ટોચના ક્રમાંકિત વિષ્ણુ અને વૈદેહીએ 29મી ફેનેસ્ટા ઓપન નેશનલ ટેનિસ ચેમ્પિયનશિપમાં વિજયી શરૂઆત કરી

અભિનવ સંજીવે પ્રથમ રાઉન્ડમાં ત્રીજા ક્રમાંકિત ઈશાક ઈકબાલને અપસેટ કર્યો હતો નવી દિલ્હી ટોચના ક્રમાંકિત અને ભૂતપૂર્વ રાષ્ટ્રીય ચેમ્પિયન વિષ્ણુ વર્ધન અને વૈદેહી ચૌધરીએ સોમવારે નવી દિલ્હીમાં DLTA કોમ્પ્લેક્સ ખાતે 29મી ફેનેસ્ટા ઓપન નેશનલ ટેનિસ ચેમ્પિયનશિપના પ્રથમ દિવસે પોતપોતાની શ્રેણીઓમાં વિજયી શરૂઆત કરી હતી. બહુવિધ એશિયન ગેમ્સ મેડલ વિજેતા વિષ્ણુ (તેલંગાણા) એ પ્રથમ રાઉન્ડમાં હરિયાણાના…

વિજયમાં સંગઠિત, ઉજવણીમાં સંગઠિત અને રમતની સંમિલિત ભાવનામાં પણ સંગઠિત: નીતા એમ અંબાણી

પહેલીવાર 140 ઓલિમ્પિક અને પેરાલિમ્પિક રમતવીરો એક જ પ્લેટફોર્મ એકત્ર થયા: રિલાયન્સ ફાઉન્ડેશને ભારતના ઓલિમ્પિયન્સ તથા પેરાલિમ્પિયન્સ અને તેમની પ્રેરણાદાયી સફરની અભૂતપૂર્વ ઉજવણીનું આયોજન કર્યું મુંબઈ ભારતીય રમતગમતની એક સીમાચિહ્નરૂપ ક્ષણ સ્વરૂપે નીતા એમ. અંબાણીના સ્વપ્નદૃષ્ટા નેતૃત્વ હેઠળ રિલાયન્સ ફાઉન્ડેશને રવિવાર 29 સપ્ટેમ્બર 2024ની સાંજે એન્ટિલિયા ખાતે યુનાઇટેડ ઇન ટ્રાયમ્ફ – એટલે કે રમતગમતની સંગઠિત શક્તિ થકી…

ISL 2024-25: કોચ કોયલે હૈદરાબાદ એફસી સામે બાઉન્સ બેક કરવા માટે નિર્ધારિત ચેન્નાઇન એફસીના ધ્યેય મુજબ મજબૂત પ્રદર્શનની માંગ કરી

ચેન્નાઈ ચેન્નઈ એફસી મંગળવારે હૈદરાબાદના જીએમસી બાલયોગી એથ્લેટિક સ્ટેડિયમ ખાતે તેમના ત્રીજા ઈન્ડિયન સુપર લીગ (આઈએસએલ) 2024-25ના મુકાબલામાં હૈદરાબાદ એફસી સામે ટકરાશે ત્યારે તેમના અગાઉના પરિણામને મજબૂત પ્રતિસાદ આપવાનું લક્ષ્ય રાખશે. બે વખતના ચેમ્પિયન પણ તેમની સતત બીજી અવે જીતની શોધમાં હશે, જેમણે અગાઉ ઓડિશા એફસીને સિઝનના તેમના પ્રારંભિક મુકાબલામાં હરાવ્યું હતું. રમત પહેલા મીડિયા…

મલ્ટી સિટી સ્ટેટ રેન્કિંગ ટુર્નામેન્ટ 2024 જૂનિયર સ્નૂકરની ક્વાર્ટર ફાઈનલમાં મોઈન સૈયદનો વિજય

અમદાવાદ 147 એકેડેમી ખાતે મલ્ટી સિટી સ્ટેટ રેન્કિંગ ટુર્નામેન્ટ 2024 (અમદાવાદ ક્વોલિફાઇંગ રાઉન્ડ)માં માત્ર 10 વર્ષના આશાસ્પદ યુવાન મોઈન સૈયદે શાનદાર પ્રદર્શન કરતા જુનિયર સ્નૂકર ક્વાર્ટર ફાઇનલમાં શૈલ ઠક્કરને હરાવ્યો હતો અને સેમિફાઇનલમાં તેનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. સબ-જુનિયર સ્નૂકર કેટેગરીની અન્ય મેચમાં અન્ય ઉભરતા યુવા સ્ટાર કબીર શાહે સેમિફાઇનલમાં શાદ જાફરીને હરાવીને ફાઇનલમાં પોતાનું…

