ગ્લોબલ ચેસ લીગ-2026નો ડ્રાફ્ટ પૂર્ણ: નિહાલ સરિન સૌથી વધુ ચર્ચામાં, આનંદ અને અર્જુન એક જ ટીમમાં

3થી 13 સપ્ટેમ્બર દરમિયાન બેંગલુરુમાં રમાશે ચોથી સિઝન; મેગ્નસ કાર્લસન સાથે દિવ્યા દેશમુખ, ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમ વધુ મજબૂત બની મુંબઈ ટેક મહિન્દ્રા અને આંતરરાષ્ટ્રીય ચેસ મહાસંઘ (FIDE)ની સંયુક્ત પહેલ ગ્લોબલ ચેસ લીગ (GCL)ની ચોથી સિઝન માટે ખેલાડીઓનો ડ્રાફ્ટ મુંબઈમાં યોજાયો હતો. 3થી 13 સપ્ટેમ્બર દરમિયાન બેંગલુરુમાં યોજાનારી આ પ્રતિષ્ઠિત લીગ માટે વિશ્વના અનેક દિગ્ગજ અને…

વિવાદાસ્પદ વીએઆર નિર્ણયથી જર્મની વર્લ્ડ કપમાંથી બહાર

પેરાગ્વે સામે પેનલ્ટી શૂટઆઉટમાં હાર બાદ રદ કરાયેલા ગોલને લઈને ભારે હોબાળો; થોમસ મુલરે કહ્યું – “અમારી સાથે છેતરપિંડી થઈ” નવી દિલ્હી: ફિફા વર્લ્ડ કપ 2026ના રાઉન્ડ ઓફ-32માં ચાર વખતની ચેમ્પિયન જર્મનીને પરાગ્વે સામે પેનલ્ટી શૂટઆઉટમાં પરાજયનો સામનો કરવો પડતાં ટુર્નામેન્ટમાં સૌથી મોટો અપસેટ સર્જાયો છે. જોકે આ હાર કરતાં વધુ ચર્ચા મેચ દરમિયાન લેવાયેલા…

લોસ એન્જલસ ઓલિમ્પિક-2028 માટે ક્રિકેટના ક્વોલિફિકેશનનો પાથવે જાહેર

આઈસીસી અને આઈઓસીની જાહેરાત; ભારતીય મહિલા ક્રિકેટ ટીમે સીધું સ્થાન મેળવ્યું, પ્રથમ વખત યોજાશે ઓલિમ્પિક ક્રિકેટ ક્વોલિફાયર એસવીએન. નવી દિલ્હી વર્ષ 2028માં યોજાનારી લોસ એન્જલસ ઓલિમ્પિક રમતોમાં ક્રિકેટની ઐતિહાસિક વાપસી માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) અને આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC)એ સત્તાવાર ક્વોલિફિકેશન પાથવે જાહેર કર્યો છે. આ જાહેરાત સાથે પ્રથમ વખત આઈસીસી ઓલિમ્પિક ક્રિકેટ ક્વોલિફાયર…

ફૂટસલ ક્લબ ચેમ્પિયનશિપ 2025-26 : ગુજરાતની પ્રોગ્રેસિવ એસએ રનર-અપ, મિઝોરમની ત્લંગ્નુયમ એફસી ચેમ્પિયન

ફાઇનલમાં ત્લંગ્નુયમ એફસીએ પ્રોગ્રેસિવ એસએને 9-5થી હરાવી ખિતાબ જીત્યો ભાવનગર: ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF) અને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના સંયુક્ત આયોજન હેઠળ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG), ભાવનગરના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રમાયેલી ફૂટસલ ક્લબ ચેમ્પિયનશિપ 2025-26ની ફાઇનલમાં ગુજરાતની પ્રોગ્રેસિવ એસએનું ચેમ્પિયન બનવાનું સ્વપ્ન અધૂરું રહ્યું. મિઝોરમની ત્લંગ્નુયમ એફસીએ શાનદાર રમતના દમ પર પ્રોગ્રેસિવ એસએને…

