વૈભવ સૂર્યવંશીને લઈને ફરી મેદાનમાં વિવાદ, કેચના નિર્ણય પર હોબાળો

અફઘાનિસ્તાન સામેની ટ્રાઈ-સિરીઝ મેચમાં થર્ડ અમ્પાયરના નિર્ણયથી સર્જાયો તણાવ, વૈભવ 38 રન બનાવી આઉટ નવી દિલ્હી ઇન્ડિયા એ અને અફઘાનિસ્તાન એ વચ્ચે રમાઈ રહેલી ત્રિકોણીય શ્રેણીની મહત્વપૂર્ણ મેચ દરમિયાન ભારતીય યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશી ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. મેચની શરૂઆતમાં જ કેચના વિવાદાસ્પદ નિર્ણયને કારણે મેદાન પર તણાવભરી સ્થિતિ સર્જાઈ હતી. થર્ડ અમ્પાયરે…

અમદાવાદ મેડિસિટીમાં રૂ. 295 કરોડના ખર્ચે બનશે વિશ્વ કક્ષાનું સ્પાઇન અને સ્પોર્ટ્સ ઇન્જરી સેન્ટર

2030 કોમનવેલ્થ અને 2036 ઓલિમ્પિક ગેમ્સને ધ્યાનમાં રાખી ગુજરાત બનશે સ્પોર્ટ્સ મેડિસિન અને સ્પાઇન કેરનું ગ્લોબલ હબ ગાંધીનગર ગુજરાત સરકાર દ્વારા આરોગ્ય ક્ષેત્રે વધુ એક મહત્વાકાંક્ષી અને દૂરંદેશી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. અમદાવાદ મેડિસિટી ખાતે અંદાજિત રૂ. 295 કરોડના ખર્ચે વિશ્વ કક્ષાનું સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ, સ્પોર્ટ્સ ઇન્જરી સેન્ટર અને રિહેબિલિટેશન સેન્ટર સ્થાપવાની યોજના તૈયાર કરવામાં…

ફોર્મ્યુલા-1નું ભારત માટે મોટું વિઝન, યોગ્ય સમયે થશે ઇન્ડિયન ગ્રાં પ્રીનું પુનરાગમન

F1 CEO સ્ટેફાનો ડોમેનિકાલીએ ભારતને ગણાવ્યું ભવિષ્યનું મહત્વપૂર્ણ બજાર, યુવા ચાહકો અને સ્થાનિક કન્ટેન્ટ પર રહેશે ખાસ ભાર નવી દિલ્હી ફોર્મ્યુલા-1ના CEO અને પ્રમુખ Stefano Domenicali એ ભારતને મોટરસ્પોર્ટ્સ માટે અદભૂત સંભાવનાઓ ધરાવતો દેશ ગણાવતા ભવિષ્યમાં ભારતીય બજારને વધુ મહત્વ આપવાની વાત કરી છે. ભારતના સત્તાવાર F1 બ્રોડકાસ્ટર FanCode સાથેની વિશેષ વાતચીતમાં તેમણે ભારતના યુવા…

ઓલિમ્પિક દિવસ નિમિત્તે ‘યુ કેન ડૂ ધીસ! લેટ્સ મૂવ’ અભિયાનનો પ્રારંભ

IOC, અભિનવ બિન્દ્રા ફાઉન્ડેશન અને રિલાયન્સ ફાઉન્ડેશનની પહેલથી દેશના લાખો યુવાનોને રમતગમત તરફ પ્રોત્સાહન નવી દિલ્હી આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC), અભિનવ બિન્દ્રા ફાઉન્ડેશન અને રિલાયન્સ ફાઉન્ડેશને ઓલિમ્પિક દિવસની ઉજવણીના ભાગરૂપે ‘યુ કેન ડૂ ધીસ! લેટ્સ મૂવ’ અભિયાનનો પ્રારંભ કર્યો છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના યુવાનોને રમતગમત અને શારીરિક પ્રવૃત્તિઓ સાથે જોડીને સક્રિય જીવનશૈલી અપનાવવા…

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટે નર્મદા જિલ્લામાં તડામાર તૈયારીઓ, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મુખ્ય કાર્યક્રમ

જિલ્લા કલેક્ટર ગંગાસિંઘની અધ્યક્ષતામાં આયોજન બેઠક યોજાઈ; તાલુકા કક્ષાએ પણ યોગ કાર્યક્રમોનું આયોજન થશે રાજપીપલા:આગામી 21 જૂન, 2026ના રોજ ઉજવાનારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય અને સુવ્યવસ્થિત ઉજવણી માટે નર્મદા જિલ્લામાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ સંદર્ભે જિલ્લા કલેક્ટર ગંગાસિંઘની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે આયોજન બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લા કક્ષાના મુખ્ય કાર્યક્રમ સહિત…

