ચીખલીમાં રૂ.46.53 કરોડની 100 બેડની સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું લોકાર્પણ

સી.આર. પાટીલના હસ્તે નવનિર્મિત હોસ્પિટલ પ્રજાજનો માટે ખુલ્લી મૂકાઈ; 3થી 5 લાખની વસ્તીને આધુનિક આરોગ્ય સેવાઓનો સીધો લાભ મળશે નવસારી નવસારી જિલ્લાના ચીખલી ખાતે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રૂ.46.53 કરોડના ખર્ચે નિર્મિત 100 બેડની અદ્યતન સુવિધાસભર સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું લોકાર્પણ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આદિજાતિ વિકાસ…

આલીપોર PHCની આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ લીધી ઓચિંતી મુલાકાત

સ્વચ્છતા, દવાઓ, સ્ટાફ અને પાયાની સુવિધાઓનું સ્થળ પર નિરીક્ષણ; કામગીરીથી પ્રભાવિત થઈ આરોગ્ય કર્મીઓ અને સફાઈ કર્મયોગીઓને સાલ ઓઢાડી સન્માન કર્યું ચીખલી રાજ્યના ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારો સુધી ગુણવત્તાયુક્ત, સુલભ અને સંવેદનશીલ આરોગ્ય સેવાઓ પહોંચાડવાના પ્રયાસોના ભાગરૂપે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના આલીપોર સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુલાકાત લીધી હતી. આ…

પ્રાકૃતિક ખેતી માત્ર વિકલ્પ નહીં, આવનારી પેઢીઓને બચાવવાનો પવિત્ર મહાયજ્ઞ: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

લોકભવન ખાતે મીડિયા પ્રતિનિધિઓ સાથે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો; ગુજરાતમાં 8 લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા ગાંધીનગર ગાંધીનગરના લોકભવન સ્થિત મહર્ષિ દયાનંદ સભામંડપ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં રાજ્યના વરિષ્ઠ પત્રકારો, તંત્રીઓ અને સંપાદકો માટે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો હતો. પ્રસંગે કૃષિ મંત્રી જીતુ વાઘાણી, કૃષિ વિભાગના અગ્ર સચિવ આર.સી. મીણા, માહિતી અને…

ટીબી હારશે, દેશ જીતશે: ગુજરાતમાં ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં અને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની ઉપસ્થિતિમાં લોકભવન ખાતે સમીક્ષા બેઠક; 100 નવા TrueNAT અને 294 પોર્ટેબલ એક્સ-રે મશીનો ખરીદાશે ગાંધીનગર: દેશને સંપૂર્ણપણે ટીબી મુક્ત બનાવવાના સંકલ્પને સાકાર કરવા ગુજરાત સરકાર દ્વારા હાથ ધરાઈ રહેલી કામગીરીની આજે લોકભવન ખાતે ઉચ્ચ સ્તરીય સમીક્ષા કરવામાં આવી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં અને આરોગ્ય મંત્રી…

હોસ્ટેલ-કેન્ટીનમાં રાજ્યવ્યાપી સ્પેશિયલ ડ્રાઈવ: 128 સ્થળોની તપાસ, 38ને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ

પી.પી. સવાણી હોસ્ટેલની ફૂડ પોઈઝનિંગ ઘટનાના પગલે આરોગ્ય વિભાગ સક્રિય; 11 ખાદ્ય નમૂના લેવાયા, 4 હોસ્ટેલ-કેન્ટીન સ્વયંભૂ બંધ ગાંધીનગર સુરતની પી.પી. સવાણી હોસ્ટેલમાં તાજેતરમાં બનેલી ફૂડ પોઈઝનિંગની ઘટનાને રાજ્ય સરકારે ગંભીરતાથી લીધી છે. વિદ્યાર્થીઓ અને નાગરિકોના આરોગ્યની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ રાજ્યભરમાં હોસ્ટેલ અને કેન્ટીનની સઘન તપાસ હાથ ધરવા ખોરાક અને…

નર્મદામાં ‘સેવા સંકલ્પ અભિયાન’ની બાઈક યાત્રા, સ્ટેચ્યુ ઓફ યુનિટીથી પવિત્ર નર્મદા જળ સાથે પ્રસ્થાન