ચિત્રાક્ષ અને ક્રિત્વિકાએ સ્ટેટ ટીટી ટાઇટલ જીતી લીધાં

સુરતે છ ગોલ્ડ સાથે અમદાવાદને પાછળ રાખીને ઓવરઓલ ચેમ્પિયન્સ ટ્રોફી જીતી લીધી ગાંધીધામ ગુજરાત સ્ટેટ ટેબ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)ના ઉપક્રમે સિઝનની સૌથી પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ જોડાક ગુજરાત સ્ટેટ એન્ડ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2024માં શુક્રવારે ટુર્નામેન્ટના અંતિમ દિવસે અમદાવાદના મોખરાના ક્રમના ચિત્રાક્ષ ભટ્ટે વડોદરાના બીજા ક્રમના પ્રથમ માદલાણીને 4-1થી હરાવીને મેન્સ સિંગલ્સ ટાઇટલ જીતી લીધું…

ધ્રુવ અને ધિમહી અંડર-11 ચેમ્પિયન

દેવ અને દાનિયાએ અંડર-13 ટાઇટલ જીત્યું ગાંધીધામ ગુજરાત સ્ટેટ ટેબ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)ના ઉપક્રમે સિઝનની સૌથી પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ જોડાક ગુજરાત સ્ટેટ એન્ડ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2024માં ગુરુવારે મોખરાના ક્રમના અને સ્થાનિક ખેલાડી ધ્રુવ બાંભણીયાએ અંડર-11 કેટેગરીમાં શાનદાર પ્રદર્શન કરીને ભાવનગરના બીજા ક્રમના હેમિલ લાંગલિયાને 3-2થી હરાવીને હોપ્સ બોયઝ ટ્રોફી જીતી લીધી હતી. આ…

અદાણી સ્પોર્ટ્સલાઈન એકેડમીની ટેનિસ સ્ટાર એન્જલ મોરેરાની CISCE નેશનલ ગેમ્સ 2024 માટે પસંદગી

– અદાણી સ્પોર્ટ્સલાઈન એકેડમીમાં તાલિમ મેળવતી એન્જલ મોરેરાની CISCE નેશનલ ગેમ્સ 2024 માટે પસંદગી – આ ઈવેન્ટ કોલકાતામાં 30 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર 2024 દરમિયાન યોજાશે – એન્જલ ગર્લ્સ અંડર-19 કેટેગરીમાં ભાગ લેશે અમદાવાદ  અદાણી સ્પોર્ટ્સલાઈન સાબરમતી રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્ક ખાતે તાલિમ મેળવતી યુવા ટેનિસ સ્ટાર એન્જલ મોરેરાની CISCE નેશનલ ગેમ્સ 2024 માટે પસંદગી કરવામાં આવી છે. એન્જલ ગર્લ્સ અંડર-19 કેટેગરીમાં ભાગ…

