સમાચાર વિશ્વ ન્યૂઝ એજન્સી, સમાચાર ફાઈલ, 06-10-2026, 225થી વધુ અખબારો એજન્સીની સેવાનો લાભ લઈ રહ્યા છે

ગુજરાતમાં 41.20 લાખથી વધુ જૂના વાહનોનો ખડકલો, સ્ક્રેપ પોલિસી છતાં લોકો વાહન ભંગારમાં આપવા તૈયાર નહીં સહિતની વિશેષ માહિતી ઉપરાંત આજના રસપ્રદ સમાચારોની વર્ડ ફાઈલ માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. તંત્રી શ્રી દિવસના તાજા રસપ્રદ સમાચારોની આ ફાઈલ આપ ઉપર આપેલી ફાઈલની લિન્કથી ડાઉનલોડ કરીને વર્ડ ફાઈલમાંથી કોઈ પણ સમાચારનો ઉપયોગ કરો તો અમને…

ગાંધીનગરમાં વાહકજન્ય રોગો સામે આરોગ્ય વિભાગ એલર્ટ, પરેડ જવાનો માટે યુદ્ધના ધોરણે ફોગિંગ-સર્વેલન્સ

રાષ્ટ્રીય એકતા દિવસની પરેડમાં આવેલા BSF, CRPF અને ITBPના જવાનોના આરોગ્ય માટે ખાસ વ્યવસ્થા : દરેક બ્લોક દીઠ 4 આરોગ્ય કર્મચારીઓની નિમણૂક કરવા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના આદેશ ગાંધીનગર રાજ્યમાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા સહિતના વાહકજન્ય રોગોના નિયંત્રણ અને અટકાયતી પગલાંને લઈને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે હાઇ-લેવલ સમીક્ષા…

અમદાવાદમાં ‘The Pink Run 2.0’માં 2,500થી વધુ લોકો જોડાયા, બ્રેસ્ટ કેન્સર જાગૃતિનો સંદેશ આપ્યો

5, 10 અને 15 કિમીની દોડ દ્વારા બ્રેસ્ટ હેલ્થ, વહેલી તપાસ અને સમયસર સારવાર અંગે જાગૃતિ ફેલાવાઈ અમદાવાદ બ્રેસ્ટ કેન્સર અંગે જાગૃતિ ફેલાવવા અને મહિલાઓને બ્રેસ્ટ હેલ્થ પ્રત્યે સજાગ બનાવવાના હેતુથી HCG Aastha Cancer Centre દ્વારા અમદાવાદમાં ‘The Pink Run 2.0’નું આયોજન કરવામાં આવ્યું હતું. આશા, હિંમત અને જાગૃતિના સંદેશ સાથે યોજાયેલી આ દોડમાં 2,500થી…

ગુજરાતમાં 41.20 લાખથી વધુ જૂના વાહનોનો ખડકલો, સ્ક્રેપ પોલિસી છતાં લોકો વાહન ભંગારમાં આપવા તૈયાર નહીં

રોડ ટેક્સમાં રાહતનું ‘ગાજર’ પણ ન ચાલ્યું; નવા વાહનોની ઊંચી કિંમત અને ઓછા વળતરે સરકારી યોજના સામે પડકાર અમદાવાદ: ગુજરાતમાં 15 વર્ષથી વધુ જૂના વાહનોની સંખ્યા 41.20 લાખને પાર પહોંચી ગઈ છે. આ જૂના અને ખખડધજ વાહનો રસ્તા પર અકસ્માતનું જોખમ વધારવાની સાથે હવાનું પ્રદૂષણ વધારવામાં પણ ભાગ ભજવી રહ્યા છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર…

ફિનલેન્ડમાં નોકરી અપાવવાના નામે કડીના દંપતી સાથે ₹28 લાખની છેતરપિંડી, મુંબઈ એરપોર્ટ પહોંચતાં ભાંડો ફૂટ્યો

નકલી વિઝા અને જોબ ઓફર લેટર આપી તબક્કાવાર રૂપિયા પડાવ્યા; સોલા પોલીસે ટ્રાવેલ્સ સંચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી અમદાવાદ: વિદેશમાં નોકરી અપાવવાની લાલચ આપી લોકો સાથે છેતરપિંડીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે અમદાવાદમાં ફિનલેન્ડમાં નોકરી અને વર્ક પરમિટ અપાવવાના નામે કડીના એક દંપતી સાથે રૂ. 28 લાખની છેતરપિંડી થયાનો કિસ્સો સામે આવ્યો…

અમદાવાદ SOGનો મોટો સપાટો: રિક્ષામાંથી 90 પડીકીઓ ગાંજા સાથે 45 વર્ષીય ડ્રાઈવર ઝડપાયો

