હવે ગુજરાતમાં ખાનગી વાહનોના દસ્તાવેજોની પણ ટોલ પ્લાઝા પર થશે ચકાસણી, નિયમભંગ બદલ ઈ-ચલણ આવશે
ઈ-ડિટેક્શન સિસ્ટમના વ્યાપમાં ખાનગી વાહનોનો સમાવેશ : કેમેરાથી નંબર પ્લેટ સ્કેન કરી PUC, વીમા અને રજિસ્ટ્રેશનની માન્યતા તપાસાશે ગાંધીનગર ગુજરાતમાં હવે ખાનગી વાહનચાલકોએ પણ પોતાના વાહનના દસ્તાવેજો અપડેટ રાખવા પડશે. રાજ્યમાં માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોના અસરકારક અમલીકરણ માટે ટોલ પ્લાઝા પર કાર્યરત ઈ-ડિટેક્શન (E-Detection) સિસ્ટમનો વ્યાપ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધી આ…