સ્ટેટ ટીટીઃ ભાવનગરે ત્રણ અને સુરતે બે ટીમ ટાઇટલ  હાંસલ કર્યા

ગાંધીધામ ગુજરાત સ્ટેટ ટેબ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)ના ઉપક્રમે સિઝનની સૌથી પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ જોડાક ગુજરાત સ્ટેટ એન્ડ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2024માં ભાવનગરના યુવાન ખેલાડીઓએ કચ્છની આકરી ગરમીમાં સખત મહેનત કરીને બુધવારે ત્રીજા દિવસે ત્રણ ટીમ ટ્રોફી જીતી લીધી હતી જ્યારે સુરતની ટીમને ફાળે બે ટ્રોફી આવી હતી. આ ટુર્નામેન્ટ એમપી મિત્રા ઇન્ડોર સ્ટેડિયમ, હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, આદીપુર, ગાંધીધામ ખાતે યોજાઈ હતી. ભાવનગર જુનિયર બોયઝની બીજી ક્રમાંકિત ટીમે ત્રીજા ક્રમની સુરતની ટીમને આસાનીથી પરાસ્ત કરી દીધી હતી જેમાં ધ્યેય જાની રમી રહ્યો હતો. ભાવનગરની જ બીજી ક્રમાંકિત જુનિયર ગર્લ્સની ટીમની આગેવાની રિયા જયસ્વાલે લીધી હતી જે ટીમે આશ્ચર્યજનક રીતે ફાઇનલમાં પ્રવેશેલી બિનક્રમાંકિત નવસારીની ટીમને 3-1થી હરાવીને અંડર-19 કેટેગરીમાં ક્લીન સ્વિપ કર્યો હતો. સબ જુનિયર ગર્લ્સની ફાઇનલમાં પણ બીજો ક્રમાંક ધરાવતી ભાવનગરની ટીમે ચાર્મી ત્રિવેદીની આગેવાનીમાં મોખરાના ક્રમની સુરત સામે એક ગેમથી પાછળ રહેવા છતાં અંતે 3-1થી વિજય હાંસલ કરીને ત્રીજી ટ્રોફી જીતી હતી. મેન્સ ફાઇનલમાં ચોથા ક્રમની સુરતની ટીમે બીજા ક્રમના વડોદરા સામે 3-0થી અને વિમેન્સ ફાઇનલમાં ચેમ્પિયન અને મોખરાનો ક્રમ ધરાવતા સુરતે ભાવનગરને 3-1થી હરાવીને ટાઇટલ જાળવી રાખ્યું હતું. આમ તેણે બે ટ્રોફી જીતી હતી. વડોદરાના ખેલાડીઓને સારો એવો પ્રતિસાદ સાંપડ્યો હતો કેમ કે તેણે મોખરાના ક્રમની અમદાવાદની ટીમ સામે સબ જુનિયર બોયઝ ટાઇટલ જીતવા માટે આકરી મહેનત કરીને અમદાવાદને 3-2થી હરાવ્યું હતું. આમ ટીમ ચેમ્પિયનશિપમાં આ તેનું એક માત્ર ટાઇટલ રહ્યું હતું. સ્થાનિક ખેલાડી રેહાંશ સિઘવી (કચ્છ)એ હોપ્સ બોયઝ (અંડર-9) ટાઇટલ જીત્યું હતું જ્યાં તેણે સુરતના પ્રણવ કેલાને 3-1થી હરાવ્યો હતો તો સુરતની પ્રિશા પારેખે આણંદની યાના પારેખને 3-0થી હરાવીને પ્સ ગર્લ્સ ટાઇટલ જીત્યું હતું. ટેબલ ટેનિસને પાયાના સ્તરેથી પ્રમોટ કરવાની જીએસટીટીએની પહેલના ભાગરૂપે આ વખતે અંડર-9 બોયઝ અને ગર્લ્સ કેટેગરીમાં પ્રવેશ  વિનામૂલ્યે રાખવામાં આવ્યો હતો. જીએસટીટીએ દ્વારા યોજાયેલા ટીમ ચેમ્પિયનશિપ એવોર્ડ સમારંભમાં  મુકેશ કુમાર (રિજનલ મેનેજર, સ્ટેટ બેંક, ગાંધીધામ), હર્ષ ગુપ્તા (ડાયરેક્ટર, કિરણ ગ્રૂપ), તેજાભાઈ કાંગડ (ડાયરેક્ટર, નીલકંઠ ગ્રૂપ),  મહેશ તિર્થાણી (સેક્રેટરી, ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ), પલ્લવી બારિયા (ડેપ્યુટી કલેક્ટર, ગીર સોમનાથ),  નરેશ બુલચંદાની (સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ, કેડીટીટીએ),  હરિ પિલ્લાઈ (સેક્રેટરી, જીએસટીટીએ), રૂજુલ પટેલ (ખજાનચી, જીએસટીટીએ), પથિક મહેતા (ચેરમેન, સિલેક્શન કમિટિ, જીએસટીટીએ), મનીષ હિંગોરાણી (સેક્રેટરી, કેડીટીટીએ), પ્રશાંત બુચ (સ્થાપક સદસ્ય), રાજીવ સિંઘ (સ્થાપક સદસ્ય, કેડીટીટીએ) ઉપસ્થિત રહ્યા હતા. ફાઇનલના પરિણામોઃ મેન્સઃ સુરત જીત્યા વિરુદ્ધ વડોદરા 3-0 (દેવર્ષ વાઘેલા જીત્યા વિરુદ્ધ વિદિત દેસાઈ 5-11, 13-11, 2-11, 11-6, 11-9; અયાઝ મુરાદ જીત્યા વિરુદ્ધ જલય મહેતા 10-12, 4-11, 11-4, 11-6, 11-7; આયુષ તન્ના જીત્યા વિરુદ્ધ પ્રથમ માદલાણી 11-6, 11-7, 11-5). વિમેન્સઃ સુરત જીત્યા વિરુદ્ધ ભાવનગર 3-1 (ક્રિત્વિકા સિંહા રોય જીત્યા વિરુદ્ધ  રિયા જયસ્વાલ 11-6, 11-6, 11-4; ફિલઝાહ ફાતીમા કાદરી જીત્યા વિરુદ્ધ નામના જયસ્વાલ 11-4, 8-11, 11-5, 6-11, 6-11; ફ્રેનાઝ છિપીયા જીત્યા વિરુદ્ધ નૈત્રી દવે 11-5-, 11-8, 11-1; ક્રિત્વિકા જીત્યા વિરુદ્ધ નામના 7-11, 11-6, 8-11, 11-6, 11-6) જુનિયર બોયઝઃ ભાવનગર જીત્યા વિરુદ્ધ સુરત 3-1 (ધ્યેય જાની જીત્યા વિરુદ્ધ તક્ષ કોઠારી 11-9, 9-11, 11-7, 11-8; પૂજન ચંદારાણા જીત્યા વિરુદ્ધ આયુષ તન્ના 7-11, 8-11, 7-11; ધ્યેય/પૂજ જીત્યા વિરુદ્ધ તક્ષ આયુષ 11-9, 6-11, 11-8, 11-5; ધ્યેય જીત્યા વિરુદ્ધ આયુષ 11-7, 11-7, 11-4). જુનિયર ગર્લ્સઃ (અંડર-19) ભાવનગર જીત્યા વિરુદ્ધ નવસારી 3-1. ચાર્મી ત્રિવેદી જીત્યા વિરુદ્ધ સિદ્ધિ બલસારા 11-9, 14-12, 5-11, 7-11, 4-11; રિયા જયસ્વાલ જીત્યા વિરુદ્ધ આસ્થા મિસ્ત્રી 5-11,…