વાસણા APMC મેટ્રો સ્ટેશન નજીક SOGની કાર્યવાહી; 184 ગ્રામ ગાંજા સહિત રૂ.64,700નો મુદ્દામાલ જપ્ત, બે શખ્સો સામે તપાસ અમદાવાદ અમદાવાદ શહેરમાં નશીલા પદાર્થોના ગેરકાયદે વેચાણ સામે પોલીસ દ્વારા ચાલી રહેલી કાર્યવાહી વચ્ચે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. વાસણા APMC મેટ્રો સ્ટેશન નજીક વોચ ગોઠવી પોલીસે એક ઓટોરિક્ષા ચાલકને 184 ગ્રામ…

ત્રાપજ નજીક ગમખ્વાર અકસ્માતમાં 7નાં મોત, અલંગના સ્ટાફના સભ્યોનો કરુણ અંત

ટ્રેલર પાછળ પૂરપાટ ઝડપે ધડાકાભેર કાર ઘૂસી; ઘટનાસ્થળે 6નાં મોત, સારવાર દરમિયાન એકનું મોત, સમગ્ર અલંગ પંથકમાં શોકનો માહોલ ભાવનગર ભાવનગર જિલ્લાના ત્રાપજ નજીક મંગળવારે વહેલી સવારે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલી એક કાર ઉભેલા ટ્રેલરના પાછળના ભાગમાં ધડાકાભેર ઘૂસી જતાં ભયાનક અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે કારમાં…

ભારતીય નૌકાદળની વધતી દરિયાઈ શક્તિ અને સ્વદેશી ક્ષમતાને રક્ષામંત્રી રાજનાથ સિંહે બિરદાવી

વિશાખાપટ્ટનમમાં ‘બડાખાના’ દરમિયાન નૌકાદળના જવાનો અને પરિવારો સાથે સંવાદ; ભારતની સમુદ્રી ક્ષમતાને આર્થિક વિકાસ અને વ્યૂહાત્મક શક્તિ સાથે જોડવા આહ્વાન વિશાખાપટ્ટનમ રક્ષામંત્રી રાજનાથ સિંહે વિશાખાપટ્ટનમ ખાતે ઈસ્ટર્ન નેવલ કમાન્ડ દ્વારા આયોજિત ‘બડાખાના’માં ભારતીય નૌકાદળના જવાનો અને તેમના પરિવારો સાથે મુલાકાત કરી હતી. તેમણે દેશની સમુદ્રી સુરક્ષા માટે ભારતીય નૌકાદળના જવાનોની અવિરત સેવા, સમર્પણ અને બહાદુરીને…

ખૂશ પારેખ અને રાઘવી જાજુની શાનદાર સિદ્ધિ, ઓલ ઇન્ડિયા રેન્કિંગ ચેમ્પિયનશિપ સિરીઝમાં રનર્સ-અપ

અદાણી સ્પોર્ટ્સલાઇન ટેનિસ એકેડમીના બંને ખેલાડીઓ અંડર-14 બોયઝ અને ગર્લ્સ ડબલ્સમાં ઉપવિજેતા; સિંગલ્સમાં સેમિફાઇનલ સુધીની સફર અમદાવાદ અદાણી સ્પોર્ટ્સલાઇન ટેનિસ એકેડમીના યુવા ટેનિસ ખેલાડીઓ ખૂશ પારેખ અને રાઘવી જાજુએ ઓલ ઇન્ડિયા રેન્કિંગ ચેમ્પિયનશિપ સિરીઝ ટેનિસ ટૂર્નામેન્ટ 2026માં શાનદાર પ્રદર્શન કરીને પોતાની પ્રતિભાનો પરચો આપ્યો છે. ભાવનગરની મામતા ટેનિસ એકેડમી ખાતે 21થી 30 સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલી…

રોહન બોપન્ના સહિત આંતરરાષ્ટ્રીય સ્ટાર્સ કિયા ટેનિસ પ્રીમિયર લીગની સિઝન-8માં છવાશે

12 ઓક્ટોબરે મુંબઈમાં ખેલાડીઓની હરાજી, આઠ ફ્રેન્ચાઇઝી માર્કી ખેલાડીઓ સાથે ટીમનું નિર્માણ કરશે મુંબઈ કિયા ટેનિસ પ્રીમિયર લીગ (TPL)ની સિઝન-8 માટે માર્કી ખેલાડીઓની યાદી જાહેર કરવામાં આવી છે. ભારતીય ટેનિસ દિગ્ગજ રોહન બોપન્ના ઉપરાંત આર્જેન્ટિનાના રોમન બુરુચાગા, ઓસ્ટ્રેલિયાના રિન્કી હિજિકાતા સહિતના આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ આ સિઝનમાં વિવિધ ફ્રેન્ચાઇઝીનું પ્રતિનિધિત્વ કરશે. સિઝન-8 માટે ખેલાડીઓની બહુપ્રતિક્ષિત હરાજી 12…

