શુદ્ધ અને ભેળસેળમુક્ત ખોરાક મેળવવો ગુજરાતના નાગરિકોનો હક: આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા

નવરાત્રિ દરમિયાન રાજ્યભરમાં મોબાઈલ ફૂડ ટેસ્ટિંગ વાન કાર્યરત રહેશે; 1,407 હોસ્ટેલ-કેન્ટીનની તપાસમાં 328ને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ, 5નાં લાયસન્સ સસ્પેન્ડ ગાંધીનગર: નવરાત્રિ પર્વ દરમિયાન અને ત્યારબાદ પણ રાજ્યના નાગરિકોને શુદ્ધ, સાત્વિક અને ભેળસેળમુક્ત ખાદ્યપદાર્થો મળી રહે તે સુનિશ્ચિત કરવા ગુજરાત સરકાર દ્વારા ખાદ્ય સુરક્ષાને લઈને વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આ હેતુથી આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ…

ચાલુ વાહને મૂવી, વીડિયો કોલ અને મોબાઈલ પર વાતો કરવી! ગુજરાતમાં ટ્રાફિકના બેફામ વર્તન સામે હાઈકોર્ટ લાલઘૂમ

‘હેલ્મેટના નિયમોનો અમલ કેમ નહીં?’ ગુજરાત હાઈકોર્ટની સરકાર અને પોલીસને આકરી ટકોર; 650 ટ્રાફિક જવાનોની ભરતી અને TRB જવાનોને વિશેષ તાલીમ આપવા સરકારની રજૂઆત અમદાવાદ ગુજરાતમાં ટ્રાફિકની કથળતી સ્થિતિ અને માર્ગ સુરક્ષાના નિયમોના થઈ રહેલા ઉલ્લંઘન સામે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા, હેલ્મેટના નિયમોના…

એચસીજી ફાઉન્ડેશનના ‘આરંભ ગરબા 4.0’માં પરંપરા અને સેવાકાર્યનો અનોખો સંગમ

ગરબાની રમઝટ સાથે કેન્સર, હૃદયરોગ અને ગંભીર બીમારીઓથી પીડિત દર્દીઓને સહાય કરવાનો સંકલ્પ; અત્યાર સુધીમાં 2,500થી વધુ દર્દીઓને મદદ મળી છે અમદાવાદ ગુજરાતી સંસ્કૃતિ, પરંપરા અને સંગીતની રંગત સાથે માનવસેવાનો ઉમદા સંદેશ આપતા એચસીજી ફાઉન્ડેશન દ્વારા ‘આરંભ ગરબા 4.0’નું આયોજન કરવામાં આવ્યું હતું. 8 ઓક્ટોબર, 2026ના રોજ અમદાવાદના સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં…

અમદાવાદમાં ‘The Pink Run 2.0’માં 2,500થી વધુ લોકો જોડાયા, બ્રેસ્ટ કેન્સર જાગૃતિનો સંદેશ આપ્યો

5, 10 અને 15 કિમીની દોડ દ્વારા બ્રેસ્ટ હેલ્થ, વહેલી તપાસ અને સમયસર સારવાર અંગે જાગૃતિ ફેલાવાઈ અમદાવાદ બ્રેસ્ટ કેન્સર અંગે જાગૃતિ ફેલાવવા અને મહિલાઓને બ્રેસ્ટ હેલ્થ પ્રત્યે સજાગ બનાવવાના હેતુથી HCG Aastha Cancer Centre દ્વારા અમદાવાદમાં ‘The Pink Run 2.0’નું આયોજન કરવામાં આવ્યું હતું. આશા, હિંમત અને જાગૃતિના સંદેશ સાથે યોજાયેલી આ દોડમાં 2,500થી…

ગુજરાતમાં 41.20 લાખથી વધુ જૂના વાહનોનો ખડકલો, સ્ક્રેપ પોલિસી છતાં લોકો વાહન ભંગારમાં આપવા તૈયાર નહીં

રોડ ટેક્સમાં રાહતનું ‘ગાજર’ પણ ન ચાલ્યું; નવા વાહનોની ઊંચી કિંમત અને ઓછા વળતરે સરકારી યોજના સામે પડકાર અમદાવાદ: ગુજરાતમાં 15 વર્ષથી વધુ જૂના વાહનોની સંખ્યા 41.20 લાખને પાર પહોંચી ગઈ છે. આ જૂના અને ખખડધજ વાહનો રસ્તા પર અકસ્માતનું જોખમ વધારવાની સાથે હવાનું પ્રદૂષણ વધારવામાં પણ ભાગ ભજવી રહ્યા છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર…