ISL 2024-25: ઉત્સાહિત ચેન્નાઇયિન FCની સિઝનની પ્રથમ હોમ ગેમમાં ડેબ્યુટન્ટ્સ મોહમ્મડન SC સામે વિજયી શરૂઆત પર નજર

મરિના મચાન્સે તેમના અભિયાનની શરૂઆત 3-2થી સનસનાટીભરી જીત સાથે કરી, ઓડિશા એફસીની ઘરઆંગણે 569 દિવસની અજેય દોડ પૂરી કરી ચેન્નાઈ ચેન્નાઈ એફસી ઇન્ડિયન સુપર લીગ (ISL) 2024-25 સીઝનમાં તેમની વિજયી શરૂઆતને લંબાવવાનું લક્ષ્ય રાખશે જ્યારે તેઓ ગુરુવારે ચેન્નાઈના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં નવા-પ્રમોટેડ મોહમ્મડન SCનો સામનો કરશે. બે વખતના ISL ચેમ્પિયન્સે કલિંગા સ્ટેડિયમ ખાતે Odisha FC…

29મી ફેનેસ્ટા ઓપન નેશનલ ટેનિસ ચેમ્પિયનશિપ: એશિયન ગેમ્સ મેડલિસ્ટ વિષ્ણુ વર્ધન અને ડિફેન્ડિંગ ચેમ્પિયન રશ્મિકા એસ ભામિદિપતી પર સિંગલ ઇવેન્ટ્સમાં નજર

આ ટુર્નામેન્ટ 28મી સપ્ટેમ્બરથી 12મી ઓક્ટોબર દરમિયાન ડીએલટીએ, નવી દિલ્હી ખાતે યોજાશે નવી દિલ્હી બહુવિધ એશિયન ગેમ્સના ચંદ્રક વિજેતા વિષ્ણુ વર્ધન, ટોચના ક્રમાંકિત પ્રજ્વલ દેવ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન રશ્મિકા એસ ભામિદિપતી નવી દિલ્હીના DLTA કોમ્પ્લેક્સમાં 28મી સપ્ટેમ્બરથી 12મી ઓક્ટોબર દરમિયાન 29મી ફેનેસ્ટા ઓપન નેશનલ ટેનિસ ચેમ્પિયનશિપનું નેતૃત્વ કરશે. ભારતની સૌથી મોટી ડોમેસ્ટિક ટેનિસ ટૂર્નામેન્ટ –…