એવીસી મેન્સ કપ-2026 : ઇન્ડોનેશિયાનો કોરિયાને સીધા સેટમાં ખિતાબ પર કબજો

રોમાંચક પ્રથમ સેટ બાદ ઇન્ડોનેશિયાનું સંપૂર્ણ પ્રભુત્વ; કોરિયાને 3-0થી પરાજય અમદાવાદ અમદાવાદના નારણપુરા સ્થિત વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં રમાયેલી એવીસી મેન્સ કપ-2026ની ફાઇનલમાં ઇન્ડોનેશિયાએ દક્ષિણ કોરિયાને સતત ત્રણ સેટમાં 3-0 (34-32, 25-16, 25-23)થી હરાવી ચેમ્પિયન બનવાનું ગૌરવ મેળવ્યું. 1 કલાક 40 મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં ઇન્ડોનેશિયાએ દરેક વિભાગમાં શાનદાર રમત બતાવી હતી. પ્રથમ સેટમાં જબરદસ્ત…

એવીસી મેન્સ કપ-2026 : ભારતે બહેરીનને હરાવી બ્રોન્ઝ મેડલ જીત્યો

બ્રોન્ઝ મેડલ મેચમાં બહેરીન સામે 3-1થી શાનદાર વિજય; જેરોમ અને જોનું ઉત્તમ પ્રદર્શન અમદાવાદ અમદાવાદમાં યોજાયેલી એવીસી મેન્સ કપ-2026માં યજમાન ભારતે બ્રોન્ઝ મેડલ મેચમાં બહેરીનને 3-1 (25-23, 23-25, 25-21, 25-17)થી હરાવી ત્રીજું સ્થાન મેળવ્યું. સેમિફાઇનલમાં ઇન્ડોનેશિયા સામે મળેલી નિરાશાજનક હાર બાદ ભારતીય ટીમે જોરદાર વાપસી કરીને ટૂર્નામેન્ટનો અંત જીત સાથે કર્યો. ભારતની આક્રમક રમતથી બ્રોન્ઝ…

એવીસી મેન્સ કપ-2026 : સેમિફાઇનલમાં ભારતનો ઇન્ડોનેશિયા સામે 3-2થી પરાજય, આજે બ્રોન્ઝ માટે બહેરીન સામે જંગ

પાંચ સેટ સુધી ખેંચાયેલા રોમાંચક મુકાબલામાં ભારતની ફાઇનલની આશા તૂટી; કોરિયા અને ઇન્ડોનેશિયા વચ્ચે આજે ખિતાબી મુકાબલો અમદાવાદ અમદાવાદમાં રમાઈ રહેલી એવીસી મેન્સ કપ-2026 વોલીબોલ ચેમ્પિયનશિપમાં ભારતની ફાઇનલમાં પહોંચવાની આશા અધૂરી રહી છે. બીજી સેમિફાઇનલમાં ભારતને ઇન્ડોનેશિયા સામે પાંચ સેટ સુધી ચાલેલા જંગી મુકાબલામાં 3-2થી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. બંને ટીમો વચ્ચે દરેક પોઇન્ટ…

એવીસી મેન્સ કપ-2026 : કોરિયા ફાઇનલમાં, આજે ઇન્ડોનેશિયા સામે ભારતની કસોટી

બહેરીનને 3-1થી હરાવી કોરિયાએ ફાઇનલમાં સ્થાન મેળવ્યું; અમદાવાદમાં સાંજે 7 વાગ્યે ભારત-ઇન્ડોનેશિયા વચ્ચે બીજી સેમિફાઇનલ અમદાવાદ : અમદાવાદમાં યોજાઈ રહેલી એવીસી મેન્સ કપ-2026 સ્પર્ધા હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી છે. શનિવારે રમાયેલી પ્રથમ સેમિફાઇનલમાં કોરિયાએ બહેરીનને 3-1થી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. હવે સમગ્ર દેશની નજર યજમાન ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે સાંજે 7 વાગ્યે રમાનારી બીજી…