અનંત અંબાણીએ ‘ચેમ્પિયન્સ ઓફ કેર’ પહેલ લોન્ચ કરી

દેશભરની ૫૦થી વધુ પ્રાણી કલ્યાણ સંસ્થાઓ એક મંચ પર; વનતારા સાથે સમજૂતી પત્ર, વાર્ષિક ૨૦ લાખ પ્રાણીઓને લાભ પહોંચાડવાનો અંદાજ જામનગર વિશ્વ પ્રાણી દિવસ નિમિત્તે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને પ્રાણી કલ્યાણ ક્ષેત્રે સક્રિય અનંત એમ. અંબાણીએ સામુદાયિક પ્રાણી કલ્યાણને વધુ મજબૂત બનાવવા માટે વનતારાની રાષ્ટ્રવ્યાપી પહેલ **‘ચેમ્પિયન્સ ઓફ કેર’**ની જાહેરાત કરી છે. આ…

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની અંડર-17 બોયઝ યૂથ લીગ ચેમ્પિયનશિપનો પ્રારંભ

અમદાવાદમાં સેવી સ્વરાજ એફસીનો 24-0થી ધમાકેદાર વિજય; કુશ મોરાણીએ 8 ગોલ ફટકાર્યા અમદાવાદ ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA) દ્વારા આયોજિત અંડર-13, અંડર-15 અને અંડર-17 બોયઝ યૂથ લીગ ક્લબ ચેમ્પિયનશિપ-2026નો પ્રારંભ થયો છે. રાજ્યની નામાંકિત ક્લબોની ભાગીદારી સાથે યોજાઈ રહેલી આ ચેમ્પિયનશિપમાં ત્રણેય કેટેગરીમાં કુલ 60 ક્લબો મેદાનમાં ઉતરી છે, જે અત્યાર સુધીનું રેકોર્ડબ્રેક ક્લબ પાર્ટિસિપેશન…

પ્રમુખસ્વામી મહારાજના જીવનચરિત્રને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સની સત્તાવાર માન્યતા

13 ગ્રંથ, 8,848 પાનાં અને 21,46,447 શબ્દો ધરાવતું જીવનચરિત્ર ‘એક જ લેખક દ્વારા લખાયેલું વિશ્વનું સૌથી વિસ્તૃત જીવનચરિત્ર’ બન્યું લંડન ભારતીય સનાતન સંસ્કૃતિ અને આધ્યાત્મિક પરંપરાના ગૌરવમાં વધુ એક ઐતિહાસિક સિદ્ધિનો ઉમેરો થયો છે. પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના જીવન પર આધારિત 13 ગ્રંથોમાં વિસ્તરેલું, 8,848 પાનાં અને 21,46,447 શબ્દો ધરાવતું બૃહદ્ જીવનચરિત્ર ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ…

અદાણી અમદાવાદ મેરેથોન વર્લ્ડ એથ્લેટિક્સ ગ્લોબલ કેલેન્ડરમાં સામેલ

29 નવેમ્બરે 10મી આવૃત્તિ યોજાશે; રેસમાં દોડવીરોનું પ્રદર્શન વર્લ્ડ એથ્લેટિક્સ રેન્કિંગ માટે વિચારણા હેઠળ આવી શકશે અમદાવાદ અમદાવાદમાં 29 નવેમ્બર, 2026ના રોજ યોજાનારી અદાણી અમદાવાદ મેરેથોનની 10મી આવૃત્તિ અગાઉ તેને ‘વર્લ્ડ એથ્લેટિક્સ ગ્લોબલ કેલેન્ડર’માં સ્થાન મળ્યું છે. મેરેથોન માટે આ નોંધપાત્ર આંતરરાષ્ટ્રીય સિદ્ધિ માનવામાં આવી રહી છે. આ માન્યતા સાથે અમદાવાદની મેરેથોનને વૈશ્વિક રોડ-રેસિંગ કેલેન્ડરમાં…

અભિલાષ રાવલ અને કૌશાએ અમદાવાદ જિલ્લા ટેબલ ટેનિસના ખિતાબ જીત્યા, નક્ષ પટેલનો ડબલ ક્રાઉન

મલ્ટિમેટ 8મી અમદાવાદ જિલ્લા ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ-2026માં 17 કેટેગરીના વિજેતાઓ જાહેર; 283 એન્ટ્રીઓ સાથે ત્રણ દિવસીય સ્પર્ધાનું સમાપન અમદાવાદ ટેબલ ટેનિસ એસોસિયેશન ઑફ અમદાવાદ (TTAA) દ્વારા આયોજિત મલ્ટિમેટ 8મી અમદાવાદ જિલ્લા ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ-2026નું રવિવારે વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, નારણપુરા ખાતે સમાપન થયું હતું. 2થી 4 ઓક્ટોબર દરમિયાન યોજાયેલી ત્રણ દિવસીય સ્પર્ધામાં વિવિધ વયજૂથ અને…