ફિનલેન્ડમાં નોકરી અપાવવાના નામે કડીના દંપતી સાથે ₹28 લાખની છેતરપિંડી, મુંબઈ એરપોર્ટ પહોંચતાં ભાંડો ફૂટ્યો

નકલી વિઝા અને જોબ ઓફર લેટર આપી તબક્કાવાર રૂપિયા પડાવ્યા; સોલા પોલીસે ટ્રાવેલ્સ સંચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી અમદાવાદ: વિદેશમાં નોકરી અપાવવાની લાલચ આપી લોકો સાથે છેતરપિંડીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે અમદાવાદમાં ફિનલેન્ડમાં નોકરી અને વર્ક પરમિટ અપાવવાના નામે કડીના એક દંપતી સાથે રૂ. 28 લાખની છેતરપિંડી થયાનો કિસ્સો સામે આવ્યો…

અમદાવાદ SOGનો મોટો સપાટો: રિક્ષામાંથી 90 પડીકીઓ ગાંજા સાથે 45 વર્ષીય ડ્રાઈવર ઝડપાયો

વાસણા APMC મેટ્રો સ્ટેશન નજીક SOGની કાર્યવાહી; 184 ગ્રામ ગાંજા સહિત રૂ.64,700નો મુદ્દામાલ જપ્ત, બે શખ્સો સામે તપાસ અમદાવાદ અમદાવાદ શહેરમાં નશીલા પદાર્થોના ગેરકાયદે વેચાણ સામે પોલીસ દ્વારા ચાલી રહેલી કાર્યવાહી વચ્ચે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. વાસણા APMC મેટ્રો સ્ટેશન નજીક વોચ ગોઠવી પોલીસે એક ઓટોરિક્ષા ચાલકને 184 ગ્રામ…

લદાખની સુંદરતા તસવીરોમાં કંડારતી ‘JULLEY’ : 2 ઓક્ટોબરથી ફોટોગ્રાફર સૌરભ દેસાઈની બુકનું વિમોચન અને ફોટો એક્ઝિબિશન

15 વર્ષની લદાખ, ઝંસ્કાર અને સ્પિતિની સફરના અનુભવોનું પ્રતિબિંબ; સત્ય આર્ટ ગેલેરીમાં 31 ઓક્ટોબર સુધી પ્રદર્શન અમદાવાદ જાણીતા ફોટોગ્રાફર સૌરભ દેસાઈની લદાખના કુદરતી સૌંદર્ય, દુર્લભ વન્યજીવો અને સ્થાનિક સંસ્કૃતિને રજૂ કરતી ફોટોગ્રાફી બુક ‘JULLEY’નું વિમોચન તથા ફોટો એક્ઝિબિશન તા. 2 ઓક્ટોબરથી અમદાવાદમાં યોજાશે. નવજીવન ટ્રસ્ટની સત્ય આર્ટ ગેલેરી ખાતે યોજાનાર આ પ્રદર્શન તા. 31 ઓક્ટોબર…

ગુજરાતમાં CPR જાગૃતિ માટે એચસીજી હોસ્પિટલ્સના 85 તાલીમ સેશન

રાજકોટ, ભાવનગર અને અમદાવાદની 50થી વધુ શાળાઓ-કોલેજોના 8,000થી વધુ વિદ્યાર્થીઓને ઇમરજન્સી રિસ્પોન્સ અને જીવનરક્ષક કૌશલ્યોની તાલીમ અમદાવાદ વિશ્વ હૃદય દિવસ નિમિત્તે એચસીજી હોસ્પિટલ્સ દ્વારા Etheos Foundationની પહેલ SHILPના સહયોગથી ગુજરાતમાં CPR અને Basic Life-Saving Trainingની વિશેષ પહેલ યોજવામાં આવી હતી. સમગ્ર સપ્ટેમ્બર દરમિયાન રાજકોટ, ભાવનગર અને અમદાવાદમાં યોજાયેલા કુલ 85 તાલીમ સેશન દ્વારા 50થી વધુ…

અમદાવાદમાં ‘માયોસાઇટિસ અવેરનેસ પ્રોગ્રામ’ યોજાયો

સમયસર નિષ્ણાતની સલાહથી માયોસાઇટિસમાં 80% દર્દીઓમાં નોંધપાત્ર સુધારો : અભ્યાસ અમદાવાદ વિશ્વ માયોસાઇટિસ દિવસ નિમિત્તે Rheumatology Association Gujarat અને Myoin Societyના સંયુક્ત ઉપક્રમે તથા ‘અંતરધ્વનિ’ના માર્ગદર્શન હેઠળ અમદાવાદમાં ‘Living Stronger with Myositis’ થીમ આધારિત દર્દી જાગૃતિ અને સહાયક સત્ર યોજાયું હતું. કાર્યક્રમમાં માયોસાઇટિસથી પ્રભાવિત દર્દીઓ, તેમના પરિવારજનો, કેરગિવર્સ અને રુમેટોલોજી નિષ્ણાત તબીબો એકત્ર થયા હતા….