એવીસી મેન્સ કપ-2026 : ઇન્ડોનેશિયા અને બહેરીનની જીત, હવે સેમિફાઇનલમાં ભારત સામે ઇન્ડોનેશિયાનો પડકાર

ઓમાન અને ઓસ્ટ્રેલિયાને 3-1થી હરાવી ઇન્ડોનેશિયા તથા બહેરીન અંતિમ ચારમાં; શનિવારે અમદાવાદમાં ભારત-ઇન્ડોનેશિયા અને કોરિયા-બહેરીન વચ્ચે સેમિફાઇનલ અમદાવાદ:અમદાવાદમાં યોજાઈ રહેલી એવીસી મેન્સ કપ-2026માં શુક્રવારે રમાયેલી પ્રિલિમિનરી તબક્કાની અંતિમ બે મેચો બાદ સેમિફાઇનલનું ચિત્ર સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ ગયું છે. પૂલ-બીમાં ઇન્ડોનેશિયાએ ઓમાનને 3-1થી હરાવી અંતિમ ચારમાં પ્રવેશ કર્યો હતો, જ્યારે પૂલ-એમાં બહેરીને ઓસ્ટ્રેલિયાને પણ 3-1થી પરાજય…

ફૂટસલ ક્લબ ચેમ્પિયનશિપ 2025-26 : પ્રોગ્રેસિવ એસએ અને ત્લંગ્નુયમ એફસી ફાઇનલમાં

સેમિફાઇનલમાં ગુજરાત અને મિઝોરમની ટીમોનો દબદબો, 28 જૂને રમાશે ખિતાબી મુકાબલો ભાવનગર: ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન અને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના સંયુક્ત આયોજન હેઠળ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (એસએજી)ના ભાવનગર ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ચાલી રહેલી ફૂટસલ ક્લબ ચેમ્પિયનશિપ 2025-26માં સેમિફાઇનલના રોમાંચક મુકાબલાઓ બાદ ગુજરાતની પ્રોગ્રેસિવ એસએ અને મિઝોરમની ત્લંગ્નુયમ એફસી ફાઇનલમાં પહોંચી છે. બંને ટીમોએ…

લંકા પ્રીમિયર લીગ-2026નો 17 જુલાઈથી પ્રારંભ, વિજય શંકર અને મોઈન અલીની કેન્ડી રોયલ્સ પર રહેશે નજર

ડિફેન્ડિંગ ચેમ્પિયન જાફના કિંગ્સ ગાલે ગેલેન્ટ્સ સામે કરશે ટાઇટલ ડિફેન્સની શરૂઆત; 8 ઓગસ્ટે કોલંબોમાં રમાશે ફાઇનલ કોલંબો શ્રીલંકાની પ્રતિષ્ઠિત ટી-20 ક્રિકેટ ટુર્નામેન્ટ લંકા પ્રીમિયર લીગ (LPL) 2026ની છઠ્ઠી આવૃત્તિનો પ્રારંભ 17 જુલાઈથી થશે. 17 જુલાઈથી 8 ઓગસ્ટ દરમિયાન યોજાનારી આ ટુર્નામેન્ટની શરૂઆત કોલંબોના સિંહાલીઝ સ્પોર્ટ્સ ક્લબ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ડિફેન્ડિંગ ચેમ્પિયન જાફના કિંગ્સ અને ગાલે…

ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલના હસ્તે પીડીસી એશિયન ક્વોલિફાયર ટુર્નામેન્ટ તથા નેશનલ ટુર્નામેન્ટ ઓફ ડાર્ટ્સનું ઉદ્ઘાટન

ગુજરાત ડાર્ટ્સ સ્પોર્ટ્સ કાઉન્સિલના કાર્યક્રમમાં ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સહિતના ન્યાયાધીશોની ઉપસ્થિતિ, સમાનતા અને સર્વસમાવેશિતાનો આપ્યો સંદેશ અમદાવાદ: ગુજરાત ડાર્ટ્સ સ્પોર્ટ્સ કાઉન્સિલ, અમદાવાદ દ્વારા 25 જૂન, 2026ના રોજ શહેરની એક પ્રતિષ્ઠિત ક્લબ ખાતે આયોજિત વિશેષ કાર્યક્રમમાં ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલના હસ્તે પીડીસી એશિયન ક્વોલિફાયર ટુર્નામેન્ટ તથા નેશનલ ટુર્નામેન્ટ ઓફ ડાર્ટ્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું…