મંત્રી પ્રફુલપાનસેરિયા અને નાયબ દંડક વિજય પટેલ યાત્રામાં જોડાયા; તિલકવાડામાં લાભાર્થી સંવાદ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો રાજપીપળા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જાહેર જીવન અને સેવા કાર્યકાળનાં 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત બાઈક યાત્રા નર્મદા જિલ્લામાં બીજા દિવસે પહોંચી હતી. નવસારી જિલ્લાના ઉનાઈ માતાજી મંદિરેથી 13 સપ્ટેમ્બરે શરૂ થયેલી આ યાત્રાએ નર્મદા…

હોસ્ટેલ-કેન્ટીનમાં આરોગ્ય વિભાગની સ્પેશ્યલ ડ્રાઇવ: 200 સ્થળે તપાસ, 61 ઇમ્પ્રુવમેન્ટ નોટિસ

પી.પી. સવાણી હોસ્ટેલની ફૂડ પોઇઝનિંગ ઘટનાના પગલે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના આદેશ; 10 હોસ્ટેલ-કેન્ટીન સ્વયંભૂ બંધ, એક લાયસન્સ સસ્પેન્ડ ગાંધીનગર સુરતના અબ્રામા વિસ્તારમાં આવેલી પી.પી. સવાણી શાળાની હોસ્ટેલમાં ફૂડ પોઇઝનિંગની ગંભીર ઘટના બાદ રાજ્ય સરકારે સમગ્ર મામલાને ગંભીરતાથી લીધો છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ રાજ્યની હોસ્ટેલ અને કેન્ટીનમાં ખોરાકની ગુણવત્તા તથા સ્વચ્છતાની ચકાસણી માટે ખોરાક…

હાઈવેથી સુરત શહેરને જોડતા ટી.પી. રસ્તાઓ તાત્કાલિક ખુલ્લા કરવા તંત્રને સૂચના

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં સુરત અને સુડા હદ વિસ્તારની કનેક્ટિવિટી અંગે સમીક્ષા બેઠક યોજાઈ સુરત જનસુવિધાઓને વધુ સશક્ત અને સુલભ બનાવવાના હેતુથી સુરત શહેર અને સુડા હદ વિસ્તારમાં હાઈવેથી શહેરને જોડતા ટી.પી. (ટાઉન પ્લાનિંગ) રસ્તાઓના તત્કાલ આયોજન અંગે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં સંકલન અને સમીક્ષા બેઠક યોજાઈ હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ…

પી.પી. સવાણી હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગ બાદ રાજ્યભરની હોસ્ટેલોના કિચનની સઘન તપાસ

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના કડક આદેશ : SOPનું પાલન નહીં કરનાર સામે કાયદેસરની કાર્યવાહી થશે સુરત સુરતના અબ્રામા સ્થિત પી.પી. સવાણી હોસ્ટેલમાં રાત્રિભોજન બાદ 100થી વધુ વિદ્યાર્થીઓની તબિયત લથડવાની ઘટનાને આરોગ્ય વિભાગે ગંભીરતાથી લીધી છે. ઘટનાની જાણ થતાં જ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ તાત્કાલિક ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને સમયસર સારવાર મળી…

ગુજરાતમાં ભેળસેળિયા માફિયાઓ સામે સરકારની લાલ આંખ, એનાલોગ પનીર પર સંપૂર્ણ પ્રતિબંધ

એનાલોગ પનીરના પ્રોડક્શન, વેચાણ અને પરિવહન પર કડક રોક; ૫ ફેક્ટરીઓ સીલ, અનસેફ ખાદ્યપદાર્થો સામે કોર્ટ સુધી કાર્યવાહી ગાંધીનગર: ગુજરાતમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતા ભેળસેળિયા માફિયાઓ સામે રાજ્ય સરકારે કડક કાર્યવાહી શરૂ કરી છે. વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં આરોગ્ય મંત્રી પ્રફુલભા પાનસેરિયાએ સ્પષ્ટ ચેતવણી આપી હતી કે, રાજ્યમાં એક પણ ભેળસેળિયા માફિયાને સાંખી…