યુવાધનનો ભક્તિ અને તપનો અનોખો રંગ: BAPS અમદાવાદના 1,400થી વધુ યુવક-યુવતીઓએ શ્રાવણમાં કઠોર વ્રત-તપ કર્યા

ચાન્દ્રાયણ, ધારણા-પારણા અને એકટાણા જેવા કઠિન તપ દ્વારા યુવાનોની ભક્તિ અને સંયમનું પ્રદર્શન | ભગવાન શ્રી સ્વામિનારાયણ અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજ પ્રત્યે અનન્ય ભક્તિ અદા કરી અમદાવાદ: ડિજિટલ અને આધુનિક યુગમાં યુવા પેઢી ભૌતિક સુખ-સગવડ તરફ આકર્ષાતી હોવાની ચર્ચા વચ્ચે અમદાવાદના BAPS સ્વામિનારાયણ મંદિર સાથે જોડાયેલા 1,400થી વધુ યુવક-યુવતીઓએ શ્રાવણ માસ દરમિયાન ભક્તિ, સંયમ…

ચા ઉદ્યોગમાં વ્યવસાયથી આગળ મૂલ્યોનો વારસો રચનારા ‘દિગ્ગજ’ પીયૂષભાઈ દેસાઈ

‘વાઘ બકરી’ ટી ગ્રુપના ચેરમેન પીયૂષભાઈ દેસાઈનું 15 સપ્ટેમ્બરે અવસાન, છ દાયકાથી વધુનો ચા ઉદ્યોગનો અનુભવ અને અનેક સંસ્થાઓના ઘડતરમાં મહત્વનું યોગદાન અમદાવાદ: ભારતીય ચા ઉદ્યોગના વરિષ્ઠ અને પ્રતિષ્ઠિત વ્યક્તિત્વ તથા ‘વાઘ બકરી’ ટી ગ્રુપના ચેરમેન પીયૂષભાઈ દેસાઈનું 15 સપ્ટેમ્બર 2026ના રોજ નિધન થયું છે. છ દાયકાથી વધુ સમય સુધી ચા ઉદ્યોગ સાથે જોડાયેલા પીયૂષભાઈ…

વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ 2026: ફાઇનલ્સના પ્રથમ દિવસે ભારતની શાનદાર શરૂઆત સાથે 7 મેડલ ખાતામાં

ભારતે 2 ગોલ્ડ, 2 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ જીત્યા; પુરુષોની બંને ટીમ ઇવેન્ટમાં ભારતીય તીરંદાજોનો દબદબો અમદાવાદ વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ 2026ના ફાઇનલ્સના પ્રથમ દિવસે યજમાન ભારતે શાનદાર પ્રદર્શન કરતાં કુલ 7 મેડલ પોતાના નામે કર્યા છે. ભારતીય તીરંદાજોએ રિકર્વ, કમ્પાઉન્ડ અને W1 કેટેગરીમાં 2 ગોલ્ડ, 2 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ જીતીને ઘરઆંગણે…

કોડીનયુક્ત દવાઓના ગેરકાયદે વેચાણ સામે ગુજરાતમાં તંત્રની લાલ આંખ

રાજ્યવ્યાપી સ્પેશ્યલ ડ્રાઇવમાં ₹83 લાખથી વધુનો જથ્થો પ્રતિબંધિત, 7 પેઢીઓને નોટિસ; એકનો દવા વેચાણનો પરવાનો રદ ગાંધીનગર: કોડીન ઘટક ધરાવતી દવાઓના ગેરકાયદેસર ઉપયોગ, અનધિકૃત સંગ્રહ અને વેચાણ સામે ગુજરાતના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યવ્યાપી વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની સૂચનાના પગલે 1 સપ્ટેમ્બર, 2026થી શરૂ કરાયેલી આ કાર્યવાહીમાં…

હીરામણિ હાયર સેકંડરી સ્કૂલમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી

કૃષ્ણ ભગવાનની આરતી અને મટકી ફોડ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક લીધો ભાગ અમદાવાદ વૈષ્ણવદેવી સર્કલ પાસે આવેલી હીરામણિ હાયર સેકંડરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ) ખાતે જન્માષ્ટમી મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ધોરણ ૮થી ૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા તેમજ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાથી વિદ્યાર્થીઓને પરિચિત કરવાના હેતુથી કૃષ્ણ ભગવાનની આરતી તથા મટકી ફોડ સ્પર્ધાનું આયોજન…

