લોકસભાના સ્પિકરે હંગામો કરતા વધુ ત્રણ સાંસદને સસ્પેન્ડ કર્યા

આ સાથે સસ્પેન્ડ કરાયેલા સાંસદોની સંખ્યા 146 પર પહોંચી ગઈ નવી દિલ્હીસંસદની સુરક્ષામાં ચૂક મામલે વિપક્ષોએ હંગામો કરતા લોકસભા સ્પીકરે વધુ ત્રણ સાંસદોને સસ્પેન્ડ કર્યા છે. આ સાથે સસ્પેન્ડ કરાયેલા સાંસદોની સંખ્યા 146 પર પહોંચી ગઈ છે. આ પહેલા ગઈકાલે બે સાંસદોને સદનની અવમાનના મામલે સંસદ સત્રના બાકીના સમયગાળા માટે સસ્પેન્ડ કરી દીધા હતા.સંસદમાં શીયાળુ…

જેક્લિન ફર્નાન્ડીઝની અરજી પર ઈડીને હાઈકોર્ટની નોટિસ

જેક્લિને દાવો કર્યો છે કે, તે ખુદ એક પીડિતા છે તે કોઈ અપરાધી નથી નવી દિલ્હીમની લોન્ડરિંગ મામલે ફિલ્મ અભિનેત્રી જેક્લિન ફર્નાન્ડિઝની અરજી પર દિલ્હી હાઈકોર્ટે ઈડીને નોટિસ ફટકારી છે. જેક્લિન ફર્નાન્ડિઝે મહાઠગ સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલા 200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ મામલે ઈડી દ્વારા તેમના વિરુદ્ધ નોંધવામાં આવેલા કેસને રદ કરવાની માંગ કરી છે.દિલ્હી…

ભારત ચંદ્ર પર પહોંચી ગયું, પાક હજી જમીન પરથી ઊઠી નથી શક્યુઃ શરીફ

પાકિસ્તાનની આજે જે પ્રકારની હાલત છે તે માટે ભારતને દોષ આપવાની જરૂર નથી પાકિસ્તાનના શાસકોએ પોતે જ પોતાના પગ પર કુહાડી મારી હોવાનો નવાઝ શરીફનો દાવો ઈસ્લામાબાદપાકિસ્તાનમાં યોજાનારી આગામી ચૂંટણીઓમાં જો નવાઝ શરીફ વડાપ્રધાન બન્યા તો ભારત સાથે પાકિસ્તાનના સબંધો સુધરી શકે છે તેમ લાગી રહ્યુ છે.નવાઝ શરીફ ચૂંટણી પ્રચારમાં ભારતની પ્રશંસા કરતા એક પછી…

2024માં ભારત સહિત વિશ્વના 78 દેશોમાં ચૂંટણીઓ યોજાશે

વોશિંગ્ટન સ્થિત થિન્ક ટેન્ક એટલાન્ટિક કાઉન્સિલના કહેવા પ્રમાણે 2024 પછી છેક 2048માં જ આ પ્રકારનો સંયોગ જોવા મળશે નવી દિલ્હી2024ના વર્ષને આંતરરાષ્ટ્રીય ચૂંટણી વર્ષ જાહેર કરવુ પડે તેવી સ્થિતિ છે.કારણકે 2024માં ભારત સહિત દુનિયાના 78 દેશોમાં વિવિધ ચૂંટણીઓ યોજાવાની છે. વોશિંગ્ટન સ્થિત થિન્ક ટેન્ક એટલાન્ટિક કાઉન્સિલના કહેવા પ્રમાણે 2024 પછી છેક 2048માં જ આ પ્રકારનો…

સેન્સેક્સમાં 358 ને નિફ્ટીમાં 105 પોઈન્ટનો ઊછાળો જોવા મળ્યો

પાવર ગ્રીડ, બીપીસીએલ, બ્રિટાનિયા અને હિન્દાલ્કોના શેરના ભાવ ઊંચકાયા, બજાજ ઓટો, બજાજ ફાઈનાન્સ, એચસીએલ ટેક અને એક્સિસ બેંકના શેરમાં નબળાઈ મુંબઈગુરુવારે શેરબજારમાં ટ્રેડિંગમાં ઘણો ઉતાર-ચઢાવ નોંધાયો હતો. બીએસઈ સેન્સેક્સ ક્યારેક લાલ અને ક્યારેક લીલા રંગમાં રહ્યો હતો. ટ્રેડિંગના અંતે બીએસઈ સેન્સેક્સ 358 પોઈન્ટના ઉછાળા સાથે 70865ના સ્તરે બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી 50 ઈન્ડેક્સ 105…