ગુજરાતમાં રક્તપિત્તના કેસોમાં સતત ઘટાડો, નાબૂદીના તમામ કાર્યક્રમો સફળ: આરોગ્ય મંત્રી

આદિવાસી વિસ્તારોમાં સઘન સ્ક્રીનિંગથી વહેલી તકે દર્દીઓની ઓળખ અને સારવાર; રક્તપિત્તગ્રસ્તોને સરકાર દ્વારા વિવિધ સહાય ગાંધીનગર: ગુજરાતમાં રક્તપિત્ત નાબૂદી માટે રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા તમામ કાર્યક્રમો સંપૂર્ણપણે સફળ રહ્યા છે અને તેના પરિણામે રાજ્યમાં રક્તપિત્તના દર્દીઓની સંખ્યામાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં જ્યાં રક્તપિત્તના કેસો નોંધાયા છે, ત્યાં સઘન…

કુડાસણ દુર્ઘટના: ઇજાગ્રસ્તોને શ્રેષ્ઠ સારવારનો આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના કડક નિર્દેશ, હોસ્પિટલની મુલાકાત લીધી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ હરકતમાં, ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ઇજાગ્રસ્તો માટે યુદ્ધના ધોરણે વિશેષ તબીબી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી. ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં આવેલી એક નિર્માણાધીન કોમર્શિયલ બિલ્ડિંગ ખાતે તાજેતરમાં એક ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ રાજ્ય સરકારનું વહીવટી અને આરોગ્ય તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયું છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક અને…

ગુજરાતમાં 6 લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ પૂર્ણ, સર્વાઇકલ કેન્સર સામે મળ્યું સુરક્ષા કવચ

HPV રસીકરણમાં ગુજરાત દેશભરમાં પ્રથમ સ્થાને; કેન્દ્ર સરકાર દ્વારા વધુ 2.72 લાખ ડોઝ ફાળવાયા ગાંધીનગર ગુજરાત સરકારે રાજ્યની કિશોરીઓને સર્વાઇકલ કેન્સર સામે સુરક્ષિત બનાવવા માટે હાથ ધરેલા HPV રસીકરણ અભિયાનમાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. ગત 4 સપ્ટેમ્બર 2026 સુધીમાં રાજ્યભરની 6 લાખથી વધુ કિશોરીઓને હ્યુમન પેપિલોમાવાયરસ (HPV) રસી આપવામાં આવી છે. આરોગ્ય મંત્રી શ્રી…

કોડીનયુક્ત દવાઓના ગેરકાયદે વેચાણ સામે ગુજરાતમાં તંત્રની લાલ આંખ

રાજ્યવ્યાપી સ્પેશ્યલ ડ્રાઇવમાં ₹83 લાખથી વધુનો જથ્થો પ્રતિબંધિત, 7 પેઢીઓને નોટિસ; એકનો દવા વેચાણનો પરવાનો રદ ગાંધીનગર: કોડીન ઘટક ધરાવતી દવાઓના ગેરકાયદેસર ઉપયોગ, અનધિકૃત સંગ્રહ અને વેચાણ સામે ગુજરાતના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યવ્યાપી વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની સૂચનાના પગલે 1 સપ્ટેમ્બર, 2026થી શરૂ કરાયેલી આ કાર્યવાહીમાં…

કામરેજમાં તાપી નદીના ધોવાણ સામે સુરક્ષા પાળાનું કામ પૂર્ણ

માત્ર 30 દિવસમાં યુદ્ધના ધોરણે તૈયાર કરાઈ સુરક્ષા દીવાલ, નદીકાંઠાના પરિવારોને પૂરના જોખમમાંથી મોટી રાહત સુરત કામરેજ વિસ્તારમાં તાપી નદીના કિનારે ધોવાણ સામે રક્ષણ આપતી સુરક્ષા પાળાની કામગીરી પૂર્ણ થતાં નદીકાંઠાના પરિવારોને મોટી રાહત મળી છે. આરોગ્ય રાજ્યમંત્રી અને કામરેજના ધારાસભ્ય પ્રફુલ પાનશેરીયાએ સ્થળ પર પહોંચી સુરક્ષા પાળાની પૂર્ણ થયેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. ગત…