ગુજરાત સ્ટેટ સિલેક્શન ફોર નેશનલ વિમેન્સ ચેસ ચેમ્પિયનશિપમાં વિનિ ગાંધી અને હાન્યા શાહ સંયુક્ત વિજેતા

બંને ખેલાડીઓએ 5-5 પોઈન્ટ સાથે ટોચનું સ્થાન મેળવ્યું, પ્રથમ ચાર ખેલાડીઓ તેલંગાણા ખાતે યોજાનારી નેશનલ ટુર્નામેન્ટમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે અમદાવાદગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશન દ્વારા ક્વીન્સ સ્ક્વેર વિમેન્સ એસોસિએશનના સહયોગથી સ્વ. અનિલા કિશોરકુમાર શાહની સ્મૃતિમાં ગુજરાત સ્ટેટ સિલેક્શન ફોર નેશનલ વિમેન્સ ચેસ ચેમ્પિયનશિપ-2026નું આયોજન કરવામાં આવ્યું હતું. 3 અને 4 ઓક્ટોબર, 2026ના રોજ અમદાવાદના ખાનપુર ખાતે…

તન્મય બલોડાની વેધક બોલિંગથી ભારત U-19 સામે ઓસ્ટ્રેલિયા U-19ની પ્રથમ ઈનિંગ્સ 174 રનમાં સમેટાઈ

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ‘એ’ ગ્રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયા U-19 પ્રવાસની મલ્ટિડે સિરીઝનો મુકાબલો અમદાવાદ ઓસ્ટ્રેલિયા U-19ના ભારત પ્રવાસ અંતર્ગત મલ્ટિડે (ચાર દિવસ) સિરીઝની મેચનો પ્રથમ દિવસે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ‘એ’ ગ્રાઉન્ડ ખાતે ભારત-અંડર-19એ મેચ પર પકડ જમાવી હતી. પ્રથમ ફિલ્ડિંગ પસંદ કર્યા બાદ ભારતે ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઈનિંગ્સ 174 રનમાં સમેટી દીધી હતી જોકે એની સામે ભારતીય…

સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે સુરક્ષા વ્યવસ્થાની મોકડ્રિલ

ત્રણ હથિયારધારી આતંકવાદીઓ ઘૂસ્યા હોવાની પરિસ્થિતિનું નિર્માણ કરી સુરક્ષા એજન્સીઓનું સંકલિત ઓપરેશન; રાષ્ટ્રીય એકતા પરેડ પૂર્વે સજ્જતાનું પરીક્ષણ રાજપીપળા આગામી 31મી ઓક્ટોબર-2026ની રાષ્ટ્રીય એકતા પરેડને ધ્યાનમાં રાખીને વિશ્વપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે સુરક્ષા વ્યવસ્થાની સજ્જતા ચકાસવા માટે મોકડ્રિલ યોજાઈ હતી. સ્ટેચ્યૂ ઓફ યુનિટી પરિસરમાં ત્રણ હથિયારધારી આતંકવાદીઓ ઘૂસ્યા હોવાની અને ફૂડ કોર્ટ વિસ્તારમાં…

રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી માટે નર્મદા જિલ્લા તંત્ર સજ્જ

જિલ્લા કલેક્ટર ગંગા સિંઘની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ; ૧૯ સમિતિઓની કામગીરી અને વિવિધ વ્યવસ્થાઓની સમીક્ષા રાજપીપળા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે આગામી તા. ૩૧ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ યોજાનાર ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ભવ્ય ઉજવણીની પૂર્વતૈયારીના ભાગરૂપે નર્મદા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર ગંગા સિંઘની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાના અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં કાર્યક્રમને સુચારૂ…

ચિંતન શિબિર 2026નું નિતિન ગડકરીના હસ્તે ઉદ્ઘાટન

‘ગતિશક્તિ સે પ્રગતિ’ના મંત્ર સાથે ભવિષ્ય માટે સજ્જ હાઇવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર મંથન; સુરક્ષા, ગુણવત્તા, ટકાઉ વિકાસ અને ટોલિંગ સુધારણા પર ભાર એકતા નગર, નર્મદા: કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ સોમવારે ગુજરાતના નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ટેન્ટ સિટી-2માં **‘ચિંતન શિબિર 2026 – હાઇવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર રાષ્ટ્રીય સંમેલન’**નું ઉદ્ઘાટન…