વર્તમાન ચેમ્પિયન અમદાવાદને હરાવી અપસેટ સર્જીને સુરતે મેન્સ ટીમ ફાઇનલમાં પ્રવેશ કર્યો

ગાંધીધામ  દેવર્ષ વાઘેલા, અયાઝ મુરાદ અને આયુષ તન્નાની બનેલી સુરતની ટીમે મંગળવારે શાનદાર પ્રદર્શન કરીને વર્તમાન ચેમ્પિયન અમદાવાદને હરાવીને મેજર અપસેટ સર્જવાની સાથે  ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)ના ઉપક્રમે સિઝનની સૌથી પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ જોડાક ગુજરાત સ્ટેટ એન્ડ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2024માં મેન્સ ટીમ ઇવેન્ટની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હગો. આ ટુર્નામેન્ટ એમપી મિત્રા ઇન્ડોર સ્ટેડિયમ, હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, આદીપુર, ગાંધીધામ ખાતે 23થી 27મી સપ્ટેમ્બર દરમિયાન યોજાઈ રહી છે.  ચોથા ક્રમની સુરતની ટીમ એક સમયે મોખરાની ક્રમાંકિત અમદાવાદની ટીમ કરતાં પાછળ હતી કેમ કે ચિત્રાક્ષ ભટ્ટે પ્રથમ મેચમાં દેવર્ષને 3-0થી હરાવ્યો હતો. જોકે અયાઝે ત્યાર બાદ મોનીશ દેઢિયા અને આયુષ તન્નાએ અન્ય મેચમાં અભિલાષ રાવલને હરાવીને સુરતને 2-1ની સરસાઈ અપાવી હતી. અમદાવાદના શ્રેષ્ઠ ખેલાડી ચિત્રાક્ષે અયાઝ સામે સંઘર્ષપૂર્ણ રમત દાખવીને અયાઝને હરાવ્યો હતો પરંતુ દેવર્ષે મોનીષ સામેના વિજય સાથે સુરતનો ફાઇનલમાં પ્રવેશ નક્કી કરી નાખ્યો હતો. ફાઇનલમાં તેમનો મુકાબલો વડોદરા સામે થશે. બીજા ક્રમની વડોદરાની ટીમે અન્ય સેમિફાઇનલમાં રાજકોટને 3-1થી હરાવ્યું હતું. વિમેન્સ સેમિફાઇનલમાં મોખરાના ક્રમની સુરતની ટીમે નવસારીને 3-0થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો જ્યાં તે બીજા ક્રમની ભાવનગરની ટીમ સામે ટકરાશે. સબ જુનિયર અંડર-15 ગર્લ્સ ફાઇનલ પણ રોમાંચક બની રહે તેવી સંભાવના છે કેમ કે ત્યાં પણ સુરત અને ભાવનગર વચ્ચે મુકાબલો થનારો છે. ટીમ સેમિફાઇનલના પરિણામો. મેન્સઃ સુરત જીત્યા વિરુદ્ધ અમદાવાદ 3-2. (ચિત્રાક્ષ ભટ્ટ જીત્યા વિરુદ્ધ દેવર્ષ વાઘેલા 13-11,11-8,11-7; અયાઝ મુરાદ જીત્યા વિરુદ્ધ મોનીશ દેઢિયા 11-9,8-11,13-11,3-11,11-6; આયુષ તન્ના જીત્યા વિરુદ્ધ અભિલાષ રાવલ 11-4,15-13,11-7; ચિત્રાક્ષ ભટ્ટ જીત્યા વિરુદ્ધ અયાઝ મુરાદ 4-11,11-8,14-12,11-9; દેવર્ષ વાઘેલા જીત્યા વિરુદ્ધ મોનીષ દેઢિયા 11-6,6-11,11-9,11-4). વડોદરા જીત્યા વિરુદ્ધ રાજકોટ 3-1. (વિદીત દેસાઈ જીત્યા વિરુદ્ધ  ચિંતન ઓઝા 11-4,11-2,11-3; જયનિલ મહેતા જીત્યા વિરુદ્ધ પ્રથમ માદલાણી 9-11,11-9,11-9,11-4; જલય મહેતા જીત્યા વિરુદ્ધ  હેત ઠક્કર 11-9,11-6,11-3; વિદીત દેસાઈ જીત્યા વિરુદ્ધ  જયનિલ મહેતા 11-3,11-7,11-5). વિમેન્સઃ ભાવનગર જીત્યા વિરુદ્ધ અમદાવાદ 3-2 (જિયા ત્રિવેદી જીત્યા વિરુદ્ધ નામના જયસ્વાલ 12-10,6-11,11-6,11-5; કૌશા ભૈરાપૂરે જીત્યા વિરુદ્ધ રિયા જયસ્વાલ 9-11,11-6,11-6,11-9; નૈત્રી દવે જીત્યા વિરુદ્ધ  ઝેના છિપીયા 11-2,11-4,11-1; નામના જયસ્વાલ જીત્યા વિરુદ્ધ કૌશા ભૈરાપૂરે 11-8,9-11,11-3,8-11,11-4; રિયા જયસ્વાલ જીત્યા વિરુદ્ધ જિયા ત્રિવેદી 4-11,11-3,8-11,11-5,11-6).  સુરત જીત્યા વિરુદ્ધ નવસારી 3-0. (ફ્રેનાઝ છિપીયા જીત્યા વિરુદ્ધ સિદ્ધિ બલસારા 11-3,8-11,12-10,11-3; ફિલઝાહ ફાતીમા કાદરી જીત્યા વિરુદ્ધ આસ્થા મિસ્ત્રી 11-5,11-4,11-5; આફ્રૈન મુરાદ જીત્યા વિરુદ્ધ જ્હાન્વી પટેલ 11-2,11-5,11-5) સબ જુનિયર (અંડર-15) ગર્લ્સઃ સુરત જીત્યા વિરુદ્ધ કચ્છ 3-1  (દાનિયા ગોદીલ જીત્યા વિરુદ્ધ સિદ્ધિ સિંઘવી 11-6,8-11,11-3,11-3; અનાઈશા સિંઘવી જીત્યા વિરુદ્ધ વિશ્રુતિ જાદવ 11-7,11-5,10-12,11-4; દાનિયા ગોદીલ જીત્યા વિરુદ્ધ સિદ્ધિ/અનાઇશા 11-7,11-6,11-1; દાનિય ગોદીલ જીત્યા વિરુદ્ધ અનાઇશા સિંઘવી 11-5,11-5,11-0) ભાવનગર જીત્યા વિરુદ્ધ અમદાવાદ 3-0 (સચિ દોશી જીત્યા વિરુદ્ધ જિયા ત્રિવેદી – મેચ પડતી મૂકી); ચાર્મી ત્રિવેદી જીત્યા વિરુદ્ધ કેઓના પટેલ 11-6,11-9,11-4; ચાર્મી અને સચિ જીત્યા વિરુદ્ધ કેઓના અને નિત્યા 11-5,11-6,11-2).