એન્ટોઈન ગ્રીઝમેન એટ્લેટિકો ડી મેડ્રિડના ઈતિહાસમાં લુઈસ એરાગોનેસ સાથે મેળ ખાતો ટોપ સ્કોરર બન્યો

ફ્રેન્ચ ખેલાડીએ ગેટાફે સીએફ સામે બે વખત ગોલ કરીને 173 ગોલના ઐતિહાસિક આંકડા સુધી પહોંચ્યો હતો. એસ્ટાડિયો સિવિટાસ મેટ્રોપોલિટનો ખાતે બુધવારે ઈતિહાસ રચાયો હતો, જ્યાં એન્ટોઈન ગ્રીઝમેને લુઈસ એરાગોનેસના 173 ગોલની બરાબરી કરી હતી અને એટ્લેટિકો ડી મેડ્રિડના ઈતિહાસમાં સંયુક્ત-ટોચનો સ્કોરર બન્યો હતો. આ પ્રભાવશાળી આંકડા સુધી પહોંચવા માટે ફ્રેન્ચ ખેલાડીએ ગેટાફે સીએફ સામે 3-3ની…

ભારતનું ત્રિમાસિક દેવું 205 લાખ કરોડને આંબી ગયું

ડૉલરની કિંમતમાં આવેલો ઉછાળો પણ આ દેવું વધવાનાં કારણોમાં સામેલ નવી દિલ્હી હાલમાં ભારત ભલે દુનિયામાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે પણ શું તમને ખ્યાલ છે કે ભારત પર કેટલું દેવું છે? ભારત પર દેવું વધતું જઈ રહ્યું છે. એક રિપોર્ટમાં દાવો કરાયો હતો કે દેશ પર ચાલુ નાણાકીય વર્ષ જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિકમાં કુલ દેવું વધીને…

નવાઝને અયોગ્ય ઠેરવનારા જજના ઘર પર ગ્રેનેડથી હુમલો

હુમલામાં બે પોલીસકર્મી ઘાયલ થયા લાહોર નવાઝ શરીફના પાકિસ્તાન પરત ફરવાથી રાજકીય માહોલ બદલાઈ રહ્યો છે. એવામાં ગઈ કાલે બુધવારે સાંજે લાહોરમાં પાકિસ્તાનના પૂર્વ ચીફ જસ્ટિસ સાકિબ નિસારના ઘર પર ગ્રેનેડ વડે હુમલો થયો હતો. આ હુમલામાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. વર્ષ 2017માં સાકિબ નિસારની અધ્યક્ષતાવાળી બેંચે પનામા પેપર્સ કેસમાં પૂર્વ વડાપ્રધાન નવાઝને અયોગ્ય…

ભારત ફ્રાન્સ પાસેથી 26 રાફેલ મરીન એરક્રાફ્ટ ખરીદશે

ભારતને રાફેલ મરીન ફાઈટર એરક્રાફ્ટને વહેલી તકે ઓપરેશનલ સર્વિસમાં સામેલ કરવા અપેક્ષા નવી દિલ્હી ભારત ફરી એકવાર ફ્રાન્સ સાથે મોટી ડિફેન્સ ડીલ કરવા જઈ રહ્યું છે. ફ્રાન્સે ભારતીય નૌકાદળ માટે 26 રાફેલ મરીન ફાઈટર જેટ ખરીદવા માટે ટેન્ડર ખોલ્યું છે. ભારતીય પક્ષ હવે તેનો અભ્યાસ કરીને જવાબ આપશે. સૂત્રોના જણાવ્યા મુજબ ભારતને સૌન્ય હાર્ડવેરના વેચાણ…

