વાંસ અને લાકડામાં જીવંત બની પરંપરાગત કળા: ભારત પર્વમાં પોરબંદરના એન્થોની જોશેફની અનોખી સફર
પિતા પાસેથી વારસામાં મળેલી હસ્તકલાને આધુનિક ઓળખ આપી; વર્કશોપના માધ્યમથી આશરે 70 લોકોને રોજગારી, વાંસની કલાકૃતિઓ અને લાકડાનાં રમકડાંની ગુજરાતનાં પ્રવાસન તથા ધાર્મિક સ્થળોએ ભારે માંગ એકતાનગર: સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે યોજાઈ રહેલા ભારત પર્વ-2026માં દેશની વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક વિરાસત, પરંપરાગત હસ્તકલા અને હેન્ડલૂમની સમૃદ્ધિ એક જ મંચ પર જોવા મળી રહી છે. ‘શક્તિ ઓફ…