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 41મા રાષ્ટ્રીય ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી

વધુમાં વધુ લોકોને નેત્રદાન માટે પ્રેરિત કરવા જનજાગૃતિ જરૂરી : આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા અમદાવાદ: અમદાવાદ સિવિલ હોસ્પિટલ, અસારવા ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની ઉપસ્થિતિમાં 41મા રાષ્ટ્રીય ચક્ષુદાન પખવાડિયા અંતર્ગત ચક્ષુદાન અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં નેત્રદાનના મહત્વ અંગે લોકોને જાગૃત કરી વધુમાં વધુ નાગરિકોને નેત્રદાન માટે સંકલ્પબદ્ધ થવા અપીલ કરવામાં આવી હતી. આ…

અમદાવાદમાં બનાવટી દવાના વેચાણ સામે ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કડક કાર્યવાહી

30થી વધુ મેડિકલ સ્ટોર અને એજન્સીઓમાં તપાસ; નકલી ‘નિકાર્ડિયા રિટાર્ડ-10’ના 1,250 ટેબ્લેટ જપ્ત, રૂ.1.70 લાખનો શંકાસ્પદ દવાનો જથ્થો પ્રતિબંધિત અમદાવાદ રાજ્યના નાગરિકોને ગુણવત્તાયુક્ત અને સલામત દવાઓ મળી રહે તે માટે ગુજરાત સરકારના ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ બનાવટી, ડુપ્લિકેટ અને ગેરકાયદેસર દવાઓના વેચાણ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની સૂચના…

‘સ્વાગતમ્ કૃષ્ણ 2026’ : ઇસ્કોન સમગ્ર ગુજરાતમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમીનો આધ્યાત્મિક સંદેશ પહોંચાડશે

ભાડજ હરેકૃષ્ણ મંદિર ખાતે 23થી 28 ઓગસ્ટ સુધી ઝુલન મહોત્સવ, 4 સપ્ટેમ્બરે ભવ્ય જન્માષ્ટમી મહોત્સવ; અમદાવાદ સહિત ગુજરાતના અનેક શહેરોમાં આધ્યાત્મિક-સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે અમદાવાદ ઇસ્કોન હરેકૃષ્ણ મંદિર, ભાડજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રીકૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જન્માષ્ટમીના આધ્યાત્મિક સંદેશને મંદિરની બહાર સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવાના હેતુથી…

કર્ણાવતી મ્યુનિસિપલ કતલખાનું કાયમી બંધ કરવાની VHPની માગ, ધાર્મિક પર્વો દરમિયાન પણ બંધ રાખવા રજૂઆત

શ્રાવણ માસ અને ગણેશોત્સવ વચ્ચે વિશ્વ હિન્દુ પરિષદનું મહાનગરપાલિકા સમક્ષ આવેદનપત્ર; ઈસનપુરમાં માંસ ફેંકવાની ઘટનાને ગંભીર ગણાવી કાયદેસરની કાર્યવાહીની માગ અમદાવાદકર્ણાવતી મહાનગરમાં મ્યુનિસિપલ કતલખાનાને કાયમી ધોરણે બંધ કરવાની માંગ ઉઠી છે. વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા કણૉતરી મહાનગરપાલિકાના મેયર તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને આવેદનપત્ર પાઠવી આ માંગ કરવામાં આવી છે. શ્રાવણ માસ, શ્રી ગણેશોત્સવ તથા…

હાર્ટ ફેલ્યોર કે સ્ટ્રોક પહેલાં જ ડૉક્ટરને મળશે એલર્ટ! મૈરિંગો CIMSમાં AI આધારિત 24×7 મોનિટરિંગથી 115થી વધુ હાઈ-રિસ્ક દર્દીઓના જીવ બચ્યા

ગુજરાતમાં પ્રથમ વખત AI આધારિત રિમોટ પેશન્ટ મોનિટરિંગ સિસ્ટમ શરૂ; 6,551થી વધુ હાઈ-રિસ્ક દર્દીઓનું સતત નિરીક્ષણ, ઇમરજન્સી પહેલાં જ ડૉક્ટરોને મળે છે ચેતવણી અમદાવાદ: ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રે ટેક્નોલોજીનો વધુ એક મહત્વપૂર્ણ પડાવ પાર કરતાં મૈરિંગો CIMS હોસ્પિટલ્સે રાજ્યની પ્રથમ 24×7 AI આધારિત રિમોટ પેશન્ટ મોનિટરિંગ સિસ્ટમ શરૂ કરી છે. આ અત્યાધુનિક સિસ્ટમ હાર્ટ ફેલ્યોર, સ્ટ્રોક,…