બેડમિન્ટન એસોસિયેશન ઓફ ઈન્ડિયા પેરિસ પેરાલિમ્પિક્સ 2024 મેડલ વિજેતાઓને INR 50 લાખના કુલ ઈનામી પર્સ સાથે ઈનામ આપશે

ભારતીય પેરા-શટલર્સે પાંચ મેડલ જીતીને પેરાલિમ્પિક ગેમ્સનો ઈતિહાસ રચ્યો હતો નવી દિલ્હી ડૉ. હિમંતા બિસ્વા સરમા, બેડમિન્ટન એસોસિએશન ઑફ ઈન્ડિયા (BAI) ના પ્રમુખ અને આસામના મુખ્યમંત્રીએ જાહેરાત કરી કે BAI પેરિસ પેરાલિમ્પિક્સ 2024 મેડલ વિજેતાઓને તેમના ઉત્કૃષ્ટ પ્રયાસો માટે સન્માનિત કરશે જેણે ઇતિહાસ રચ્યો. INR 50 લાખનું સંયુક્ત પુરસ્કાર. ભારતે પાંચ મેડલ જીત્યા – એક…

સ્ટેટ ટીટીમાં વર્તમાન ચેમ્પિયન અમદાવાદ અને સુરતને આસાન ડ્રો

ગાંધીધામ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)ના ઉપક્રમે સિઝનની સૌથી પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ ગુજરાત સ્ટેટ એન્ડ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2024માં વર્તમાન મેન્સ ટીમ ચેમ્પિયન અમદાવાદ અને વિમેન્સ ટીમ ચેમ્પિયન સુરતને સેમિફાઇનલ સુધી પ્રવેશવામાં આસાન ડ્રો મળ્યા છે. આ ટુર્નામેન્ટ એમપી મિત્રા ઇન્ડોર સ્ટેડિયમ, હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, આદીપુર, ગાંધીધામ ખાતે 23થી 27મી સપ્ટેમ્બર દરમિયાન…