દિલ્હીમાં  રાતે 10થી 12માં વધુ અકસ્માત થાય છે

2021માં આ બે કલાક દરમિયાન 219 લોકોના મોત થયા હતા ત્યારે બીજી તરફ વર્ષ 2022માં 225 લોકોએ જીવ ગુમાવ્યા નવી દિલ્હી દેશની રાજધાની દિલ્હીના માર્ગો પર રાત્રે 10:00 વાગ્યાથી 12:00 વાગ્યાની વચ્ચે માર્ગ અકસ્માતમાં સૌથી વધુ મોતની ઘટના ગત વર્ષે બની છે. આ ખુલાસો દિલ્હી ટ્રાફિક પોલીસના એક રિપોર્ટમાં થયો છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું…

સશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સની સર્વિસ ઠપ થઈ ગઈ

લગભગ 2500 યુઝર્સે થોડી જ મિનિટોમાં ડાઉન ડિટેક્ટર પર ફરિયાદ કરી વોશિંગ્ટન ઈલોન મસ્કનું સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (ટ્વીટર) ડાઉન હોવાના અહેવાલ મળી રહ્યા છે. આજે સવારથી યુઝર્સ એક્સ પર કોઈપણ પોસ્ટ જોઈ શકતા નથી. આ સમસ્યાનો સામનો વેરિફાઈડ અને અન-વેરિફાઈડ એમ બંને યુઝર્સ કરી રહ્યા છે. એક્સ ઓપન કરવા પર વેલકમ ટૂ એક્સ! લખેલું…

સાંસદોના સસ્પેન્શ મુદ્દે વિપક્ષી સાંસદોની સંસદથી વિજય ચોક સુધી કૂચ

143 સાંસદોને ગૃહમાંતી સસ્પેન્ડ કરવા સામે વિપક્ષોનો જોરદાર વિરોધ નવી દિલ્હી સંસદમાંથી સસ્પેન્ડ કરાયેલા સાંસદોએ સંસદની સુરક્ષામાં ચૂક મામલે આજે સરકાર પર આક્રમક વલણ અપનાવતા વિપક્ષી સાંસદોએ સંસદ ભવનથી વિજય ચોક સુધી કૂચ કરી રહ્યા છે. આ કૂચ 140થી સાંસદોના સસ્પેન્શન વિરુદ્ધ કરવામાં આવી રહી છે. આ કૂચ મામલે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું…

લોકતંત્રના મંદિરને જ શ્મશાન ઘાટમાં ફેરવી નખાયુઃ ઉદ્ધવ

વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહને લોકતંત્ર, બંધારણ અને વ્યક્તિગત સ્વતંત્રતા સાથે કોઈ પ્રેમ નથી, વડાપ્રધાન બોલે છે કંઈક અને કરે છે કંઈક મુંબઈ ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેના (યુબીટી) એ તેના મુખપત્ર સામનામાં એક લેખ દ્વારા સંસદમાંથી 143 સાંસદોને સસ્પેન્ડ કરવા મામલે ભાજપ સામે આકરા પ્રહારો કર્યા હતા. તેમાં લખ્યું છે કે વડાપ્રધાન મોદી અને…

લલિત ઝાના ઘરની બહાર ક્રાંતિકારી યોદ્ધાના પોસ્ટર્સ લાગ્યા

મુંબઈ અને હરિયાણાના બે અજાણ્યા વ્યક્તિ લલિતના ઘરે આવ્યા અને થોડી વાતચીત બાદ ઘરની બહાર પોસ્ટર્સ લગાવીને ચાલ્યા ગયા દરભંગા સંસદની સુરક્ષામાં ચૂકના માસ્ટરમાઈન્ડ દરભંગાના બહેડાના પોલીસ સ્ટેશન વિસ્તારના રામપુર ઉદય ગામના લલિત ઝાના ઘરની બહાર લગાવવામાં આવેલા પોસ્ટરે નવો વિવાદ ઉભો કરી દીધો છે. લલિત ઝાના ભાઈ હરિદર્શન ઝા ઉર્ફે સોનૂએ જણાવ્યું કે, બુધવારે…