અમદાવાદમાં 79મી સિનિયર નેશનલ એક્વેટિક ચેમ્પિયનશિપનો ભવ્ય પ્રારંભ, 370 ટોચના તૈરાકો વચ્ચે જામશે સ્પર્ધા

વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રમતગમત રાજ્યમંત્રી ડૉ. જયરામ ગામીતે શુભારંભ કરાવ્યો; એશિયન અને કોમનવેલ્થ ગેમ્સ માટે ક્વોલિફિકેશનનું મહત્વપૂર્ણ મંચ અમદાવાદ:ગુજરાત રમતગમત ક્ષેત્રે સતત નવી સિદ્ધિઓ હાંસલ કરી રહ્યું છે ત્યારે અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 79મી સિનિયર નેશનલ એક્વેટિક ચેમ્પિયનશિપ-2026નો ભવ્ય પ્રારંભ થયો છે. રમતગમત રાજ્યમંત્રી ડૉ. જયરામ ગામીતની ઉપસ્થિતિમાં યોજાયેલા ઉદ્ઘાટન સમારોહમાં…

નેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં ગુજરાતનો ડંકો, અર્હમ જોબલિયાએ જીત્યો ગોલ્ડ મેડલ

દહેરાદૂનમાં યોજાયેલી KIO નેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં અન્ડર-10 કેટેગરીમાં ગુજરાતને અપાવી ગૌરવભરી સફળ અમદાવાદદહેરાદૂનમાં યોજાયેલી 2026 KIO નેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં ગુજરાતના યુવા કરાટેકા અર્હમ જોબલિયાએ ગોલ્ડ મેડલ જીતી રાજ્યનું ગૌરવ વધાર્યું છે. 4 થી 7 જૂન, 2026 દરમિયાન યોજાયેલી KIO સબ-જૂનિયર, કેડેટ અને જૂનિયર નેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં અર્હમે શાનદાર પ્રદર્શન કરીને અન્ડર-10 બોય્ઝ (-35 કિલોગ્રામ) કેટેગરીમાં…

પ્રથા પવારની બેવડી સિદ્ધિ, મૌબોની ચેટરજીનો વિજય; ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસમાં અમદાવાદનો દબદબો

વિમેન્સ અને જુનિયર ગર્લ્સમાં અમદાવાદના ખેલાડીઓએ જીત્યા ખિતાબો, યુવા વર્ગોમાં પણ શહેરનું શાનદાર પ્રદર્શન અમદાવાદ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ અને ટેબલ ટેનિસ એસોસિયેશન ઓફ અમદાવાદ (ટીટીએએ)ના ઉપક્રમે યોજાયેલી પ્રથમ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટ-2026માં અમદાવાદના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને અનેક કેટેગરીમાં ખિતાબો પોતાના નામે કર્યા હતા. વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે…

અમદાવાદ જિલ્લા અંડર-13 ચેસ સિલેક્શન ટૂર્નામેન્ટ પૂર્ણ, વીર પટેલ અને આશ્વી સિંહ ચેમ્પિયન

સ્ટેટ ચેસ ચેમ્પિયનશિપ-2026 માટે ટોચના ખેલાડીઓની પસંદગી, વિજેતાઓને ટ્રોફી એનાયત અમદાવાદ ચેસ ન્યૂ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ એસોસિએશન દ્વારા અમદાવાદ જિલ્લા અંડર-13 સ્ટેટ ચેસ ચેમ્પિયનશિપ-2026 (બોયઝ અને ગર્લ્સ) માટેની સિલેક્શન ટૂર્નામેન્ટનું સફળ આયોજન ઓરિયન્ટ ક્લબ, એલિસબ્રિજ ખાતે કરવામાં આવ્યું હતું. જિલ્લા કક્ષાની આ સ્પર્ધામાં શહેરના અનેક યુવા ચેસ ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું….