એવીસી મેન્સ કપ-2026 : કઝાકિસ્તાન અને કોરિયાની જીત, ભારત અપરાજિત રહી પૂલ-એમાં ટોચ પર

અમદાવાદમાં રમાયેલી મેચોમાં કઝાકિસ્તાને ન્યૂઝીલેન્ડ અને કોરિયાએ કતારને 3-1થી હરાવ્યું; નોકઆઉટની રેસ વધુ રોમાંચક બની અમદાવાદ અમદાવાદમાં ચાલી રહેલી એવીસી મેન્સ કપ-2026માં શુક્રવારે રમાયેલી બે મહત્વપૂર્ણ મેચોમાં કઝાકિસ્તાન અને કોરિયાએ જીત નોંધાવી હતી. પૂલ-એમાં કઝાકિસ્તાને ન્યૂઝીલેન્ડને 3-1થી પરાજય આપ્યો હતો, જ્યારે પૂલ-બીમાં કોરિયાએ કતારને સમાન અંતરથી હરાવ્યું હતું. આ પરિણામો બાદ બંને પૂલમાં નોકઆઉટ તબક્કા…

શ્રેયસ અય્યરને ટીમ ઈન્ડિયાની ટી-20 કમાન શા માટે સોંપાઈ? આંકડા તેને જોરદાર સમર્થન આપે છે

આઈપીએલમાં ચેમ્પિયન કેપ્ટન, ઘરેલુ ક્રિકેટમાં 84.6 ટકા જીતનો રેકોર્ડ; આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડના પ્રવાસમાં ટીમનું નેતૃત્વ કરશે નવી દિલ્હી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ પ્રવાસ માટે જાહેર કરાયેલી ટી-20 ટીમની કમાન શ્રેયસ અય્યરને સોંપી છે. આ નિર્ણય પાછળ તેમના આઈપીએલ અને ઘરેલુ ક્રિકેટમાં કેપ્ટન તરીકેના સતત સફળ પ્રદર્શનને મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું…

યુએસ ઓપન 2026 : રૌનક ચૌહાણે વિશ્વ નંબર-6 ચૌ તિએન ચેનને હરાવી સર્જ્યો મોટો અપસેટ

કિદાંબી શ્રીકાંત, તન્વી શર્મા, દેવિકા સિહાગ અને રક્ષિતા શ્રી પણ ક્વાર્ટર ફાઇનલમાં; ભારતનો શાનદાર દેખાવ ફુલર્ટન (અમેરિકા) યુએસ ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં ભારતના યુવા શટલર રૌનક ચૌહાણે વિશ્વ ક્રમાંક-6 અને ટોચના સીડેડ ચાઇનીઝ તાઇપેના ચૌ તિએન ચેનને સીધી ગેમમાં હરાવી ટૂર્નામેન્ટનો સૌથી મોટો અપસેટ સર્જ્યો છે. વિશ્વ ક્રમાંક-80 રૌનકે 21-17, 26-24થી જીત મેળવી ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન…

એવીસી મેન્સ કપ-2026માં ભારતની આગેકૂચ યથાવત

ઓસ્ટ્રેલિયાને સીધી સેટમાં હરાવી સતત પાંચમી જીત; પૂલ-એમાં ભારત ટોચ પર અમદાવાદ અમદાવાદમાં ચાલી રહેલા એવીસી મેન્સ કપ-2026માં યજમાન ભારતે વધુ એક શાનદાર જીત નોંધાવી છે. ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 3-0થી હરાવી ટૂર્નામેન્ટમાં સતત પાંચમી જીત મેળવી છે. આ જીત સાથે ભારત 12 પોઈન્ટ મેળવી પૂલ-એમાં અપરાજિત રહીને ટોચના સ્થાને યથાવત છે. પ્રથમ સેટમાં જબરદસ્ત ટક્કર…