પ્રતિષ્ઠિત સ્ટેટ ટીટીનો આજથી ગાંધીધામમાં પ્રારંભ

ગાંધીધામ ગુજરાત સ્ટેટ ટેબ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)ના ઉપક્રમે સિઝનની સૌથી પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ જોડાક ગુજરાત સ્ટેટ એન્ડ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2024નો સોમવારથી એમપી મિત્રા ઇન્ડોર સ્ટેડિયમ, હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, આદીપુર, ગાંધીધામ ખાતે પ્રારંભ થઈ રહ્યો છે. સ્ટેટ ટેબલ ટેનિસ કેલેન્ડરમાં સૌથી વધુ પોઇન્ટ અપાવનારી આ ટુર્નામેન્ટ જોડાક શિપિંગ પ્રા. લિ. દ્વારા સ્પોન્સર કરવામાં…

સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન દ્વારા ગાંધીધામમાં અમ્પાયર સેમિનારનું આયોજન

ગાંધીધામ રાજ્યમાંથી વધુને વધુ ઇન્ટરનેશનલ અમ્પાયર રજૂ કરવાના ઇરાદા સાથે ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)ના ઉપક્રમે 21 અને 22મી સપ્ટેમ્બરે હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, આદીપુર, ગાંધીધામ ખાતે અમ્પાયર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્ટરનેશનલ રેફરી મંગેશ મોપકર દ્વારા આ સેમિનારનું સંચાલન કરવામાં આવ્યું હતું. બ્લૂ બેજ અમ્પાયર મોપકર નાગપુરની બેંક ઓફ ઇન્ડિયાના નિવૃત્ત કર્મચારી…

હિમાચલ નેશનલ્સમાં બે ગુજરાતી વચ્ચેની ફાઇનલમાં માનવે હરમિતને હરાવ્યો

હિમાચલ પ્રદેશના કાંગરા ખાતે યોજાયેલી પ્રથમ યુટીટી નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપની મેન્સ ફાઇનલમાં બે ગુજરાતી વચ્ચે ટક્કર જામી હતી જેમાં ભારતના બીજા ક્રમના અને સુરતના માનવ ઠક્કરે તેના જ શહેરના અને મોખરાના ક્રમના ભારતીય (બંને પીએસપીબી) ખેલાડી હરમિત દેસાઈને 4-2થી હરાવીને ટાઇટલ જીતી લીધું હતું. હરમિતે આક્રમક પ્રારંભ કરીને પ્રારંભિક ગેમ જીતી લીધી હતી…

અમદાવાદની પાવી માલૂ એથ્લેટિક્સમાં ઝળહળી, રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં પ્રદેશનું પ્રતિનિધિત્વ કરશે

અમદાવાદ અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલ, શીલજની 12 વર્ષિય વિદ્યાર્થિની પાવી માલૂએ CISCE નોર્થ વેસ્ટર્ન રિજનલ એથ્લેટિક્સ મીટમાં 600 મીટરની સ્પર્ધામાં બીજુ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ નોંધપાત્ર સિદ્ધિમાં સુરતની એક સ્પર્ધકે પ્રથમ સ્થાન મેળવ્યું છે, જ્યારે અમદાવાદની એક માત્ર સ્પર્ધક પાવી માલૂએ બીજુ સ્થાન પ્રાપ્ત કર્યું છે.  CISCE રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં પ્રદેશનું પ્રતિનિધિત્વ કરીને પાવીને…

અફઘાનિસ્તાનના કેપ્ટન હશમતુલ્લાહ શાહિદી તેની જર્ની અને ભવિષ્ય માટેના વિઝન પર પ્રકાશ પાડ્યો

● શાહિદી તેના જીવનની સૌથી પડકારજનક ક્ષણો વિશે વાત કરે છે, જેમાં ફર્સ્ટ-ક્લાસની રમતની વચ્ચે તેના પિતાને ગુમાવવાનો સમાવેશ થાય છે● શાહિદીએ અફઘાનિસ્તાનને મદદ કરવા અને ઘરો, શાળાઓ અને ક્લિનિક્સ બનાવીને શરણાર્થીઓને ટેકો આપવા માટે ભંડોળ એકત્ર કર્યું. અફઘાનિસ્તાનના કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીએ કાબુલની ગલીઓમાં ક્રિકેટ રમવાથી લઈને આંતરરાષ્ટ્રીય મંચ પર રાષ્ટ્રીય ટીમનું નેતૃત્વ કરવા સુધીની…