ભાવનગરમાં ફૂટસલ ક્લબ ચેમ્પિયનશિપ 2025-26 માં 13 રાજ્યોની ક્લબો વચ્ચે ટક્કર

AIFF અને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના સંયુક્ત આયોજનમાં 17થી 28 જૂન સુધી સ્પર્ધા ભાવનગર ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF) અને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના સંયુક્ત આયોજન હેઠળ ફૂટસલ ક્લબ ચેમ્પિયનશિપ 2025-26નો ભવ્ય પ્રારંભ 17 જૂનથી ભાવનગરના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG)ના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે થવા જઈ રહ્યો છે. 28 જૂન સુધી ચાલનારી આ રાષ્ટ્રીય સ્તરની…

નુતન્શુ, જનમેજય અને દ્વિજ બન્યા પ્રથમ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયન

અમદાવાદમાં યોજાયેલી ટુર્નામેન્ટમાં સિનિયર અને જુનિયર વિભાગના રોમાંચક મુકાબલા; મહિલા વિભાગના ક્વાર્ટર ફાઇનલિસ્ટ્સ પણ નક્કી અમદાવાદ અમદાવાદના નારણપુરા સ્થિત વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલી પ્રથમ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ-2026માં રાજ્યભરના ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ અમદાવાદ (TTAA) દ્વારા ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશનના માર્ગદર્શન હેઠળ અને સ્પોર્ટ્સ ઓથોરિટી…

ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસમાં અનેક રોમાંચક મુકાબલા, ધ્યેય જાની, દેવ ભટ્ટનો વિજય

નારણપુરાના વીર સાવરકર સ્ટેડિયમમં યોજાયેલી ટુર્નામેન્ટમાં પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં જોરદાર રસાકસી અમદાવાદ અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, નારણપુરા ખાતે યોજાયેલી પ્રથમ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2026માં શનિવારે વિવિધ કેટેગરીમાં રોમાંચક મેચો રમાઈ હતી. અનેક અપસેટ્સ સાથે ખેલાડીઓએ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. મેન્સ પ્રિ-ક્વાર્ટર ફાઇનલ પરિણામો અંડર-19 બોયઝ પ્રિ-ક્વાર્ટર ફાઇનલ પરિણામો અંડર-17 બોયઝ પ્રિ-ક્વાર્ટર…

એશિયન ગેમ્સ 2026 માટે ભારતીય બેડમિન્ટન ટીમ જાહેર, પીવી સિંધુ-સાત્વિક ચિરાગ સહિત મજબૂત ટીમ

અનુભવી અને યુવા ખેલાડીઓના સંતુલિત સંયોજન સાથે ભારતનું મજબૂત પ્રતિનિધિત્વ નવી દિલ્હી, જાપાનના આઇચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર 2026 દરમિયાન યોજાનારી 20મી એશિયન ગેમ્સ માટે ભારતીય બેડમિન્ટન ટીમની જાહેરાત કરવામાં આવી છે. બે વખત એશિયન ગેમ્સ પદક વિજેતા PV Sindhu અને 2022 એશિયન ગેમ્સ ગોલ્ડ મેડલ વિજેતા જોડી સાત્વિક સાઈરાજ રેન્કીરેડ્ડી તથા ચિરાગ શેટ્ટી ટીમના…

10 વર્ષના આશીર્વાદ સૂર્યવંશીએ ફટકારી ધમાકેદાર સદી, વૈભવ બાદ હવે નાનો ભાઈ ચર્ચામાં

87 બોલમાં 103 રનની વિસ્ફોટક ઇનિંગ, 20 ચોગ્ગા અને એક છગ્ગા સાથે સ્થાનિક ક્રિકેટમાં ધૂમ મચાવી સમસ્તીપુર ભારતીય ક્રિકેટમાં યુવા પ્રતિભા તરીકે ઓળખ ઉભી કરનાર વૈભવ સૂર્યવંશી બાદ હવે તેના નાના ભાઈ આશીર્વાદ સૂર્યવંશી પણ ચર્ચામાં આવ્યો છે. માત્ર 10 વર્ષની ઉંમરે આશીર્વાદે સ્થાનિક ક્રિકેટમાં શાનદાર સદી ફટકારી ક્રિકેટપ્રેમીઓનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. તેની…

અનુભવ અને યુવા પ્રતિભા વચ્ચેના મુકાબલા સાથે સ્ટેટ રેન્કિંગ ટીટી અમદાવાદમાં પરત ફરી

અમદાવાદ પ્રથમ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2026 આ વખતે અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, નારણપુરા ખાતે 12થી 15મી જૂન દરમિયાન યોજાઈ છે જેમાં શુક્રવારે મેન્સ અને અંડર-19 બોયઝ ક્વોલિફાઇંગ રાઉન્ડ સાથે મુકાબલાનો પ્રારંભ થયો હતો. ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)ના નેજા હેઠળ ટેબલ ટેનિસ એસોસિયેશન ઓફ અમદાવાદના ઉપક્રમે આ ટુર્નામેન્ટ સ્પોર્ટ્સ ઓથોરિટી…