રેસિડેન્ટ ડૉક્ટરોની ફરિયાદ પર આરોગ્ય મંત્રીની ત્વરિત કાર્યવાહી, સાઇકિયાટ્રી વિભાગના એસોસિએટ પ્રોફેસરની બદલી

વડોદરા SSG હોસ્પિટલની સરપ્રાઈઝ વિઝિટ દરમિયાન મળી હતી ગંભીર ફરિયાદો : ડૉ. ચિરાગ બારોટની વડોદરાથી ભાવનગર બદલી અમદાવાદ/વડોદરા વડોદરાની સરકારી મેડિકલ કોલેજ અને SSG હોસ્પિટલની સરપ્રાઈઝ વિઝિટ દરમિયાન સાઇકિયાટ્રી વિભાગના રેસિડેન્ટ ડૉક્ટરો દ્વારા કરવામાં આવેલી ગંભીર ફરિયાદને આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ તાત્કાલિક ધોરણે ગંભીરતાથી લીધી છે. રેસિડેન્ટ ડૉક્ટરોની લેખિત રજૂઆત બાદ આરોગ્ય અને પરિવાર…

વડોદરાની સરકારી હોસ્પિટલમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની ઓચિંતી મુલાકાત, દર્દીઓની સુવિધાનું સ્થળ પર નિરીક્ષણ

HOD, તબીબો, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને દર્દીઓ સાથે સીધો સંવાદ; સેનિટેશન, સ્ટ્રેચર, પંખા સહિતની પાયાની સુવિધાઓ અંગે તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના વડોદરા રાજ્યમાં આરોગ્ય સેવાઓને વધુ સુદૃઢ, સુલભ અને માનવતાસભર બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ વડોદરાની સરકારી હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લઈ વિવિધ વિભાગોની વ્યવસ્થાનું…

‘દ્વિતીય સ્વાસ્થ્ય પરિષદ’ની 26 ભલામણોના ઝડપી અમલીકરણ માટે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક

ભલામણો કાગળ પર નહીં, જમીની સ્તરે પરિણામલક્ષી રીતે અમલમાં આવે તે જરૂરી: આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા ગાંધીનગર: રાજ્યની આરોગ્ય સેવાઓને વધુ સુદૃઢ બનાવી છેવાડાના નાગરિકો સુધી ત્વરિત અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સુવિધાઓ પહોંચાડવાના હેતુથી સ્વર્ણિમ સંકુલ-૨ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં ‘દ્વિતીય સ્વાસ્થ્ય પરિષદ’ની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં પરિષદ દરમિયાન રજૂ થયેલી ૨૬…

નકલી અને ગેરકાયદેસર દવાઓ સામે ગુજરાતમાં ‘ઝીરો ટોલરન્સ’: આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા

FDCAની રાજ્યવ્યાપી કડક કાર્યવાહી: 50 દવા પેઢીઓના લાયસન્સ રદ, 2 ઉત્પાદક પેઢીઓને ક્લોઝર ઓર્ડર; રૂ.93.47 લાખનો 42,988 કિલોથી વધુ શંકાસ્પદ ખાદ્યજથ્થો જપ્ત ગાંધીનગર: ગાંધીનગર સચિવાલય ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDCA) દ્વારા ઓગસ્ટ-2026 દરમિયાન રાજ્યભરમાં હાથ ધરાયેલી કામગીરીની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર…

અમેરિકાના રોબિન્સવિલે સ્થિત સ્વામિનારાયણ અક્ષરધામની મુલાકાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

‘અક્ષરધામમાં ભારતની સંસ્કૃતિ પણ એટલી જ વાઇબ્રન્ટ છે’: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રોબિન્સવિલે, ન્યુ જર્સી: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શનિવાર, 22 ઓગસ્ટ 2026ના રોજ અમેરિકાના ન્યુ જર્સીના રોબિન્સવિલે સ્થિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ અક્ષરધામની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે અક્ષરધામ દ્વારા ભારતની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વિરાસતના પ્રસાર, સમાજસેવા અને સ્વયંસેવકોના નિઃસ્વાર્થ સમર્પણની પ્રશંસા કરી હતી. પુષ્પહારથી મુખ્યમંત્રીનું…