જીએસએફએ: 42મી રિલાયન્સ કપ સિનિયરમેન્સ ઈન્ટર-ડિસ્ટ્રીક્ટ ફૂટબોલ ટૂર્નામેન્ટનો પ્રારંભ

28 જિલ્લાની ટીમો ભાગ લેશે: પીડીઈયુ,ગાંધીનગર અને એસએજી, નિકોલ ખાતે મુકાબલા યોજાશે અમદાવાદ ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોશિયેશન (જી.એસ.એફ.એ.) દ્વારા આયોજિત રિલાયન્સ કપ સિનિયર મેન્સ ઈન્ટરડિસ્ટ્રીક્ટ ફૂટબોલ ટૂર્નામેન્ટની 42મી આવૃત્તિનો પ્રારંભ થયો છે, જે ગુજરાતભરમાં ટોચની ફૂટબોલ પ્રતિભાને ઝળકાવનારી સીમાચિહ્નરૂપ ઈવેન્ટ બની રહી છે. આ ટૂર્નામેન્ટનો ગઈકાલ 15 સપ્ટેમ્બરથી ગાંધીનગર સ્થિત પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી (પી.ડી.ઈ.યુ.) ફૂટબોલ ગ્રાઉન્ડ તથા…

રાજ્યના 74 ટીટી કેન્દ્રો પર વડા પ્રધાન મોદીના 74મા જન્મદિવસની ઉજવણી

ગાંધીધામ, 9 સપ્ટેમ્બર: ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન (GSTTA) એ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત સાથે મળીને રમત પ્રત્યે જાગૃતિ ફેલાવવાના તેના પ્રયાસરૂપે મંગળવારે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના 74મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે રાજ્યભરના 74 કેન્દ્રોમાં ટેબલ ટેનિસ પ્રવૃત્તિઓનું આયોજન કરવાની એક વિશાળ પહેલ કરી છે. આ સમગ્ર કાર્યક્રમમાં પ્રતિભા ગ્રુપ, સુરત દ્વારા સહયોગ મળેલ છે. ગુજરાતના ટોચના શહેરો જેવા કે અમદાવાદ, સુરત, વડોદરા, જામનગર, ગાંધીધામથી માંડીને મોડાસા, રાજકોટ, ભાવનગર, ડીસા, નવસારી, ગણદેવી જેવા બીજા સ્તરના શહેરો સહિતના રાજ્યના અન્ય શહેરોના ખેલાડીઓ ખાસ ડીઝાઈન કરેલી ટી-શર્ટ કે જેના  પર ‘યુનાઈટેડ ફોર નેશન, યુનાઈટેડ ફોર ટેબલ ટેનિસ’ સ્લોગન છે  તે પહેરીને આ વિશાળ ઝુંબેશમાં ભાગ લેશે. જીએસટીટીએ ના પ્રમુખ  પ્રમોદ ચૌધરીએ જણાવ્યું હતું કે પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪માં ભારતની પુરૂષો ટીટી ટીમમાં ગુજરાતના બે ખેલાડીઓ હરમીત દેસાઈ અને માનવ ઠક્કરએ પણ ભાગ લીધેલ અને આ સિદ્ધિની ઉજવણી કરવાની પ્રક્રિયામાં અમે ટેબલ ટેનિસ રમતને સમગ્ર રાજ્યમાં લોકપ્રિય બનાવવા માંગીએ છીએ. “અમે અમારા વડા પ્રધાનના 74મા જન્મદિવસની યાદમાં 17મી સપ્ટેમ્બરે અમારા રાજ્યના ખેલાડીઓની વિશાળ સિદ્ધિની ઉજવણી કરવા માંગીએ છીએ. અમે અપેક્ષા રાખીએ છીએ કે સેંકડો ખેલાડીઓ આ 74 સ્થાનો પર સંપૂર્ણ રીતે બહાર આવશે અને આ વિશાળ જાગૃતિ અભિયાનનો ભાગ બનશે.’ એમ ચૌધરીએ જણાવ્યું હતું.