રોહિત શર્મા રચશે નવો ઇતિહાસ, ODI રમનાર સૌથી વધુ વયનો ભારતીય ખેલાડી બનશે

અફઘાનિસ્તાન સામેની પ્રથમ વન-ડેમાં 37 વર્ષ જૂનો રેકોર્ડ તૂટશે, 2027 વર્લ્ડ કપ પર રોહિતની નજર એસવીએન,નવી દિલ્હી  ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 13 જૂનથી શરૂ થનારી ત્રણ મેચોની વન-ડે સીરિઝ ભારતીય ક્રિકેટ માટે ખાસ મહત્વ ધરાવે છે. ધર્મશાલામાં રમાનારી પ્રથમ મેચમાં મેદાન પર ઉતરતાની સાથે જ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન રોહિત શર્મા એક ઐતિહાસિક સિદ્ધિ પોતાના…

ગુજરાતના ત્રણ યુવા ક્રિકેટરોને ભારતીય અંડર-19 ટીમમાં સ્થાન

ગૌરી ગોયલ, કાવ્યા પટેલ અને કુશ પટેલની પસંદગીથી ગુજરાત ક્રિકેટને ગૌરવની ક્ષણ, શ્રીલંકા સામેની શ્રેણીમાં કરશે દેશનું પ્રતિનિધિત્વ એસવીએન, અમદાવાદ ગુજરાત ક્રિકેટ માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. ગુજરાત ક્રિકેટ એસોસિયેશન (GCA)ના ત્રણ પ્રતિભાશાળી યુવા ખેલાડીઓની ભારતીય અંડર-19 ટીમમાં પસંદગી થઈ છે. મહિલા અંડર-19 ટીમમાં ગૌરી ગોયલને સ્થાન મળ્યું છે, જ્યારે પુરુષ અંડર-19 ટીમમાં કાવ્યા પટેલ…

દસ વર્ષ બાદ અમદાવાદમાં સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ, 844 ખેલાડી ભાગ લેશે

વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાં 12થી 15 જૂન સુધી સ્પર્ધા, 2.90 લાખ રૂપિયાની ઇનામી રકમ એસવીએન, અમદાવાદ ગુજરાતમાં ટેબલ ટેનિસને વધુ પ્રોત્સાહન આપવાના હેતુથી પ્રથમ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ-2026નું આયોજન અમદાવાદમાં કરવામાં આવ્યું છે. લગભગ દસ વર્ષ બાદ સ્ટેટ રેન્કિંગ ટુર્નામેન્ટ અમદાવાદ પરત ફરી રહી છે. 12થી 15 જૂન દરમિયાન નારણપુરા સ્થિત વીર સાવરકર…

હૈદરાબાદમાં ઓક્ટોબર 8થી 18 સુધી આર્ચરી પ્રીમિયર લીગની બીજી સીઝન : વિશ્વના ટોપ આર્ચર્સ વચ્ચે રોમાંચક મુકાબલો

“પીપલ્સ પ્લાઝા, નેકલેસ રોડ” પર 11 દિવસીય રમતોત્સવ; છ ફ્રેન્ચાઇઝ ટીમો સાથે આંતરરાષ્ટ્રીય તીરંદાજોની ધમાકેદાર હાજરી હૈદ્રાબાદભારતનું સ્પોર્ટ્સ હબ બની રહેલું હૈદરાબાદ આ વર્ષે ઓક્ટોબરમાં વિશ્વ સ્તરની તીરંદાજી સ્પર્ધાનો સાક્ષી બનશે. આર્ચરી પ્રીમિયર લીગ (APL)નો બીજો સીઝન 8થી 18 ઓક્ટોબર દરમિયાન યોજાશે, જેમાં વિશ્વના શ્રેષ્ઠ આર્ચર્સ, ઓલિમ્પિક ચેમ્પિયન્સ અને ભારતીય સ્ટાર ખેલાડીઓ એક જ મેદાનમાં…

ભારતના ગેમિંગ જગતમાં ઐતિહાસિક જોડાણ : S8UL અને GodLike એક જ મંચ પર “India Rising: Road to EWC”માં જોડાશે

મુંબઈમાં 4 જુલાઈએ યોજાનાર ભારતનો સૌથી મોટો ઈ-સ્પોર્ટ્સ અને યુથ કલ્ચર ફેસ્ટિવલ, વૈશ્વિક Esports World Cup 2026 સાથે જોડાયેલ ઈવેન્ટ મુંબઈભારતના ઈ-સ્પોર્ટ્સ ક્ષેત્રમાં એક ઐતિહાસિક ક્ષણ સર્જાઈ છે, જ્યાં દેશની બે સૌથી મોટી ગેમિંગ સંસ્થાઓ S8UL અને GodLike Esports “India Rising: Road to EWC” ફેસ્ટિવલમાં એક જ મંચ પર જોવા મળશે. મુંબઈમાં 4 જુલાઈએ યોજાનાર…