ગલ્ફ જાયન્ટ્સે ILT20ની નવી સિઝન માટે કોચિંગ સ્ટાફ જાહેર કર્યો

માઈકલ ક્લિંગર બેટિંગ કોચ તરીકે જોડાયા, શેન બોન્ડ સહિતના મુખ્ય સભ્યો યથાવત્ અમદાવાદ અદાણી સ્પોર્ટ્સલાઈનની માલિકીની ગલ્ફ જાયન્ટ્સ ફ્રેન્ચાઈઝીએ ડીપી વર્લ્ડ યુએઈ ILT20ની આગામી સિઝન માટે પોતાના કોચિંગ અને સપોર્ટ સ્ટાફની જાહેરાત કરી છે. નવી સિઝન માટે અનુભવી અને વૈશ્વિક સ્તરે સફળ કોચિંગ ટીમની રચના કરવામાં આવી છે, જેમાં સતતતા સાથે નવી નિપુણતાનો પણ સમાવેશ…

એવીસી મેન્સ કપ : કોરિયા અને ચાઈનીઝ તાઇપેની જીત, આજે ઓસ્ટ્રેલિયા સામે ભારતની મહત્વપૂર્ણ મેચ

અમદાવાદમાં રમાયેલી મેચમાં કોરિયાનો રોમાંચક વિજય; ભારત અપરાજિત રહી પૂલ-એમાં ટોચ પર અમદાવાદ અમદાવાદમાં ચાલી રહેલી એવીસી મેન્સ કપ-2026 વોલીબોલ સ્પર્ધામાં ગુરુવારે રમાયેલી પ્રાથમિક તબક્કાની મેચોમાં કોરિયા અને ચાઈનીઝ તાઇપેએ મહત્વપૂર્ણ જીત નોંધાવી હતી. કોરિયાએ ઓમાનને પાંચ સેટ સુધી ચાલેલી રોમાંચક મેચમાં 3-2થી હરાવ્યું હતું, જ્યારે ચાઈનીઝ તાઇપેએ ન્યૂઝીલેન્ડને 3-0થી પરાજય આપ્યો હતો. આ પરિણામો…

યુએસ ઓપન 2026 બેડમિન્ટન: તનવી, દેવિકા, રૌનક અને શ્રીકાંતે જીત સાથે બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો

ભારતીય ખેલાડીઓનો શાનદાર દેખાવ; રક્ષિતા શ્રી અને ધ્રુવ-મનીષાની જોડી પણ આગળ વધી ફુલર્ટન (અમેરિકા) યુએસ ઓપન 2026 બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર શરૂઆત કરી છે. વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપની રજત પદક વિજેતા તન્વી શર્મા અને થાઈલેન્ડ માસ્ટર્સ ચેમ્પિયન દેવિકા સિંહએ મહિલા સિંગલ્સમાં આરામદાયક જીત સાથે બીજા રાઉન્ડમાં સ્થાન મેળવ્યું. તનવી અને દેવિકાની મજબૂત શરૂઆત તનવી શર્માએ…

વૈભવ સૂર્યવંશી માટે ઇંગ્લેન્ડમાં અલગ ચેન્જિંગ રૂમની વ્યવસ્થા

16 વર્ષથી ઓછી ઉંમરના ખેલાડીઓ માટેના સુરક્ષા નિયમોને કારણે ચર્ચામાં આવ્યો ભારતીય યુવા ક્રિકેટર નવી દિલ્હી: ભારતીય ક્રિકેટનો ઉદયમાન સ્ટાર વૈભવ સૂર્યવંશી ફરી એકવાર ચર્ચામાં છે. જોકે આ વખતે તેની આક્રમક બેટિંગ કે રેકોર્ડબ્રેકિંગ ઇનિંગ્સને કારણે નહીં, પરંતુ ઇંગ્લેન્ડ અને આયર્લેન્ડમાં લાગુ સુરક્ષા નિયમોને કારણે તેનું નામ ચર્ચામાં આવ્યું છે. 15 વર્ષીય વૈભવ ભારતીય ટીમ…