યુધ્ધની ઘોષણા મનાશેઃ કિમજોંગ

ઉ. કોરિયાએ ચેતવણી કે પ્યોંગયાંગ અમેરિકન જાસૂસી ઉપગ્રહોની સદ્ધરતા ખતમ કરીને અંતરિક્ષમાં કોઈપણ પ્રકારની અમેરિકી દખલનો જવાબ આપશે પ્યોંગયાંગ ઉત્તર કોરિયાએ શનિવારે અમેરિકાને ધમકી આપતા કહ્યું કે જો અમારી વ્યૂહાત્મક સંપત્તિઓ પર કોઈ પણ પ્રકારનો હુમલો કરાશે તો તેને અમે અમારા સેટેલાઇટ ઓપરેશનમાં કોઈપણ પ્રકારના હસ્તક્ષેપને સીધી રીતે યુદ્ધની જાહેરાત માની લઈશું.  ઉ.કોરિયાના મીડિયાએ સંરક્ષણ…

યુએસ સેનેટરોની બાયડેનને યુએસ-ચીન યાત્રા પર પ્રતિબંધની માગ

માર્કો રુબિયોના નેતત્વમાં પાંચ રિપબ્લિકન સેનેટરોએ આ મામલે બાયડેનને એક પત્ર પણ લખ્યો વોશિંગ્ટન પહેલા કોરોના દ્વારા આખી દુનિયામાં હાહાકાર મચાવી દેનારા ચીનમાં હાલમાં ઝડપથી વધુ એક રહસ્યમય બીમારી ફેલાઈ રહી છે જેને લઈને ઘણા દેશો ફરીવાર ચિંતિત દેખાઈ રહ્યા છે. દરમિયાન અમેરિકામાં આ રોગની એન્ટ્રી માત્રથી અમેરિકી સેનેટરો ફફડી ઊઠ્યાં છે. તેમણે આ મામલે…