અકસ્માત કરીને ભાગી જનારને 10 વર્ષની સજા થશે

અકસ્માત સર્જનાર વ્યક્તિ ઘાયલને હોસ્પિટલ લઈ જશે તો સજા ઓછી થઇ જશે નવી દિલ્હી રોડ પર અકસ્માત કરીને ભાગી જનારા લોકો માટે મોટા સમાચાર છે. આ ગંભીર મુદ્દા બાબતે સરકાર દ્વારા મોટું પગલું ભરવામાં આવ્યું છે. ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં આ કાયદા અંગે માહિતી આપી આપતા જણાવ્યું હતું કે રોડ અકસ્માત કરનાર કોઈ વ્યક્તિ અકસ્માત…

યુઝર્સ પાસેથી વધુ ચાર્જ વસૂલવા બદલ ગુગલને 70 કરોડ ડોલરનો દંડ

દંડમાંથી 63 કરોડ ડોલર લોકોમાં વહેંચવામાં આવશે અને બાકીના 7 કરોડ ડોલર એક ફંડમાં જમા થશે વોશિંગ્ટન વિશ્વની સૌથી મોટી ટેક કંપની ગૂગલને ફરી એક મોટો ઝટકો લાગ્યો છે. કંપની પર અમેરિકાની એક કોર્ટે 70 કરોડ ડોલરની દંડ ફટકાર્યો છે. જેમાંથી 63 કરોડ ડોલર લોકોમાં વહેંચવામાં આવશે અને બાકીના 7 કરોડ ડોલર એક ફંડમાં જમા…

માઉસ ફિવરથી રશિયાના સૈનિકોની લડવાની ક્ષમતામાં ઘટાડો

આ બીમારીને કારણે લોકોની આંખમાંથી લોહી વહેવા માંડે છે, માથું દુઃખે છે અને દિવસમાં અનેકવાર વોમિટિંગ થાય છે મોસ્કો યુક્રેને દાવો કર્યો છે કે એક બીમારીને કારણે રશિયન સૈનિકોમાં લડવાની ક્ષમતા ખતમ થઈ રહી છે. આ બીમારીને કારણે લોકોની આંખમાંથી લોહી વહેવા માંડે છે, માથું દુઃખે છે અને દિવસમાં અનેકવાર વોમિટિંગ થાય છે. યુક્રેનના મુખ્ય…

22 જાન્યુઆરીના કાર્યક્રમ માટે સોનિયા-ખડગેને પણ આમંત્રણ મોકલાયા

હજુ સુધી રાહુલ ગાંધી કે પ્રિયંકા ગાંધી કે પછી વિપક્ષના અન્ય નેતાઓ વિશે કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી નવી દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગે અને સોનિયા ગાંધીને અયોધ્યામાં નિર્માણ પામી રહેલા રામમંદિરના નવા ભવનમાં આયોજિત થનાર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લેવા માટે આમંત્રણ આપી દેવાયું છે. અયોધ્યામાં આ કાર્યક્રમ 22 જાન્યુઆરી 2024ના રોજ થવાનો…

ઉશ્કેરણી કરાશે તો પરમાણુ બોમ્બ ઝિંકતા વાર નહીં લાગેઃ કિમજોંગ

અમેરિકા અને દ.કોરિયા એકસાથે પરમાણુ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હોવાથી કિમ જોંગ ભડક્યાં પ્યોંગયંગ દુનિયા હાલમાં બે મહાયુદ્ધ જોઈ રહી છે. આશરે બે વર્ષથી યુક્રેન અને રશિયા વચ્ચે તો બીજી બાજુ ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા બે મહિના કરતાં વધુ સમયથી યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે. દરમિયાન ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગની ધમકીએ…

…તો ત્યાંની કાનૂની પેઢીઓને ભારતમાં કામ નહીં કરવા દેવાયઃમેઘવાલ

અર્જુન રામ મેઘવાલે આ મામલે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા તૈયાર કરાયેલા દિશાનિર્દેશોનો હવાલો આપી લોકસભામાં આ માહિતી આપી નવી દિલ્હી જો કોઈ દેશમાં ભારતીય વકીલ કે તેમને લગતી ફર્મને વકીલાત કરવામાં પરેશાન કરાશે કે તેમની સામે અવરોધો પેદા કરાશે તો તે દેશના વકીલોને કે પછી ત્યાંની કાનૂની પેઢીઓને ભારતમાં વકીલાત કરવા નહીં દેવાય.  કેન્દ્રીય…